অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના માર્ગદર્શિકા

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના માર્ગદર્શિકા

  1. પૂર્વભૂમિકા
  2. યોજના હેઠળ કેવા કામો હાથ ધરી શકાય?
  3. યોજનાના અમલીકરણનું વહીવટી માળખું
  4. શ્રમિકોને રોજગારી આપવાની રીત શી છે?
  5. કામપર શ્રમિકો માટે કઈ સુવિધા ઉપલબ્ધ કરશો?
  6. કામપરના શ્રમિકોના આરોગ્ય અને સારવારની શી વ્યવસ્થા કરશો?
  7. ગામ તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ (વી.વી.એમ.સી.) અને તેનું શું કાર્ય છે?
  8. કામ દીઠ નિભાવવામાં આવતી ફાઈલમાં કયા કયા દસ્તાવેજો રાખશો ?
  9. સામાજીક અન્વેષણ (સોશ્યલ ઓડીટ) એટલે શું? તેનું શું મહત્વ છે?
  10. ગ્રામ રોજગાર સેવકની સામાજીક અન્વેષણમાં શું ભૂમિકા રહેશે?
  11. તાંત્રિક અવેષણ (ટેકનીકલ ઓડીટ) એટલે શું ? તેનું શું મહત્ત્વ છે?
  12. ગ્રામ રોજગાર સેવકની તાંત્રિક અનેષણમાં શું ભૂમિકા રહેશે ?
  13. ગ્રામ રોજગાર સેવકની ફરજો અને કાર્યો

પૂર્વભૂમિકા

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજનાનો ઉદ્દેશ

  • રોજગારીની માંગણી થયે રોજગારી પુરી પાડવી
  • ગ્રામીણ વિસ્તારમાં ટકાઉ મિલ્કતો ઉભી કરવી
  • રોજગારીની શોધમાં થતું સ્થળાંતર અટકાવવું
  • વ્યકિતગત વિકાસના કામો દ્વારા ગરીબી નિવારણ

કાયદાકીય જોગવાઈ

  • સંસદમાં પસાર થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ ર૦૦૫
  • રોજગારીની માંગણી કરનાર પરિવારને ૧૫ દિવસમાં રોજગારી પુરી પાડવી
  • ૧૫ દિનમાં રોજગારી આપવામાં નિષ્ફળ ગયે બેરોજગારી ભથ્થાની જોગવાઈ
  • નાણાંકીય વર્ષમાં જોબકાર્ડ દીઠ ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવી ખેતીના લઘુત્તમ રોજગારી દર અનુલક્ષીને કામના પ્રમાણમાં વેતન
  • કામ પુર્ણ થયાના ૧૫ દિવસમાં વેતનની ચુકવણી

યોજના હેઠળ કેવા કામો હાથ ધરી શકાય?

આ યોજના અંતર્ગત બિનકુશળ શ્રમિકોને રોજગારી આપવા માટેના કામો હાથ ધરી શકાય. આકામોની અમલવારી ગ્રામ પંચાયત અથવા સરકારના વિભાગો દ્વારા કરવાની રહે છે. તેના માટે કોન્ટ્રાકટ આપી શકાતા નથી. શ્રમિકોથી થઈ શકે તેમ હોય તેવા કામો મશીનો દ્વારા કરાવી શકાતા નથી. તેમજ કામના

કુલ ખર્ચમાં શ્રમિકો : માલસામાનના ખર્ચનું પ્રમાણ ૬૦:૪૦ જાળવવું જરૂરી છે. આ યોજના હેઠળ સામુદાયિક વિકાસના કામો જેવા કે,

  • જળ સંચય અને જળ સંગ્રહના કામો
  • દુષ્કાળ પ્રતિરોધક કામો
  • વનીકરણ અને વૃક્ષારોપણના કામો
  • સુક્ષ્મ સિંચાઈના નહેરના કામો
  • જળ સંગ્રહના સ્રોતોનું નવીની કરણ
  • જમીન સમથળ અને સુધારણાના કામો
  • પૂર નિયંત્રણ અને પૂર સંરક્ષણના કામો
  • ગ્રામીણ રસ્તાના નાના નાળા સહિતના કામો
  • ભારત નિર્માણ રાજીવ ગાંધી સેવા કેન્દ્રના કામો

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, ઈન્દીરા આવાસના લાભાર્થી અને જમીન સુધારણાના લાભાર્થીઓના આર્થિક વિકાસ માટે

  • સિંચાઈની સવલતો પુરી પાડવી
  • બાગાયતની કામગીરી
  • જમીન સમથળ કરવી
  • પૂર સંરક્ષણના કામો
  • વર્મી કંમ્પોસ્ટના કામો
  • માછલી ઉછેર અને માછલી સુકવણીના યાર્ડના કામો
  • નાડેપ કંમ્પોસ્ટીંગના કામો
  • લીકવીડ બાયોમેન્યોર્સ – સંજીવક અમૃત પાણી
  • પોલ્ટી અને ઘેટા-બકરા શેલ્ટર
  • પશુપાલન માટે પાકુ ફલોર, યુરીન ટેન્કના કામો
  • અઝોલાની ખેતી
  • ટીએસસી હેઠળ શોષખાડા અને વ્યકિતગત શૌચાલયના કામો

યોજનાના અમલીકરણનું વહીવટી માળખું

યોજનાના સુચનાસુચના અમલીકરણ માટે રાજય સરકાર, જીલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે વહીવટી માળખું રચવામાં આવેલ છે. જેના દ્વારા જુદી જુદી વહીવટી, તાંત્રિક અને નાણાંકીય કામગીરી હાથ ધરવામાં આવે છે.

ગ્રામ પંચાયતનું શ્રમ અંદાજપત્ર (લેબર બજેટ) કઈ રીતે તૈયાર કરશો?

  • લેબર બજેટ એટલે શું?

ગામના રોજગાર વાંચ્છુ શ્રમિક પરિવારોને વર્ષ દરમ્યાન રોજગારી મળી રહે તેમજ તે દ્વારા સ્થાનિક વિકાસના ટકાઉ મિલ્કતના કામોનું નિર્માણ થાય તે માટેનું વાર્ષિક આયોજન એટલે ગામનું લેબર બજેટ, આ રીતે તાલુકા, જીલ્લા અને રાજય કક્ષાએ અંદાજો સંકલિત કરીને તાલુકા, જીલ્લા અને રાજયનું લેબર બજેટ તૈયાર કરવામાં આવે છે.

  • લેબર બજેટ કયારે તૈયાર કરવાનું હોય છે ?

દર વર્ષે ઓકટોબર મહીના દરમ્યાન આગામી નાણાંકીય વર્ષ માટેના લેબર બજેટ માટેની ખાસ ગ્રામસભા યોજવામાં આવે છે. જેમાં જે તે ગ્રામ પંચાયતનું લેબર બજેટ મંજુર કરવામાં આવે છે. તાલુકામાં સમાવિષ્ટ બધા ગામોના લેબર બજેટ પર ચર્ચા-વિચારણા કરીને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં તાલુકાનું લેબર બજેટ મંજુર કરવામાં આવે છે. જેને સંકલિત કરીને સમગ્ર જીલ્લાનું લેબર બજેટ મોડામાં મોડું ૩૧-ડિસેમ્બર સુધીમાં મંજુર કરીને રાજય સરકારમાં રજુ કરવાનું હોય છે.

  • ગ્રામ પંચાયતના લેબર બજેટ કઈ પુર્વ તૈયારી કરશો ?
    • શ્રમિક કુટુંબોની મુલાકાત લઈ રોજગારીની જરૂરીયાત જાણવી
    • વર્ષ દરમ્યાન રોજગારીની જરૂરીયાતનો માસવાર અંદાજ કરવો
    • ગ્રામજનો સાથે ચર્ચા કરીને સંભવિત વિકાસના કામોની યાદી તૈયાર કરવી
    • સુચિત કામોની તાંત્રિક ચકાસણી માટે ટી.એ. સાથે સંકલન કરવું
  • ગ્રામ સભામાં લેબર બજેટ કઈ રીતે મંજુર થાય છે ?
    • ગ્રામસભાની તારીખ, સમય અને સ્થળ અંગે પુરતો પ્રચાર કરવો
    • રોજગાર વાંચજુ શ્રમિકો વધુમાં વધુ સંખ્યામાં ગ્રામસભામાં હાજર રહે તેની ખાતરી કરવી
    • ગ્રામસભામાં ગામના સુચિત લેબર બજેટની ચર્ચા કરવી
    • લેબર બજેટમાં સમાવેલ કામોનો અગ્રતાક્રમ નકકી કરવો
    • ગ્રામસભામાં લેબર બજેટ મંજુર કરતો ઠરાવ કરવો
    • મંજુર થયેલ લેબર બજેટને ઓનલાઈન અપલોડ કરવું
    • ગામનું મંજુર થયેલ લેબર બજેટ તાલુકા પંચાયતમાં રજુ કરવું

શ્રમિકોને રોજગારી આપવાની રીત શી છે?

  • જોબકાર્ડ એટલે શું ? તેનો શો ઉપયોગ છે?
    • જોબકાર્ડ એટલે શ્રમિક પરિવારના રોજગાર વાંચજી (પુખ્ત ઉંમરના) સભ્યોના નામ, ફોટોગ્રાફ, સામાજીક- આર્થિક વિગતો તેમજ અનુક્રમ નંબર દર્શાવતી પુસ્તીકા, જેના માધ્યમથી રોજી પુરી પાડવામાં આવે છે.
    • જોબકાર્ડમા પરિવારના પુખ્ત સભ્યોના નામ રાખવા જોઈએ
    • અહીંયા પરિવાર એટલે પતિ-પત્નિ અને તેમના આશ્રિત અપરીણિત બાળકો • રેશન કાર્ડમાં દર્શાવેલા કુટુંબના બધા સભ્યોનું એક જોબકાર્ડ બનાવવું જરૂરી નથી
    • એક રેશન કાર્ડમાં દર્શાવેલ કુટુંબના બે કે તેથી વધુ જોબકાર્ડ હોઈ શકે છે, દા.ત. જો એક રેશનકાર્ડમાં કોઈ માતા-પિતા, તેમના અપરીણિત પુખ્ત પુત્ર-પુત્રી અને તેના પરીણિત પુત્રો-પુત્રવધુઓના નામ હોય તો માતા-પિતા તેમજ અપરીણિત પુત્ર-પુત્રીનું એક અલગ જોબકાર્ડ બનશે અને દરેક પુત્ર-પુત્રવધુ દીઠ જુદું જોબકાર્ડ બનશે
    • જોબકાર્ડમાં શ્રમિક દ્વારા રોજગારીની માંગણી, પુરી પાડેલ રોજગારી, બેંક / પોસ્ટ ખાતાનો નંબર તેમજ વેતનની ભરવી જરૂરી
  • જોબકાર્ડ કઈ રીતે આપશો?
    • ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા શ્રમિક દ્વારા જોબકાર્ડ માટે લેખિત અથવા મૌખિક માંગણી કરવામાં આવશે
    • રહેઠાણ અંગે જરૂરી ખાત્રી કરી માંગણી કર્યાના મોડામાં મોડા ૧૫ દિવસમાં ગ્રામ પંચાયત દ્વારા જોબકાર્ડ આપવાનું રહેશે
    • ફોટોગ્રાફ અને જોબકાર્ડનો ખર્ચ સરકારશ્રી ભોગવશે, તે અંગે શ્રમિકે કોઈ ખર્ચ કરવાનો નથી
    • જોબકાર્ડ શ્રમિક પાસે રહેશે

રોજગારીની માંગણી અંગે શ્રમિકને શું માર્ગદર્શન આપશો?

  • સંભવિત રોજગાર વાંચ્છ શ્રમિકોના સતત સંપર્કમાં રહેવું
  • શ્રમિકોમાં મેટના માધ્યમથી રોજગારી માટે જાગૃતિ કેળવવી
  • શ્રમિક વ્યકિતગત કે સામુહિક રીતે લેખિત અથવા મૌખિક માંગણી કરી શકે છે
  • શ્રમિકને રોજગાર માંગણીની લેખિતમાં તારીખ દર્શક પહોંચ આપવી

શ્રમિકને રોજગારી આપવા શું પૂર્વ તૈયારી કરશો? = મંજુર થયેલ લેબર બજેટમાં નકકી થયેલ પ્રાથમિકતા મુજબ કામોના તાંત્રિક અને વહીવટી મંજુરીનું આગોતરૂં આયોજન = માંગ ઉભી થયાના ૧૫ દિવસમાં રોજગારી આપવી જરૂરી છે = માંગ ઉભી થયાના ૧૫ દિવસમાં રોજગારી આપવામાં નિષ્ફળ ગયેથી શ્રમિકોને બેરોજગાર ભથ્થુ ચુકવવાની જોગવાઈ છે, જેથી આવું ન બનવા પામે તેની અંગત કાળજી લેવી • કામ શરૂ કરવાના સ્થળ અને તારીખ-સમયની લેખિતમાં શ્રમિકને જાણ કરવી અને જાણ થયા બદલ શ્રમિકની તારીખ સાથેની સહી મેળવવી * શ્રમિકને તેના રહેઠાણના પાંચ કિલોમીટરની ત્રિજયામાં રોજગારી આપવાની જોગવાઈને દયાને લઈને કામની પસંદગી કરવી

  • શ્રમિકને રોજગારી આપવાની રીત શું છે?

મસ્ટર શું છે?

મસ્ટર એટલે કામ પરના શ્રમિકોની દૈનિક હાજરી નોંધવા માટેનું હાજરી પત્રક. દરેક મસ્ટરને અનુક્રમ નંબર આપેલ હોય છે તેમજ તે તાલુકા વિકાસ અધિકારીશ્રીની સહી દ્વારા અધિકૃત કરેલું હોવું જોઈએ. જેમાં શ્રમિકનું નામ, જોબકાર્ડ આઈ.ડી. નંબર, ઉમર, જાતિ, બેંક અથવા પોસ્ટ ખાતા નંબર જેવી વિગતો ભરવામાં આવે છે. કામ દીઠ અઠવાડિક મસ્ટર નિભાવવાનું હોય છે. એક મસ્ટરમાં સામાન્ય રીતે રર શ્રમિકોની હાજરી પુરી શકાય છે.

મસ્ટર કઈ રીતે નિભાવશો?

  • કામ શરૂ કરવાના બે - ત્રણ દિવસ પહેલાં તાલુકા પંચાયતમાં જાણ કરી મસ્ટર મેળવવું શ્રમિકોની સંખ્યાને ધ્યાનમાં લઈ જરૂરી સંખ્યામાં મસ્ટર મેળવવા દા.ત. જો શ્રમિકોની સંખ્યા રર થી વધુ હોય તો તેના ગુણાંકમાં મસ્ટરની સંખ્યા નકકી થશે. મસ્ટર સાથે કોઈ વધારાનો કાગળ (ઈનરશીટ) ઉમેરીને હાજરી પુરવી નહીં.
  • મેટ દ્વારા રોજે રોજ દિવસમાં બે વાર હાજરી પુરવાની હોય છે અઠવાડિયાના પ્રથમ દિવસે નોંધાયેલ શ્રમિકોની હાજરીને ધ્યાનમાં લઈ શ્રમિકોના નામના ખાલી ખાનાઓમાં ઉભી લીટી કરીને મસ્ટર બંધ કરવું મસ્ટરમાં રોજે રોજ હાજરીની સંખ્યા લખવી
  • અઠવાડિયુ પુર્ણ થયે બંધ થયેલ મસ્ટરમાં તલાટી મંત્રી અને સરપંચની સહી મેળવવી.

કામનો પ્રારંભ કઈ રીતે કરશો?

  • રોજગાર વાંચ્છ શ્રમિકોને કામ શરૂ કરવાના સમય, તારીખ અને સ્થળ અંગે લેખિતમાં જાણ કરવી
  • ગામના જાહેર સ્થળોએ કામ શરૂ કરવાના સમય, તારીખ અને સ્થળ અંગે નોટીસ ચોંટાડીને અને દાંડી પીટીને જાહેરાત કરવી કામના પ્રારંભે ટેકનીકલ આસીસ્ટંટ કામની લાઈન દોરી આપશે પ૦ શ્રમિક દીઠ એક મેટ કામ પર દેખરેખ રાખશે અને હાજરી પુરશે શ્રમિકનો જોબકાર્ડ આઈ.ડી. નંબર મસ્ટરમાં ફરજીયાત પણે લખવો
  • ઉપરની કામગીરીનું સંકલન ગ્રામ રોજગાર સેવક કરશે તેમજ કામપરની શ્રમિકોની દૈનિક હાજરીનો અહેવાલ તાલુકા કક્ષાએ કરશે.
  • ગ્રામ રોજગાર સેવકને મેટ કઈ રીતે મદદરૂપ થશે ?
  • રોજગાર વાંચ્છુ શ્રમિકોને કામ શરૂ થવાની જાણ કરશે. શ્રમિકોની દૈનિક હાજરી પૂરશે અને મસ્ટરની જાળવણી કરશે જો અંદાજ કરતાં ઓછા શ્રમિકો કામ પર આવે તેવા સંજોગોમાં વણવપરાયેલા મસ્ટર ગ્રામ રોજગાર સેવકને આપશે જે તાલુકામાં વિના વિલંબે પરત કરશે પુરેપુરૂ લઘુત્તમ વેતન મેળવવા કેટલું કામ કરવું પડે તેની શ્રમિકોને જાણકારી આપશે દરેક શ્રમિકે કરેલ દૈનિક કામનું અંદાજીત માપ લઈ કાચી નોંધ રાખશે અને તેની શ્રમિકોને જાણ કરશે. શ્રમિકના જોબકાર્ડમાં કરેલ કામગીરી અને ચુકવણાની નોંધ કરશે.
  • ગ્રામ રોજગાર સેવકને કમ્પયુટર સાહસિક કઈ રીતે મદદરૂપ થશે? ગ્રામ કમ્પયુટર સાહસિક નીચે મુજબની નિયમિત ડેટા એન્ટ્રી કરશે
  • શ્રમિક દ્વારા થયેલ જોબકાર્ડની માંગણી (જોબકાર્ડ રજીસ્ટ્રેશન) ઈસ્યુ થયેલ જોબકાર્ડ તેમજ શ્રમિકોના ફોટા અપલોડ કરવા શ્રમિકોના બીપીએલ નંબર, બેંક અથવા પોસ્ટ ખાતા નંબર
  • વેબ સાઈટ પરથી મળેલ શ્રમિકનો જોબકાર્ડ આઈ.ડી. નંબર ગ્રામ રોજગાર સેવક અને મેટને આપશે જે મસ્ટરમાં નોંધવો જરૂરી છે. શ્રમિકની કામની માંગણીની તારીખ
  • વી.સી.ઈ. દ્વારા મનરેગાની વેબસાઈટ પર નિયમિત ડેટા એન્ટ્રી થશે, જેમ કે..
  • કામ પર ની દૈનિક હાજરી રોજે રોજ અપલોડ કરશે અઠવાડિયાના છેલ્લા દિવસે મસ્ટર બંધ કરશે ટેકનીકલ આસીસ્ટંટ દ્વારા જે દિવસે માપ લેવામાં આવે તે જ દિવસે શ્રમિક દીઠ કરેલ કામ ની વિગતો, જથ્થો, દર અને ચુકવવા પાત્ર રકમની એન્ટ્રી ટેકનીકલ આસીસ્ટંટ અને ગ્રામ રોજગાર સેવકની હાજરીમાં વી.સી.ઈ. ઉપરોકત ડેટા એન્ટ્રી કરશે.

ગ્રા. રો. સેવક અને મેટ ટેકનીકલ આસીસ્ટંટને કઈ રીતે મદદરૂપ થશે?

અઠવાડિયાના છેલ્લા દિવસે મસ્ટર તાલુકામાં પહોંચાડશે અને મસ્ટર રજીસ્ટરમાં તેની નોંધ કરાવશે મેટ અને ગ્રામ રોજગાર સેવક માપણી વખતે હાજર રહીને માપો લેવામાં મદદરૂપ થશે

શ્રમિકોની હાજરીમાં માપણી થાય તેની કાળજી રાખવી

શ્રમિકોને અઠવાડિક કામનું ચુકવણું કઈ રીતે કરવામાં આવશે ?

ટેકનીકલ આસીસ્ટંટ માપપોથી અને માપણી થયેલ મસ્ટર મદદનીશ તાલુકા પ્રોગ્રામ ઓફીસરશ્રીને જમા કરાવશે તાલુકાના મસ્ટર રજીસ્ટરમાં મસ્ટરની માપણી થઈને પરત થયાની નોંધ થશે અધિક મદદનીશ ઈજનેર અથવા મદદનીશ વર્કસ મેનેજર દ્વારા પ્રવર્તમાન એસ.ઓ.આર.ના સંદર્ભમાં થયેલ કામના પ્રમાણમાં મળવા પાત્ર ચુકવણું બરાબર છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે માપણી થયેલા દરેક મસ્ટરની ચુકવણાની વિગતોની ચકાસણી કરીને મદદનીશ તાલુકા પ્રોગ્રામ ઓફીસરશ્રી પ્રતિ સહી કરશે. ઉપરોકત કાર્યવાહી થયા બાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી મસ્ટર અને માપપોથીને ચુકવણા માટે મંજુર કરશે મંજુર થયેલ મસ્ટરની અને માપપોથીની એમ.આઈ.એસ. કોઓડીંનેટરશ્રી દ્વારા રોજે રોજ ડેટા એન્ટ્રી થશે તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા મંજુર થયેલ બીલનું પ્રિ-ઓડીટ કરવામાં આવશે પોસ્ટ મારફતે ચુકવણા માટે પાંચ કોપીમાં અસલમાં રજુ કરવાના પત્રકો તૈયાર કરી સંબંધિત પોસ્ટ ઓફીસમાં ઓળખકાર્ડ ધરાવતા અધિકૃત પ્રતિનિધિ દ્વારા પહોંચાડવામાં આવશે અને શ્રમિકના પોસ્ટ ખાતામાં રકમ જમા કરાવવામાં આવશે બેંકમાં ખાતા ધરાવતા શ્રમિકો માટે એકાઉન્ટ પેઈ ચેક દ્વારા ચુકવણું કરવામાં આવશે ચુકવણાની ડેટા એન્ટ્રી એમ.આઈ.એસ.કો-ઓડીંનેટરશ્રી દ્વારા કરવામાં

કામપર શ્રમિકો માટે કઈ સુવિધા ઉપલબ્ધ કરશો?

  • પ્રાથમિક મેડીકલ સારવારના સાધનોની કીટ
  • શુદ્ધ પીવાના પાણીની સુવિધા
  • શ્રમિકોના વિશ્રામ માટે છાંયડાની વ્યવસ્થા
  • કામપર શ્રમિકોને પાણી પીવડાવવા માટે શ્રમિકની નિમણુંક
  • છ વર્ષથી નીચેના પાંચથી વધુ બાળકો માટે ઘોડિયા અને સંભાળ માટે શ્રમિક બહેનની વ્યવસ્થા
  • પાણી પીવડાવવા અને ઘોડિયા ઘર માટે અપંગ અથવા વૃદ્ધ શ્રમિક ભાઈ-બહેનને રોજી આપી

કામપરના શ્રમિકોના આરોગ્ય અને સારવારની શી વ્યવસ્થા કરશો?

  • અત્યંત વૃદ્ધ કે બીમાર વ્યકિતને શ્રમ પડે તેવી કામગીરી આપવી નહીં
  • કામના સ્થળે પુરતી દવા સાથેની પ્રાથમિક સારવારની પેટી હાજર રાખવી
  • નજીકના પ્રાથમિક સારવાર કેન્દ્ર સાથે સંકલન કરી દર ૧૫ દિવસે શ્રમિકોની આરોગ્ય તપાસનું આયોજન કરવું
  • કામ દરમ્યાન સામાન્ય ઈજા માટે પ્રાથમિક સારવાર પેટીનો ઉપયોગ કામ દરમ્યાન અકસ્માત કે મોટા પ્રમાણમાં ઈજા થયેલ હોય તો તાત્કાલીક વિના મૂલ્ય તબીબી સારવાર પુરી પાડવી
  • મોટા અકસ્માત સર્જાય તો તાત્કાલીક તાલુકા કક્ષાએ જાણ કરવી
  • કામ દરમ્યાન શ્રમિક મૃત્યુ પામે અથવા કાયમી ધોરણે અપંગ બને તો રૂા.૨૫૦૦૦/- અથવા
  • કેન્દ્ર સરકાર નકકી કરેલ તેટલી રકમ આવા શ્રમિકના વારસદાર અથવા અપંગ થનારને ચુકવવાની જોગવાઈ છે

ગામ તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ (વી.વી.એમ.સી.) અને તેનું શું કાર્ય છે?

  • મનરેગાના કામો પર દેખરેખ માટેની પ થી ૯ જેટલા સભ્યોની સમિતિ
  • આ સમિતિમાં ગામના નિવૃત્ત અધિકારી અને પ્રતિષ્ઠિત નાગરિકોને સમાવી શકાય
  • સમિતિના અડધા સભ્યો એવા બી.પી.એલ શ્રમિકો હોય કે જેમણે ઓછામાં ઓછું ર૦ દિવસ કામ કરેલ હોય
  • સમિતિના ત્રીજા ભાગના સભ્યો મહિલા હોય
  • સરપંચ, તલાટી, ગ્રામ પંચાયતના સભ્ય કે હોદેદાર સમિતિમાં સભ્ય બની શકતા નથી
  • સમિતિમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિના સભ્યોનો સમાવેશ કરવો
  • સમિતિ દ્વારા ચાલતા કામોની મુલાકાત લઈ શ્રમિકોને મળતી રોજી, સુવિધા તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અંગે તપાસ કરવામાં આવે છે
  • સમિતિનો અહેવાલ ગ્રામસભામાં વંચાણે લઈને જરૂરી પગલાં લેવામાં આવે છે

કામ દીઠ નિભાવવામાં આવતી ફાઈલમાં કયા કયા દસ્તાવેજો રાખશો ?

  • ગ્રામ સભામાં મંજુર થયેલ લેબર બજેટના ઠરાવની નકલ
  • તાંત્રિક મંજુરી થયેલ અંદાજ પત્રની નકલ
  • વહીવટી મંજુરીની નકલ
  • મંજુર થયેલ કામોના નકશાની નકલ
  • કામ પર ઉપયોગમાં લેવાયેલ તમામ મસ્ટર રોલની નકલ
  • માપપોથી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા મંજુર થયેલ બીલની નકલ
  • માલસામાનના ખર્ચના બીલોની નકલ
  • કામ શરૂ થયા પહેલાના સ્થળ-સ્થિતિ, શ્રમિકો કામ કરતા હોય તેવા અને કામ પુર્ણ થયાપછીના ફોટોગ્રાફસ
  • કામ પુર્ણ થયાનું પ્રમાણપત્ર (સી.સી.)

આ ઉપરાંત એક અલગ ફાઈલમાં ગામની સામાન્ય માહિતી જેવી કે વસ્તી, બી.પી.એલ. પરિવારોની સંખ્યા, જોબકાર્ડ ધારકની યાદી, ચાલુ વર્ષના લેબર બજેટની નકલ અને શ્રમિકોને આપેલ રોજગારી અને વેતન ની માહિતી હાથવગી રાખવી.

સામાજીક અન્વેષણ (સોશ્યલ ઓડીટ) એટલે શું? તેનું શું મહત્વ છે?

  • સામાજીક અનવેષણ દરમ્યાન મનરેગા યોજનાની જોગવાઈઓ મુજબ શ્રમિકોને
  • યોગ્ય રીતે રોજી આપવામાં આવે છે કે કેમ? તેની ખાત્રી કરવામાં આવે છે
  • સામાજીક અન્વષણ જન જાગૃતિ માટેનું સબળ માધ્યમ છે
  • સામાજીક અનવેષણ દ્વારા શ્રમિકો અને ગ્રામજનોને યોજનાની જોગવાઈઓ અને તેમના અધિકાર અંગે જાગૃત કરવામાં આવે છે
  • દર વર્ષે બે વાર સામાજીક અનવેષણ માટેની ખાસ ગ્રામસભા યોજવામાં આવે છે
  • સામાજીક અનવેષણ માટેની ગ્રામસભાનું પ્રમુખ સ્થાન તકેદારી સમિતિ(વી.વી.એમ.સી.) ના અધ્યક્ષ દ્વારા લેવામાં આવે છે
  • આ ગ્રામસભામાં ગામમાં થયેલ કામો, શ્રમિકોને મળેલ રોજી તેમજ કામની ગુણવત્તા અને શ્રમિકોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવે છે

ગ્રામ રોજગાર સેવકની સામાજીક અન્વેષણમાં શું ભૂમિકા રહેશે?

  • સમાજીક અનવેષણ માટે નિયમિત ગ્રામસભાનું આયોજન કરવું
  • ગ્રામ સભાના સ્થળ, સમય અને તારીખની જાણ ગામ લોકોને કરવી
  • સ્થાનિક તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિના સભ્યોને ગ્રામસભા બાબતે માહિતગાર
  • વધુમાં વધુ શ્રમિકોને ગ્રામસભામાં હાજર રાખવા
  • કયા કામો હાથ ધરવામાં આવ્યા, કેટલા લોકોને રોજગારી મળી, કેટલું મહેનતાણું મળ્યું, શ્રમિકોએ કેટલા દિવસ કામ કર્યું, કેટલો ખર્ચ થયો, શ્રમિક દીઠ કામનો દર કેટલો મળ્યો તેના ચાર્ટ બનાવી ગ્રામસભામાં રજુ કરવા
  • જે શ્રમિક કુટુંબોએ નાણાંકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી મેળવી હોય તેમના નામ જાહેર કરવા અને તેવા શ્રમિકોને ગ્રામસભામાં હાજર રાખવા
  • ગ્રામ પંચાયત કક્ષાએ નિભાવેલ રજીસ્ટરો, ફાઈલો, ગ્રામસભામાં સ્થાનિક તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિ ના સભ્યો તથા ગામ લોકો સમક્ષ રજુ કરવા
  • થયેલ કામોની મુદ્વાર ગ્રામસભામાં માહિતી આપવી
  • ગ્રામસભા દરમ્યાન શ્રમિકો દ્વારા મળેલ ફરિયાદનું નિરાકરણ કરવું

તાંત્રિક અવેષણ (ટેકનીકલ ઓડીટ) એટલે શું ? તેનું શું મહત્ત્વ છે?

  • મનરેગાના કામોની ગુણવત્તા ચકાસણી એટલે તાંત્રિક અનવેષણ
  • તાંત્રિક અંદાજ અને ધારા ધોરણો મુજબ કામ થયેલ છે કે કેમ ? તેની ચકાસણી સરકારશ્રી દ્વારા નિયુકત તટસ્થ સંસ્થા દ્વારા કરવામાં આવે છે
  • તાંત્રિક અન્વેષક દ્વારા નીચેના મુદ્દા અંગે તપાસ કરવામાં આવે છે
    • તાંત્રિક અંદાજ અને માપપોથી મુજબ કામ થયેલ છે કેમ ?
    • કામની ગુણવત્તા બરાબર છે કે કેમ ?
    • નકકી કરેલ સ્થળે કામ થયેલ છે કે કેમ ?
    • જે હેતુ માટે કામ મંજુર થયેલ છે તે બર આવે છે કે કેમ?

ગ્રામ રોજગાર સેવકની તાંત્રિક અનેષણમાં શું ભૂમિકા રહેશે ?

  • કામ દીઠ ફાઈલ તૈયાર રાખવી
  • કામના સ્થળે થયેલ કામનું બોર્ડ મુકાવવું
  • ચાલુ કામ દરમ્યાન કામ પર દેખરેખ અને ગુણવત્તા બાબતે કાળજી રાખવી
  • તાંત્રિક અન્વેષણ માટેના અન્વેષકશ્રીને મદદરૂપ થવું
  • અન્વેષણ દરમ્યાન શ્રમિકોની હાજર રહે તે માટે જાણ કરવી

ગ્રામ રોજગાર સેવકની ફરજો અને કાર્યો

ઉપરની સમગ્ર વિગતો ધ્યાને લેતા ગ્રામ રોજગાર સેવક પાસે નીચે દર્શાવેલ જવાબદારી અને કામગીરી અપેક્ષિત છે,

  • ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલા તમામ વિસ્તારના લોકોને યોજનાની પુરેપુરી માહીતી આપવી
  • શ્રમિકોને જયારે જોઈએ ત્યારે રોજગારી મળી રહે તેવું આયોજન
  • ગામ લોકોને રોજગારી માટે ઘરે ઘરે ફરીને મોજણી કરવી
  • નવીન જોબકાર્ડની અરજી લેવી
  • અરજી મળ્યથી ૧૫ દિવસમાં જોબકાર્ડ આપવા
  • બેંક અથવા પોસ્ટમાં જોબકાર્ડ ધારકોના ખાતા ખોલાવવા
  • શ્રમિકોને રોજગારી આપવા માટે કામોનું આયોજન કરવું
  • શ્રમિકોને કામ માંગણીની પહોંચ આપવી
  • કામ માંગણી મુજબ શ્રમિકોને ૧૫ દિવસમાં રોજગારી મળી રહે તેની ખાત્રી કરવી જેથી બેરોજગારી ભથ્થાનો પ્રશન ઉપસ્થિત ન થાય
  • તાલુકા કક્ષાએ શરૂ થતા કામોની જાણ કરી જરૂરી મસ્ટરની માંગ કરવી
  • શ્રમિકોને શરૂ થતા કામની જાણ કરવી
  • કામ શરૂ થતાં પહેલા તેમજ ચાલુ કામના અને પુરા થયેલા કામના ફોટા પાડવા
  • જોબકાર્ડ ધારક પરિવારને ૧૦૦ દિવસ રોજી મળી રહે તેવું આયોજન કરવું
  • કામના આયોજન વખતે ટકાઉ સંપત્તિ ઉભી થાય તેવા લોક ઉપયોગી કામોનું આયોજન કરવું
  • ચાલુ કામ પર મસ્ટર હાજર રાખવું
  • સરપંચ,તલાટી,ટેકનીકલ આસીસ્ટંટ, મેટ, કોમ્પયુટર સાહસીક સાથે યોજનાકીય સંકલન કરવું
  • શ્રમિકોને કરેલા કામના પ્રમાણમાં વધુમાં વધુ વેતન મળે તેનું ધ્યાન રાખવું
  • મહિલા અને પુરૂષો માટે એક સરખો વેતન દર રહેશે
  • વૃદ્ધ અને અપંગ શ્રમિકોને તેમની શારીરિક ક્ષમતા મુજબ કામ આપવું
  • કામના આયોજન વખતે મજુરી : માલસામાન (૬૦:૪૦) નું પ્રમાણ જળવાય તેનું ધ્યાન રાખવું
  • ટેકનીકલ આસીસ્ટંટ દ્વારા કામની લાઈન દોરી અપાયા બાદ શ્રમિકોમાં કામની વહેંચણી કરવી
  • મેટ દ્વારા દિવસમાં બે વખત શ્રમિકોની હાજરી પુરાય છે તેનું ધ્યાન રાખવું
  • અઠવાડિયાના પ્રથમ દિવસે હાજરી પુરી મસ્ટર બંધ થાય છે તેની કાળજી રાખવી
  • ગ્રામ કોમ્પયુટર સાહસીકની સાથે રહીને નિયમિત ડેટા એન્ટ્રી કરાવવી
  • ટેકનીકલ આસીસ્ટંટ દ્વારા થતી માપણીમાં મદદરૂપ થવું
  • કામની ગુણવત્તા જાળવવા કાળજી રાખવી
  • અઠવાડિક કામ પુર્ણ થયાના ૧૫ દિવસમાં શ્રમિકોને વેતન મળી રહે તેવી કાળજી લેવી
  • જોબકાર્ડ અને પાસબુક શ્રમિક પાસે રહે તેની કાળજી લેવી
  • શ્રમિકો બેંક અને પોસ્ટમાં જાતે નાણાં ઉપાડે તેની ખાત્રી કરવી
  • શ્રમિકો વતી અન્ય દ્વારા વેતનના નાણાંનો ઉપાડ ન થાય તેની કાળજી લેવી
  • લેબર બજેટ અને સોશ્યલ ઓડીટની ગ્રામસભાનું આયોજન કરવું
  • તાલુકા કક્ષાએ જરૂરી માહિતી પુરી પાડવી

“રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર બાહેંધરી કાયદા” સંદર્ભે ઉદ્દભવતા પ્રશ્નો અને તેના જવાબો

૧. સો (૧૦૦) દિવસનું વેતન એક વ્યકિતને મળવા પાત્ર છે કે કુટુંબને?

જ. કાયદા હેઠળ નાણાકીય વર્ષમાં સો દિવસની રોજગારી દરેક કુટુંબને મળવા પાત્ર છે.

ર. કુટુંબમાં બે વ્યકિતઓ રોજગારની માંગણી કરે તો?

જ. કુટુંબના બે વ્યકિતઓ રોજગારીની માંગણી કરે તો કુટુંબ દીઠ નાણાંકીય વર્ષમાં કુલ ૧૦૦ દિવસની મર્યાદામાં આ યોજના હેઠળ રોજગારી આપવા સરકાર બંધાયેલી છે. જો પંચાયત પાસે વધારાની રોજગારીની તકો હોય અને રોજગારી માંગનાર દરેક કુટુંબની એક વ્યકિતને રોજગારી આપી દીધી હોય તો બીજાને પણ રોજગારી આપી શકાય. પરંતુ કુટુંબની કુલ રોજગારીના દિવસોની સંખ્યા નાણાંકીય વર્ષમાં ૧૦૦થી વધવી જોઇએ નહિ.

૩. કુટુંબમાં એકથી વધુ વ્યકિતઓ માગણી કરે તો દરેકને રોજગારી મળે?

જ. કુટુંબના એકથી વધુ વ્યકિતઓ માંગણી કરે તો એકથી વધુ વ્યકિતઓને રોજગારી આપી શકાય.અપાયેલ રોજગારી નાણાંકીય વર્ષમાં કુટુંબ દીઠ કુલ ૧૦૦ દિવસની મર્યાદામાં રહેશે.

૪. જોબકાર્ડ માટે કોને અરજી કરવી?

જ. જોબકાર્ડ માટે ગ્રામ પંચાયતને અરજી કરવી.

પ. જોબકાર્ડ માટે શું શું આધાર આપવો પડે?

જ. જોબકાર્ડ મેળવવા માટે પુખ્ત ઉંમરની વ્યકિતએ સ્થાનિક ગ્રામ પંચાયતમાં નોંધણી માટે સાદા કાગળ પર તેના

  • નામ, ઉંમર, જાતિ(એસ.સી/એસટી) દર્શાવતી અરજી કરવી અને પુરાવા માટે નીચે મુજબના પુરાવા રજુ કરવા.
  • રેશનકાર્ડ
  • ભારત સરકાર દ્વારા અપાયેલ ફોટો ઓળખ કાર્ડ
  • બેંક ખાતાના પાસબુકની નકલ
  • ખેતીની જમીનની માલિકી અંગેનો પુરાવો
  • ગ્રામપંચાયતે આકારણી કરી હોય તેવી બિન-ખેતી માલિકી અંગેનો પુરાવો ૬. અરજદાર સામાન્ય રીતે પંચાયતની હદમાં રહે છે- તેવો ગ્રામ પંચાયતનો દાખલો.

૬ જોબકાર્ડ મળી ગયા પછી રોજગારીની માંગણી કોની પાસે કરવી?

જ. જોબકાર્ડ મળી ગયા પછી રોજગારીની માંગણી કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત અરજી કરવી.

૭ કુટુંબની એક વ્યકિતને ૧૦૦દિવસની રોજગારી મળી ગયા બાદ તે જ કુટુંબની બીજી વ્યકિતને રોજગારી મળી શકે?

જ કુટુંબની એક વ્યકિતને ૧૦૦ દિવસની રોજગારી મળી ગયા બાદ તે જ કુટુંબની બીજી વ્યકિતને આ યોજના હેઠળ રોજગારી મળી શકે નહી.

૮ પંચાયત પોતાનું ફંડ વહેલું ખચી નાખે અને ત્યાર બાદ કોઇ રોજગારી મંાગે તો શું કરવુ? (દા.ત.- ડીસેમ્બરમાં પંચાયતનુ ફંડ ખર્ચ થઇ ગયેલ હોય અને જાન્યુઆરીમાં રોજગારીની માંગણી આવે તો ?)

જ પંચાયત આવા કિસ્સામા વધારાના ફંડની માંગણી કરી શકે છે. પરંતુ રોજગારી આપવા બાબતે ના પાડી શકે નહીં.

૯ કેટલીક વ્યકિતઓ ખોદકામનું કામ ઝડપથી કરી શકતી નથી. પરંતુ કામના જથ્થાના નક્કી થયેલા દર પ્રમાણે નિયત ઘન મી.| ચેો.મી. જેટલુ કામ ન કર્યું હોય, તો તે વ્યકિતઓને પૂરતી રોજગારી મળે કે ઓછી?

જ તેવી વ્યકિતઓએ એક દિવસનું વેતન મેળવવા નકકી થયેલ જથ્થાનું કામ કરવું પડે. તો જ એક દિવસનુ પૂરું વેતન આપી શકાય.

૧૦ કામ ઝડપથી ન કરી શકવાના કિસ્સામાં ઓછી રોજગારી મળે, તો પૂરા વેતન માટે વધુ દિવસની રોજગારી માગી શકાય?

જ કામગીરીની ફાળવણી એવી રીતે કરવી કે શ્રમિક દિવસ દરમ્યાન ઓછામાં ઓછું સાત કલાક કામ કરે, તો લઘુત્તમ વેતન દર મુજબનુ વેતન મેળવી શકે. આ બાબતે શ્રમિકોને વેતનદર અને કામના પ્રમાણ અંગે ક્ષમતા સ્થળે કામ શરૂ કરતાં પહેલા સ્પષ્ટ સમજણ આપવી.

૧૧ રોજગારી ન મળે તો કોને ફરિયાદ કરવી?

જ રોજગારી ન મળે તો ગામ પંચાયતને ફરિયાદ કરવી. પ્રોગ્રામ ઓફિસરને પણ ફરિયાદ કરી શકાય. આ માટે ગ્રામ પંચાયતમાં ફરિયાદ રજીસ્ટર પણ હોય છે.

૧૨ બેરોજગારી ભથ્થુ કેટલું મળે?

જ જો યોગ્ય અરજદારને કામની માંગણીના ૧૫ દિવસમાં રોજગાર ના મળે તો તેમને ગુજરાત સરકાર નકકી કરે તે મુજબનું બેરોજગારી ભથ્થુ મળે. પહેલા ૩૦ દિવસ માટે દૈનિક વેતનના રપ% કરતાં ઓછું નહી, તેટલું અને

૧૩ પછીનાં દિવસો માટે દૈનિક વેતનના પ૦% કરતાં ઓછું નહી, તેટલું બેરોજગારી ભથ્થુ આપવુ જોઇએ. બેરોજગારી ભથ્થુ કેટલા દિવસમાં મળે? કયારે મળે?

જ .અરજદાર અરજ કરે તે તારીખથી ૧૫ દિવસની મુદત પૂરી થયા બાદ જો તેને રોજગારી ન મળે, તો પ્રોગ્રામ ઓફિસરની મંજૂરી મળેથી તે અરજદાર કુટુંબને કાયદાની જોગવાઇ મુજબ શ્રમિકોને બેરોજગારી ભથ્થુ ચુકવવામાં આવશે.

૧૪ રોજગારી ન મળે તો કોને ફરિયાદ કરવી?

જ. રોજગારી ન મળે તો તાલુકામાં પ્રોગ્રામ ઓફીસરને અને ગામમાં ગ્રામ પંચાયતને ફરિયાદ કરવી. આ માટે ગ્રામ પંચાયતમાં રાખેલ ફરિયાદ રજીસ્ટરમાં પણ નોંધ કરી શકાય.

૧૫ કામ કરવા છતાં ઓછું વેતન મળે તો કોને ફરિયાદ કરવી?

જ. વેતન ન મળે, કે ઓછું વેતન મળે, તો પ્રોગ્રામ ઓફીસરને ફરિયાદ કરવી.

૧૬ બેરોજગારી ભથ્થુ ઓછુ મળે, કે ન મળે તો કોને ફરિયાદ કરવી?

જ. બેરોજગારી ભથ્થુ ઓછું મળે, તો પ્રોગ્રામ ઓફિસરને લેખિતમાં જાણ કરવી.

૧૭ ગામમાં વર્ષ દરમ્યાન કયારે કામ ચાલશે તેની જાણકારી કોણ અને કયારે આપશે?

જ. કોઇપણ વ્યકિત રોજગારી માટે માંગણી કરતી અરજી કરે તેનાં ૧૫ દિવસમાં ગામ પંચાયતે રોજગારી આપવાની છે. કામની જાણ ગ્રામ પંચાયતની કચેરીએ થી મળી શકે. ગ્રામ પંચાયતે રોજગારી પૂરી પાડવા અંગેની જાણ અરજદાર કુટુંબને પત્ર દ્વારા કરવાની રહેશે. આ ઉપરાંત ગામની જાહેર જગ્યાએ આ અંગેની જાહેરાત કરવાની રહેશે.

૧૮  ગામમાં મંજુર થયેલા કામ વર્ષના પાછલા ભાગમાં હોય તો શરૂઆતના માસમાં રોજગારી કોણ આપશે?

જ. વર્ષનાં આગલા ભાગમાં પંચાયતે કામ મંજુર કરાવવા પ્રયાસ કરવો જોઇએ આ માટે શરૂઆતથી જ સૂક્ષ્મ આયોજન કરવું જરૂરી છે. કાયદા પ્રમાણે વર્ષ શરૂ થતા પહેલા અગ્રતાનું ક્રમ પ્રમાણે આખા વર્ષના પ્રાસ્તાવિક પ્રોજેકટ મંજૂર કરાવવાના રહેશે. પંચાયત પાંચ કામો કરવી તૈયાર રાખશે, જેથી માંગણી થયેથી કામ આપી

૧૯  વર્ષમાં સો દિવસનું કામ કયારે કયારે મળી શકે તે કોણ નક્કી કરે?

જ. વર્ષમાં ઉભી થનારી માંગ ને અનુલક્ષીને ગ્રામ પંચાયતે કામ આપવાનું આગોતરું આયોજન કરવાનુ છે. પરંતુ માંગણી થયેથી અરજદારને કામ પૂરૂ પાડવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે.

૨૦  અમુક ઋતુમાં ખેતીવાડીના કામ મળી રહે છે તે સિવાયના સમયે રોજગારી મળે તેવી જોગવાઇ કરાઇ છે?

જ. કોઇ પણ સમયે રોજગારી મેળવવા ઓછામાં ઓછા સળંગ ૧૪ દિવસનું કામ માંગ્યથી રોજગારી આપવામાં આવશે. કોઇ સમયે ગામમાં કામ શરૂ કરી શકાય તેમ ન હોય, તો પ્રોગ્રામ ઓફીસર બાજુના ગામે રોજગારી આપી શકશે.

૨૧ એક ગામમાં કામ ન હોય અને બીજા ગામમાં કામ હોય તો તે કામ મેળવવા કોને અરજી કરવી?

જ. દરેક ગ્રામ પંચાયતે પાંચ કિલોમીટરના વિસ્તારમાં રોજગારીની તક આપવાની છે. રોજગારી વાંચ્છુએ તો પોતાની ગ્રામ પંચાયતને જ અરજી કરવાની છે. ગામમાં કામ ઉપલબ્ધ ન હોયતો પ્રોગ્રામ ઓફીસર નજીકના ગામમાં રોજગારી પૂરી પાડશે. આ કિસ્સામાં ૧૦% વધુ રોજગારી મળશે.

૨૨ પોતાના સિવાયના ગામમાં રોજગારી આપવાનું કોણ નક્કી કરશે?

જ.બીજા ગામમાં રોજગારી આપવાનું કામ પ્રોગ્રામ ઓફીસર અને પંચાયત મળીને નક્કી કરશે. ફકત જયારે ગામમાં રોજગારી આપી શકાય તેમ ન હોય, ત્યારે પ્રોગ્રામ ઓફીસર નજીકનાં ગામમાં રોજગારી આપશે.

૨૩ ગામથી દુર કામ અર્થ જવાનું થાય તો જવા આવવાનો ખર્ચ મળે?

જ. કોઇ પણ સમયે રોજગારીની જરૂરિયાત જણાય, ત્યારે ૧૫ દિવસ પહેલાં રોજગારીની માંગણી થયેથી કામ મળી શકશે.

૨૪ જોબકાર્ડ ખોવાઇ જાય તો શું કરવું?

જ. જોબકાર્ડ ખોવાઇ જાયતો ગ્રામ પંચાયતમાં અરજી કરવી પડે છે.

૨૫  જોબકાર્ડ માટે કોઇ ફી ભરવી પડે?

જ. જોબકાર્ડ ખોવાઇ જાયતો નવા કાર્ડ મેળવવા કોઇ ફી ભરવાની હોતી નથી.

૨૬ એક ગામમાં કામ ચાલુ હોય ત્યારે જ આસપાસના ગામમાં કામ ચાલુ થાય તેના કરતાં જુદા સમયે થાય તો તક વધું મળે, તેથી તે અંગેના આયોજનની સત્તા કોની પાસે આવે છે?

જ. દરેક ગ્રામ પંચાયતે માંગણી મુજબ આયોજન કરવાનું છે. તેથી ઉપરોકત પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ. એક ગામમાં એકથી વધું કામ આ યોજનાના ચાલતા હોય, તો તેના દિવસોમાં ફેરફાર કરાવી શકાય? કામની માંગણીને ધ્યાને લઈ પરિસ્થિતિ મુજબ ગ્રામ પંચાયતે યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

૨૭ જો વોટરશેડ યોજનામાં કોઇ કામ ચાલતુ હોય, તો તે કામને આ યોજના અંગેની રોજગારીમાં ગણાય?

વોટરશેડમાં ચાલતા કામ બદલ આ યોજના અંગેના જોબકાર્ડમાં હાજરી પુરાય?

જ.વોટરશેડ યોજનામાં ચાલતા કામ આ યોજના અંગેની રોજગારીમાં ગણાય નહીં. તેથી વોટરશેડ યોજનામાં ચાલતા કામને માટે આ યોજનાના જોબકાર્ડમાં હાજરી પુરવામાં આવશે નહીં.

૨૮ એન.જી.ઓ. દ્વારા કોઇ ગ્રામ વિકાસના કાર્યો ચાલતા હોય તો તે કામોમાં મળતી રોજગારી પણ આ યોજના અંગેના કામમાં નોંધાય?

જ. ના, રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના સિવાયનાં કોઇપણ કામની ગણતરી કે નોંધ જોબકાર્ડમાં થશે નહીં. આ યોજના સિવાય અન્ય યોજના હેઠળ ચાલતા કે એન.જી.ઓ. અને બીજી સંસ્થાઓ દ્વારા ચાલતા કામોમાં આવી રોજગારી વધારાનાં કામો તરીકે ઇચ્છીત વ્યકિત મેળવી શકશે. જેની ગણતરી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી યોજના હેઠળ અપાતી ૧૦૦ દિવસની રોજગારીમાં ગણવામાં આવશે નહીં.

૨૯ ભારે અને હળવા કામ કોને સોંપવા તેનો નિર્ણય કોણ કરે?

જ. ભારે અને હળવા કામ કોને સોંપવા તેનો નિર્ણય કામ કરતાં જૂથના સભ્યોએ આપસની સમજદારીથી કરશે. દા.ત. - જૂથમાં કામ કરતી મહિલોઓ અને વૃધ્ધોને હળવા કામ સોંપી શકાશે. કામના જથ્થાની ગણતરી જૂથ આધારિત ગણવામાં આવશે. વિખવાદ થાય, તેવા સંજોગોમાં ગ્રામ પંચાયત કામની વહેંચણી અંગેનો નિર્ણય લેશે.

૩૦ આ યોજના હેઠળ વર્ષની ગણતરી કઇ રીતે ગણવામાં આવશે? જાન્યુઆરી થી ડીસેમ્બર કે એપ્રિલથી માર્ચ?

આ યોજના હેઠળ નાંણાકીય વર્ષ એપ્રિલ થી માર્ચ ગણવામાં આવે છે.

રસ્તા, મકાનો કે ડેમના નિર્માણમાં કોન્ટ્રાકટરો દ્વારા ચાલતા કામોમાં રોજગારી મળે, તો શું તેની નોંધ આ યોજના અંગેના જોબકાર્ડમાં થશે?

જ.કોન્ટ્રાકટરો દ્વારા ચાલતા કોઇ પણ કામોમાં રોજગારી મળે, તો તેની નોંધ આ યોજના અંગેના જોબકાર્ડમાં કરવામાં આવશે નહીં.

૩૧ આ યોજના હેઠળ ચાલતા કામોમાં રોજગારીનો દર કેટલો છે?

જ. આ યોજના હેઠળના કામ પરના દરેક શ્રમિકોને રાજય સરકાર કે યોગ્ય સત્તાધિકારી દ્વારા “લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮” હેઠળ કૃષિ શ્રમિક માટે નિયત કરેલ વેતનદર મુજબ તેઓના કામના પ્રમાણમાં વેતન ચૂકવણા કરવાના હોય છે.

૩૨ બેરોજગારી ભથ્થાનો દર કેટલો છે?

જ. બેરોજગારી ભથ્થાનો દર રાજય સરકાર નક્કી કરશે. રોજગારીની માંગણીની અરજી કર્યા બાદના પહેલા ૩૦ દિવસ માટે દૈનિક વેતન દરના રપ% કરતાં ઓછુ નહીં, તેટલુ અને પછીના દિવસો માટે દૈનિક વેતન દરના પ૦% કરતા ઓછું નહીં, તેટલુ બેરોજગારી ભથ્થુ ચૂકવવામાં આવે તેનુ ધ્યાન રખાશે.

બિન કુશળ, અર્ધ કુશળ, અને કુશળ શ્રમિકને સરખું દૈનિક વેનત મળે કે જુદુ જુદુ?

૩૩  બિન કુશળ, અર્ધ કુશળ, અને કુશળ શ્રમિકને નક્કી થયેલ કામનાં દર પ્રમાણે વેતન મળવાં પાત્ર થશે. તાલુકા સ્તરે આ યોજનાનુ સંચાલન કોણ કરશે?

જ.તાલુકા સ્તરે ટી.ડી.ઓ. કક્ષાના પ્રોગ્રામ ઓફિસર હોય છે. જે આ યોજનાનું સંચાલન કરશે.

૩૪ ગ્રામ કક્ષાએ કયા કામો કરવા, તે કોણ નક્કી કરશે?

જ. આ અધિનિયમમાં નિર્દિષ્ટ થયેલ કામો ધ્યાને લઈ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત પ્રોજેકટ તૈયાર કરશે અને ગ્રામ સભાની ભલામણ સાથે પ્રોગ્રામ ઓફિસરને મોકલશે. ત્યાર બાદ પ્રોગ્રામ ઓફિસર તાલુકા અને જીલ્લા પંચાયતની મંજૂરી મેળવશે. મંજૂરી મળતા તે “સેલ્ફ ઓફ પ્રોજેકટ” (મંજૂર થયેલા પ્રોજેકટોનો સમૂહ) ના એક ભાગ તરીકે ગણાશે. “સેલ્ફ ઓફ પ્રોજેકટ “ માંથી ગામની જરૂરિયાત પ્રમાણે ગ્રામપંચાયત કામો શરૂ કરી શકશે.

અન્ય ગામે ચાલતા મોટા કામ વખતે કાર્ડ સાથે લઇ જવું પડે? કોઇપણ સ્થળે આ યોજના હેડળનું સવેતન કામ મળે, ત્યાં જોબકાર્ડ લઇ જવાનું રહેશે.

૩૩  આ યોજના હેઠળ કયા કામો લઇ શકાય?

જ. યોજના હેઠળ અધિનિયમના શિડયુલ - ૧ મા નિયત કરાયેલ નીચે મુજબના રોજગારીલક્ષી કામો હાથ ધરી રોજગારી પૂરી પાડવાની રહેશે.

જળસંચય અને જળસંગ્રહનાં કામો

  • દુષ્કાળ પ્રતિરોધક કામો (વનીકરણ અને વૃક્ષારોપણ)
  • માઇક્રો અને માઇનોર સિંચાઇના કામો સહિત સિંચાઇ માટે નહેરના કામ
  • અનુ.જાતિ/ જનજાતિના સભ્યો અથવા જમીન સુધારણાના લાભાર્થીઓ અથવા ભારત સરકારની ઇન્દિરા આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા ધારણ કરેલ જમીન પર સિંચાઇની સવલતો પૂરી પાડવા અંગેના કામો
  • પરંપરાગત જળસંચય અને જળસંગ્રહને લગતી સુવિધાઓ જેવી કે કાંસ, વાવ, તળાવ સહિત પાણી સંગ્રહ માટેના સ્ત્રોતોનું નવીનીકરણ જમીન વિકાસનાં કામો
  • જયાં પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ન છે, તેવા વિસ્તારમાં ડ્રેનેજ સહિત પુર નિયંત્રણ અને પુર સંરક્ષણને લગતાં કામો.
  • રાજય સરકારના પરામર્શમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય તેવા અન્ય કામો યોજનામાં બતાવ્યા સિવાયનાં કામ નક્કી હોય તો કોણ મંજૂરી આપે? રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી અધિનિયમ - ર૦૦૫ના શિડયુલ-૧માં નિયત કરાયેલ કામો જ લેવાના રહે છે.

૪૧ કોઇ વ્યકિત ૧૦૦ દિવસ કરતાં વધુ કામ કરવા માંગતી હોય તેને કામ મળી શકે?

જ. આ યોજના હેઠળ નાંણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી કુટુંબના બિન કુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક પુખ્તવયના શ્રમિકોને આપવાની જોગવાઇ છે.

૪૨ ગામમાં મજુર મળતા ન હોય તો વધુ દિવસની રોજગારી આપી શકાય?

જ. ગામની રોજગારીની માંગણી અને જરૂરિયાત આધારિત આયોજન થાય છે તેથી વધુ રોજગારી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ.

૪૩ કામ મોડા શરૂ થવાનાં હોય અને રોજગારીની જરૂર હોય તો શું કરવું?

જ. ઓછામાં ઓછા સળંગ ૧૪ દિવસ રોજગારીની માંગણી થતા રોજગારી આપવાની રહેશે. ગામમાં કામ શરૂ કરી શકાય તેમ ન હોય, તેવા સંજોગોમાં પ્રોગ્રામ ઓફિસરને જાણ કરવાની રહેશે અને અન્ય ગામે રોજગારી આપવાની રહેશે.

૪૪ જોબકાર્ડ સાથે ફોટો રાખવો પડે તો ફોટો પડાવવાનું ખર્ચ મળે?

જ. જોબકાર્ડ ઇસ્યુ થયા પછી લાભાર્થી કુટુંબનાં પુખ્ત ઉંમરનાં તેમજ રોજગારીની માંગણી કરતાં સભ્યોનો સંયુકત ફોટો (બે કોપી) લાભાર્થીઓએ જાતે જ પડાવી કાર્ડ ઇસ્યુ થયાના દસ દિવસમાં તલાટી કમ મંત્રીને આપવાનારહેશે. તેના પર તલાટી કમ મંત્રીએ સહી સિક્કા કરી, કાર્ડમાં ચોટાડવાના રેહેશે. ફોટાની કિંમત પેટે રૂ.૧૫/લાભાર્થીને રોકડમાં તુરતજ ચકવી દેવાના રહેશે.

૪૫ જોબકાર્ડ માટે ઉમરનો પુરાવો આપવો પડે?

જ. જોબકાર્ડ માટે ઉમરનો પુરાવો આપવો જરૂરી છે.

૪૬ અડધા દિવસના કામો માટે રોજગારીના દિવસો વધુ મળે?

જ. આ યોજના હેઠળ ૧૦૦ આખા દિવસની રોજગારી આપવાની છે. આથી અડધા દિવસની કામગીરી આપવાનો પ્રશ્ન નથી. શ્રમિકોએ સળંગ ૧૪ દિવસની રોજગારી માંગવાની હોઇ અડધા દિવસની કામગીરી ફાળવવાનો પ્રશ્ન ઉદભવશે નહિ.

૪૭ જોબકાર્ડ માટે માત્ર મૌખીક નોધણી કરાવાય?

જ. જોબકાર્ડ માટે લેખિત અરજી આપવી વધારે હિતાવહ છે. આ અંગેના અરજી નોંધણી ફોર્મ ગ્રામ પંચાયત કચેરીમાં વિના મુલ્ય મળી શકશે. તથા તલાટી અને ગ્રામ સેવક આ ફોર્મ ભરવા માટે શ્રમિકોને મદદ કરશે.

૪૮ ગામમા કામ માટેનો સમય નિયત હશે?

જ. ગામથી પ કી.મી. થી વધારે દુર કામ અર્થ જવાનું થાય, તો જવા આવવાનો ખર્ચ આપવામાં આવશે નહીં. પરંતુ ૧૦% વધુ રકમ મળશે.

ગામમાં કામ નકકી કરેલ દિવસોમાં બીજા કામની રોજગારી મળી શકતી હોય, તેવા સંજોગોમાં ગામનાં

૪૯ કામનો સમય ફેરવવા શું કરવું? કોને સત્તા રહશે?

  • જયાં પાણી ભરાઇ રહેવાનો પ્રશ્ન છે, તેવા વિસ્તારમાં ડ્રેનેજ સહિત પુર નિયંત્રણ અને પુર સંરક્ષણને લગતાં કામો.
  • રાજય સરકારના પરામર્શમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થાય તેવા અન્ય કામો યોજનામાં બતાવ્યા સિવાયનાં કામ નક્કી હોય તો કોણ મંજૂરી આપે? રાષ્ટ્રીય ગ્રામિણ રોજગારી બાંહેધરી અધિનિયમ - ર૦૦૫ના શિડયુલ-૧માં નિયત કરાયેલ કામો જ લેવાના રહે છે.

૫૦ કોઇ વ્યકિત ૧૦૦ દિવસ કરતાં વધુ કામ કરવા માંગતી હોય તેને કામ મળી શકે?

જ. આ યોજના હેઠળ નાંણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી કુટુંબના બિન કુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક પુખ્તવયના શ્રમિકોને આપવાની જોગવાઇ છે.

૫૧ ગામમાં મજુર મળતા ન હોય તો વધુ દિવસની રોજગારી આપી શકાય?

જ. ગામની રોજગારીની માંગણી અને જરૂરિયાત આધારિત આયોજન થાય છે તેથી વધુ રોજગારી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ.

૫૨ કામ મોડા શરૂ થવાનાં હોય અને રોજગારીની જરૂર હોય તો શું કરવું?

જ. ઓછામાં ઓછા સળંગ ૧૪ દિવસ રોજગારીની માંગણી થતા રોજગારી આપવાની રહેશે. ગામમાં કામ શરૂ કરી શકાય તેમ ન હોય, તેવા સંજોગોમાં પ્રોગ્રામ ઓફિસરને જાણ કરવાની રહેશે અને અન્ય ગામે રોજગારી આપવાની રહેશે.

૫૩ જોબકાર્ડ સાથે ફોટો રાખવો પડે તો ફોટો પડાવવાનું ખર્ચ મળે?

જોબકાર્ડ ઇસ્યુ થયા પછી લાભાર્થી કુટુંબનાં પુખ્ત ઉંમરનાં તેમજ રોજગારીની માંગણી કરતાં સભ્યોનો સંયુકત ફોટો (બે કોપી) લાભાર્થીઓએ જાતે જ પડાવી કાર્ડ ઇસ્યુ થયાના દસ દિવસમાં તલાટી કમ મંત્રીને આપવાના રહેશે. તેના પર તલાટી કમ મંત્રીએ સહી સિક્કા કરી, કાર્ડમાં ચોટાડવાના રેહેશે. ફોટાની કિંમત પેટે રૂ.૧૫/લાભાર્થીને રોકડમાં તુરતજ ચકવી દેવાના રહેશે.

૫૪ જોબકાર્ડ માટે ઉમરનો પુરાવો આપવો પડે?

જ. જોબકાર્ડ માટે ઉમરનો પુરાવો આપવો જરૂરી છે.

૫૫ અડધા દિવસના કામો માટે રોજગારીના દિવસો વધુ મળે?

જ. આ યોજના હેઠળ ૧૦૦ આખા દિવસની રોજગારી આપવાની છે. આથી અડધા દિવસની કામગીરી આપવાનો પ્રશ્ન નથી. શ્રમિકોએ સળંગ ૧૪ દિવસની રોજગારી માંગવાની હોઇ અડધા દિવસની કામગીરી ફાળવવાનો પ્રશ્ન ઉદભવશે નહિ.

૫૬ જોબકાર્ડ માટે માત્ર મૌખીક નોધણી કરાવાય?

જ. જોબકાર્ડ માટે લેખિત અરજી આપવી વધારે હિતાવહ છે. આ અંગેના અરજી નોંધણી ફોર્મ ગ્રામ પંચાયત કચેરીમાં વિના મુલ્ય મળી શકશે. તથા તલાટી અને ગ્રામ સેવક આ ફોર્મ ભરવા માટે શ્રમિકોને મદદ કરશે.

૫૭ ગામમા કામ માટેનો સમય નિયત હશે?

જ. ના, ગ્રામસભામાં નક્કી થયેલ પ્રોજેકટ પ્રમાણે અને રોજગારી વાંચજુઓની અરજી પ્રમાણે તથા સામૂહિક રીતે યોગ્ય રહે તેવો સમય નક્કી થશે. જોબકાર્ડ માટે અરજી કે જાણ કર્યા પછી કેટલા દિવસમાં કાર્ડ મળે? જોબકાર્ડ માટે અરજીની નોંધણી કર્યા પછી ૧૫ દિવસમાં જોબકાર્ડ મળે.

૫૮ રોજગારી મેળવવા લેખિત અરજી કરવી પડે?

જ. રોજગારી મેળવવા લેખિત અરજી કરવી ફરજીયાત નથી. પરંતુ લેખિતમાં અરજી કરવી હિતાવહ છે. અભણ વ્યકિતઓ મૌખિક રજૂઆત પણ પંચાયત ઓફિસે કરી શકશે.

૫૯ ગામમાં કામ પૂર્ણ થયા બાદ કોઇ રોજગારી માગે તો શું કરવુ?

જ.ગામમાં કામ પૂર્ણ થયા બાદ કોઇ રોજગારી માગે તો ગ્રામપંચાયત પ્રોગ્રામ ઓફિસરને રજૂઆત કરશે. જેના આધારે પ્રોગ્રામ ઓફિસર અન્ય ગામે શ્રમિકને રોજગારી આપશે.

૬૦ ગ્રામ પંચાયત રોજગારી રજીસ્ટર રાખશે તેમાં વ્યકિત વાર નોંધ રહેશે કે કુટુંબવાર? જ.ગ્રામ પંચાયત રોજગારી આપ્યા બાદ રોજગાર રજીસ્ટરમાં કુટુંબનાં ખાતામાં નોંધ કરશે.

૬૧ રોજગારી રજીસ્ટરમાં અને જોબકાર્ડમાં રોજગારીના દિવસોની ગણતરીમાં ફેર હોય તો શું કરવું?

જ. રોજગારી રજીસ્ટરમાં અને જોબકાર્ડમાં રોજગારીના દિવસોની ગણતરીમા ફેર હોય તો પ્રોગ્રામ ઓફિસરને ફરિયાદ કરવાની રહેશે.

૬૨ અન્ય ગામે કરેલ કામ જોબકાર્ડમાં નોંધાય અને ગામના રજીસ્ટરમાં ન નોંધાય તો શં કરવં ?

જ. જે ગામમાં કામ ચાલતું હોય તે ગામની પંચાયતે, વ્યકિત કામ કરવા આવી હોય તે ગામના રોજગારી રજીસ્ટરમાં નોંધણી કરાવવાની રહેશે. છતાં પણ આ બાબતે કોઇ મુશ્કેલી હોય તો પ્રોગ્રામ ઓફીસરને ફરિયાદ કરી શકાશે.

૬૩ શું ગામમાં નોંધાયેલ બધા માણસોની સો દિવસની રોજગારી માટેનુ પૂરે પૂરૂ ફંડ ગ્રામ પંચાયતને મળશે ?

જ. ગ્રામ પંચાયતે રોજગારીની માંગણીને અનુલક્ષીને પ્રોજેકટ બનાવી સક્ષમ સત્તાએ મંજૂર કરાવવાના રહેશે અને મંજૂર થયેલ પ્રોજેકટ માટે પૂરે પૂરૂ ફંડ ગ્રામ પંચાયતને ફાળવવામાં આવશે.

૬૪ જુદી જુદી યોજનાનાં ફંડ અલગ હોય છે.તે બધા ભેગા થઇ એકત્ર ફંડ બનશે કે જુદા જુદા રહશે?

જ. આ યોજના માટે દરેક સ્તરે અલાયદુ ફંડ રહેશે. રાજય કક્ષાએ “રાજય ગ્રામ્ય રોજગારી બાંહેધરી ફંડ” નામનુ અલગ ફંડ રહેશે. અમલકર્તા એજન્સીઓએ ગ્રામ તાલુકા અને જીલ્લા સ્તરે રાષ્ટ્રીયકૃત બેંકમાં આ યોજના માટે અલગ ખાતુ ખોલાવવાનુ રહેશે.

૬૫ ઈન્દિરા આવાસ યોજના હેઠળના કામમાં કરેલ રોજગારી આ યોજના હેઠળના જોબકાર્ડમાં નોંધાશે? આ યોજના અનવયે મહિલાઓ માટે શં જોગવાઇઓ છે?

જ. મહિલાઓને રોજગારીની ફાળવણીમાં પ્રાથમિકતા આપવાની રહેશે. ઓછામાં ઓછી ૧/૩ રોજગારી મહિલાઓને ફાળવવાની રહેશે. મહિલાઓને પુરૂષોની જેમ (સરખી) મજુરી ચુકવવામાં આવશે.

૬૬ ગામમાં ફાળવેલ રકમ કે કામો કરતાં વધુ માંગણી હોય તો તાલુકાના પ્રોગામ ઓફિસર વધુ રકમ કે કામ ફાળવણી કરી શકે?

જ.ગ્રામ પંચાયતે સંભવિત રોજગારીની માંગને અનુલક્ષીને આગોતરૂ આયોજન કરી પ્રોજેકટ મંજૂર કરાવવાના છે. પરંતુ આકસ્મિક સંજોગોમાં રોજગારીની માંગ વધે તો પ્રોગ્રામ ઓફિસરે સક્ષમ સત્તાએથી વધુ કામો મંજૂર કરાવી રકમ મેળવવાની રહેશે. વહીવટી પ્રક્રિયામાં સમય લાગે તેમ હોય તો મંજૂરી મળે ત્યાં સુધી અન્ય ગામે રોજગારી પૂરી પાડવાની રહેશે.

૬૭ સામાન્ય જનતા એન.આર.ઈ.જી.એ.ના કાર્યો સંબંધી રેકર્ડ જોઇ શકશે કે કેમ?

જ. હા. આ યોજનાના ગ્રામ પંચાયતના રેકર્ડ જેવા કે અરજી પત્રકો જોબ કાર્ડ રજીસ્ટર, મંજુર થયેલ કાય, યોજનાની ખર્ચની રકમ, મસ્ટર રોલ વગેરે બાબતો જાહેર જનતા માટે ઉપલબ્ધ રહેશે. રોજગારી પૂરી પાડવાની જાણકારી નોટિસ બોર્ડ પર કરવાની રહેશે. દરેક ગામ એન.આર.ઈ.જી.એ.ના કાર્યો માટે ગ્રામ સભા રાખીને યોજના હેઠળના કામોની સમીક્ષા ગ્રામ સભામાં કરી શકશે.

૬૮ આ યોજના માટે માલ - સામાન અને મજૂરીનું પ્રમાણ શું રહેશે.

જ. આ યોજના હેઠળ હાથ ધરવાના થતા કામોમાં મજૂરી ખર્ચ અને માલ સામાનના ખર્ચનું પ્રમાણ ૬૦ : ૪૦નું રહેશે.

૬૮ આ યોજનામાં માત્ર બી.પી.એલ. કુટુંબોની નોંધણી થશે કે તમામ ગ્રામિણ કુંટુંબો નોંધણીને પાત્ર છે?

જ. આ યોજનામાં કોઇ પણ ગ્રામિણ કુટુંબની પુખ્ત વયની વ્યકિત કે જે બિન કુશળ શારીરિક શ્રમ કરવા ઇચ્છુક છે તે અરજી કરી શકશે. માત્ર બી.પી.એલ. કુટુંબોની નોંધણીની વાત સાચી નથી.

૬૯ .શું આ યોજનામાં કુશળ|અર્ધ કુશળ વ્યકિતઓને પણ રોજગારીની બાંહેધરી આપવામાં આવી છે?

જ.  ના. આ યોજના હેઠળ માત્ર બિન કુશળ શ્રમિકોની રોજગારીની બાંહેધરી આપવામાં આવી છે. પરંતુ અમલીકરણ એજન્સીઓ કાર્ય માટે જરૂરી હોય તો કુશળ અને અર્ધ કુશળ શ્રમિકોને કામ આપી શકશે. પરંતુ તેમનુ વેતન અને માલ સામાનનો ખર્ચ કુલ થઇને ૪૦ ટકાથી વધારે થઇ શકશે નહિ.

૭૦ ગ્રામ પંચાયતો દ્વારા કોઇ કામ ન આપવામાં આવે અથવા તેઓની વિરૂદ્ધ અન્ય કોઇ રજૂઆત હોય તો ફરિયાદ કોને કરી શકાશે?

જ. ગ્રામ પંચાયત વિરૂદ્ધ કોઇ પણ ફરિયાદ હોય તો તાલુકાના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ તેની ફરિયાદ થઇ શકશે.

સ્ત્રોત : કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate