હોમ પેજ / સમાજ કલ્યાણ / ગ્રામીણ વિકાસ / ગ્રામીણ રોજગાર / ખાદી અને ગ્રામોધોગ માટે ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખાદી અને ગ્રામોધોગ માટે ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર

ગ્રામીણ ઉધોગ સમુહોના પ્રચાર કાર્યક્રમ ખાદી અને ગ્રામોધોગ માટે ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)

ઉદ્દેશ્ય

 • સમુહમાં ખાદી અને ગ્રામોધોગ ગતિવિધિઓ ઉપલબ્ધ કરાવવી.
 • ગ્રામીણ સમુહોના કાચા માલ સમર્થન, કૌશલ્ય ઉન્નયન, પ્રશિક્ષણ, ગુણવત્તા નિયંત્રણ, પરીક્ષણ સુવિધા, વિપણન પ્રચાર, ડિઝાઇન અને ઉત્પાદ વિકાસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવી.

યોજના

ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર સામાન્ય સુવિધા છે જેનો ઉદ્દેશ્ય પરંપરાગત સહાયતા અને સ્થાનીય એકમોને પોતાની ઉત્પાદન ક્ષમતા, કૌશલ ઉન્નયન અને બજાર પ્રસાર જેવી જરૂરી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની છે.

ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ને નિમ્નલિખિત સેવાઓમાંથી એકને કવર કરવી જોઇએ.

 1. ઉત્પાદની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સ્થાપિત પ્રયોગશાળાઓ દ્વારા પરીક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવી.
 2. ઉત્પાદમાં મુલ્ય સંવર્ધન કે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે સુવિધાના રુપમાં સ્થાનીય સમુહો/કલાકારો દ્વારા પ્રયોગ કરી શકાય તેવી સામાન્ય સારી મશીનરી/ઉપકરણ ઉપલબ્ધ કરાવવા.
 3. પોતાના ઉત્પાદોને સારા વિપણન માટે સ્થાનીય સમુહો/કલાકારોને આકર્ષક અને ઉપયુકત પેકેજીંગ સુવિધા અને મશીનરી ઉપલબ્ધ કરાવવી.

ઉપરયુકત સુવિધાઓ સિવાય આરઆઇએસસી નિમ્નલિખિત સેવાઓ પ્રદાન કરે છે

 • આયુ વધારવા માટે કલાકારોના કૌશલના ઉન્નયન માટે પ્રશિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવી.
 • ગ્રામીણ વિનિર્માણ એકમોના મુલ્ય સંવર્ધન માટે વિશેષજ્ઞો/એજન્સી સાથે સલાહ સુચન કરી નવા ડિઝાઇન કે નવા ઉત્પાદ, ઉત્પાદમાં વિવિધતા ઉપલબ્ધ કરાવવી.
 • મૌસમ પર નિર્ભર કાચા માલ ઉપલબ્ધ કરાવવા.
 • ઉત્પાદનો કેટલોગ તૈયાર કરવો.

કાર્યાન્વિત એજન્સી

 • કેવીઆઇસી અને રાજય સ્તરીય કેવીઆઇબી
 • રાષ્ટ્રીયસ્તર/રાજયસ્તરની ખાદી અને ગ્રામોધોગ સંઘ
 • કેવીઆઇસી અને કેવીઆઇબીથી માન્યતા પ્રાપ્ત ખાદી અને ગ્રામોધોગ સંસ્થાન
 • કેવીઆઇસીની કાળી સુચીને છોડીને રાજય મંત્રાલય/કેન્દ્રીય મંત્રાલય, કપાર્ટ, નાબાર્ડ અને સંયુકત રાષ્ટ્રની એજન્સીઓ દ્વારા વિત્તીય સહાયતા પ્રાપ્ત ઓછામાં ઓછી કોઇ પણ ત્રણ પરિયોજનાઓમાં ગ્રામીણ દસ્તકારોના વિકાસ સંબંધી કાર્યક્રમમાં ક્રિયાન્વયનમાં જો એનજીઓ કામ કરી ચુકયા હોય.

આરઆઇએસસી અંતર્ગત આવનારા ઉધોગ

 • ખાદી અને પોલી વસ્ત્ર
 • હર્બલ ઉત્પાદ, કોસ્મેટીકસ અને દવાઓ
 • ખાધ તેલ
 • ડિટર્જેંટ અને સાબુ
 • મધ
 • હાથથી બનેલા કાગળ
 • ખાધ પ્રસંસ્કરણ
 • જૈવ ઉર્વરક/જૈવ કિટનાશક/જૈવ ખાધ
 • માટીના વાસણ
 • ચામડા ઉધોગ
 • લાકડાનુ કામ
 • કાળી સુચીમાં આવનાર ઉધોગોને છોડીને બધા ગ્રામોધોગ

વિત્તીય મોડલ

25 લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે

ઉત્તર પુર્વી રાજય

અન્ય ક્ષેત્ર

a. કેવીઆઇસીની ભાગીદારી

80%

75%

b. પોતાનુ યોગદાન

20%

25%

પાંચ લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે


વિત્તીય મોડલ

ઉત્તર પુર્વી રાજય

અન્ય ક્ષેત્ર

a. કેવીઆઇસીની ભાગીદાર

90%

75%

b. પોતાનુ યોગદાન કે બેંક/વિત્તીય સંસ્થાથી લોન

10%

25%

ઉત્તર પુર્વી રાજયોના મામલમાં 5 લાખ સુધીની પરિયોજના લાગત માટે પરિયોજનાની 90 ટકા લાગત કેવીઆઇસી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

વિત્તીય સહાયતાના નિયમ

25 લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે

1

કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદ સુચી ( પહેલા જ કૌશલ ઉન્યનય પ્રશિક્ષણ વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. )

પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા

2

ક્રિયાન્વયન પુર્વ અને મંજુરી બાદનો ખર્ચ

પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા

3

નિર્માણ/ઢાંચા (ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની ભુમી હોવી જોઇએ, ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની તૈયાર ઇમારતના મામલામાં પરિયોજના લાગતના 15 ટકા ઓછા થઇ જશે) ઉપયુકત પ્રાધિકરણ દ્વારા મુલ્યાંકન પર આધારિત

પરિયોજના લાગતના અધિકતમ 15 ટકા

4

વિનિર્માણ અને/કે પરિક્ષણ સુવિધા માટે સંયત્ર અને મશીનરી તથા પેકેજીંગ (સમાધાન પ્રમાણે પુર્ણ પંજીકરણ પ્રાપ્ત મશીનરી વિનિર્માતા/આપુર્તીકર્તા જેના પાસ સંસ્થાન/ફેડરેશનની માન્યતા પ્રાપ્ત વહેંચણી કર સંખ્યા હોય એને મશીનરી આપવામાં આવી જોઇએ.

પરિયોજના લાગતના અધિકતમ 50 ટકા

5

કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધિકરણ વગેરે

પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા

(પરિયોજના લાગતમાં ભુમિના મુલ્યનો સમાવેશ કરવો જોઇએ)

લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે

નીચે આપેલ નિયમો પ્રમાણે વિત્તીય સહાયતા હોવી જોઇએ

a

નિર્માણ/ઢાંચા

પરિયોજના લાગતના અધિકતમ 15 ટકા

b

સંયંત્ર અને વિનિર્માણ માટે મશીનરી અને/કે પરિક્ષણ સુવિધા અને પેકેજીંગ

પરિયોજના લાગતના અધિકતમ 50 ટકા

c

કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધીકરણ વગેરે

પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા

d

કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદન સુચી

પરિયોજના લાગતના અધિકતમ 10 ટકા

જો કે એ,સી,ડી માં દેવામાં આવેલી રાશિ જરૂરતના હિસાબથી ઓછી કરી શકાય છે.

વિત્તીય સહાયતા માટે પ્રક્રિયા

25 લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે રાજય/પ્રખંડ અધિકારીઓની પરિવીક્ષા સમિતિ
25 લાખ રુપિયા સુધીના ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ની સ્થાપના અને અનુદાનના ઉદ્દેશ્ય માટે રાજય/પ્રખંડ સ્તરીય ગઠિત કરેલી સમિતિ દ્વારા પરિયોજના પ્રસ્તાવની ભલામણમાં નિમ્નલિખિત સમાવેશ થશે:

i)

રાજય સરકારથી સંબંધિત નિર્દેશક કે એના પ્રતિનીધિ પરંતુ અન્ય નિર્દેશકના પદથી નીચેના નહી.

સદસ્ય

ii)

સંબંધિત રાજય કેવીઆઇ બોર્ડના સીઇઓ      KVI Board

સદસ્ય

iii)

રાજય/પ્રખંડમાં મોટી બેંકના પ્રતિનિધિ

સદસ્ય

iv)

નાબાર્ડના પ્રતિનિધિ

સદસ્ય

v)

રાજયમાં અધિકતમ વ્યાપાર કરવાવાળા કેવીઆઇ સંસ્થાનના સચિવ

સદસ્ય

vi)

એસ એન્ડ ટી ના પ્રતિનિધિ જે રાજયની નજીક હોય

સદસ્ય

vii)

રાજય નિર્દેશક, કેવીઆઇસી

સદસ્ય

શર્તો અને સંદર્ભ

 • સમિતિ સંસ્થાનની ક્રિયાન્વયન ક્ષમતાનુ મુલ્યાંકન કરશે
 • સમિતિ પરિયોજનાની વ્યવસાયિક અને ટેકનીક સંભાવનાઓના તપાસશે
 • ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્રમાં કાર્યક્રમના નિષ્પાદનના નિયંત્રણ અને મુલ્યાંકન

ટેકનીકલ સંભાવ્યતા

પરિયોજનાની સંભાવ્યતાના કેવીઆઇસી/એન્જીન્યરીંગ કોલેજ/કૃષિ કોલેજ, વિશ્ર્વવિધાલય/પોલિટેકનીકના ટેકનીક ઇંટરફેસ દ્વારા અધ્યયન કરવામાં આવી શકે છે. આ અધ્યયનની લાગત ક્રિયાન્વયન પુર્વ ખર્ચામાં જોડી શકાય છે અથવા એના માટે કોઇ વિશેષજ્ઞને સમાવેશ કરી શકાય છે જેની પાસે પર્યાપ્ત ટેકનીક જ્ઞાન હોય.

અનુદાનની રીત

એકવાર જો 25 લાખ રુપિયા સુધી પરિયોજના રાજય સ્તરીય મુલ્યાંકન સમિતિ દ્વારા મંજુર કરી લેવાય છે તો રાજય નિર્દેશક દ્વારા એને મુખ્યાલયના સંબંધિત કાર્યક્રમ નિર્દેશકના અગ્રસારિત કરી દેવામાં આવે છે. જો મામલા પ્રમાણે એને એસએફસી ખાદી કે ગ્રામોધોગની સમક્ષ અંતિમ મંજુરી માટે રાખે.

અનુદાન આવંટન

પરિયોજના માટે મંજુર રાશિને લાભાર્થી સંસ્થાનને ત્રણ ભાગોમાં દેવા આવશે અને એને સંસ્થાનને પોતાની ભાગીદારીના ખર્ચ કર્યાના બાદ કરવામાં આવશે.

1

સંસ્થાનએ કૌશલ ઉન્નયન અને પ્રશિક્ષણ અને/કે ઉત્પાદ સુચી માટે સંસ્થાનને પોતાની તરફથી પરિયોજનાના સ્ટાફ ઓપરેશન માટે જરૂરી પ્રશિક્ષણ દેવુ પડશે જે એના પોતાના ખર્ચે થશે.

પરિયોજના લાગતના અધિકતમ 10 ટકા

2

ક્રિયાન્વયન પુર્વ અને મંજુરી બાદના ખર્ચ, પરિયોજના રિપોર્ટ વગેરેની તૈયારી, આપાત સ્થિતિ, પરિવહન, વિવિધ ખર્ચામાં લાગનારી લાગતને સંસ્થાન પોતે ખર્ચ કરે છે.

પરિયોજના લાગતના અધિકતમ 5 ટકા

3

નિર્માણ/ઢાંચા (ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની ભુમી હોવી જોઇએ, ક્રિયાન્વયન એજન્સીની પાસે પોતાની તૈયાર ઇમારતના મામલામાં પરિયોજના લાગતના 15 ટકા ઓછા હોય) ઉપયુકત પ્રાધિકરણ દ્વારા મુલ્યાંકનને આધિન

પરિયોજના લાગતના 15 ટકા

4

વિનિર્માણ અને/કે પરીક્ષણ સુવિધા માટે સંયંત્ર અને મશીનરી તથા પેકેજીંગ ( સમાધાન પ્રમાણે પુર્ણ પંજીકરણ પ્રાપ્ત મશીનરી વિનિર્માતા/આપુર્તીકર્તા જેના પાસે સંસ્થાન/સંઘથી માન્યતા પ્રાપ્ત વહેંચણી કર સંખ્યા હોય, એને મશીનરી જાહેર કરવી જોઇ.

પરિયોજના લાગતના ન્યુનતમ 50 ટકા

5

કાચો માલ/નવી ડિઝાઇન, ઉત્પાદ વિવિધીકરણ વગેરે

પરિયોજના લાગતના અધિકતમ 25 ટકા

 

સમિતિ દ્વારા પ્રસ્તાવની મંજુરી બાદ રાજય/ક્ષેત્રીય નિર્દેશકો દ્વારા અનુદાન બે ભાગોમાં જાહેર કરવામાં આવશે. પરિયોજના માટે પહેલો ભાગ કેવીઆઇસીની રાશીના 50 ટકા હશે, બીજો અને અંતિમ ભાગ કેવીઆઇસી દ્વારા રાશિ જાહેર કર્યા બાદ જ કરાશે અને સંસ્થાનના 50 ટકા શેયર ઉપયોગમાં લેવાશે.

નોધ:
1. અપવાદ મામલામાં 1 અને 4 હેઠળ દેવાયેલી ભાગીદારીને બદલાવી શકાય છે, જેવા કે રાજય/પ્રખંડ મંજુરી સમિતિની આધિન હશે.
2. ફિલ્ડ અધિકારીઓની સંભાવિત રિપોર્ટના આધાર પર પહેલી કિસ્ત જાહેર કરવામાં આવશે અને એના પછી કિસ્ત સંબંધિત રાજય/પ્રખંડ અધિકારી દ્વારા પહેલી કિસ્તના પ્રયોગના પર્યવેક્ષણના આધાર પર અન્ય રાજય/ક્ષેત્રીય નિર્દેશકની પુષ્ઠી દ્વારા જાહેર કરાશે.

ક્રિયાન્વયનની ઔપચારીકતા

 • ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય માટે આ સુનિશ્ચિત કરી લેવુ જોઇએ કે લાભ પ્રાપ્ત દસ્તકારો/ગ્રામીણ ઉધોગ એકમોની સંખ્યા 125 દસ્તકારો/25 આરઇજીપી એકમો/ગ્રામોધોગ સંસ્થાનો/25 લાખ રુપિયા સુધીની પરિયોજના માટે સોસાયટીઓથી ઓછી ન હોવી જોઇએ.
 • ક્રિયાન્વયન એજન્સી/સંસ્થાનની પાસે પોતાની જમીન હોવી જોઇએ જે ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર સ્થાપિત કરવામાં આવે.
 • પરિયોજનાની સ્થાપનાની અવધિ છ મહિનાથી વધુ ન હોવી જોઇએ.
 • ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્રની સ્થાપના માટે ક્રિયાન્વયન એજન્સી પ્રસ્તાવને જમા કરાવ્યા બાદ ઉપર દેવામાં આવેલા દિશા નિર્દેશો પ્રમાણે ટેકનીક સંભાવ્યતાની સાથે રાજય સ્તરીય સમિતિની સામે પોતાની ભલામણની સાથે પોતાના પ્રસ્તાવ રાખશે.
 • રાજય/ક્ષેત્રીય નિર્દેશકથી સમય સમય પર પ્રાપ્ત કરેલી કાર્ય રિપોર્ટની પ્રગતિ અને પરિયોજનાની ગતિવિધિના આધાર પર અને ખાસ કરીને પરિયોજનાના સમય દરમિયાન પુરા કરી લીધાના આધાર પર પણ અનુદાન જાહેર કરવામાં આવશે.
 • જે રાજયમાં પરિયોજના સ્થિત હોય, એ રાજયમાં સંબંધિત રાજય/ક્ષેત્રીય નિર્દેશક પરિયોજનાના સમય પર પુરા થવા અને નિયંત્રણ અને મુલ્યાંકનને સુનિશ્ચિત કરશે.
 • પરિયોજનાની સ્થાપના માટે રાજય સ્તરીય સમિતિ દ્વારા મંજુરી લીધા બાદ રાજય/ક્ષેત્રીય નિર્દેશક આયોગના કેન્દ્રીય કાર્યાલયમાં સંબંધિત ઉધોગ કાર્યક્રમ નિર્દેશકોને એના વિષયે કહેશે.

પર્યવેક્ષણ

 • આયોગના રાજય/ક્ષેત્રીય કાર્યાલય પરિયોજનાના આરઆઇએસસીના આધાર અનુસાર ચાલવાને સુનિશ્ચિત કરવા માટે સમય સમય પર પર્યવેક્ષણ કરશે.
 • સંબંધિત ઉધોગ/કાર્યક્રમ નિર્દેશક પરિયોજનાની સ્થાપના અને એના ચાલુ થવા પર એકવાર પર્યવેક્ષણ કરશે.
 • વીઆઇસી મહાનિર્દેશાલય પરિયોજનાની શરુ થયાના એક વર્ષ બાદ શારીરિક તપાસના પ્રબંધ કરશે.
 • પાંચ લાખ રુપિયા સુધીની ગતિવિધિ માટે

પાંચ લાખ રુપિયા સુધી ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્ર (આરઆઇએસસી)ની સ્થાપના અને અનુદાનના ઉદ્દેશ્ય માટે રાજય/પ્રખંડ સ્તરીય ગઠિત કરેલી સમિતિ દ્વારા પરિયોજના પ્રસ્તાવની મંજુરીમાં નિમ્નલિખિત સમાવેશ હશે :

i) રાજય સરકારના સંબંધિત નિર્દેશક કે એના પ્રતિનિધિ પરંતુ નિર્દેશકના પદથી નીચેના નહી.

સદસ્ય

ii) સંબંધિત રાજય કેવીઆઇ બોર્ડના સીઇઓ

સદસ્ય

iii) રાજય/પ્રખંડમાં મોટી બેંકના પ્રતિનિધિ

સદસ્ય

iv) નાબાર્ડના પ્રતિનિધિ

સદસ્ય

v) રાજયમાં અધિકતમ વ્યવસાય કરવા વાળા કેવીઆઇ સંસ્થાના સચિવ

સદસ્ય

vi)રાજય નિર્દેશક, કેવીઆઇસી

સંયોજક

પરિચાલન અને કાર્યક્રમના ક્રિયાન્વયન

 • પાંચ લાખ રુપિયા સુધી પરિયોજના માટે ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્રની સ્થાપનાના ઉદ્દેશ્ય માટે દસ્તકારો/ગ્રામીણ ઉધોગ એકમોની સંખ્યા 25 દસ્તકારો કે 5 આરઇજીપી એકમો/ગ્રામીણ ઉધોગ સંસ્થાનો/સોસાયટીથી ઓછી ન હોવી જોઇએ.
 • ક્રિયાન્વય એજન્સી/સંસ્થાની પાસ પોતાની ખુદની જમીન હોવી જોઇએ જયાં ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્રને સ્થાપિત કરી શકાય.
 • પરિયોજનાની સ્થાપના અવધિ છ મહિનાથી વધુ ન હોવી જોઇએ.
 • ગ્રામીણ ઉધોગ સેવા કેન્દ્રની સ્થાપના માટે ક્રિયાન્વયન એજન્સી દ્વારા પ્રસ્તાવ જમા કરાવ્યા બાદ રાજય ક્ષેત્રીય નિર્દેશક ટેકનીક સંભાવ્યતાને જોશે અને રાજય સ્તરીય સમિતિ સમે પોતાની ભલામણોની સાથે એનો પ્રસ્તાવ રાખશે. ટેકનીક સંભાવ્યતા ડીઆઇસી કે રાજય કાર્યાલય કે રાજય બોર્ડ દ્વારા કરી શકાય છે.
 • રાજય/ક્ષેત્રીય નિર્દેશકથી સમય સમય પર પ્રાપ્ત કરેલી રિપોર્ટની પ્રગતિ અને પરિયોજનાની ગતિવિધિના આધાર પર અને ખાસ કરીને પરિયોજનાના સમય દરમિયાન પુરી કરી લીધાના આધાર પર અનુદાન જાહેર કરાશે.
 • જે રાજયમાં પરિયોજના સ્થિત છે એ રાજય સંબંધિત રાજય પ્રખંડ નિર્દેશક પરિયોજનાના સમય પર પુરા થવા અને નિયંત્રણ અને મુલ્યાંકન સુનિશ્ચિત કરશે.
 • પરિયોજનાની સ્થાપના માટે રાજય સ્તરીય સમિતિ દ્વારા મંજુરી લીધા બાદ રાજય પ્રખંડ નિર્દેશક આયોગના કેન્દ્રીય કાર્યાલયમાં સંબંધિત ઉધોગ કાર્યક્રમ નિર્દેશકોને એના વિશે કહેવાશે.

કાર્યક્રમ કાર્યાન્વયનના ચરણ (5 લાખ રુપિયાથી 25 લાખ સુધી)

 • સમુહોને ઓળખવા
 • ક્લસ્ટર ડેવલપમેન્ટ એજન્સીની પસંદગી
 • એક વિશેષજ્ઞ કે એક વિશેષજ્ઞતા પ્રાપ્ત એજન્સી દ્વારા ટેકનીકલી સંભાવ્યતાની તપાસ.
 • પરિયોજના સુત્રીકરણ
 • પરિયોજનાની સ્વીકૃતિ અને અનુદાનની મંજુરી
 • પર્યવેક્ષણ અને મુલ્યાંકન
સ્ત્રોત: ખાદી અને ગ્રામોધોગ, ભારત સરકાર
2.85714285714
કિરણ ભાઈ શિવાભાઈ રાઠોડ Jun 29, 2019 10:02 PM

ખાદી ગ્રામોદ્યોગ સંસ્થામાં કઇ રીતે જોડવું

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top