অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

કૃષિ ક્લીનિક અને વ્યાપાર કેન્દ્ર યોજના

યોજના વિષય

  • ભારત સરકારના કૃષિ મંત્રાલયને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (નાબાર્ડ) તથા મેનેજના સહયોગથી યોજનાની શરૂઆત કરાઇ, જેથી દેશભરમાં ખેડુતો સુધી કૃષિના સારા તરીકાઓ પહોંચાડી શકાય. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય કૃષિ સ્નાતકોની મોટી સંખ્યામાં ઉપલબ્ધ વિશેષજ્ઞતાનો સદ્ઉપયોગ છે. તમે નવા સ્નાતક હો કે નહી અથના નિયોજીત હો કે નહી, આ વાતને ધ્યાનમાં રાખ્યા વગર તમે તમારા કૃષિ ક્લીનીક કે કૃષિ વ્યાપાર કેન્દ્ર સ્થાપિત કરી શકે છો. અને ખેડુતોની મોટી સંખ્યાને પેશેવર પ્રસાર સેવાઓ અપાવી શકો છે.
  • આ કાર્યક્રમ પ્રતિ સમર્પિત રહીને સરકાર હવે કૃષિ અને કૃષિ સંબંધિત અન્ય વિષયો, જેવા બાગવાની, રેશમ ઉત્પાદન, પશુપાલન, વાનિકી, ગવ્ય પાલન, મુરઘાઉછેર તથા મત્સ્ય પાલનમાં સ્નાતકોને આરંભીક પ્રશિક્ષણ પણ આપી રહી છે. પ્રશિક્ષણ પ્રાપ્ત કરવા વાળા સ્નાતકો ઉધમ માટે વિશેષ આરંભિક ઋણ માટે આવેદન પણ કરી શકે છે.

ઉદ્દેશ્ય

  • સરકારની પ્રસાર પ્રણાલીના પ્રયાસોને પુરક બનાવવા
  • જરૂરતમંદ ખેડુતને આપુર્તી અને સેવાઓને પુરક સ્ત્રોત ઉપલબ્ધ કરાવવા
  • કૃષિ સ્નાતકોને કૃષિ ક્ષેત્રમાં નવા ઉભરતા ક્ષેત્રોમાં લાભદાયક નિયોજન ઉપલબ્ધ કરાવવા

પરિકલ્પના

કૃષિ ક્લીનીક :

કૃષિ ક્લીનીકની પરિકલ્પના ખેડુતોને ખેતી, પાકોના પ્રકાર, ટેકનીક પ્રસાર, કીડો અને બીમારીઓથી પાકોની સુરક્ષા, બાજારની સ્થિતિ, બાજારમાં પાકોની કિમત અને પશુઓને સ્વાસ્થય સંબંધ વિષયો પર વિશેષજ્ઞ સેવાઓ ઉપલબ્ધ કરાવવા ઉદ્દેશ્યથી કરવામાં આવી છે, જેનાથી પાકો કે પશુઓની ઉત્પાદકતા વધી શકે.

કૃષિ વ્યાપાર કેન્દ્ર

કૃષિ વ્યાપાર કેન્દ્રની પરિકલ્પના આવશ્યક સામગ્રીની આપુર્તી, ભાડા પર કૃષિ ઉપકરણો અને અન્ય સેવાઓની આપુર્તી માટે કરવામાં આવી. ઉધમને લાભદાયક બનાવવા માટે કૃષિ સ્નાતક કૃષિ ક્લીનીક કે કૃષિ વ્યાપાર કેન્દ્રની સાથે ખેતી પણ કરી શકે છે.

પાત્રતા

આ યોજના કૃષિ સ્નાતકો કે કૃષિ સંબંધિત અન્ય વિષયો, જેવા બાગવાની, રેશમ ઉત્પાદન, પશુપાલન, વાનિકી, ગવ્ય પાલન, મુરઘાઉછેર તથા મત્સ્ય પાલનમાં સ્નાતકો માટે ખુલ્લી છે.

પરિયોજના ગતિવિધિઓ

  • મુદા અને જળ ગુણવત્તા સહ ઇનપુટ તપાસ પ્રયોગશાળા (આણવિક સંગ્રહક સ્પેકટ્રો ફોટોમીટર સહિત)
  • કીટો પર નજર, ઉપચાર અને નિયંત્રણ સેવાઓ
  • લઘુ સિંચાઇ પ્રણાલિ ( સ્પ્રિંકલર અને ડ્રિપ સહિત )ના ઉપકરણો તથા અન્ય કૃષિ ઉપકરણોના રખરખાવ, મરામત તથા ભાડા પર દેવા
  • ઉપર આપેલ ત્રણેય ગતિવિધિઓ ( સમુહ ગતિવિધિ) સહિત કૃષિ સેવા કેન્દ્ર
  • બીજ પ્રસંસ્કરણ એકમ
  • છોડ ટિશ્યુ કલ્ચર પ્રયોગશાળા અને ઠોસપરક એકમના માધ્યમથી લઘુ પ્રચલન
  • વર્મીકલ્ચર એકમોની સ્થાપના, જૈવ ઉર્વરકો, જૈવ કિટનાશકો તથા જૈવ નિયંત્રક ઉપાયોના ઉત્પાદન
  • મધમાખી પાલન અને મધ તથા માખીના ઉત્પાદકોની પ્રસંસ્કરણ એકમો સ્થાપિત કરવા
  • પ્રસાર પરામર્શદાત સેવાઓની વ્યવસ્થા
  • મત્સ્ય પાલન માટે પાલનગૃહો અને મત્સ્ય ઉત્પાદનનુ નિર્માણ
  • મવેશિયાના સ્વાસ્થયની દેખભાળ માટે પશુ ચિકિત્સાલયોનુ નિર્માણ અને ફ્રોઝેન સીમેન બેંક તથા દ્રવીકૃત નાઇટ્રોજન આપુર્તીની વ્યવસ્થા
  • ચારા પ્રસંસ્કરણ અને તપાસ એકમો
  • મુલ્ય વર્ધન કેન્દ્ર
  • ખેતરના સ્તરથી લઇને ઉપર સુધી શીતળ ચેનની સ્થાપના (સમુહ ગતિવિધિ)
  • પ્રસંસ્કરિત કૃષિ ઉત્પાદો માટે ખુદરા વ્યાપાર કેન્દ્ર
  • કૃષિની નિવેશ (ઇનપુટ) અને નિર્ગમ (આઉટપુટ) વ્યાપાર માટે ગ્રામીણ વિપણન વિક્રેતા
ઉપરોક્ત લાભપ્રદ ગતિવિધિમાં કોઇ બે કે વધુની સાથે સ્નાતકો દ્વારા ચયનિત કોઇ અન્ય લાભપ્રદ ગતિવિધિ, જે બેંકને સ્વીકાર હોય.

પરિયોજના લાગત અને કવરેજ:

કોઇ પણ કૃષિ સ્નાતક આ પરિયોજના ખાનગી કે સંયુક્ત અથવા સમુહના આધાર પર લઇ શકે છે. વ્યક્તિગત આધાર પર લેવામાં આવેલી પરિયોજનાની અધિકતમ સીમા 10 લાખ રુ. છે, જયારે સામુહિક આધાર પર પરિયોજનાની અધિકતમ સીમા 50 લાખ છે. સમુહ સામાન્ય રીતે પાંચ નો હોય શકે છે, જેમાં એક પ્રબંધન સ્નાતક હોય અથવા એની પાસે વ્યાપાર વિકાસ તથા પ્રબંધનનો અનુભવ હોય.

સીમાંત ધન (ડાઉન પેમેન્ટ) – ભારતીય રિઝર્વ બેંકના નિયમોને અનુરૂપ


i) 10 હજાર રુપિયા સુધી

કોઇ માર્જિન નથી

ii) 10હજાર રુપિયાથી વધુ

પરિયોજના લગતના 15% થી 25%

 

વ્યાજ દર :

વિત્ત પ્રદાતા બેંકો દ્વારા અંતિમ લાભુકથી વસુલી કરનારી વ્યાજ દરનુ વિવરણ નીચે આપવામાં આવ્યુ છે:


અંતિમ લાભુક સુધી વ્યાજ દર

 

વાણિજયીક બેંક

ક્ષેત્રીય ગ્રામીણ બેંક

સહકારી બેંક

 

25 હજાર રુપિયા સુધી

બેંક દ્વારા નિર્ધારિત પર બેંકના પીએલઆરના અધિકતમ

બેંક દ્વારા નિર્ધારિત

એસસીબી દ્વારા નિર્ધારિત, પર ન્યૂનતમ 12 ટકા

25 હજારથી વધુ બે લાખ સુધી

આમ

આમ

આમ

બે લાખથી વધુ

બેંક દ્વારા નિર્ધારિત

આમ

આમ

પુનચુકવણી :

ઋણની અવધિ 5 થી 10 વર્ષ માટે ગતિવિધિ પર આધારિત હશે. પુનચુકવણી અવધિમાં કૃપા અવધિ પણ સમાવેશ થઇ શકે છે. જેનો ચુકાદો વિત્ત પ્રદાતા બેંક પોતાની નિતિઓ અનુસાર કરશે અને જેની અધિકતમ અવધિ બે વર્ષ હશે.
ઋણ ધારકોની પસંદગી :
ઋણધારકો અને પરિયોજના સ્થળોની પસંદગી બેંક દ્વારા કૃષિ વિશ્ર્વવિધાલયો કે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે રાજયના કૃષિ વિભાગથી પરામર્શ કરી એના સંચાલન ક્ષેત્રમાં કરવામાં આવી શકે છે.

સ્ત્રોત:  કૃષિ ક્લીનિક અને વ્યાપાર કેન્દ્ર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate