વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઈન્દીરા આવાસ યોજના

ઈન્દીરા આવાસ યોજના (આઇ.એ.વાય)

family


This audio Explains About Indira Awas Yojna scheme

પ્રસ્તાવના

તા.૧/૪/૨૦૧૩ થી સુધારેલ આવાસ સહાય

 • મેદાની વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૦,૦૦૦/-
 • પહાડી વિસ્તારના નવા આવાસ માટે અવાસદીઠ સહાય રૂ.૭૫,૦૦૦/-
 • જર્જરીત/કાચા આવાસ સુધારણા માટે રૂ.૧૫૦૦૦/-
 • ૪% વાર્ષિકવ્યાજ દરે અનુસુચિત જાતિ/અનુસુચિત જન જાતિના લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની ડીફરન્સીયલ રેટ ઓફ ઇન્ટરેસ્ટ (ડી. આર. આઇ.) યોજના હેઠળ લોન મળવાપાત્ર
 • સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) હેઠળ શૌચાલય બાંધકામ માટે કન્વર્જન્સથી મળવાપાત્ર રકમ રૂ.૧૨૦૦૦/-.
 • મહાત્મા ગાંધી નરેગા યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની મજૂરી માટે મળવાપાત્ર રકમ રૂ.૧૬૦૨૦/-.

ઉદ્દેશ

 

અતિગરીબ ઘરવિહોણા કુટુંબોને વિનામૂલ્યે ગ્રામિણ વિસ્તારમાં રહેઠાણનું ઘર બનાવવા નાણાંકીય સહાય પૂરી પાડવી.

નાણાંકીય સહાય

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા 75:25ના પ્રમાણમાં ગરીબીરેખા હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને યુનિટ દીઠ. 1. રૂ।. 36000/- સુધી મકાનદીઠ કેન્દ્ર/ રાજ્ય સરકારની સહાય 2. રૂ।. 7000/- લાભાર્થી ફળો 3. કુલ રૂ।. 43000/- પ્રતિ મકાન

યોજનાની વિશેષતાઓ

 • આવાસ સાઈઝ - ૨૦ ચો.મી.
 • આવાસ સહાય રકમ રૂ. ૭૦,૦૦૦/-
 • લાભાર્થી પસંદગી માટે એસઇસીસી-૨૦૧૧ના ડેટાનો ઉપયોગ

સમય મર્યાદા

યોજનાનો સમય જે તે નાંણાકીય વર્ષ માટે અમલમાં છે.

આ યોજનામાં લાભ કોને મળે છે ?

ગ્રામ્ય વિસ્તારના ગરીબી રેખા હેઠળ જીવતા લક્ષ્યાંક જૂથના અનુ.જાતિ/જનજાતિ, મુક્ત કરાયેલા વેઠિયા મજુરો તથા અન્ય લક્ષ્યાંક જૂથના લાભાર્થીઓ.

કન્વર્ઝન્સ

 • સ્વચ્છ ભારત મિશન ( ગ્રામિણ)
 • મહાત્મા ગાંધી નરેગા ( મજુરી માટે)
 • અન્ય યોજનાઓ(રાજીવ ગાંધી વિધ્યુતિકરણ યોજના,આમ આદમી વિમા યોજના, ડી.આર.આઈ. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના)
 • ડીસ્ટ્રીક્ટ મટીરીયલ બેંક અને ફેસીલીટેશન સેન્ટર
 • ડીબીટી – પીએફએમએસ અને આધાર લીંકીંગ
 • મોનીટરીંગ
 • મોબાઈલ એપ
 • આવાસ સોફ્ટ

આ યોજના હેઠળ શું લાભ આપવામાં આવે છે ?

આવાસની નિયત થયેલ યુનિટ કોસ્ટની મર્યાદામાં નવા આવાસ તથા કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન)નો લાભ મળે છે.

આવાસના લાભ માટેના લાભાર્થીઓની પસંદગી કોણ કરે છે ?

ગરીબી રેખા હેઠળ લક્ષ્યાંક જૂથ પૈકીના લાબાર્થીઓમાંથી પસંદગી સ્થાનિક કે ગ્રામ્ય સભા મારફતે કરાય છે.

યોજના હેઠળ (એક) આવાસની યુનિટ કોસ્ટ કેટકેટલી હોય છે ?

એક નવા આવાસની યુનિટ કોસ્ટ રૂ. 43,000/- છે, પણ આવાસ ભૂકંપ પ્રતિરોધક બનાવવું ફરજિયાત છે. એક કાચા મકાનની ગુણવત્તા સુધારણા (અપગ્રેડેશન) અંગે જરૂરિયાત મુજબ રૂ. 12,500 ની મર્યાદામાં લાભ મળી શકે છે.

યોજના હેઠળ આવાસ કેટલા વિસ્તારમાં બાંધવાનું હોય છે ?

20 ચો.મી. પ્લીન્થ એરિયા ધરાવતું આવાસ બાંધવાનું રહે છે.

આવાસ લાભાર્થી ક્યાં ક્યાં બાંધી શકે ?

સરકારે ફાળવેલ ઘરથાળનો પ્લોટ અથવા માલિકીના ખેતર કે પ્લોટ ઉપર પાકું મકાન બાંધી શકે છે.

આવાસમાં કઇ કઇ સવલત બનાવવી ફરજીયાત છે ?

આવાસમાં શૌચાલય અને નિર્ધૂમ ચૂલા બનાવવા ફરજીયાત છે.

આવાસ કેવા પ્રકારનું બાંધવાનું હોય છે ?

લાભાર્થીઓ જે તે વિસ્તારની આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ અને સ્થાનિક લોકોની રૂચિ અન્વયે આવાસ બાંધી શકે છે.

આવાસનું કામ કોના દ્રારા કરવાનું રહે છે ?

આવાસ લાભાર્થી દ્રારા બાંધવાનું છે, તેમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ છે.

આવાસ કોના નામે ફાળવવાનું હોય છે ?

આવાસ મહિલાના નામે આપવાનું છે. જો શક્ય ન હોય તો સંયુક્ત નામે આપવાનું રહે છે અને એ રીતે સનદ સંયુક્ત રાખવાની રહે છે.

આ યોજનામાં આવાસમાં કેટલી લોન/સબસિડી આપવામાં આવે છે ?

આ યોજનામાં રૂ. 36,000/-ની મહત્તમ મર્યાદામાં સહાય આપવામાં આવે છે, તેમજ મકાનની કક્ષા ઉંચી લાવવા સારૂ મહત્તમ રૂ. 12,500/-સહાય આપવામાં આવે છે.

આ યોજનામાં અનુસૂચિત જાતિ/જનજાતિ માટે કોઈ વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે ?

આ યોજનામાં 60% મકાનો અનુ.જાતિ અને જનજાતિના ગ્રામીણ ગરીબોને ફાળવવામાં આવે છે.

યોજનાની સિધ્ધીઓ

 • યોજનાની શરૂઆતથી તા. ૩૧/૦૧/૨૦૧૬ સુધીમાં ૧૩,૦૮,૯૨૦ આવાસોનું નિર્માણ.
 • ૨૦૦૧ પહેલાના દાયકામાં ૧,૯૭,૬૧૪ આવાસોનું નિર્માણ અને ૨૦૦૧ પછી ૧૨,૪૫,૩૨૦ આવાસોનું નિર્માણ.
 • છેલ્લા ૧૪ વર્ષમાં આવાસ નિર્માણમાં સાડા પાંચ ગણો વધારો.
 • છેલ્લા ૧૪ વર્ષમાં કુલ મંજુર થયેલ ૧૨,૪૫,૩૨૦ પૈકી મહિલાઓના નામે ૭,૪૪,૪૯૮ આવાસોની ફાળવણી.
 • આમ ૬૦% થી વધુ આવાસોની ફાળવણી મહિલાઓના નામે.
 • વર્ષ ૨૦૧૫-૧૬ માં જાન્યુઆરી-૨૦૧૬ અંતિત ૨૮,૩૪૫ આવાસોની વહીવટી મંજુરી.
 • ગતિશીલ ગુજરાત ફેઝ – ૩ હેઠળ ૪૧,૨૭૫ આવાસોનું બાંધકામ પુર્ણ.
 • આવાસ બાંધકામ માટે રૂ. ૧૭૫.૧૭ કરોડનો ખર્ચ.

કાર્યપ્રવાહ

પગથિયું - ૧:ગ્રામ સભા તમને લાભાર્થી તરીકે નક્કી કરી પસંદ કરશે

પગથિયું - ૨:તમોને ગ્રામ સેવક પાસેથી અરજી પત્રક તાલુકા મળશે

પગથિયું - ૩ :ગ્રામ સેવક દ્વારા આપનું અરજી પત્રક તાલુકા વિકાસ અધિકારીને મોકલવામાં આવશે

પગથિયું - ૪ :તાલુકા વિકાસ અધિકારી તમારી અરજી મંજુરનો પત્ર આપશે

પગથિયું - ૫ :વહીવટી મંજુરી મળેથી આવાસ સહાય રૂ.૧૭,૫૦૦/- ની પ્રથમ હપ્તાની સહાયની રકમ PFMS થી લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

પગથિયું - ૬ :બાકીના બે હપ્તા બાંધકામની પ્રગતિના વિવિધ તબક્કે લાભાર્થીના બેંક / પોસ્ટ ઓફિસના ખાતામાં સીધી જ જમા થશે.

માર્ગદર્શિકા

સ્ત્રોત   કમિશ્નર ગ્રામ વિકાસની ક્ચેરી,

2.81818181818
ઠાકોર નરવત સિંહ Feb 09, 2019 04:44 AM

ગામ સલીયાવડી તા બાલાસિનોર જીલ્લો મહીસાગર મારે ઘર બનાવવું છે જે કિંમત લોન થાય તે પાછી આપીશું લોન જોઇએ છે તો આપ ને નમ્ર વિનંતી છે કે મને loan મળી રહે તેવી આપને નમ્ર વિનંતી કરું છું મો 81*****20

ઘનશ્યામ પરમાર Nov 29, 2018 10:08 PM

હુ અનુસુચિત જાતિનો છુ. મારી પાસેે બી.પી.એલ કાર્ડ અને જોબ કાર્ડ છે.અમને મલતી સહાય જણાવવા
વિનંતી .નીચે મારુ ઇમેઇલ આ.ડી. છે.અને મારો મોબાઈલ નંબર છે.
*****@gmail.કોમ
99*****64

રમેશ આસલ Aug 05, 2018 08:18 PM

સરકાર ઘર બનાવા માટે ગરીબોને પૈસા આપે છે પન જે માનસ પાસ કરાવી આપે તે અમુક થોડા ઘના પૈસા ખાઈ જાય છે અને ગરીબ માનસ ને ખબર નહી હોતી કે કેવી રીતે મકાન પાસ કરાવવુ એટલે સરકાર ને પુરે પુરા નાણાની રકમ જે તે વ્યક્તીના.ખાતામા જમા થવી જોઈએ

બારોટ લીલાબેન ગોવિંદ લાલ કાકા નુ તારાપુર જી ગાંધીનગર Jun 24, 2018 09:36 PM

ઈન્દીરા આવાસ યોજના હેઠળ 2004 મા મકાન બનાવેલ છે 14 વર્ષ થયા છે રીપેરીંગ કામ માટે સરકાર પાસે થી કોઈ સહાય મળે છે

હંસા Jun 06, 2018 03:31 PM

ઘર વિહોણા લોકો નેખરેખર લાભ પહોચતો નથી આ માટે ખરેખર એક સવૅ કરવા મા આવે તો સરકાર ને ખબર પડે કે હજુ ગરીબી કેમ છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top