રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) ના સહયોગમાં સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી.) ની રચના દ્વારા સશક્તિકરણ કરવાની યોજના
યોજનાનું નામ
આ યોજના "સખીમંડળ" સ્વસહાય જુથો/એસ.એચ.જી તરીકે પણ ઓળખાશે અને સમગ્ર રાજયના ગ્રામીણ વિસ્તારમાં અમલમાં મુકવામાં આવશે. આ યોજનાની મુદત પ્રથમ તબક્કે આ ઠરાવની તારીખથી તા.31/1/2010 સુધીની રહેશે. આ યોજના સંકલીત બાળ વિકાસ કાર્યક્રમ (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવેશ.
યોજનાનો ઉદેશ
- આ યોજના હેઠળ રચાયેલા સખીમંડળો (સ્વસહાય જુથો/એસ.એચ.જી) તરીકે ઓળખાશે.
- આ યોજના ગ્રામીણ વિસ્તારમાં તા.2/2/2007થી અમલમાં મુકવામાં આવેલ છે. અને તે તા.31/1/2010 સુધી અમલમાં મુકેલ. જેની અવધિ તા. 03/11/2011 સુઘી અને ત્યારબાદ નિર્ણય થાય ત્યાં સુઘી અમલમાં રહેશે.
- આ યોજના સંકલીત બાળ વિકાસ યોજના (આઈ.સી.ડી.એસ.) દ્વારા ચલાવવામાં આવશે.
- ગ્રામીણ ગરીબ કુટુંબો જુથમાં સંગઠીત થઈ બચત અને આંતરિક ધિરાણનો અભિગમ અપનાવે તો તેમની નાની મોટી આર્થિક જરૂરિયાતો સંતોષી શકાય.
- સ્વસહાય જુથો રચી સંગઠીત કરી તેમને સક્ષમ કરવા કૌશલ્ય વર્ધન તાલીમ પુરી પાડવી, આંતરિક માળખાકીય સુવિધાઓ પુરી પાડી આર્થિક પ્રવૃતિ સાથે સાંકળવા તેમજ રીવોલ્વીંગ ફંડ, બેંક ધિરાણ સાથે જોડવા.
- રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના સહયોગમાં સ્વસહાય જુથોને સક્રીય કરવાની અને બેંક લીંકેજ સાથે જોડવાની સખીમંડળો નામાભિધાન દ્વારા અભિયાન સ્વરૂપે સશક્તિકરણ કરવાનો નવો અભિગમ અપનાવવો.
યોજનાની વ્યુહરચના
પ્રવર્તમાન સ્વસહાય જુથોને ઓળખવા બેંક સેવા સાથે સાંકળવા વગેરે અંગે જરૂરી ડેટા અને પત્રકો તૈયાર કરવાની કામગીરી ગ્રામ વિકાસ વિભાગના પરામર્શમાં નાબાર્ડ તૈયાર કરશે.
- આ યોજના અંતર્ગત સખીમંડળના સભ્યોને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવશે.
- ગૃપ ડાયનેમીક
- સંઘર્ષ નિવારણ
- નેતૃત્વ વિકાસ
- બુક કીપીંગની તાલીમ
- આર્થિક પ્રવૃતિ માટે તાલીમ
- આ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર્તા, એ.સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર અને સી.ડી.પી.ઓ.ને ઈન્સેટીવ (પ્રોત્સાહક રકમ) મળવાપાત્ર છે.
રીવોલ્વીંગ ફંડ
આ યોજના હેઠળ રચવામાં આવનાર સખીમંડળને રૂ.5000/- રીવોલ્વીંગ ફંડ ગ્રાન્ટ (ઓછામાં ઓછું રૂ.10000/- બેંક ધિરાણ) મેળવવાને પાત્ર થશે સખીમંડળને રીવોલ્વીંગ ફંડ ચુકવવામાં આવશે.
- આ યોજના હેઠળ આંગણવાડી કાર્યકરો, સી.ડી.પી.ઓ., સુપરવાઈઝર, બેંકો, લીડ જિલ્લા મેનેજર, સ્વૈચ્છિક સંસ્થા, અને નાબાર્ડની ભુમિકા નક્કી કરેલી છે.
- સખીમંડળ યોજના અંતર્ગત નીચે મુજબની સમિતિની રચના કરવામાં આવી છે
જિલ્લાકક્ષા સમિતિ
|
1
|
જિલ્લા વિકાસ અધિકારીશ્રી, ખેડા
|
અધ્યક્ષ
|
2
|
નિયામકશ્રી, જિ.ગ્રા.વિ.એ., ખેડા
|
સભ્ય
|
3
|
ડિસ્ટ્રીકટ ડેવ.મેનેજર નાબાર્ડ
|
સભ્ય
|
4
|
ચાર વીમા કંપનીના પ્રતિનિધિ
|
સભ્ય
|
5
|
પ્રોગ્રામ ઓફીસરશ્રી, આઈ.સી.ડી.એસ.
|
સભ્ય
|
6
|
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી
|
સભ્ય
|
7
|
આસી.પ્રોજે.ઓફીસર (SGSY,DRDA)
|
સભ્ય
|
8
|
આસી.પ્રોજે.ઓફીસર (મોની.) જિ.ગ્રા.વિ.એ.
|
સભ્ય
|
9
|
મહીલા સામખ્ય/સ્વશક્તિ પ્રોજેકટના ડીસ્ટ્રીકટ કોઓર્ડીનેટર
|
સભ્ય
|
10
|
જિલ્લામાં કાર્યકરતી બે સ્વૈ.સંસ્થાના મહીલા પ્રતિનિધિ
|
સભ્ય
|
11
|
જિલ્લા કન્સલટન્ટ
|
સભ્ય
|
12
|
બે તાલુકા પંચાયતના મહીલા પ્રમુખ
|
સભ્ય
|
13
|
લીડ બેંક ઓફીસર/મેનેજરશ્રી
|
સભ્ય સચિવ
|
- આ યોજના અંતર્ગત મંડળના દરેક સભ્યોને આઈકાર્ડ આપવા માટે આઈકાર્ડ છપાવવાની પ્રક્રિયા ચાલુ છે.
- સખી મંડળ યોજના માર્ગદર્શિકા
સ્ત્રોત: નિર્મળ ગુજરાત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.