હોમ પેજ / સમાજ કલ્યાણ / ગ્રામીણ વિકાસ / ગ્રામીણ રોજગાર / જોબકાર્ડ અંગે ટૂંકી પ્રશ્નોત્તરી
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જોબકાર્ડ અંગે ટૂંકી પ્રશ્નોત્તરી

જોબકાર્ડ અંગે ટૂંકી પ્રશ્નોત્તરી આપવામાં આવેલ છે

જોબકાર્ડ શું છે ?

જોબકાર્ડ મુળભૂત કાનૂની દસ્તાવેજ છે, જેના વડે નોંધાયેલ પરિવાર બાંહેધરી આપેલ રોજગાર માગી શકે છે. જોબકાર્ડ અરજી કર્યાના ૧૫ દિવસની અંદર કાઢી આપવાનાં હોય છે અને તે પાંચ વર્ષ માટે માન્ય છે. કુટુંબના જોબકાર્ડમાં દરેક નોંધાયેલ સભ્યેનું નામ અને ફોટો હશે. વ્યક્તિએ કરેલા કામના દિવસોની સંખ્યા અને મળેલ વેતન વગેરેની વિગત આ કાર્ડમાં નોંધવામાં આવશે. જોબકાર્ડ અને ફોટો અરજદાર માટે મફત હોય છે.

જોબકાર્ડ કોની પાસે હોવું જોઇએ ?

જોબકાર્ડ માત્ર ને માત્ર જોબકાર્ડ ધારક પાસે જ હોવું જોઇએ.

શું જોબકાર્ડ વ્યક્તિને આપોઆપ રોજગાર મેળવવા હક્કદાર બનાવે છે ?

ના. રોજગાર મેળવવા માટે વ્યક્તિએ કામ માટે અરજી કરવી પડશે.

જોબકાર્ડ કયાંથી મળે ?

જોબકાર્ડ મેળવવા માટે ગ્રામ પંચાયતને અરજી કરવાની હોય છે

જોબકાર્ડ મેળવવા માટે કોઇ પુરાવા આપવા પડે છે ? કયા પુરાવા આપવા પડે છે ?

જોબકાર્ડ મેળવવા માટે પુખ્ત ઉંમરની વ્યક્તિએ સ્થાનિક ગ્રામ પંચાયતમાં નોંધણી માટે સાદા કાગળ પર તેના નામ, ઉંમર, જાતિ (એસ.સી./એસ.ટી.) દર્શાવતી અરજી નીચે જણાવેલા કોઇ એક પુરાવાની પ્રમાણિત નકલ સાથે કરવાની રહેશે.

 • રેશનકાર્ડ
 • ભારત સરકાર દ્વારા અપાયેલ ફોટો ઓળખ/ચૂંટણી કાર્ડ
 • બેંક ખાતાના પાસબુકની નકલ.
 • ખેતીની જમીનની માલિકી અંગેનો પુરાવો.
 • ગ્રામ પંચાયતે આકારણી કરી હોય તેવી બિન-ખેતી માલિકી અંગેનો પુરાવો.
 • અરજદાર સામાન્ય રીતે પંચાયતની હદમાં રહે છે તેવો ગ્રામ પંચાયતનો દાખલો

જોબકાર્ડના આધારે રોજગારીની માંગણી કોની પાસે કરી શકાય ?

જોબકાર્ડના આધારે રોજગારીની માંગણી કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત કે મૌખિક અરજી કરી શકાશે.

જોબકાર્ડ ખોવાઇ જાય તો શું કરવું ?

જોબકાર્ડ ખોવાઇ જાય તો ગ્રામ પંચાયતમાં અરજી કરવી પડે છે.

જોબકાર્ડ ફરી મેળવવા માટે કોઇ ફી ભરવી પડે છે ?

જોબકાર્ડ ખોવાઇ જાય તો નવા કાર્ડ મેળવવા માટે કોઇ ફી ભરવાની હોતી નથી.

જોબકાર્ડમાં ફોટો આપવા પડે છે તો તેનો ખર્ચ કોણે ચૂકવવાનો રહે છે ?

જોબકાર્ડમાં ફોટો આપવા પડે તો તેનો ખર્ચ ગ્રામ પંચાયત દ્વારા ચુકવવામાં આવે છે.

જોબકાર્ડ માટે ઉંમરનો પુરાવો આપવો પડે છે ?

જોબકાર્ડ માટે ઉંમરનો પુરાવો આપવો જરૂરી છે.

જોબકાર્ડ માટે લેખિત અરજી આપવી વધારે હિતાવહ છે. આ અંગેના અરજી નોંધણી ફોર્મ ગ્રામ પંચાયત કચેરીમાં વિના મૂલ્યે મળી શકશે. તથા કામની માંગણી માટે નિયત નમુનામાં મફત ફોર્મ નીચે મુજબના અધિકૃત સંસ્થા/પદાધિકારીશ્રીઓ પાસેથી મેળવી શકાશે.

જોબકાર્ડ માટે માત્ર મૌખિક નોંધણી કરાવાય ?

 • સરપંચ
 • તલાટી કમ મંત્રીશ્રી
 • ગ્રામ સેવક (આઇઆરડી અને ખેતીવાડી)
 • ઉપસરં૫ચ
 • અધ્યંક્ષશ્રી, સામાજીક ન્યાય સમિતિ, ગ્રામ પંચાયત
 • મહિલા સદસ્યશ્રીઓ ગ્રામ પંચાયત
 • આંગણવાડી કેન્દ્ર
 • સંચાલકશ્રી, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, વ્યાજબી ભાવની દુકાન વી.સી. ઇ. ઇ-ગ્રામ સેન્ટર
 • મંત્રી/ચેરમેન, દુધ સહકારી મંડળી
 • સંચાલકશ્રી, મધ્યાહન ભોજન યોજના કેન્દ્રત
 • સ્વસહાય જુથ/સખી મંડળ

જોબકાર્ડ માટે અરજી કે જાણ કર્યા પછી કેટલા દિવસમાં કાર્ડ મળે ?

જોબકાર્ડ માટે અરજીની નોંધણી કર્યા પછી ૧૫ દિવસમાં જોબકાર્ડ મળે.

રોજગારી રજીસ્ટરમાં અને જોબકાર્ડમાં રોજગારીના દિવસોની ગણતરીમાં ફેર હોય તો શું કરવું ?

રોજગારી રજીસ્ટરમાં અને જોબકાર્ડમાં રોજગારીના દિવસોની ગણતરીમાં ફેર હોય તો તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્રમ અધિકારી) ને રજુઆત કરવાની રહેશે.

જોબકાર્ડ મળી ગયા પછી રોજગારીની માંગણી કોની પાસે કરવી ?

જોબકાર્ડ મળી ગયા પછી રોજગારીની માંગણી કરવા ગ્રામ પંચાતને લેખિત અથવા મૌખિક અરજી કરવી.

જોબકાર્ડ રજીસ્ટરમાં કુટુંબના વડાની સહી લેવી કે કુટુંબના કામે આવનાર દરેક સભ્યની ?

જોબકાર્ડ રજીસ્ટરમાં કુટુંબના વડાની તેમજ કામે આવનાર દરેક સભ્યની સહી લેવી જોઇએ.

કાયદામાં કુટુંબની વ્યાખ્યાં શું કરવામાં આવી છે ?

કુટુંબ એટલે લોહીના સંબંધથી, લગ્ન‍ કે દત્તક તરીકે એકબીજા સાથે સંબંધ ધરાવતા અને સામાન્ય રીતે એક રસોડે જમતા અને સાથે રહેતા, એક રેશનકાર્ડ ધરાવતા સંયુક્ત કુટુંબના સભ્યો ને કુટુંબ તરીકે ગણવામાં આવશે. એક સભ્યવનું પણ કુટુંબ હોઇ શકે છે.

ઇન્દિરા આવાસ યોજના હેઠળના કામમાં કરેલ રોજગારી આ યોજના હેઠળના જોબકાર્ડમાં નોંધાશે ?

ઇન્દિરા આવાસ યોજના હેઠળના કામમાં કરેલ રોજગારી આ યોજના હેઠળના જોબકાર્ડમાં નોંધાશે નહિ.

સ્ત્રોત : કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી, ગુજરાત રાજય.

2.94736842105
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
મલેક તબરેઝભાઇ અકબરભાઇ Mar 10, 2019 04:08 PM

મારે પણ નરેગા જોબકાડૅ નો લાભ જોએછે અને મારે પણ નામ
લખાવુ છે નામ મલેક તબરેઝભાઇ અકબરભાઇ મોજે ,ગામ વાંકાનેર તાલુકા સાવલી જી વડોદરા પીનકોડૅ નં ,૩૯૧૭૮૦

Praful solanki Feb 25, 2019 08:14 PM

જો જોબકાડૅ રોજગારી મેળવનાર પાસે ન હોય તો શુ કરવુ? જો જોબકાડૅ ને સંરપંચ પોતાની પાસે રાખી લે ભષ્ટાચાર માટે તો તેની સામે કોઈ પગલા લય શકાર?

Anonymous Feb 24, 2019 06:36 AM

નરેગા મા ખોટા લોકો લાભો મેળવે છે તે માટે શું કરવું જોઈએ

Anonymous Dec 09, 2018 10:42 PM

નરેગા માં કામ કરતા કામદારો ને કેટલા દિવસ નો અને કેટલો પગાર ચુકવ્યો છે તે જાણવા માટે શું કરવું પડે ? જેનાથી કામે જતા કામદારો અને ઘરે બેસી અને રજીસ્ટર માં ખોટા નામ ચડાવેલા કામદારો વિશે જાણી શકાય.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top