હોમ પેજ / સમાજ કલ્યાણ / કૌશલ્ય વિકાસ / પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના યુવાઓમાં ટેકનિકલ જ્ઞાનની વૃધ્ધિ થાય અને તેમને રોજગારી મળે તે માટે કટિબધ્ધ છે. ટેકનિકલમાં રોજગારીમાં વૃધ્ધિ થાય તે માટેના સરકારના નિર્ણય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક નવી રોજગારક્ષમ ટ્રેનિંગ સ્કીમનો આરંભ કર્યો હતો, જેને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના એટલે PMKVY નામ આપવામાં આવ્યું છે. સરકાર રોજગાર આપવા માટે પહેલા ટેકનિકલ જ્ઞાન આપવા માટે ટ્રેનિંગ આપશે અને ત્યારબાદ રોજગાર આપવાનું કામ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાની જાહેરાત કરતા દેશના 24 લાખ નવયુવકોને રોજગારી આપવાનું લક્ષ્ય રાખ્યું છે. કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા કોઇપણ બેરોજગાર અરજી કરી શકે છે. આ યોજનામાં 10મીથી લઇને ગ્રેજ્યુએટ સુધીના બેરોજગારોને સહાયતા મળશે, જ્યારે ભણેલા-ગણેલા યુવાનોને પણ આ યોજનાનો લાભ મળે તે દિશામાં હાલ કામ ચાલી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેરોજગારીની સમસ્યાને દુર કરવા માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાને લોન્ચ કરી હતી. આ યોજનાનો હેતું ઈન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે યુવાઓની સ્કીલ ડેવલોપ કરવાનો છે. યુવાઓને એવી ટ્રેનિંગ આપવામાં આવે છે, જેનાથી તેમને ઝડપથી જોબ મળી જાય. જોકે સવાલ એ ઉઠે છે કે શું સરકારે દેશમાં ટ્રેનિંગ પ્રોવાઈડર બનાવવાનો નિર્ણય કર્યો છે. સરકાર કોઈ ઈન્ડીવિઝયુઅલ, એનજીઓ, એજન્સીઓ કે કંપનીને ટ્રેનિંગ માટે અધિકૃત કરે છે. તેની પ્રોસેસ ખુબ જ સરળ છે. ચાલો જાણીએ શું છે તેની પ્રોસેસ અને તમારે કઈ રીતે એપ્લાઈ કરવાનું રહેશે....

શું છે આ સ્કીમ

વડાપ્રધાન કૌશલ વિકાસ યોજના અંતર્ગત સરકાર અલગ-અલગ ટ્રેનિંગ મોડયુલ પર કામ કરી રહી છે. વોકેશનલ ટ્રેનિંગ આપવા માટે નેશનલ સ્કીલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા દેશના દરેક જિલ્લામાં મોડલ ટ્રેનિંગ સેન્ટર જેને પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર કહેવામાં આવે છે તે ખોલવામાં આવશે. આ સિવાય એનસીડીસી દ્વારા સેકટર વાઈઝ સ્કીલ કાઉન્સિલ બનાવવામાં આવી છે. આ કાઉન્સિલ પણ ટ્રેનિંગ પ્રોવાઈડરની નિમણૂંક કરે છે

ફન્ડિંગ પણ કરે છે સરકાર

જો તમે સરકારના પાર્ટનર બનીને ટ્રેનિંગ સેન્ટર ખોલવા માંગો છો, પરતું તમારી પાસે પૈસા નથી તો એનએસડીસી દ્વારા કુલ પ્રોજેકટ કોસ્ટના લગભગ 75 ટકા ફન્ડ લોનના રૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જયારે નોન પ્રોફિટ સેન્ટરને 85 ટકા સુધીની લોન આપવામાં આવે છે

શું છે શરત

જો તમે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવા માંગો છો તો સરકાર દ્વારા નિર્ધારિત શરતોનું પાલન કરવાનું રહેશે. તમારે ટ્રેનિંગ લેનાર સ્ટુડન્ટસના હિસાબથી કલાસ રૂમની વ્યવસ્થા કરવાની રહેશે. એક સ્ટુડન્ટ માટે સરેરાશ લગભગ 10 વર્ગ ફુટ સ્પેસની વ્યવસ્થા કરવાની રહેશે. જોબ રોલ વાઈઝ કલાસરૂમ અને લેબ માટે કેટલી સ્પેસ હોવી જોઈએ

કઈ રીતે કરશો એપ્લાઈ

જો તમે ટ્રેનિંગ પ્રોવાઈડર બનવા માંગો છો કે તમે ટ્રેનિંગ સેન્ટર ખોલવા માંગો છો તો તમારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સ્માર્ટ પોર્ટલમાં પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટ્રેનિંગ પ્રોવાઈડરે રજિસ્ટ્રેશનના સમયે 10 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. જયારે ટ્રેનિંગ સેન્ટર માટે તમારે 12 હજાર રૂપિયા અને 1000 રૂપિયા પ્રતિ જોબ રોલ ફીસ આપવાની રહેશે.  પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના સંપૂર્ણ જાણકારી માટે અહીં ક્લિક કરો

કૌશલ વિકાસ યોજનાથી આ લાભો મળશે

  • કેન્દ્ર સરકાર સંસ્થાઓના માધ્યમ દ્વારા દરેક ક્ષેત્રમાં રોજગાર આપવાનું કામ કરશે.
  • કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ વિવિધ ક્ષેત્રોમાં પ્રશિક્ષણ આપવામાં આવે છે.
  • કૌશલ વિકાસ યોજનાના વિભિન્ન કમ્પ્યુટર તકનીકી જ્ઞાનને પ્રોત્સાહિત કરવામાં આવશે.
  • કૌશલ વિકાસ યોજના હેઠળ ટ્રેનિંગ પુરી કર્યા બાદ સર્ટિફીકેટ આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ દરેક તાલીમાર્થીને 8 હજાર રૂપિયા સુધીને મોનેટરી રીવર્ડ સરકાર દ્વારા અપાશે.

આવેદન માટે આમ કરે બેરોજગાર

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો લાભ લેવા દેશમાં અધિકૃત સેન્ટરની યાદી બહાર પાડી છે. આ યોજનાનો લાભ દેશના દૂર અંતરિયાળ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ સેન્ટર ખોલવામાં આવ્યા છે.

આ સેન્ટરના લિસ્ટમાંથી બેરોજગાર જ્યા ટ્રેનિંગ લેવા ઇચ્છતો હોય તે અધિકૃત ટ્રેનિંગ સેન્ટરમાં જઇ પોતાની ઇચ્છાઅનુસાર કોર્સ સિલેકટ કરી શકે છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ લેવાનો હક્કદાર રહેશે અને આ યોજના હેઠળ રોજગાર માટે પ્રેરિત કરવામાં આવશે તેમજ સહાયતા મળશે.

સ્ત્રોત:

3.24390243902
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
અનિલ પરમાર Aug 24, 2019 08:23 AM

આ ડાકોર મા કોય આ સંસ્થા છે જો હોયતો સરનામુ આપવા વિનંતી છે

વિપુલ મકવાણા Jun 20, 2019 08:55 AM

આ યોજના બનાસકાંઠા જીલ્લા માં ચાલુ છે કે નહી? કઈ જગ્યા પર

ર.વ. ચાવડા Mar 20, 2019 01:20 PM

આ યોજના બોટાદ માં શરૂ થયેલ છે કે નહિ ? જો શરૂ થયેલ હોય તો કયાં શરૂ થયેલ છે . સરનામું મોકલશો .

મહેશ મેહેશ્વરી Jan 21, 2019 08:24 PM

મારૂ કામ તો શારૂછે પણ રોકાણ માટે રૂપિયા જોઈને બાન્ધ કામ સીવીલ

બળવંત ભીલ Dec 26, 2018 01:03 AM

મારે મેડીકલ હોલસેલ એજન્સી બનાવવી છે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top