অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રધાન મંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (પીએમઇજીપી) ભારત સરકારનો સબસીડીયુકત કાર્યક્રમ છે. આ બે યોજનાઓ પ્રધાનમંત્રી રોજગાર યોજના (પીએમઆરવાય) અને ગ્રામીણ રોજગાર સર્જન કાર્યક્રમને મેળવીને બનાવવામાં આવ્યો છે. આ યોજનાનુ ઉદ્દઘાટન 15 ઓગષ્ટ 2008 પર કરવામાં આવ્યુ હતુ.

ઉદ્દેશ્ય

  • નવા સ્વરોજગાર ઉધમ/પરિયોજનાઓ/લઘુ ઉધમની સ્થાપનાની મદદથી દેશના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો બન્નેમાં રોજગાર અવસર પેદા કરે છે.
  • મોટા સ્તર પર અવસાદ ગ્રસ્ત પારંપરિક દસ્તકારો/ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાઓને સાથ લાવવા અને જેટલો સંભવ હોય શકે, એના માટે સ્થળ પર સ્વરોજગારનો અવસર ઉપલબ્ધ કરાવવો.
  • દેશમાં મોટા સ્તર પર પારંપરિક અને સંભવિત દસ્તકારો અને ગ્રામીણ અને શહેરી બેરોજગાર યુવાઓને નિરંતર અને સતત બેરોજગાર ઉપલબ્ધ કરાવવા એટલે ગ્રામીણ ક્ષેત્રોમાં શહેરી ક્ષેત્રો તરફ જવવાળાને રોકી શકાય.
  • દસ્તકારોની રોજની આવક ક્ષમતાને વધારવા અને ગ્રામીણ તથા શહેરી રોજગાર દર વધારવામાં યોગદાન આપવા.

વિત્તીય સહાયતાની માત્રા અને સ્વરૂપ

પીએમઇજીપી હેઠળ લાભાર્થીઓની શ્રેણી

લાભાર્થીઓના યોગદાન (પરિયોજનાની લાગતમાં)

સબસીડીના દર (પરિયોજનાની લાગતના હિસાબથી)

ક્ષેત્ર (પરિયોજના/એકમનુ સ્થાન)

શહેર

ગ્રામીણ

સામાન્ય શ્રેણી

10%

15%

25%

વિશેષ (અનુસૂચિત જાતિ/જનજાતિ/અન્ય પછાત વર્ગ/અલ્પસંખ્યક/મહિલાઓ, પુર્વ સૈનિક, વિકલાંગ, એનઇઆર, પહાડી અને સીમાવર્તી ક્ષેત્ર વગેરે સહિત

05%

25%

35%

નોધ:

  • વિનિર્માણ ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમની અધિકતમ સ્વીકાર્ય રાશિ 25 લાખ રુપિયા છે.
  • વ્યવસાય/સેવા ક્ષેત્ર હેઠળ પરિયોજના/એકમની અધિકતમ સ્વીકાર્ય રાશિ 10 લાખ રુપિયા છે.
  • કુલ પરિયોજના લાગતની વધેલી રાશિ બેંક દ્વારા લોન થકી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

લાભાર્થીની યોગ્યતા માનક

  • 18 વર્ષથી વધુના કોઇ પણ વ્યકિત
  • પીએમજીપી હેઠળ પરિયોજનાની સ્થાપનામાં સહાયતા માટે કોઇ પણ રાશિ નહી હોય
  • વિનિર્માણ ક્ષેત્રમાં 10 લાખ રુપિયાથી વધુ લાગતની પરિયોજના અને વ્યવસાય/સેવા ક્ષેત્રમાં 5 લાખ રુપિયાથી વધુ પરિયોજના માટે શૈક્ષણિક યોગ્યતાની રીતે લાભાર્થીને આઠમા ધોરણ ઉત્તીર્ણ હોવુ જોઇએ.
  • પીએમઇજીપી અંતર્ગત યોજના હેઠળ સહાયતા ફકત વિશિષ્ટ નવી સ્વીકાર્ય પરિયોજના માટે ઉપલબ્ધ છે.
  • સ્વયં સેવી સમુહ ( બીપીએલ સહિત જેણે અન્ય કોઇ યોજના હેઠળ લાભ ન લીધો હોય) પીએમઇજીપી અંતર્ગત સહાયતા માટે યોગ્ય છે.
  • સોસાયટી રજીસ્ટ્રેશન અધિનિયમ, 1860 હેઠલ પંજીકૃત સંસ્થાન
  • ઉત્પાદક કોઓપરેટીવ સોસાયટી અને
  • ચેરીટેબલ ટ્રસ્ટ
  • હાલમાં એકમ ( પીએમઇજીપી, આરઇજીપી અંતર્ગત કે કેન્દ્ર સરકાર કે રાજય સરકારની અન્ય કોઇ યોજના અંતર્ગત ) અને પહેલાથી જ કેન્દ્ર સરકાર કે રાજય સરકારના કોઇ સરકારી યોજના હેઠળ સબસીડી લઇ ચુકેલ એકમ આને લાયક નથી.

અન્ય યોગ્યતાઓ

  • લાભાર્થી દ્વારા જાતિ/સમુદાયની એક પ્રમાણિત કોપી કે અન્ય વિશેષ શ્રેણી મામલામાં સંબંધિત પ્રાધિકરણ દ્વારા જાહેર કરેલ દસ્તાવેજ સબસીડી પર દાવાની સાથે બેંક સંબંધિત શાખાને પ્રસ્તુત કરવી જરૂરી છે.
  • જયાં જરૂરી હોય ત્યાં સંસ્થાનના બાઇ-લોઝની એક પ્રમાણિત કોપી સબસીડી પર દાવા માટે સંલગ્ન કરવી પડશે.
  • યોજના અંતર્ગત પરિયોજના લાગત, વિત્ત માટે પુંજી વ્યય વગર કાર્યશીલ પુંજી પરિયોજનાની એક સાઇકલ અને પુંજી વ્યય સામેલ કરશે. 5 લાખ રુપિયાથી વધુની પરિયોજના લાગત જેને કાર્યશીલ પુંજીની આવશ્યકતા નથી, એવા ક્ષેત્રીય કાર્યાલય કે બેંક શાખાના નિયંત્રકની મંજુરી પ્રાપ્ત કરવી જરૂરી છે. અને દાવા માટે મામલા અનુસાર નિયંત્રક કે ક્ષેત્રીય કાર્યાલયથી સ્વીકૃત પ્રતિ જમા કરવી પડશે.
  • પરિયોજના લાગતમાં ભુમીના મુલ્યને નહી જોડવામાં આવશે. પરિયોજના લાગતમાં તૈયાર ભવન કે દીર્ઘકાલીન પટ્ટે કે ભાડાની વર્કશેડ/વર્કશોપની લાગત સામિલ કરી શકાય છે. એમાં શર્ત એ હશે કે આ લાગત બને બનાવેલા અને લાંબી અવધિના પટ્ટે કે ભાડાના વર્કશેડ/વર્કશોપ માટે લાગુ પડશે જે અધિકતમ ત્રણ વર્ષ માટે હશે.
  • પીએમઇજીપી ગ્રામીણ ઉધોગની કાળી સુચીને છોડીને બધા ગ્રામીણ ઉધોગ પરિયોજનાઓ સહિત નવા સંભવિત લઘુ ઉધમ પર લાગુ છે. હાલના/જુના એકમો યોગ્ય નથી.

નોધ:

  • સંસ્થાન/ઉત્પાદક કોઓપરેટીવ સોસાયટી/ટ્રસ્ટ જે ખાસ કરીને અનુસુચિત જાતિ/જનજાતિ/અન્ય પછાત વર્ગ/મહિલાઓ/વિકલાંગ/પુર્વ સૈનિક અને અલ્પસંખ્યક સંસ્થાનો રીત પર પંજીકૃત છે. વિશેષ શ્રેણી માટે સબસીડી માટે આવશ્યક પ્રાવધાનની સાથે બાઇ-લોઝમાં યોગ્ય છે. જો કે સંસ્થાનો/ઉત્પાદક કોઓપરેટીવ સોસાયટી/ટ્રસ્ટ જે વિશેષ શ્રેણીથી સંબંધિત નથી, સામાન્ય શ્રેણી માટે સબસીડી માટે યોગ્ય નહી હોય.
  • પીએમઇજીપી અંતર્ગત પરિયોજનાની સ્થાપના માટે વિત્તીય સહાયતા પ્રાપ્ત કરવા માટે એક પરિવારથી ફકત એક વ્યકિત જ યોગ્ય હશે. પરિવારમાં એ અને એની પત્નિનો સમાવેશ હશે.

ક્રિયાન્વયન અભિકરણ

યોજના, રાષ્ટ્રીય સ્તર પર એકલ કેન્દ્રીય અભિકરણ, ખાદી અને ગ્રામોધોગ આયોગ અધિનિયમ 1956 દ્વારા બનાવવામાં એક સ્વાયત્ત સંસ્થા ખાદી અને ગ્રામોધોગ આયોગ (કેવીઆઇસી) મુંબઇ દ્વારા ક્રિયાન્વિત કરાશે. રાજય સ્તર પર યોજના કેવીઆઇસીના રાજય નિર્દેશાલયો, રાજય ખાદી અને ગ્રામોધોગ બોર્ડ (કેવીઆઇબી) અને ગ્રામીણ ક્ષેત્રોમાં જિલ્લા ઉધોગ કેન્દ્રોની મદદથી ક્રિયાન્વિત કરાશે. શહેરી ક્ષેત્રોમાં યોજના ફકત રાજય જિલ્લા ઉધોગ કેન્દ્રો(ડીઆઇસી) દ્વારા જ ક્રિયાન્વિત કરાશે.

ગતિવિધિઓની કાળી સુચી

લઘુ ઉધમ/પરિયોજના/એકમ માટે પીએમઇજીપી અંતર્ગત નિમ્ન ગતિવિધિઓ સ્વીકૃત નહી હોય.

નોધ:

  • માસથી સંબંધિત કોઇ પણ ઉધોગ/વ્યવસાય જેમાં પ્રસંસ્કરણ, ડબ્બાબંધ અને/ભોજનના રુપમાં પીરસાતી વ્યંજન, સર્જન/વિનિર્માણ કે બીડી/પાન/સિગાર/સિગરેટ વગેરે જેવી નશાના પદાર્થની વહેચણી, કોઇ હોટલ કે ઢાબા કે દારુ પિરસવાની દુકાન, કાચી સામગ્રીની રીતે તંબાકુની તૈયારી/સર્જન, તાડીની વહેંચણી.
  • પાક ઉગાવવા/વૃક્ષારોપણ જેવા કે ચા, કોફી રબર વગેરે, રેશમની ખેતી, બાગવાની, ફુલોની ખેતી, પશુપાલન જેવા સુઅર પાલન, મરઘાઉછેર, કટાઇ મશીન વગેરે સંબંધિત કોઇ પણ ઉધોગ/વ્યવસાય.
  • 20 માઇક્રોની મોટાઇથી ઓછા પોલીથીન લાવવા લઇ જવા વાલા થેલાના વિનિર્માણ કે સંગ્રહણ માટે, લાવવા લઇ જવા માટે, આપુર્તી કે ખાવાના સામાનની પેકીંગ માટે, કે અન્ય કોઇ પણ સામાન જે પર્યાવરણ પ્રદુષણનુ કારણ બને, જેને રિસાઇકલ કરેલી પ્લાસ્ટિકથી બનેલા કંટેનર.
  • પશ્મીના ઉનના પ્રસંસ્કરણ જેવા ઉધોગ અને હથકરઘા અને વાવણી અન્ય ઉત્પાદ, જેનુ પ્રમાણન નિયમો હેઠળ ખાદી કાર્યક્રમ અંતર્ગત ફાયદો ઉઠાવી શકાય છે અને વહેંચણીમાં રિયાયત પ્રાપ્ત કરી શકાય છે.
  • ગ્રામીણ પરિવહન ( અંદમાન અને નિકોબાર દ્વીપસમુહમાં ઓટો રિક્ષા, જમ્મુ કાશ્મીરમાં હાઉસ બોટ, શિકારા અને પર્યટક બોટ અને સાઇકલ રિક્ષા છોડીને).

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના પર વારંવાર પુછાયેલા પ્રશ્ન

પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ યોજના પ્રશ્નોતરી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate