অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સદભાવનાનું સહચિંતન

સદભાવનાનું સહચિંતન

સામાન્યતઃ આજનો માનવી દોડધામમાં વ્યસ્ત રહે છે. એ દોડાદોડ આર્થિક દષ્ટિએ બે છેડા ભેગા કરવાની હવે નથી રહી પરંતુ તેનો ઉદ્દેશ મહત્તમ ભૌતિક સુવિધાઓ મેળવવાનો હોય છે. આપણે સહુ આ દોડમાં સામેલ છીએ. ‘સ્વ’થી આગળ વધીને લગભગ અન્ય કોઈ બાબતો આપણને સ્પર્શતી નથી તેથી સમાચારો ફક્ત ‘જોવા માટે’ આપણે જોતાં હોઈએ છીએ. આપણી આસપાસના સમાજમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો વધારેમાં વધારે આપણે બે-ચાર સલાહસૂચનો કરીને આઘાં ખસી જતાં હોઈએ છીએ. પરંતુ આપણી જ વચ્ચે એવા લોકો પણ વસે છે જેઓ ફક્ત શિખામણના ચાર શબ્દો કહીને બેસી જતાં નથી. તેમને સમાજની નિસ્વબત છે. સમાજમાં બનતી દુ:ખદ ઘટનાઓ માટે તેઓને ચિંતા છે. છેવાડાના માનવીની પીડા તેમને સ્પર્શે છે અને તેઓ એમને માટે કંઈક કરી રહ્યા છે. સમાજમાં સંવાદ દ્વારા સંવાદિતતાનું વાતાવરણ રચાય એ તેમનો મુખ્ય ઉદ્દેશ છે. અહિંસા-શાંતિ અને કોમી સંવાદિતતા બાબતે તેમનું સહચિંતન સતત ચાલતું રહે છે. આ પ્રકારના વિચારવાન અને જાગૃત નાગરિકોનું એક સંગઠન છે જેનું નામ છે ‘સદભાવના ફોરમ’

આ ફોરમ વર્ષ દરમિયાન સમાજના વિવિધ ક્ષેત્રોમાં સદભાવનાનું કાર્ય કરે છે. ‘સદભાવના’ શબ્દના અર્થને બરાબર પામીને આ સદકાર્યને વધારે તેજસ્વી બનાવી શકાય એ માટે તેઓએ પ્રતિવર્ષ ‘સદભાવના પર્વ' યોજવાનું નક્કી કર્યું છે. આ વિચાર હેઠળ પૂ.મોરારિબાપુના સાનિધ્યમાં કેલાસ ગુરુકૂળ, મહુવા ખાતે પહેલું ‘સદભાવના પર્વ’ 25 થી 27 ફેબ્રુઆરી, 2009માં યોજાયું હતું જેને આપણે લેખસ્વરૂપે અહીં માણયું હતું. બરાબર એ જ રીતે ચાલુ વર્ષે પણ 16 થી 18 મે, 2010 દરમિયાન ‘સદભાવના પર્વ - 2’નું આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષરૂપે આ પર્વમાં, સદભાવના સમાજના વિવિધ ક્ષેત્રોમાં કઈ રીતે પોતાની ભૂમિકા ભજવી શકે તેના વિશે વ્યાપક સહચિંતન કરવામાં આવ્યું હતું. જેમ કે શિક્ષણ, વિકાસ, સમુહમાધ્યમો જેવા ક્ષેત્રોમાં સદભાવના શું કરી શકે તેના પર મહાનુભાવોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારગોષ્ઠીમાં મને પણ ભાગ લેવાનું સદભાગ્ય મળ્યું અને જે કંઈ શીખવા-જાણવા મળ્યું તેનો શકય એટલો સારાંશ વક્તાઓની જ બોલીમાં રજૂ કરવાનો પ્રયાસ કરું છું. આશા છે કે આપણા જેવા સામાન્ય નાગરિકો માટે વિચારની એક નવી દિશા ખુલશે અને આપણે પણ આપણી આસપાસની સામાજિક સમસ્યાઓને સમજીને, આપણી ક્ષમતા પ્રમાણે સૌને મદદરૂપ થવા પ્રયાસ કરતાં થઈશું.

પ્રથમ દિવસ : પ્રથમ બેઠકો વિષય : સામાજિક સદભાવના અને શિક્ષણ.]

કેલાસ ગુરુકૂળના રમણીય પ્રાંગણમાં ‘સદભાવના પર્વ-2’ની પ્રથમ દિવસની પ્રથમ બેઠકની શરૂઆત બરાબર નવ વાગ્ય થઈ હતી. સૌ પ્રથમ દીપ પ્રાગટય વિધિ યોજાઈ હતી અને ત્યારબાદ શ્રી જનકભાઈએ પ્રાર્થના-ગાન કર્યું હતું. આ બેઠકનો વિષય હતો ‘સામાજીક સદભાવના અને શિક્ષણ’.

WWW. Read Gujarati.com Page 1

બેઠકનું સંચાલન શ્રી સત્યકામભાઈ જોષીએ કયું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ U.P.S.C ના સદસ્ય તેમજ હિન્દી સાહિત્યના આલોચક શ્રી પુરુષોત્તમ અગ્રવાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી સુદર્શન આયંગરે આ વિષયને અનુલક્ષીને પોત-પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતાં. ચાલો, આપણે તેમના વક્તવ્યને તેમના જ શબ્દોમાં માણીએ :

(વક્તા : શ્રી પુરુષોત્તમ અગ્રવાલ)

મિત્રો, આપની સાથે વાતની શરૂઆત કરતાં મને જવાબદારીનો ખ્યાલ છે અને વિનમ્રતાનો પણ. જવાબદારીનો ખ્યાલ એટલા માટે કારણકે મૂળ તો હું પોતાને એક પ્રોફેસર તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરું છું. એ જ મારી સાચી ઓળખ છે અને તેને હું આજીવન જાળવી રાખવા માગું છું. અહીં શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વચ્ચે બોલવાનો અવસર મળ્યો એ માટે સત્યકામભાઈ અને સદભાવના ફોરમના અન્ય સાથીઓનો વિશેષ રૂપે આભાર માનું છું.

અહીં ગુરુકૂળમાં ખરા અર્થમાં સમાજની ચિંતા કરવામાં આવે છે. આપણા દેશમાં અનેક લોકો અલગઅલગ રીતે સમાજની ચિંતા કરતા હોય છે. ચિંતા કરવાની અમુક લોકોની એક રીત એવી પણ છે કે જેમાં તેઓ એમ માને છે કે પહેલાં બધું ધ્વસ્ત કરી દેવાનું અને પછી એને નવા રૂપમાં બનાવવાનું ! ઘણાની નીતિ જ ‘મિટા દી-જલ્લા દો’ની હોય છે. ગઈકાલે જ મારી સાથે દિલ્હીથી આવેલા રવીન્દ્ર ત્રિપાઠીજી સાથે હું હિન્દીના બહુ મોટા આલોચક આચાર્ય રામચન્દ્ર શુકલને યાદ કરી રહ્યો હતો. એમણે એમ કહ્યું હતું કે : “લોકો જે છે એને એ જ રૂપમાં ઓળખતાં, એમાંથી ધર્મનો માર્ગ કાઢે એ જ લોકધર્મ છે.” સંસારને સળગાવી દેવાની કે ખલાસ કરી દેવાની રાહ તમે જોશો તો વધારે સંભાવના એવી છે કે તમે જ પોતે તેમાં ખલાસ થઈ જશો અને સંસાર જે છે એનાથીયે બદતર થઈ જશે. તેથી, આ જે વ્યવસ્થા છે એમાંથી જ ધર્મનો માર્ગ, માનવીય મૂલ્યો અને નૈતિકતાનો માર્ગ આપ કઈ રીતે શોધી શકો, એ લક્ષ્ય હોવું જોઈએ - એમ મને લાગે છે.

આ વાત શિક્ષણની બાબતમાં પણ એટલી જ સુસંગત છે. ભારતીય શિક્ષણની આલોચના અનેક રીતે થતી રહે છે. આ જે શિક્ષણ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે પ્રોફેસર, પત્રકાર કે ભણેલા-ગણેલા થઈએ છીએ, એની આપણી વાસ્તવિક જીવન સાથે બહુ ઓછી લેણદેણ છે. આ એક સત્ય વાત છે. મહાત્મા ગાંધીએ આ વાત બહુ પહેલેથી અનુભવેલી. તેમણે એમ કહ્યું હતું કે “જે શિક્ષણપદ્ધતિના ફળસ્વરૂપ મનુષ્ય પોતાની ઓળખ પર શરમ અનુભવે, જેના કારણે મારા ઘરે મારા પિતા મને મળવા આવે અને મને સંકોચ થાય કારણ કે એમણે ભારે કપડાં નથી પહેર્યા, બહુ સારું અંગ્રેજી નથી બોલી શકતા’ – તો આવી સંકોચ પમાડતી શિક્ષણપદ્ધતિમાં કયાંકને કયાંક ખોટ છે જે આપણને આપણી પરંપરા, આપણા મૂળ પ્રતિ આપણને શરમિંદા કરે છે. આ વાત કેવળ વ્યક્તિગત સંબંધોની નથી. વાત કેવળ માતાપિતાની નથી. તમે બાળપણથી લઈને અત્યાર સુધીની તમારી પૂરી શિક્ષણપદ્ધતિને જુઓ. આપણી શિક્ષણપદ્ધતિની જન્મકુંડળીમાં કયાંક કોઈ એવા ગ્રહ કુંડલી મારીને બેઠાં છે કે જેના લીધે આપણને પોતાને ભારતીય તરીકે ઓળખાવા પર શરમ અનુભવાય છે, આપણને હિન્દી કે ગુજરાતી ભાષી હોવાં પર શરમ અનુભવાય છે, આપણને પોતાને હિન્દુ કે મુસલમાન તરીકે ઓળખવામાં શરમ અનુભવાય છે. જ્યારે આપણે પોતાના હોવાથી આટલી શરમ અનુભવી રહ્યા છીએ ત્યારે આપણે દુનિયાને તો શું બદલીશું ? કે પોતાને શું બદલીશું ?

ટૂંકમાં, ક્યાંને ક્યાંક શિક્ષણપદ્ધતિમાં કોઈક ખોટ તો છે જ. તે બહુ મોટી ખોટ છે. આ ખોટ કેવળ ‘કોસ્મટિક’ ચીજવસ્તુઓથી દૂર થનાર નથી. હું મહાત્મા ગાંધીની વર્ધા શિક્ષણપદ્ધતિની દરેક વાતથી સંમત નથી પરંતુ એ વાત તો એકદમ સાચી છે કે ભારતની શિક્ષણપદ્ધતિની કોઈએ યથાર્થ રૂપમાં ટીકા કરી હોય તો એ કાં તો મહાત્માગાંધી એ કરી છે અથવા ટાગોરે કરી છે. બાકી બધી “કોસ્મોટિક’ વાતો થાય છે. મને યાદ છે કે અમારા વખતમાં ‘Socially Useful Productive Work' નામના વિષયમાં કેટલીક ઉટપટાંગ ચીજવસ્તુઓ ઘરેથી બનાવીને લાવવાની રહેતી. બધા વિદ્યાર્થીઓ કોઈ બીજા પાસે બનાવીને લઈ જતાં. મહોલ્લામાં કોઈ ગરીબ હોય તો બધા એને સૂતર કાંતવા આપી દેતાં. એને બે રૂપિયા ચૂકવીને તૈયાર સૂતર શાળામાં લઈ જતાં અને આ રીતે પોતાનું કામ બીજા પાસે કરાવી લેતાં. શિક્ષણજગતને એમ છે કે અમે આ વિષય ઉમેરીને શિક્ષણને વધારે સંવેદનશીલ બનાવ્યું ! હકીકતે આ બધી બેકાર બાબતો છે. પરંતુ મારે આ બધી બાબતોમાં ઊંડા નથી જવું. મૂળ વાત મારે એ કહેવી છે કે પદ્ધતિમાં બહુ જ મોટી ખોટ છે. એ ખોટ ફક્ત ઉપર-ઉપરના ‘કોસ્મટિક’ બદલાવથી દૂર થઈ જવાની નથી.

'3-ઈડિયટ’ ફિલ્મમાં તમે જોયું હશે કે પેલો યુનિવર્સિટીનો પ્રોફેસર વિલનના રૂપમાં દેખાય છે. આપણને જોઈને એમ લાગે છે કે કેવો દુષ્ટ આદમી છે ! હું ખાસ કરીને નવયુવાનોને એક વાત કહેવા માગું છું જે ફિલ્મમાં કહેવાઈ નથી. એ વાત એ છે કે યુનિવર્સિટીના પ્રોફેસરને એવી જવાબદારી હોય છે કે જો દર વર્ષે એની કૉલેજમાંથી 100 જણ ફર્સ્ટ કલાસ નહીં લાવે તો ટ્રસ્ટ એની નોકરી લઈ લેશે અથવા ભારત સરકાર એની ગ્રાંટ ઓછી કરી નાખશે. એક વ્યક્તિને વિલન ચીતરવો બહુ સહેલો છે. આખે આખી પદ્ધતિ એ પ્રકારની બનેલી છે કે કશું જ કહેવું મુશ્કેલ છે. મને કોઈ પૂછે કે તમારું એમ.એ.માં શું પરિણામ હતું ? તો હું છાતી ફુલાવીને કહી શકું કે A+ ગ્રેડ હતી અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં આજ સુધી આટલી ગ્રેડ કોઈની નથી આવી. કદાચ કોઈ મને પૂછે કે બી.એ.માં કેટલા ટકા હતા ? તો મારે સંકોચ સાથે કહેવું પડે કે ‘ભાઈ, બી.એ.માં તો ફક્ત 55%ની આસપાસ હતા.’ બી.એ.માં હું અત્યંત નાલાયક વિદ્યાર્થી હતો અને એમ.એ.માં પહોંચતા જ મારી પ્રતિભાનો જાણે વિસ્ફોટ થઈ ગયો ! એટલે એટલે કોઈ પ્રોફેસરને & ફિલ્મના કોઈ ચરિત્રને ખલનાયક ચીતરવાથી વાત સુધરવાની નથી. કયાંક કોઈ ઠોસ બદલાવની જરૂરત છે. એ બદલાવ ‘જલ્લા દી- મિટા દો’ રીતે ના થઈ શકે. એ તો કોઈ વૈકલ્પિક માળખું રજૂ કરીને જ કરી શકાય; જે રીતે ટાગોર અને મહાત્મા ગાંધીએ કર્યું એ રીતે. ખેર, હમણાં તો આપણે એ વાત કરવી છે કે અત્યારે જે પદ્ધતિમાં આપણે અને આપણા બાળકો ભણી રહ્યાં છે, એ પદ્ધતિમાં રહીને સામાજીક સદભાવ માટે આપણે કઈ રીતે આપણી ભૂમિકા નિભાવી શકીએ. હિન્દી સાહિત્યના ભારતના બહુ મોટા લેખક અજ્ઞયજીનું એક વાકય મને યાદ આવે છે. એમણે આપણા રાષ્ટ્ર નિર્માણની બુનિયાદી અસફળતાને બરાબર સમજી હતી. તેમણે સમસ્યાના મૂળને પકડયું હતું. એમણે પોતાના એક નિબંધમાં લખ્યું છે કે ‘આપણે આલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ નીવડયા છીએ.’ આપણા દેશમાં આલોચનાત્મક ચેતનાનો વિકાસ નથી થઈ શકયો. એના પરિણામો આપણે જોઈ રહ્યાં છીએ. હું નાનો હતો ત્યારે આ બિમારી થોડી ઘણી દેખાતી હતી અને જ્યારે હવે હું પચાસ વર્ષની ઉંમર વટાવી ગયો છું ત્યારે આ બિમારી સ્પષ્ટરૂપે દેખાઈ રહી છે. બીજી એક બાબત પ્રત્યે પણ તમારું ધ્યાન દોરું. તમે અખબારો અને સમાચારોની ચેનલમાં જોતાં હશો કે આજકાલ આપણા દેશમાં ‘આહત ભાવના’નું જોર બહુ છે. ‘આહત ભાવના’ એટલે કે વાતે વાતે લોકોની લાગણી દુભાઈ જાય છે. હું જરા તીખું બોલું છું પરંતુ માફી માગી લઉં છું કારણ કે મારી કઈ વાતથી કયારે કોની લાગણી દુભાઈ જાય તે કહેવું મુશ્કેલ છે. નવાઈની વાત એ છે કે જે વ્યક્તિ દ્વારા 'feelings hurt’ થઈ હોય એને લોકો 'Physically hurt’ કરવા માંડે છે ! કોઈએ કંઈક ચિત્ર દોર્યું અને અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ કવિતા લખી દીધી અને અનેકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ નોવેલ લખી તો અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. કોઈએ ઈતિહાસની ખોજ કરીને કંઈક નવું કહ્યું તો પણ અનેક લોકોની લાગણી દુભાઈ ગઈ. આપણે તો જાણે એટલા કોમળ થઈ ગયા છીએ અને આમ તો પાછા હિંસક !!

આ બધા પાછળ મૂળ સમસ્યા એ છે કે આપણે એક આલોચનાત્મક રાષ્ટ્રનું નિર્માણ કરવામાં નિષ્ફળ નીવડયા છીએ. આલોચના અને ગાલી-ગલોચમાં ફરક હોય છે. આલોચના અને નિંદામાં ફરક હોય છે. આલોચનાનો અર્થ આત્મઘણા નથી. આ સંદર્ભે એક વાત વારંવાર મારા મનમાં આવે છે કે આ દેશમાં રામથી અધિક લોકપ્રિય નાયક કદાચ જ કોઈ બીજું હોય. રામથી પ્રિય ભગવદસ્વરૂપ કદાચ જ કોઈ હોય અને રામના જીવનની કથા શું છે ? રામના જીવનની કથા જોઈએ તો સુખનો અને આપણા જેવા તુચ્છ જીવો જેને ઈચ્છે છે એ પ્રકારના જીવનનો કેટલો અંશ છે ? યુવરાજ બનવાની તૈયારી હતી અને વનવાસ માટે જવું પડયું. પાછા આવ્યા તો જે પત્નીને પ્રાણથી અધિક ચાહતા હતા એની પર વિવાદ થયો. જે ભાઈને પોતાના પડછાયાથી પણ અધિક પ્રેમ કરતા હતાં એને ઘરેથી નીકળવાનો આદેશ આપવો પડયો. ભયાનક દુ:ખ અને સંઘર્ષ વચ્ચે પોતાના વિવેકના બળ પર મક્કમ રહ્યા. વાલ્મીકિ રામાયણમાં રામ કહે છે કે, ‘હે લક્ષ્મણ, જેવું બીજા યુવરાજો કરે છે એવું જ જો હું કરવા માડું તો હું રામ કયાંથી રહીશ ? હું એવું કરવા માટે નથી.” એક મૂલ્ય ચેતના, વિવેક ચેતના માટે દુ:ખ ઉઠાવવાનું સામથર્ય એ રામને લોકનાયક બનાવે છે. આ પ્રકારના વ્યક્તિ સામે સમાજ બોલતો આવ્યો છે, આલોચના કરતો આવ્યો છે, સંવાદ કરતો આવ્યો છે પરંતુ પ્રેમ અને આદર સાથે; વિરોધ સાથે નહિ.

આપણી શિક્ષણપદ્ધતિની મૂળ ખામી એ છે કે તે આપણને વિવેક અને આલોચનાની સાથે જોડવાની જગ્યાએ આંધળું અનુકરણ કરવાનું શીખવે છે અથવા ઘણા કરતાં શીખવે છે. શિક્ષણથી આપણે શરમ

અનુભવીએ છીએ. એ શરમ પર પડદો નાખવા માટે આપણે આપણાં ભૂતકાળના સોનેરી દિવસોની ભાતભાતની કલ્પનાઓ કર્યા કરીએ છીએ અને વર્તમાનને ભૂલી જઈએ છીએ. એક એવો રમુજી ટૂચકો છે કે એક ભારતીય વ્યક્તિ જ્યોર્જ બનાર્ડ શોને મળે છે અને કહે છે કે અમે ભૂતકાળમાં આટલા મહાન હતા. જ્યારે તમે જગલોમાં રહેતા હતા ત્યારે અમારે ત્યાં સભ્યતા પૂર્ણ વિકસિત થઈ ચૂકી હતી. અમારા વેદો અને ઉપનિષદોમાં ઉત્કૃષ્ટ ચિંતન મળે છે. મધ્યયુગમાં પણ અમે ઉચ્ચ સિદ્ધિઓ હાંસલ કરી હતી. બનાર્ડ શો તો હાજરજવાબી હતા. એમણે કહ્યું કે આપની વાત સાચી છે પણ આ રીતે તમે ભૂતકાળમાં જ ચાલ્યા કરશો તો ચાલતાં ચાલતાં તમે ગુફા સુધી પહોંચી જશો ! આજની વાસ્તવિકતા સ્વીકારો કે આજે તમારો દેશ એક ગુલામ દેશ છે. ભૂતકાળના ગુણગાન ગાઓ પણ વર્તમાનની જે વાસ્તવિક્તા છે એનો સ્વીકાર કરતાં પણ શીખો.

મિત્રો, આપણી જે વાસ્તવિકતા છે એની સામે આપણે પ્રેમ અને વિવેકથી ઊભા રહી શકીએ, જેથી જે ખામી હોય તેને દૂર કરવાની કોશિશ કરીએ. અજ્ઞયજીએ એ તરફ સંકેત કર્યો હતો. આ કામમાં હું વ્યક્તિગત રૂપમાં એમ માનું છું કે શિક્ષણ કરતાં પણ વધુ યોગદાન એક શિક્ષકનું હોય છે. હું સંસ્કૃત બિલકુલ જાણતો નથી પરંતુ સંસ્કૃત જાણનારા મારા મિત્રોએ મને કહેલું કે ‘આચાર્ય’ શબ્દનો એક અર્થ એવો પણ છે કે જે ‘આચરણથી શીખવે તે”. વ્યવસ્થા ગમે એટલી ખરાબ હોય પણ આપણે અધ્યાપકોએ પોતાને એક પ્રશ્ન તો પૂછવો જ જોઈએ કે ‘શું આપણું આચરણ એવું છે કે જેથી લોકો આપણને સહજરીતે આચાર્ય કહી શકે ? શું આપણા આચરણથી કોઈ કશું શીખી શકે તેમ છે ?’ હું જ્યારે અધ્યાપક હતો ત્યારે ખૂબ જ કડક હતો. વિદ્યાર્થીઓને ઘણીવાર ધમકાવતો. છ માસિક પેપર જમા કરાવવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો હોય તો પાંચ વાગ્યને પાંચ મિનિટે પણ હું કોઈનું પેપર લેતો નહીં; એ પછી ભલેને મારા પ્રિય વિદ્યાર્થી કે વિદ્યાર્થીની કેમ ન હોય. હું આટલી કડકાઈ રાખતો હોવા છતાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં એટલો જ લોકપ્રિય હતો. ફક્ત હિન્દી વિષયના જ નહીં પરંતુ સમગ્ર યુનિવર્સિટીના સૌથી વધારે લોકપ્રિય શિક્ષકોમાં મારું નામ હતું તેમ હું ગર્વ સાથે કહી શકું છું. આમાંથી મેં જે બોધ લીધો તે હું ખાસ કરીને મારા અધ્યાપકો સાથે વહેંચવા માગું છું. એ બોધ એ છે કે ભલે સ્કૂલના બાળકો હોય કે કૉલેજ અથવા યુનિવર્સિટીના; એ બધા કંઈ મૂર્ખ નથી હોતા. તેઓ જાણતા હોય છે કે શિક્ષક પોતાના સ્વાર્થને કારણે કયારે ધમકાવે છે અને વિદ્યાથીના હિતને કારણે કયારે ધમકાવે છે. તે એટલું તો સમજી શકે છે. જે શિક્ષક પોતાના સ્વાર્થ માટે વિદ્યાર્થીને ધમકાવતો હોય એની તરફ વિદ્યાર્થીઓ સ્વાભાવિક રીતે જ નફરત કરતા હોય છે. જે શિક્ષક વિદ્યાર્થીઓના હિત માટે એમને ધમકાવે છે એવા શિક્ષકની બે વાત સાંભળી લઈને પણ વિદ્યાથી શિક્ષકને પ્રેમ કરે છે - જેવી રીતે મારા વિદ્યાર્થીઓ મને કરતાં હતાં. હું એટલું ગર્વ સાથે કહી શકું છું કે જ્યાં મારો કોઈ વિદ્યાર્થી રહેતો હોય તે શહેરમાં હું રાત્રે બે વાગે પણ પહોંચી જાઉં તો પણ મને કોઈ અસુવિધા નહીં થાય. આજે હું એટલા સંતોષ સાથે કહી શકું છું કારણકે વિદ્યાર્થી-શિક્ષકમાં એક અલગ પ્રકારનો સંબંધ ઊભો થયો છે. એ સંબંધ આચરણને લીધે બન્યો છે. આપણે આપણા આચરણને જોવું જોઈએ. આપણે સદભાવની વાતો મોટી મોટી કરીએ અને આપણા ઘરના નોકર જોડે આપણો વતાંવ સદભાવરહિત હોય તો પછી ખાલી

વાતો વાતો જ રહી જશે. આ બે બાબતો - એક તો વિવેક એવો રાખવો કે આલોચનાત્મક રાષ્ટ્ર આપણે બનાવવું છે અને બીજું આપણું આચરણ. આ બંને બહુ જ મહત્વપૂર્ણ છે. આચરણથી જ આપણું મૂલ્યાંકન થશે. આ બે બાબતો સમજીએ તો આપણે ત્રીજી વાત પર પહોંચી શકીએ. આ ત્રીજી વાત એ છે કે વ્યાપક સામાજીક સદભાવના નિર્માણમાં શિક્ષણથી જોડાયેલા આપણે લોકો શું ભૂમિકા નિભાવી શકીએ ?

સદભાવ એટલે આપણે ભલે ગમે તે જાતિ, જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચે આટલું અંતર હોવા છતાં આપણામાં એક સામાન્ય ભાવ છે અને એ છે મનુષ્યતાનો ભાવ. મનુષ્યમનુષ્યમાં અંતર તો છે જ પણ મૂળભૂત બાબતોમાં તે સમાન છે. એ જે સમાન ભાવ છે ત્યાં સુધી પહોંચવાને જ હું સદભાવ માનું છું. બધા જ પ્રકારનું અંતર હોવા છતાં કોઈક સંવાદ છે. ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ફિનિક્સમાં આશ્રમ બનાવ્યો ત્યારે તેમનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ગાવામાં આવતું હતું. સાઉથ આફ્રિકાના જ એમના એક સાથી હતા. તેમણે ગાંધીજીને એમ કહ્યું કે આપણે એક વાર ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ની જગ્યાએ ‘ક્રિસ્તાનજન તો તેને રે કહીએ’ ગાઈને જોઈએ તો કેવું રહેશે ? ગાંધીજીને આ વિચાર ગમી ગયો. એમને થયું કે એ રીતે પણ ગાવું જોઈએ. રાજમોહન ગાંધીએ ગાંધીજીની બાયોગ્રાફીના પુસ્તકમાં આ પ્રસંગ ખૂબ માર્મિક રીતે લખ્યો છે. તેમણે એમ લખ્યું છે કે બહુ ઓછા લોકોએ નોંધ લીધી છે કે ગાંધીજીના અંતિમ દિવસો સુધી આ ભજન ‘વૈષ્ઠવજન તો તેને રે કહીએ ફક્ત એમ જ નહીં પરંતુ બે વધુ સંસ્કરણોમાં ગવાતું હતું, એક તો ‘ક્રિસ્તાનજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે” અને “મુસ્લિમજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે....’. ભલે આપ કોઈ પણ હો, દરેક પરંપરામાં હિંસા તો છે જ. હિંદુ પરંપરા હિંસાની અને ઈસ્લામ પરંપરા સહિષ્ણુતાની એવું કંઈ નથી. મનુષ્યની બધી જ પરંપરામાં હિંસા છે, અનાચાર છે, યુદ્ધ છે પરંતુ આ બધી પરંપરાઓ પછી મનુષ્ય હકીકતે શીખવા શું માગે છે ? ખરી બાબત એ છે. કોઈ પણ પરંપરાની સાર્થકતા તો એમાં જ છે કે જેનાથી આપણને સામેની વ્યક્તિની તકલીફ સમજવાનો બોધ થાય. બીજાની પીડા આપણે કેટલી સમજી શકીએ છીએ તે અગત્યનું છે. પોતાની પીડા તો આપણે બધા જાણીએ છીએ અને એના દુઃખડાં તો આપણે રોઈએ જ છીએ. સમાજના પીડિત લોકો સુધી તમે કેટલા પહોંચો છો એ મૂળ પ્રશ્ન છે. આ બધી વાતો આપણી શિક્ષણપદ્ધતિમાંથી સાવ બાકાત રાખવામાં આવી છે. આ બાકાત એટલા માટે રાખવામાં આવી છે કારણ કે આ બધી અગત્યની બાબતોને આપણે ઔપચારિકતા ગણી લીધી છે.

મિત્રો, વચ્ચે હું કેટલોક સમય એન.સી.આર.ટીની પાઠયપુસ્તક સમિતિનો સલાહકાર હતો. એ વખતે મારી સામે વારંવાર એક વાત આવતી હતી કે સ્કૂલોમાં નૈતિક શિક્ષણ અલગથી અપાવું જોઈએ. હું પણ એ રીતે ભણ્યો છું. હું થોડો ધમાલિયો હતો એટલે મારા શિક્ષિકાબેન મને કહેતા હતા કે, આ નૈતિક શિક્ષણના તાસમાં તો ખોટા બહાના ન બનાવ ! તો હું પૂછતો કે મેડમ, બીજા કોઈ તાસમાં બહાના બનાવું તો ચાલશે. ?..... નૈતિકતા જે હકીકતે આપણી સાથે ચોવીસ કલાક રહેવી જોઈએ એને આપણે એક કલાસના પિરિયડમાં થોડો સમય ભણવાની વસ્તુ બનાવી દીધી છે. ગણિત જરૂરી નથી કે આપણી

પાસે ચોવીસ કલાક રહે, ફિઝિક્સ જરૂરી નથી કે આપણી સાથે ચોવીસ કલાક રહે પણ વિવેક તો તમારી પાસે ઊઘતા-જાગતા કાયમ રહેવો જોઈએ. એને તમે સ્કૂલના અડધો કલાકના પિરિયડમાં સીમાબદ્ધ કેમ કરી શકો ? બાળક આમેય સ્કૂલમાં કંટાળતું હોય છે અને એને નૈતિકતાના નામે વધારે અડધો કલાક કંટાળવાનું આવે છે. મેં એ લોકોને કહ્યું કે તમે નૈતિક શિક્ષણને ફક્ત અડધો કલાક ભણાવવાની વસ્તુ સમજો છો ? એમણે કહ્યું કે બાળકો બગડતા જાય છે એટલે શું કરીએ ? પરંતુ મિત્રો, સાચી વાત એ છે કે માતાપિતાને પોતાના બાળકો પર ધ્યાન રાખવાની ફુરસદ નથી. તેથી માતાપિતા તરીકે આપણે બધું કામ સ્કૂલો પર નાખી દેવા માગીએ છીએ. તમારે જો એવી જ ઈચ્છા હોય તો બાળકોને કોઈ ગુરુકૂળમાં મૂકો. ગુરુકૂળમાં મૂકી તો તમે આચાર્યને કહી શકો કે બાળક ચોવીસ કલાક તમારી પાસે રહેતું હતું એટલે એ સુધરે કે બગડે તેની જવાબદારી તમારી છે. પરંતુ માતાપિતા તરીકે તમારી પાસે સમય નથી. તમે બાળકોને નૈતિકતા શીખવી નથી શકતા, તમે બાળકને શિષ્ટાચાર અને સભ્યતા શીખવી નથી શકતા એટલે એ કામ પણ સ્કૂલ કરે ? તમે પોતે રાતના બાર વાગ્યા સુધી બેસીને ટીવી જોવા માંગો છો અને બાળક પાસે આશા રાખો છો કે એ રાત્રે નવ વાગ્ય સુઈ જાય અને સવારે પાંચ વાગ્ય ઊઠી જાય ! કેમ ભાઈ ? તમે બાર વાગ્યા સુધી ટીવી જોશો તો એ તો રાતે બે વાગ્યા સુધી જોશે. એ જુવાન છે. એનામાં તમારા કરતા વધારે તાકાત છે.

બીજી એક વાત એ છે કે આપણા દેશમાં અધ્યાપક પાસે ભાતભાતના કામોની આશાઓ રાખવામાં આવે છે. વસ્તીગણતરી અધ્યાપક કરે, પોલિયોની દવા અધ્યાપક પીવડાવે, ગામમાં મંત્રી આવવાના હોય તો બધી દોડાદોડી પણ અધ્યાપક કરે. એ પછી પાછું એણે રાષ્ટ્રનિર્માણ પણ કરવાનું અને બાળકોનું ચારિત્રયનિર્માણ પણ કરવાનું !! આપ સૌ અધ્યાપકોએ સમાજને કહેવું જોઈએ કે સમાજ પહેલાં અધ્યાપકોનું સન્માન કરવાનું શીખે અને એ પછી આશા રાખે કે અધ્યાપકે શું કરવું અને શું ન કરવું જોઈએ. એ સાથે મારા પોતાના અનુભવને આધારે હું પૂરી વિનમ્રતાથી કહેવા માગું છું કે જો તમે ખરેખર વિદ્વાન હો, ખરા અધ્યાપક હો, તમારામાં યોગ્ય આચરણ હોય તો સન્માન તો તમને મળવાનું જ છે. આ સમાજ આપને સન્માન આપશે. કોઈક ગાળો આપતાં હોય તો આ જ સમાજમાં એવા લોકો પણ છે જે આપનું સન્માન કરતાં હોય. આથી સામાજિક સદભાવની વાત કરવી હોય તો પહેલી બાબત તો એ કે એને ‘સહિષ્ણુતા’થી અલગ કરવો જોઈએ. સદભાવ ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે આપણી જુદી જુદી ઓળખોમાં છુપાયેલા એક સમાન મનુષ્યભાવને ઓળખતાં શીખીએ. બીજાની અંદરના એ સમભાવની હાજરીને સ્વીકાર કરીએ અને એનો આદર કરીએ, સન્માન કરીએ. એ સન્માન સાથે વાર્તાલાપ કે સંવાદ કરીએ. એમાં લાગણી દુભાવાનું બંધ કરીએ. એવી બાબતોથી દૂર રહીએ. કોઈ મારા પ્રિય દેવી-દેવતાઓની આલોચના કરે તો એમાં મારે મારી લાગણી ના દુભાવવી જોઈએ બલકે એ આલોચનાનો જવાબ આપવો જોઈએ. એ પણ હિંસાથી નહીં, તર્કની રીતે કે વાદ-વિવાદને રસ્તે કોઈ પણ સભ્ય સમાજમાં હિંસા કરવાનો અધિકાર કેવળ રાજ્યસત્તાને હોવો જોઈએ. એ પણ ખૂબ નિયંત્રિત પ્રમાણમાં હોવો જોઈએ. જ્યાં સુધી આ બધી બાબતો માટે આપણે આપણા મનમાં સ્પષ્ટ નહીં હોઈએ,

ત્યાં સુધી મને નથી લાગતું કે સામાજિક સદભાવમાં જે આપણી જવાબદારી છે - શિક્ષાવિદોની, અધ્યાપકોની, વિદ્યાર્થીઓની - એને નિભાવી શકીશું.

આપણે સૌ ભણાવનારા લોકો છે. ભણાવતા લોકોનું કામ બનાવેલા મૂલ્યોની ફકત પ્રતિષ્ઠા જ કરવાનું નથી હોતું પણ સાથે નવા મૂલ્યોની ખોજ પણ કરવાની હોય છે. રવીન્દ્રનાથ ટાગોરે એમની એક નવલકથામાં અદ્દભુત વાકય લખ્યું છે જેનાથી હું મારી વાત પૂરી કરવા માગું છું. એમણે એમ લખ્યું છે કે સમાજ ખરી દિશામાં આગળ વધી રહ્યો છે કે નહીં, એને ઓળખવાનો રસ્તો એ છે કે એ સમાજ એટલો વ્યાપક થઈ રહ્યો છે કે નહીં કે જેથી વ્યક્તિઓને પોતાના વિકાસની તક આપી શકે. વ્યક્તિને વિકાસની તક આપવામાં માટે સમાજે વિસ્તરીત થવું પડશે. મિત્રો, દુર્ભાગ્યથી અત્યારે એવું લાગે છે કે ફક્ત આપણા દેશમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં સમાજ અને મનુષ્યનું ચિત્ત વિસ્તરિત થવાને બદલે સંકુચિત થતું જાય છે. સંકીર્ણતાથી જ કુંઠીતપણું આવે છે, આત્મહીનપણું આવે છે અને એનાથી જ હિંસા પેદા થાય છે. સામાજિક સદભાવને જો મેળવવો હોય તો સૌથી પહેલા વિસ્તરિત થવું જરૂરી છે. એ વિસ્તરિત થવાનું તો જ શકય છે જો આપણે આપણા આલોચનાત્મક વિવેકને સક્રિય રાખીએ. આસ્થા અને ભાવનાઓને યોગ્ય સ્થાન આપતાં એને આલોચના અને વિવેક પર હાવી ન થવા દઈએ. આપણી શિક્ષણવ્યવસ્થા ગમે તેવી હોય તે છતાં તેમાં થોડી ગુંજાશ છે. આ શિક્ષણ વ્યવસ્થામાં રહીને જ આપણને મહાન વિચારકો અને ચિંતકો મળ્યા છે એટલે થોડી તો ગુંજાશ એમાંથી નીકળી શકે છે. કહેવાનો અર્થ એ છે કે આ વ્યવસ્થામાં રહીને પણ આપણે કંઈક કરી શકીએ છીએ. વ્યવસ્થા બદલાશે. ત્યારે બદલાશે. જો આલોચનાત્મક અને વિવેકી સમાજ બનાવવામાં આપણે આપણું યોગદાન આપીશું તો સદભાવ માટે અલગથી પ્રયત્ન કરવાની જરૂર નહીં રહે. સામાજિક સદભાવ એ આલોચનાત્મક સમાજ માટે કુદરતી બાબત છે. એ જબરજસ્તી આરોપિત કરવાની વસ્તુ નથી. વિસ્તતપણું, આલોચનાત્મક વિવેક, આસ્થા-ભાવનાની રાજનીતિને રિજેક્ટ કરવાનું સાહસ - આ બધી વાતો આપણાં વિદ્યાર્થીઓને, મિત્રોને, પાડોશીઓને, શિક્ષણપધ્ધતિમાં અને લેખનમાં લાવી શકીએ તો સદભાવની વાત કરવાની જરૂર નહીં રહે એમ મને લાગે છે. સદભાવ આપ મેળે આવી જશે. ધન્યવાદ.(વક્તા : શ્રી સુદર્શન આયંગર)

આપ સૌને પ્રણામ. સૌપ્રથમ તો સામાજિક સદભાવના શું છે એનાથી શરૂ કરું એ પહેલાં તમને થોડીક બીજી વાત એ કરું કે મારા જેવો માણસ શિક્ષણમાં કઈ રીતે આવ્યો હશે, તે મને નાનપણમાં સમજાયું નહોતું. હું વિચાર કરતો થયો છું ત્યારથી મને ખ્યાલ આવે છે કે શિક્ષણ, શિક્ષકો, વાતાવરણ એ બધું માણસને મજબુત કરે છે અને પાયા તો એ જ નાખે છે. હૃદયનું સિંચન, ભાવનું સિંચન તો ત્યાં જ થાય છે. પરિવારમાં થાય છે પરંતુ તે ઉપરાંત શિક્ષણસંસ્થામાં શિક્ષકો વચ્ચે પણ થાય છે.

હું કચ્છ-ગાંધીધામમાં મોટો થયો છું. મૂળે દક્ષિણ-ભારતીય છું. અમારા બધા વડવાઓ કર્ણાટકમાં ગયેલા એટલે એ પછી અમે કર્ણાટકી થયા. પરંતુ મારા પિતા કચ્છમાં ગયા એટલે હું કચ્છી થયો અને પછી

ગુજરાતી થયો. એ પછી જે ગણો એ બધું થયો છું ! હું ગાંધીધામમાં સભાનપણે ભણ્યો હોઈશ એવો કંઈ મને ખ્યાલ નથી. ગાંધીધામ એટલે એવું ગામ કે જેનું અસ્તિત્વ 1947 પછી થયું છે. ત્યાં મેં મારા નાનપણના શ્વાસ લીધા છે. ત્યાં ભણાવનારા અનેક સિંધી શિક્ષકો ભાગલા પછી પોતાનું વતન છોડીને આવેલા. પરંતુ મને યાદ નથી કે કોઈ શિક્ષકે કોઈ વિદ્યાર્થીને વર્ગખંડમાં કે વર્ગની બહાર એવું કહ્યું હોય કે ‘મુસલમાન તો ઐસે હૈ, ઉન લોગો કોં તો મારના ચાહિએ.’. એમણે કયારેય એમ નહોતું કહ્યું. એમણે તો એમ જ કીધું કે ‘હમ સબ તો ગાંધી કે બંદે હૈ, જો હો ગયા સો હો ગયા. હમ તો ઈન્સાન હૈ, કિતને પ્રેમ સે રહેતે થે....’ આને તમે સદભાવના ગણી શકો. આ મારો પોતાનો અનુભવ છે.

મનુષ્યના આ સમાજમાં ભેદ પાડવાનું કામ તો ચાલવાનું જ છે. હું ભણતો ત્યારે ઘણાં મને પૂછતાં કે તું દક્ષિણ ભારતીય છે ? પંજાબી જુદા, મદ્રાસી જુદા અને એ બધું તો ચાલ્યા જ કરતું તેમ છતાં એ મજાક મસ્તીમાં સદભાવના કોઈ દિવસ મરી ગઈ હોય એવું મને લાગ્યું નથી. મારા બધા મિત્રો પ્રેમથી મારા ઘરે આવ્યા હશે અને મારી માએ તેમને જમાડયા હશે અને હુંય પચાસ ઘરે જઈને જમી આવ્યો હોઈશ. ગાંધીધામમાં કોઈએ મને નાત-જાતની વાત પુછી નથી. આ સદભાવના છે. આ મૂળ પાયા છે. એ પછી

હું અમદાવાદ આવતો થયો ત્યારે ટ્રેનમાં બેસું એટલે પહેલો પ્રશ્ન પૂછે કે તમે કેવા ?

સદભાવનાની આખી પ્રક્રિયા છે શું ? મનુષ્ય સમાજમાં સાથે રહે છે એ સહઅસ્તિત્વનો મુદ્દો છે ? આ તો પરસ્પરાવલંબની વાત છે. પર્યાવરણની અંદર રહીને મનુષ્યએ અંદર-અંદર પરસ્પર પોતાનું વાતાવરણ કેવું ઊભું કરવું જોઈએ એ મૂળ પ્રશ્ન છે. એ વાતાવરણ સારી રીતે પાંગરે એ માટે આપણે સામાજિક સદભાવનાની જરૂર છે. આ પાયાની વસ્તુ આપણે સ્વીકારવી પડે. સહઅસ્તિત્વ અને પરસ્પરાવલંબનને સમજવાની કોશિશ પશ્ચિમી સમાજે પણ કરી છે પણ ત્યાં વ્યક્તિને છૂટો પાડી દીધો છે. તે પર્યાવરણ અને વાતાવરણનો એક હિસ્સો નથી. એ વ્યક્તિ તરીકે સ્વતંત્ર રહેવા માંગે છે અને એમાંથી આ મોટી ગરબડ ઊભી થઈ છે. રાજ્ય શું કરે છે, બંધારણ શું કરે છે, કાયદો શું કરે છે એમ બધાં કહે છે પણ સદીઓ પહેલાના મનુષ્યને આમાંથી કોઈની જરૂર નથી પડી. ત્યારનો સમાજ ફેસ-ટુ- ફેસ” સમાજ હતો. મારી આગળના વક્તા પુરુષોત્તમભાઈએ સાચું કહ્યું કે મારી દીકરો જે રીતે મને સમજાવે છે એ રીતે હું મારા પિતાજીને નહોતો સમજાવી શકતો. એ આમાન્યાનો સવાલ હતો. મારે આમાન્યા જાળવવી જ જોઈએ એવો એ વખતે વિવેક રહેતો. એમાં ચૂક થઈ હોય અને આપણે અંધશ્રદ્ધા કે જડતામાં ભરાઈ ગયા હોઈએ તો એવા સમાજને જડતાથી મુક્ત કરવા ક્રાંતિની જરૂર પડે છે અને એ વિચારક્રાંતિથી જ થઈ શકે. એ રીતે આપણે આ સમાજનું અર્થઘટન કરવાનું છે. પશ્ચિમી કરતાં પૂર્વની વિચારધારા એ રીતે જુદી છે કે માણસ-માણસ સાથે ફક્ત બજારથી જોડાતો નથી. મનુષ્ય-મનુષ્યને પરસ્પરનો ભાવ એકબીજા સાથે જોડે છે. ગાંધીએ શેની મથામણ કરેલી ? આ તો એની મથામણ હતી ! શેની માટે એ ઊભો થયો ? હિંદ-સ્વરાજમાં એણે શું લખ્યું ? જોડનાર પરિબળ શું છે ? એ જોડનાર પરિબળની એણે વાત મૂકીને એમ કહ્યું કે “મને દેખાઈ રહ્યું છે કે આમાં પશુબળ છે.’ પરસ્પરાવલંબન સમજનાર મનુષ્ય જે દિવસે હરિફાઈમાં પડયો તે દિવસે વ્યક્તિ-વ્યક્તિ છૂટી થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં કૃષિ સભ્યતાની સાથે ખાનગી માલિકીનો પ્રશ્ન ઊભો થયો છે. એ પહેલાં મનુષ્ય જાતિમાં

કોઈ દિવસ ખાનગી માલિકીનો પ્રશ્ન નહોતો. કૃષિ સભ્યતા અહિંસક સમાજ સંગઠનની પહેલી રચના છે. એની અંદર ખાનગી માલિકીની બાબત આવી અને લોકો એમ કહેવા લાગ્યા ‘આટલી જમીનનો ટુકડો મારો છે.” જ્યારે મારું-તારું શરૂ થયું ત્યારે મનુષ્યને એમ પણ થયું કે ધારો કે મારો પાડોશી આવીને મારી પર હુમલો કરીને મારી જમીન લઈ જશે તો મારે શું કરવું ? ખેડૂત તો તલવાર લઈને કંઈ એકબીજા સાથે યુદ્ધ ન કરી શકે એટલે બધા ખેડૂતોએ ડહાપણનું કામ કર્યું અને એક માણસને બોલાવ્યો અને તેને કહ્યું કે ‘ભઈલા, અમે તારી પૂજા અર્ચના કરશું, તારા માથે મુગટ પહેરાવીશું, તને ઈચ્છા થાય તો તું બાર રાણી રાખજે. તને અમે રાજા કહીશું પણ તું અમને સાચવજે. અમારી ખાનગી સંપત્તિ કોઈ પડાવવા આવે તો તું અમારું રક્ષણ કરજે.” એ રીતે રાજાની પદ્ધતિ ઊભી થઈ. એટલે કે ખાનગી સંપત્તિની સુરક્ષા માટે, મારી વ્યક્તિગત જાન-માલની સુરક્ષા માટે, રાજ્યને જવાબદાર ઠેરવવાનું કામ કૃષિ સભ્યતામાંથી આવ્યું અને એ પછી એનું જે વરવું સ્વરૂપ થયું અને એમાં જે સામાજિક સદભાવનાનો હાસ થયો તે આપણે સમજવાનું છે.

ખાનગી સંપત્તિ પછીનો બીજો મુદ્દો છે વ્યક્તિગત સ્વતંત્રતાનો. એની માટે તો આખો પશ્ચિમી સમાજ ઝઝૂમ્યો છે. વ્યક્તિ સ્વતંત્રતામાં માનવી એવું માનતો થયો કે હું મારી સ્વતંત્રતા સંપૂર્ણપણે ભોગવીશ, બીજાની સ્વતંત્રતાને નુકશાન નહીં પહોંચાડું અને જો હું પહોંચાડું તો તંત્રગત હું એવી રચના કરીશ કે તંત્ર જે છે તે એના માટે જવાબદાર રહેશે. તંત્ર એટલે રાજ્યનો એક ભાગ. વ્યક્તિ પર દેખરેખ રાખવાનું કામ તંત્ર કરે અને મનુષ્ય મુક્ત છે. મનુષ્ય મુક્ત રીતે ગમે તે કરે એની માટેની છૂટ હોવી જોઈએ - આવી સ્વતંત્રતા માટે લડી લડીને આપણે એવા આરે પહોંચ્યા છીએ જેની અંદર આપણે ગે-લિબર્ટી સુધી પહોંચી ગયા છીએ. આપણે એમ માનીએ છીએ કે મનુષ્યને કંઈ પણ નક્કી કરવામાં એની વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ અને એમાં સમાજનું કશું કહેવાપણું રહેતું નથી. આ પરિસ્થિતિ પશ્ચિમી સમાજે આપણી સામે અહીં સુધી લાવીને મૂકી છે.

બીજી વાત એ છે કે આખા માળખાનો વિકાસ કરવાનું નક્કી થયું ત્યારે ઔદ્યોગિક માળખાની અંદર પર્યાવરણીય સંપત્તિ પર કાબુ કરવાનું શરૂ થયું. એટલે તમે એવા માળખા રચવાની શરૂઆત કરી કે જેમાં ફક્ત રાજકીય જ નહીં પરંતુ આર્થિકસત્તા પણ તમારે હાથમાં લેવી પડે. એવી પરિસ્થિતિ 1909 સુધી મોહનદાસ કરમચંદ ગાંધી ઈંગલેન્ડમાં ફરતાં ફરતાં જુએ છે. એમને થાય છે કે આમાં તો બહુ મોટી ગરબડ ચાલી રહી છે. આમાં તો આખો સમાજ રસાતળમાં જવાનો છે. એ માણસ ઊભો થાય છે અને કહે છે, ‘ભાઈ, થોભો.. આની અંદર મને માત્ર પશુબળ દેખાઈ રહ્યું છે.” સાધનસંપત્તિ સામે કોઈને વાંધો ન હોઈ શકે, ગાંધીને પણ નહોતો. અમર્યાદ સાધનસંપત્તિ માટે મુશ્કેલી હોય, સાધનસંપત્તિ મેળવવાના સાધનો અંગેની મુશ્કેલી હોઈ શકે – આ બધા પ્રશ્નો અંગે પશ્ચિમી સમાજના વ્યવહારમાં કોઈ ઊડું દર્શન સ્પષ્ટ થતું નથી. જે દર્શન સ્પષ્ટ થાય છે એ દર્શનની અંદર માળખાગત રીતે સામાજિક સદભાવનાનો હાસ થાય છે. આ સમજવાનું છે. આ વ્યવસ્થામાંથી તમે નહીં નીકળી શકો. આ શિક્ષણનો એટલો મોટી પ્રશ્ન નથી પણ આમાંથી નીકળવા માટેનો રસ્તો શિક્ષણનો છે એમ હું તમને કહીશ. કારણ કે ગાંધી અડધું નથી વિચારતા. ગાંધીએ પૂરું વિચાર્યું છે. આજે સામાજિક સદભાવનાનો અભાવ છે અને વધતો જાય છે એના માટે જે માળખાગત વ્યવસ્થા જે કરવામાં આવી છે, એ માળખાગત વ્યવસ્થાની અંદર નિહિત હિંસા છે જે સામાજિક સદભાવનાનો નાશ કરે છે. 2002માં થયું ત્યારે બધા બોલતા હતા કે અમુક કોમના લોકો બધા બહુ માથે ચડી ગયા હતા - આ બોલવું કે વિચારવું એ સદભાવનાનો હાસ છે. એ વખતે વાતો ચાલતી હતી કે ‘એમને પાઠ ભણાવ્યો એ સારું થયું, એમનો આર્થિક બહિષ્કાર કરી, એમને કોઈ કામ ન આપો.” સ્વાભાવિક છે કે માણસને રોટલો ખાવા તો જોઈશે જ. નહીં મળે તો એ ચોરી કરશે અને તમે એની જ રાહ જુઓ છો. એ પછી તમે કહેશો કે અમે તો કહેતા જ હતાને કે આ કોમ એટલે બધા દાણચોર. જુઓ આ કેવા ધંધાવાળા છે, હવે એમને ફાંસીએ ચઢાવી દો ! - આ માળખાગત વ્યવસ્થાની અંદર હિંસાનું સૌથી રૌદ્ર સ્વરૂપ આપણી સામે આવ્યું છે. તેમ છતાંય આ સ્વરૂપને આપણે ઓળખી નથી શકતા. આ જે છે તે ગાંધી ઓળખી શકે છે. માત્ર આ સંદર્ભમાં નહિ, વૈશ્વિક પરિપ્રેક્ષયની અંદર આ માણસ જોઈ શકે છે અને કહે છે કે આમાં કંઈક ગોટાળો થઈ રહ્યો છે અને આ રસ્તે જવા જેવું નથી.

સામાજિક સદભાવનાના પાયાની અંદર મનુષ્યએ પોતાના દર્શન વિશે પોતાની ચોખવટ કેળવી લેવી જોઈએ. એ દર્શનની ચોખવટ કેળવ્યા સિવાય સામાજિક સદભાવના ઉત્પન્ન થવાની નથી. જો મારું દર્શન ઉપર કહ્યું એવું હોય તો એ દર્શનની અંદર તો સામાજિક સદભાવના થવાની નથી, ઊલટા વકરવાની છે. હજી તો આપણે ઘણું ઓછું જોયું છે. હજી આગળ વધારે આવશે. આ બધા માઓવાદી અને નકસલવાદીઓને આપણે એટલો સવાલ તો કરવો જોઈએ કે તમારું માનવસમાજનું દર્શન શું છે ? અમે તમને સંપૂર્ણ સત્તા આપવા માંગીએ છીએ, તમે આવીને આ રાજગાદીએ બેસો, પણ તમે એ પછી શું કરવાના છો ? 2000 કરોડ રૂપિયાની પ્રતિમાઓ મૂકાવવાના છો ? આ દર્શનનો પ્રશ્ન છે. એટલે મેં કીધું કે સમાજ સાથે બેસીને આપણે સૌએ પહેલા સહિયારું દર્શન ઊભું કરીને મનમાં કેળવવાનો પ્રશ્ન છે અને ત્યાર પછી સદભાવનાની વસ્તુ આપોઆપ ગોઠવાશે એવું લાગે છે.

વળી, ઈતિહાસથી આપણે શીખવાનું છે. ઈતિહાસથી શું શીખવાનું છે ? હું ઈતિહાસથી આટલું શીખ્યો કે પ્રેમબળની અંદર જીવનારો સમાજનો એક વર્ગ કાયમ રહ્યો છે. પ્રેમબળથી જીવનારા સમાજની લાગણીઓ મુખરિત થઈ હોય તો તે સંતસમાજ દ્વારા થઈ છે. એ માટે કબીરને, તુલસીને અને ગાંધીને યાદ કરવાના છે. ગાંધીને તો આપણે માનીએ છીએ કે પારદર્શક વ્યક્તિત્વ હતું પણ કબીરેય કેવો પારદર્શક હશે જરા વિચાર તો કરો ! કહેવાય છે કે 102 વર્ષ એટલે કે કબીર ત્રણ સદીમાં જીવ્યા. કબીરની નિર્ભિકતા કેટલી બધી ! એ કેવો પારદશીં માણસ હશે કે તે બંને કોમને ખખડાવી શકે. તમે એની ઊચાઈનો તો વિચાર કરો ! એ સમાજમાં હિન્દુ-મુસ્લિમના ઝઘડા નહોતા થતાં એવું તો છે જ નહિ કારણ કે કબીરનું વિપુલ સાહિત્ય આ બંને કોમને ભેગાં કરવા માટે અને બંનેને લપડાકો મારવા માટેનું છે. બંને કોમ માટેની કબીરની વાતો એ સમાજની અંદર પેસી ગયેલી જડતાની ગતિશીલ ક્રાંતિ છે. એને સમાજ સાંખે છે. એ પરથી લાગે છે કે સદભાવનાના મૂળિયાં મરી નથી પરવાયાં, સુકાઈ નથી ગયાં. સમાજની જડતા સામે ક્રાંતિ લાવનારા પારદશી વ્યક્તિત્વો સમાજમાં થાય છે અને ખાસ કરીને ભક્તિમાર્ગની અંદર સંત પરંપરામાં આ દેશમાં પુષ્કળ એવું કામ થયું છે. મોરારિબાપુ એ જ કરી રહ્યા છે

તે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ગાંધીજી પણ વારંવાર સમાજને ટકોર કરતાં કહે છે કે જો તમે હિંસક વસ્તુ અપનાવશો તો પરિણામ પણ હિંસક જ આવવાનું છે. કોણ કોને પાઠ ભણાવે છે એ અગત્યનું નથી, જેટલું હું શેના વડે પાઠ ભણાવું છું તે અગત્યનું છે. એટલે જ ગાંધીએ એમ કીધું કે મારા માટે બળ એ આત્મબળ અને પ્રેમબળ છે.

એ પ્રેમબળની અંદર જે સમાજરચના કરવા માંગે છે તેની અંદર એક બીજો મુદ્દો સમજવા જેવો છે. પ્રેમબળની સૌથી મોટી શક્તિ મેળવવાની નહીં આપવાની છે. પોતાની જાતને ખોવાની છે. પોતાની જાતને ખુવાર કરવાની છે. ગાંધી આ વસ્તુ સમજે છે. ‘મારે મારા દુશમનને પ્રેમ આપવો છે અને એમ કરવા જતાં મારો જીવ જતો રહે તોય મારી એટલી તૈયારી છે. મારે એને પ્રેમથી બદલવો છે.” - આ પ્રેમબળનું શસ્ત્ર ગાંધીજી માટે સૌથી અગત્યનું છે. હિંદસ્વરાજની અંદર ગાંધી તુલસીના ‘પાપમ્લ અભિમાન’ની જગ્યાએ ‘દેહમૂલ અભિમાન’ એવો શબ્દ વાપરે છે. હિંદસ્વરાજ પુસ્તક લખતી વખતે ગાંધીને જાણે કોઈ ભૂત વળગયું હોય એવું થઈ ગયેલું. તેથી તેઓ લખે છે કે “લખતાં લખતાં જમણો હાથ થાકયો તો ડાબા હાથે લખવાનું ચાલુ રાખ્યું. મારાથી હવે રહેવાતું નથી, મેં ઘણું વાંચ્યું, ઘણું જોયું, ઘણું સાંભળ્યું એટલે મારે હવે આ વાત મૂકી દેવાની છે” – એવી તત્પરતા અને ઉત્કટતાથી લખનાર મોહનદાસ કરમચંદ ગાંધીના આખા દર્શન અને વિવેચનની અંદર કોઈ મુખ્ય બાબત હોય તો એ છે કે આ આધુનિક સભ્યતા દેહકેન્દ્રી છે. એના કેન્દ્રમાં શરીર છે અને એનાથી બીજી દિશામાં મારે આ સમાજને વાળવો છે એટલે કદાચ એ દોહો લખતી વખતે એમણે ‘પાપમ્લ અભિમાન’ની જગ્યાએ ‘દેહમૂલ અભિમાન’ લખ્યું હોય. આવી એક શકયતા છે. આવી મારી સમજ છે. જે હોય તે, પણ મૂળે ગાંધી આપણને કહેવા માગે છે કે આ દેહ પર જે આખો સમાજ તમે ઊભો કરી રહ્યા છો એની ઘણી બધી મર્યાદાઓ છે. ગાંધી કહે છે કે સદભાવના સાધવી હોય તો એવા પ્રેમબળના માણસે કે જેની આખા સમાજ માટે પોતાની જાતને ઘસાવાની તૈયારી હોય; એનાથી શરૂ થવી જોઈએ. એ શરૂઆત આપણે આપણાથી કરવી જોઈએ. સમાજ માટે ઘસાવાનું હોય તો મારા દેહ માટે મારી કુલ જરૂરિયાતો તો અત્યંત સીમિત થઈ જવાની છે. ગાંધી જુદી જુદી દિશામાંથી જુદી જુદી રીતે વાત લાવી રહ્યા છે. મનુષ્યએ પોતાના દેહની જરૂરિયાતો ઓછી કરવી એટલે શું ? ધારો કે પંખાથી ચાલી જતું હોય તો એ.સી. ન નખાવતાં. એ મૂળ વાત એમ કહે છે કે દેહકેન્દ્રિત ન થતાં, તમારી અમુક કુદરતની સામે અને મનુષ્યની સામે સહન કરવાની અને ગુમાવવાની તૈયારી હશે તો મનુષ્યને પણ સહન કરવાની સહનશીલતા વધશે. આવું એમનું દર્શન અને એવો એમનો વ્યવહાર રહ્યો છે.

હવે અન્ય એક મુદ્દો જોવાનો થાય તે એ છે કે પશ્ચિમી સમાજ એ જ્ઞાનમાર્ગની શાખાઓ છે. હું જ્યારે કહું છું કે પશ્ચિમી સમાજમાં બધું ખરાબ છે, ત્યારે મારો કહેવાનો અર્થ એવો નથી. ગાંધી પણ એ સ્વીકારે છે. પહેલી વખત વિદ્યાથી તરીકે લંડન ગયા અને ત્યાર પછી પણ જ્યારે ઈંગલેન્ડ ગયા ત્યારે ત્યાંની શહેરી વ્યવસ્થાથી એટલા તેઓ બધા પ્રભાવિત હતાં કે કલકત્તા કોંગ્રેસની અંદર જાજરૂ સાફ કરવાનું કામ તેઓ આખો વખત હિન્દુસ્તાનમાં રહ્યા હોત તોય એમને ન આવડયું હોત. એ ત્યાં જોઈ આવેલા કે ત્યાં કેટલી ચોખાઈ હોય છે. માણસ રોગ પરનો વિજય હિન્દુસ્તાનમાં નથી પામ્યો. આપણે શરીરને સમજીને કુદરત સાથે મળીને રહેવાના સારા પ્રયાસો કર્યા છે. એને નકારી કાઢવાના નથી. એ અપનાવવા જેવા છે પણ એની સામે કુદરતને જ્ઞાનમાર્ગ દ્વારા સમજીને શું ચાલી રહ્યું છે અને કેમ કરીને મનુષ્ય પોતાનું આયુષ્ય વધારી શકે, એના માટે કોઈ જો પ્રયાસ થયા હોય તો તે વિજ્ઞાન દ્વારા પ્રયાસો થયા છે તે છે. તમે વિચાર કરજો કે સંસ્કૃતિ અને શબ્દોને બહુ મોટા સંબંધો છે. તમે જોઈ શકશો કે કેટલાક શબ્દોનો અનુવાદ થઈ શકતો નથી. અંગ્રેજીમાં 'Sanitation' શબ્દનું ગુજરાતી થઈ શકતું નથી. એ ત્યાંની સંસ્કૃતિમાંથી નિષ્પન્ન થયેલો શબ્દ છે. પછી આપણે ‘જાહેર સફાઈ’ વગેરે શબ્દ વાપરીએ પણ એ બરાબર યોગ્ય નથી. દરેક સંસ્કૃતિમાં એ રીતે જુદું જુદું છે. આપણે ત્યાં એક શબ્દ છે ‘વિવેક’ એનું કોઈ અંગ્રેજી નથી. કારણ કે વિવેકમાં જે અર્થ નિહિત છે તે સંસ્કૃતિમાંથી નિષ્પન્ન થયો છે. મનુષ્યએ જીવાતા જીવનમાં જ્ઞાન અને ભક્તિનો અનુભવ કર્યા બાદ એના કરતાં જે ઊચી પરિસ્થિતિ છે તે વિવેકથી મેળવાય છે. આ શબ્દ આપણી સંસ્કૃતિની ઉપજ છે. પશ્ચિમની સંસ્કૃતિ એ જ્ઞાનની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ ભક્તિની સંસ્કૃતિ છે. પરંતુ આપણે ભક્તિ કરતાં અંધવિશ્વાસ તરફ વધુ જતા રહ્યા છીએ, તે જરા મુશ્કેલી છે.

જ્ઞાન અને વિવેકમાંથી ગાંધી શું પેદા કરે છે તે જોવાનું છે. કોઈ પણ જગ્યાએ સમાજિક સદભાવનાનો અભાવ થયો હોય ત્યાં શસ્ત્ર ઉગામવાની જગ્યાએ ગાંધી આ આધારે કહે છે કે ‘સત્યાગ્રહ કરી ને ભાઈ !’ સત્યાગ્રહની વાત ગાંધીની અંદર જ્ઞાન અને ભક્તિથી ઉપર જઈને વિવેકથી મેળવેલું શસ્ત્ર છે એ વસ્તુ આપણે સમજવી જોઈએ. આવી દેન આખી દુનિયામાં ગાંધી સિવાય કોઈએ આપેલી નથી. એ એની અણમોલ દેન છે. એનો આખો કાયદાનો, પશ્ચિમી વિશ્વનો અભ્યાસ અને નાનપણથી શીખેલો ભક્તિનો મંત્ર ‘રામ’ – એ બંનેને ભેગા કરીને કીધું કે હું સત્ય શોધક છું અને તેથી મારે સત્યાગ્રહ કરવાનો છે.

શિક્ષણ વિશે ગાંધીએ કહ્યું કે હૃદય કેળવો, હાથ કેળવો અને મસ્તિષ્ક (Hand. Heart and Head) કેળવો. આપણે ફક્ત Head માં પડયા એટલે દશાનન થઈશું. આપણે બધા દશાનન થવાની તૈયારીમાં છીએ. મગજમાં આપણે કેટલું બધું ભરી દઈએ છીએ ! માણસના હૃદયને કેળવવાની પ્રક્રિયા શિક્ષણમાં થવી જોઈએ. આ સમજ્યા વગર આપણે તો એમ નક્કી કરવા માંડયા છીએ કે પહેલા જ ધોરણથી અંગ્રેજી દાખલ કરી દેવાનું છે ! એવું કરીને જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ થાય તે ખોલી દેવાની છે - તો એમાં બીક એવી છે કે તેમાં Headનો વિકાસ થશે, પણ Heart અને Handનો વિકાસ નથી થવાનો. ગુજરાતની ધરતી પર બુનિયાદી શિક્ષણની એટલી બધી સંસ્થાઓ આજે જે છે તે મુશ્કેલીમાં મુકાઈ છે. આપણે સમાજના નાગરિકો તરીકે કોઈ એક વ્યક્તિ પણ ચિંતા કરતું નથી. ગાંધીએ શિક્ષણના જે પાયા અહિંસક સમાજરચના માટે ગોઠવેલા છે, એ શિક્ષણ સંસ્થાઓની આટલી ખરાબ પરિસ્થિતિ છે - જેના માટે સંસ્થાઓ પણ જવાબદાર છે, રાજ્ય પણ જવાબદાર છે. આ વસ્તુ જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે સામાજિક સદભાવના મેળવવા માટે કેળવણીનો રસ્તો તો આપણે આપમેળે બંધ કરીને બેસી જઈએ છીએ. ગાંધીજીએ કહેલી ‘નયી તાલિમ’ના પાયા જ આ છે. અત્યારે તો કોર્પોરેટ જગત જેમ ઈચ્છે એ જ પ્રોડયુસ કરવામાં આવે છે. આમ નહીં કરીએ તો આપણો સફાયો થઈ જાય એમ લોકો માને છે. હકીકતે તો કોર્પોરેટ જગતને જે જરૂર છે એ તો ટ્રેનિંગ આપીને મેળવી જ લે છે. તમે એમ માનો છો કે MBA થયેલા લોકો કોપોરેટ જગત માટે નોકરીને લાયક છે ? એ લોકો તો એમ જ માને છે કે ઠીક છે કે આ વ્યક્તિ છ વર્ષ અંગ્રેજી-ગણિત કંઈક શીખ્યો છે તો એને દાખલ કરી. પછી બધું જ ‘On-JobTraining' પર જ ચાલતું હોય છે. એ લોકો તો ઉમેદવારની એટલી જ તપાસણી કરે છે કે એ થોડો હોંશિયાર છે કે નહિ. બાકીનું એમને કંઈ જોવાનું હોતું નથી. એમાંય આપણે એમનું કામ સહેલું કરી આપીએ છીએ કારણ કે MBA એટલે મેરિટ લિસ્ટ ! એ લિસ્ટમાં હોય એ બધાને દાખલ કરી દેવાના ! પછી એને ટ્રેનિંગ આપી દો ! - આ આપણે કરવા જેવાં કામ નથી. આપણે કોર્પોરેટ જગતની Responsibility નથી. આપણી સ્કૂલોની અંદર આપણે શું લખીએ છીએ ? તમસો મા જ્યોર્તિામય, સા વિઘા યા વિમુક્તયે આ વિદ્યા એટલે કોપોરેટમાં નોકરી મળે એની જ વિદ્યા ? એવું ના હોય ભાઈ. આ શિક્ષણ પાસે બહુ અપેક્ષા ના રાખતા. દુકાન ચલાવવા માટે ઠીક છે. શિક્ષણનું વ્યાપારીકરણ થાય તો એને ખાનગીકરણ ન કહેવાય. શિક્ષણને શિક્ષણ તરીકે ચલાવશો, નાગરિક પેદા કરવાની કોશિશ કરશો તો એ સદભાવી નાગરિક જ થવાનો છે. એને આ ગાંધીના રસ્તે ‘નયી તાલીમ’માં નાખવો પડશે. બાકી તો બધું શીખી શકાય પણ મુખ્યત્વે એનું હૃદય કેળવવાનું છે. હૃદયની અંદર સિંચન કરવાની જરૂર છે. હૃદય-સિંચન કરવાથી જ આ થવાનું છે. ધન્યવાદ.

પ્રથમ દિવસ : બીજી બેઠકો વિષય : સામાજિક સદભાવના અને કલા-સાહિત્ય.-મધ્યાહન ભોજન અને વિરામ બાદ પ્રથમ દિવસની બીજી બેઠક બપોરે બરાબર સાડા ત્રણ કલાકે શરૂ થઈ હતી. આ બેઠકનો વિષય હતો ‘સામાજિક સદભાવના અને કલા-સાહિત્ય’. બેઠકનું સંચાલન જાણીતા હાસ્યલેખક શ્રી રતિલાલ બોરીસાગરે કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ જાણીતા સાહિત્યકાર શ્રી મણિલાલ. હ.પટેલ તેમજ સુપ્રસિદ્ધ ફિલ્મ કલાકાર ફારુખ શેખે આ વિષયને અનુલક્ષીને પોતાનાં વક્તવ્ય રજૂ કર્યા હતાં. આ બેઠકના અનુસંધાનમાં રાત્રિ કાર્યક્રમ અંતર્ગત ફારુખ શેખ અભિનિત ફિલ્મ ‘ગર્મ હવા’ સ્કીન પર બતાવવામાં આવી હતી. ચાલો, આપણે આ બીજી બેઠકના બંને મહાનુભાવોને માણીએ.

(વક્તા : શ્રી મણિલાલ હ. પટેલ)

ઉશનસનું ઘાસ વિશે એક નાનકડું કાવ્ય છે :

સવારે શિક્ષણ દ્વારા સદભાવનાને કેવી રીતે સંકોરી શકીએ એની વાત થતી હતી ત્યારે ઉમાશંકરની યાદ આવે. ઉમાશંકરે એ જ વાત જુદી રીતે કહી. ઉમાશંકરે કેટલાક કાવ્યોમાં આ વિચારો મૂકેલા છે તે જરા જુદી રીતે અહીં રજૂ થયેલાં. ઉમાશંકરની બહુ જાણીતી મુક્તક જેવી પંક્તિઓ છે. ગાંધીએ જે કેળવણીની વાત કરી અને પછી જે ઉત્તમ નમૂના પેશ કર્યા એ પછી તે રીતે કામ કરતી લોકભારતી કે પિંડવળની સંસ્થાઓ કે ઉત્તર ગુજરાતની એ પ્રકારની સંસ્થાઓ તરફ નજર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે એ બધી સંસ્થાઓએ ‘હૈયું મસ્તક અને હાથ’ – આ ત્રણેયની કેળવણીની વાત કરી. આ સંસ્થાઓમાં મેં જોયું છે કે પરિણામો જુદાં છે. હું પોતે પાંત્રીસ વર્ષથી શિક્ષણના ક્ષેત્રમાં જોડાયેલો છું તેથી મારો અનુભવ છે કે જો આપણી ખરેખરી નિસ્વબત હોય અને આપણે સાચી નિષ્ઠાથી કામ કરતાં હોઈએ તો એના પરિણામો અચુક આવે છે અને સારા આવે છે. હું તો એમ કહેવાની પણ છૂટ લઉં કે જ્યાં શિક્ષક ઊણી ઊતરે છે કે ઓછી ઊતરે છે ત્યાં જ પરિણામો આપણે ધારીએ છીએ તે પ્રકારનાં આવતાં નથી. ઘણા બધા કારણો શિક્ષકો આગળ ધરે છે એ જુદી વાત છે. શિક્ષકે વિદ્યાર્થી મટયા વગર શિક્ષક બનવાની ભૂમિકા ભજવવાની છે.

સૌથી અગત્યની છે હૃદયની કેળવણી. હું માનું છું કે સાહિત્ય આપણને વિચારવા પ્રેરે છે. સાહિત્ય આપણને શાણા પણ બનાવે છે. સાહિત્ય આપણને તિતિક્ષા શીખવે છે. સાહિત્ય આપણને ધીરજ બંધાવે છે. સાહિત્ય આપણને જગતને જોવાની દષ્ટિ આપે છે. આપણને પરંપરાઓમાંથી કેટલીક ઉત્તમ વસ્તુઓ કેમ સારવી લેવી એ શીખવે છે અને વર્તમાનના વિષને એટલે કે વર્તમાનની વિષમતાઓને કેમ જોવી, એમાંથી જેટલું સમાધાન થાય તે કરીને આગલા સમયને જોવો - એ પણ સાહિત્ય શીખવી શકે છે. એટલે આરંભમાં મેં ઉશનસના કાવ્યની વાત કરી. જે સંસ્કૃતિમાં એક ઘાસનું તણખલું તોડવાની પણ મનાઈ હોય એ સંસ્કૃતિમાં આપણે કેટલો બધો વિનાશ કરીને યંત્રસંસ્કૃતિના ખોળે જઈને બેઠાં. આપણે જો પ્રકૃતિને સાચવીને યંત્રસંસ્કૃતિ રચી હોત તો આજે જે આપણે લાય-લાય છીએ તે લાય-લાય ન હોત. જે માનવ સમાજ પ્રકૃતિનો આવો વિનાશ કરે અથવા તો પ્રકૃતિને ઓળખે જ નહિ એનું તો શું કહેવું ? આપણામાંથી એવા કેટલા માણસો હશે જે આપણી આસપાસના બધા જ ઝાડને ઓળખતા હોઈએ ? બે-પાંચ ઝાડને જ આપણે જાણીએ. એવું જ આપણું બે-પાંચ ફૂલો અને બે-પાંચ પંખીઓ વિશેનું છે. જો આપણે આપણા પરિસરને પણ ન જાણીએ તો આપણો વિદ્યાર્થી કયાંથી જાણવાનો હતો ? આપણો અધ્યાપક, આપણો બેંકનો કર્મચારી, પોસ્ટઓફિસનો માણસ એ જો આ પરિસરને ન જાણતો હોય તો તો પછી. તમને એમ થશે કે એ વગર કશું બગડી નથી જતું, પણ એવું નથી. એનાથી ઘણુંબગડી જાય છે. એમ થવાથી ઈન્દ્રિયો જુઠ્ઠી અને બુઠ્ઠી થતી જાય છે. દુર્ગધ આવે ત્યારે જ વિદ્યાર્થીને ખબર પડે છે કે એને નાક છે ! વિદ્યાર્થીને એમ નથી થતું કે હું આ પસાર થઉં છું અને આ જે મહેક આવે છે તે મોગરાની છે અથવા સાંજ પડી છે તો કોઈના આંગણે મધુમાલતી હોરી ઊઠી છે. એને એટલી ખબર ન પડે તો એ એટલો જડ જ છે. ધ્યાન રાખો કે જીવન વિસંવાદોથી ભરેલું છે, જીવન સમસ્યાઓથી ભરેલું છે. જીવન તો આક્રમણ જ કરે છે. તમારી અને મારી બધી ઈન્દ્રિયોને બુઠ્ઠી અને જુઠ્ઠી કરી દેવાનું કામ જીવન કરે છે. યંત્રસંસ્કૃતિએ તો બળતામાં ઘી હોમર્યું. એ બધું ધાર પાડવાનું કામ કરે છે તો એની સામે સાહિત્ય, પ્રકૃતિ અને કળાઓ ધીમે ધીમે પેલી ધાર ન પડે અને આપણા જીવનને ધાર નીકળે અને આપણી સંવેદનાને ધાર નીકળે તેમાં મદદ કરે છે.

ઉમાશંકરે એટલે જ કહ્યું કે આ દુનિયામાં માનવી એકલો નથી. પંખીઓ, વનસ્પતિ વગેરે અનેકઘણું છે. પ્રકૃતિને ઉવેખીને માણસ સ્વપ્નમાં પણ સુખની છાયા નહીં પામી શકે. આજે આપણે સ્વપ્નમાં પણ સુખની છાયા માટે તલસીએ છીએ એવી ભૂમિકાએ પહોંચ્યા છીએ. દરેક જમાનો બત્તી ધરતો જ હોય છે. મેઘાણીએ એમના જમાનામાં જે ફરિયાદો કરેલી એ આપણે આજે એમના પુસ્તક ‘પરિભ્રમણ ભાગ-1- 2'માં વાંચીએ તો આપણને એમ લાગે કે “ઓહ ! એમના જમાનામાં પણ એમણે એમ કહેલું કે માણસો વાંચતા નથી ? નકામા પુસ્તકો પ્રગટ થાય છે, આને વાર્તા ન કહેવાય....’ વગેરે અનેક ફરિયાદો આજે પણ છે જ. પ્રકૃતિથી જેમ જેમ આપણો વિચ9દ થતો જાય છે તેમ તેમ આપણે સંવેદન જડ થતા જઈએ છીએ. આપણી સંવેદનાને સાબૂત રાખવાનું કામ ઘણે અંશે આપણે પ્રકૃતિ અને સાહિત્યમાંથી કરી શકીએ એમ છીએ. વિષમ જીવન અને યંત્રસંસ્કૃતિ માણસને વધારે ને વધારે લાગણીશનન્ય અને સંકુચિત બનાવે છે. સાહિત્ય તો કલાઓ દ્વારા પ્રકૃતિનો સહારો લઈને પણ માણસની સંવેદનાને ધાર કાઢવાનું કામ કરે છે.

ઉશનસે જે ઘાસની વાત કરી એ ઘાસની તમે તાકાત તો જુઓ ! આપણને એમ કહેવાનું મન થાય કે ‘ઘાસ સત્ય, જગત મિથ્યા...” ઘાસ આપણે નહોતા ત્યારે પણ હતું અને આપણે નહીં હોઈએ ત્યારે પણ એ તો હોવાનું જ. એ ઘાસ ધીમે ધીમે વગડામાંથી ફળિયામાં આવે છે, ફળિયામાંથી શેરીમાં, શેરીમાંથી આપણા ઊબરા પર આવે છે અને આપણા ઉબરેથી છેક ઘરની અંદર પ્રવેશવાની કોશિશ કરે છે. થોડાક દિવસ આપણી ગેરહાજરી હોય તો એ ઊગી જાય છે - રાજાના રાજમહેલમાં, ભીંતો પર, સિંહાસનો પર અને છેક ઉપલા માળ સુધી ઘાસ ઊગી જાય છે. એની તાકાત જુઓ ! માણસ તરીકે આપણે કુદરતને પણ જાણવી પડે અને પોતાની પ્રકૃતિને પણ જાણવી પડે. જયન્ત પાઠકે ‘વગડાનો શ્વાસ’ નામની એમની રચનામાં આ વાત સરસ રીતે કહી છે. ‘આ નભ ઝૂકયું તે કાનજી'ના કવિ પ્રિયકાન્ત પણ એ વાત કરેલી છે. પ્રકૃતિમાં માત્ર સૂરજની ગેરહાજરી થાય અને સાંજનો એક જુદો ચહેરો આપણી સામે આવે છે. સાંજની એક જુદી સુગંધ આપણને ઘેરી વળે છે. એ જ રીતે સવારે સૂર્યોદય પૂર્વે અને સૂર્યોદય થાય એટલે અને એ પછી થોડી કરડી સવાર થાય અને પછી બપોર થાય – આ બધી જ વખતે એની સુગંધો જુદી હોય છે. ઋતુ પ્રમાણે સુગંધ જુદી હોય અને મોલ પ્રમાણે જુદી હોય. ડાંગરની જુદી હોય. મકાઈના ખેતરને છણગા આવ્યા હોય, મૂછિયા ફૂટયાં હોય અને પસાર થઈએ ત્યારે એક જુદી સુગંધ હોય. એમાંથી પસાર થતો પવન હળુ-હળ ઝાંઝર બજાવતો હોય છે. કોઈ વહુવારુ બે જણીઓ દાતરડા લઈને નીકળી હોય અને કોઈ અલક-મલકની દુનિયામાં એ શેઢે ઘાસ વાળતાં વાતો કરતી ડૂબી ગઈ હોય તો આ વઢાતા ઘાસ પછીની એક સુગંધ, લણાતા મોલ પછીની એક સુગંધ – આ બધી જ વસ્તુઓ આમ તો આપણા માટે છે. એ બધું જ લઈને આપણે આવેલા છીએ. આ બધી જ વસ્તુઓ મળીને આપણે બનીએ છીએ. ‘હોવાપણું અનેક રીતે સમૃદ્ધ હોવું જોઈએ.

જયન્ત પાઠકની કવિતા પણ કંઈક આવા ભાવો પ્રગટ કરે છે. આવું એક રૂપકડું કાવ્ય દરેક શિક્ષકના ખિસ્સામાં હોવું જોઈએ તો એને સદભાવ-સમભાવનો ખ્યાલ આવે. પરંતુ આપણે ત્યાં તો બધી જ જવાબદારીઓ ભાષા શિક્ષકના માથે મૂકીને અન્ય અદ્યાપકોએ પોતાના માથેથી દાવ ઊતારી દીધો છે. એ લોકો એમ માને છે કે કલ્પનાઓ બધી ભાષા શિક્ષકોએ કરવાની, અમારે શાની કલ્પનાઓ કરવાની ? ત્યારે એમ કહેવાનું મન થાય છે કે પી.સી. વૈદ્યને વાંચો. એમના ગણિતના અને અન્ય પુસ્તકો વાંચો તો ખબર પડશે કે ‘ક્રિએટીવીટી’ તો ત્યાં પણ એટલી જ છે. જે માણસ પ્રકૃતિને અને એની એકાદ લીલાને પણ ન જાણતો હોય, એ માણસ પોતાનું એવું કોઈ સંવેદન ઊછેરી શકતો નથી કે બીજા સુધી પહોંચાડી શકતો નથી. એટલે જ કળાઓની અને સાહિત્યની જરૂર તો જમાનાઓથી છે. દરેક ભાષાને, દરેક પ્રજાને, દરેક જમાનાને પોતાનું સાહિત્ય, ભલેને એ લોકસાહિત્યરૂપે હતું કે પછી પોતાના ધર્મશાસ્ત્રરૂપે હતું - પણ એ બધું હતું તો આજે આપણે આ સ્થિતિમાં છીએ. પરંતુ તેમ છતાં દરેક જમાનામાં કવિતા પાસે આપણે કંઈ દળણાં ન દળાવી શકીએ. એણે કયારેક તો આનંદ આપવાનો છે ને ! જો કવિતા પાસે પણ આપણે વૈતરાં કરાવવાના હોય તો મને લાગે કે નિબંધો શું કરશે ? હવે તો નિબંધો પણ લલિત થયા છે. સાહિત્યકારનો શબ્દ પરોક્ષે પણ આનંદ આપ્યા પછીયે વાત તો જીવનની જ કરે છે. જીવન માટે પથ્થ શું છે એનો સંકેત જ કરે છે. કવિતા રચતા મૂર્ધન્ય કવિની બહુ મોટી રેન્જ હોય છે. જેને સાચકલાં કવિઓ કહેવાય એની આ વાત છે. આજે જેમ અનેક લોકો કવિ બની જાય છે એવાંની આ વાત નથી. એ તો જો કે નર્મદના જમાનામાં પણ હતા. કાળ બધાને ઓળખે છે, કાળ બધાની વલે કરતો હોય છે. આજે નહીં-નહીં તોયે 400-500 જણાં ગઝલો લખે છે; નીચે એક જ નામ લખો તો ચાલે એવી ગઝલો - માત્ર પાંચ-સાત જણને બાદ કરતાં. એક સંગ્રહ મારી પાસે આવે છે અને મને થાય છે કે કેટલા બધાં વૃક્ષોનો વિનાશ થયો. એટલે એ લોકો હવે બ્લોગ કરતાં થયાં છે. એ લોકો જુદી જુદી રીતે પ્રકાશન કરતાં થયાં છે. ખેર, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય છે. પણ હું એ કહી રહ્યો હતો કે સાચકલાં કવિનો વિસ્તાર બહુ હોય છે. એ નાનકડી વાત કહે પણ તેમાં ઊડાણ અને વિસ્તાર ખૂબ હોય છે. એવા કવિ પ્રિયકાન્ત મણિયાર ‘એ લોકો’ નામના કાવ્યમાં ખૂબ સરસ વાત કરતાં કહે છે :કવિનો કેટલો બધો આક્રોશ આ કાવ્યમાં છે ! કવિ હોવું વરદાન ભલે હશે પણ એ બહુ જ પીડાદાયક છે. વહાલો વેઠવા માટે આપણી વરણી કરે ને એ સદભાગ્ય કહેવાય. કવિનું એ સદભાગ્ય છે. વેઠયા વિના તો કોઈ શબ્દ આવતો નથી. આવ્યો હોય તો તમે જોજો એમાં એવી બરકત નહીં હોય. સાચકલાં અન્ય એક કવિ ઉમાશંકર ‘રહ્યાં વર્ષો નામનાં સોનેટમાં સદભાવને વાચા આપતી એક સુંદર બાબત લખે છે કે માણસ ભોળાભાવે જમાનાને પલટવા જાય તો એ પોતે જ પલટાઈ જતો હોય છે. જમાનો એનો સમય આવે છે ત્યારે બદલાય છે. શિક્ષણ આવે, સગવડો આવે અને સગવડો પછી જો માણસનામાં સાત્વિકતા હોય તો ધીમે ધીમે એનો વિચાર બદલાય છે અને એ વિચારનું અમલીકરણ તો બહુ જ ધીમી ગતિએ થતું હોય છે. એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. સામાજિક પરિવર્તન એ કંઈ એમ જ નથી આવતું. દરેક માણસમાં ઓછા વત્તા પ્રમાણમાં રાવણતા હોય છે. માત્ર એ માથું ના ઊંચકે એટલું જોતાં રહેવાનું હોય છે અને પોતાની જાતને જટાયુ બનવા પ્રેરતા રહેવાનું હોય છે. એ સંઘર્ષ કોઈને કોઈ રૂપે આપણે બધા કરતાં હોઈએ છીએ. આ બાબતે મને ઉશનસનું ‘વળાવી બા આવી’ યાદ આવે છે.

‘બા નો ફોટોગ્રાફ’ નામના એક અન્ય કાવ્યમાં પણ કવિ કહે છે કે કોઈક ઉદ્યોગપતિના દીકરાઓ બાને કાયમ યાદ રાખવા માટે શહેરમાં ફોટોગ્રાફ પડાવવા નથી લઈ ગયાં એ તો કદાચ બા ગુજરી જાય અને એમના બેસણામાં એમનો ફોટો ના હોય તો આસપાસના લોકોને કેવું લાગે એ માટે બાને ફોટો પડાવાલઈ જાય છે ! આજે સંયુક્ત કુટુંબો પણ ત્ટવા લાગ્યા છે. સંવેદન જડતા કદાચ એના કારણે પણ ઘણી બધી હશે. આપણા બાળકોને પંચતંત્ર અને બીજી ઘણી બધી વાર્તાઓની ખબર નહીં પડતી હોય. દાદાદાદીની વાર્તાઓનો બાળકને જે લાભ મળવો જોઈએ તે બહુ ઓછી જગ્યાએ મળતો હશે. સંયુક્ત કુટુંબો તટવાનો પ્રારંભ તો ઓગણીસમી સદીના અંતભાગથી થયો. સુંદરમ વીસમી સદીના મધ્યભાગમાં આ વાત ફરીથી કહે છે કે હવે તો કુટુંબો જ તૂટી રહ્યાં છે. એક નાનકડું કુટુંબ હોય તોય એમાં બાની બાદબાકી ! ઘણું ખરું તો બા વિધવા હોય. એકલી હોય. આ ‘વળાવી બા આવી’ની બા પણ એકલી જ છે ને. એને સાથ આપનારા સદાના ગંગાસ્વરૂપ ફોઈ બેઠેલાં છે. બાળવિધવા થયા હશે ત્યારથી અહીં આવી ગયા હશે. તમે જુઓ કે કવિ કેવી રીતે વર્ણન કરે છે:વળાવીને બા આવી ત્યારે એને તો ગઈકાલની ખબર છે કે શું થવાનું છે. બધા સંતાનો ક્રમશઃ ચાલવા માંડયા. છેલ્લે ‘ગ્રહવયાપી’ શબ્દમાં જાણે બાને ઠોકર વાગી હોય એવું દ્રશ્ય કાવ્યમાં ઊભું થાય છે. ‘પડી બેસી પગથિયે’ એમ કહ્યું છે એટલે કે જાણે પડતું મૂકતી હોય એમ બેસી પડી છે. આપણામાંથી કોણ બાને આ રીતે પડતું મૂકીને નથી નીકળી ગયા એ કહો ? બા આપણને વિદાય આપવા આવી અને પછી આપણે આપણી બસમાં, ટ્રેનમાં, ગાડીમાં દૂર સુધી નીકળી ગયાં છે એકલાં અને એકલપેટાં.

આ સંદર્ભમાં હવે પન્નાલાલની વાર્તા વિશે થોડી વાત કરું. એમની એક વાર્તા છે : ‘મોરલીના મંગા સૂર.’ સદભાવ શું કરી શકે એની આમાં વાત છે. એમાં એક વહુ છે. એ સાસરે રહે છે. પરંતુ સાસરામાં કોઈ જોડે એને બનતું નથી. પતિ જોડે પણ એને ફાવતું નથી. મૂળ કારણ એ છે કે પિયરનો એક પડોશી એનો પ્રેમી છે. એ પાડોશી પણ પરણેલો છે. એણે આ વહુને આશ્વાસન આપ્યું હોય છે કે મારે છુટાછેડા થશે એટલે તને લઈ જઈશ. મેળામાં તેઓ નિયમિત મળતા હોય છે. પહેલો મેળો, બીજો મેળો, ત્રીજો મેળો. અંતે તો કંટાળીએ આ વહુ પોતાના પ્રેમીને કહે છે કે “જો હવે મને અહીં જરાય ફાવતું નથી. રોજ ગુસ્સો કરવો અને તોબરો ચઢાવીને બેસી રહેવું ગમતું નથી.” પેલો કહે છે કે આવતા મેળામાં ચોક્કસ તને લઈ જઈશ. પેલી વહુ કહે છે કે આ દિવસો મારા જતા નથી એનું શું કરું ? પ્રેમી એને સમજાવે છે કે ‘તું એવું કરને કે થોડો ડોળ કર. તારા સાસરિયા તરફ થોડો ભાવ રાખ. આ ભાવ એટલે સદભાવ. તારે કયાં ખરેખર વર્તવું છે ? તું દેખાડો કર.’ વહુને લાગ્યું આ બરાબર છે. એવું કરું તો દિવસો જતા રહેશે. એણે એ જ દિવસથી તરત શરૂ કર્યું. એ મેળામાંથી ઘેર ગઈ તો નણંદ માટે થોડી બંગડી લેતી

ગઈ. સાસુ માટે દેરાં લીધાં. બુંદી અને જલેબી તો એ જમાનાના ગામડામાં ભારે મીઠાઈ ગણાતી. એણે એ પણ લીધી. પતિ માટે એક વાંસળી લીધી અને એ ઘરે પહોંચી. ઘરનાને તો ખબર કે ગમે તેની જોડે ફરીને આવી હશે. આપણે શું ? જે રોજ છણકા કરે, વડચકાં ભરે એની સાથે શું વાત કરવાની ? સાસુ એનું કામ કરતાં હતાં, નણંદ એનું કામ કરતી હતી, ભાઈ તો ખેતરે હતાં. એણે નણંદને બોલાવ્યાં અને કહ્યું કે તારા માટે બંગડી લાવી છું. નણંદને આશ્ચર્ય થયું કે ભાભી મારા માટે બંગડી લાવ્યા ? સાસું પોદળાં ભરીને આવે છે તો વહુ કહે છે કે લાવો બા, હું વાસીઠું ભરી દઉં છું અને પછી અંદર આવે છે ત્યારે કહે છે કે ‘બા, તમારા માટે જલેબી અને બુંદી લાવી છું અને આ દેરું કાલે સવારે ખાજો.’ સાસુનેય થયું કે શું વાત છે આજે કંઈ ? એનો પતિ ખેતરેથી આવ્યો અને હોકો પીતો બેઠો એટલે એણે ધીમે રહીને વાંસળી આપી અને કહ્યું કે આ તમારા વાસ્તે લાવી છું. પાછા વગાડજો કોક'દી ! - ત્રણેય જણને બહુ આશ્ચર્ય થયું કે આ શું છે આજે ? વહુ એ તો નક્કી કરેલું એટલે પછી રોજ સવારથી બધું બદલાઈ ગયું. એણે રસોઈ કરવા માંડી, નણંદ સાથે કામ, સાસુ સાથે કામ. બહુ મજાથી ઘર ચાલવા માંડયું. ઘરમાં આનંદ-આનંદ થઈ ગયો.

પરંતુ કાળ તો કોને છોડે છે ? મેળો તો પાછો આવીને ઊભો રહ્યો ! એને યાદ આવ્યું કે આ મેળામાં તો જવાનું છે અને હવે તો મારે એની જોડે જવાનું. એને થયું કે ના રે, એ તો હવે કેવી રીતે બને ? એ તો બધું ભૂલી જ ગયેલી. છેવટે મેળામાં તો એ વહુ જાય છે. એણે વચન આપેલું એટલે જવું પડયું. મેળામાં પ્રેમી તો તૈયાર હતો. જેવી આ આવી એટલે તરત એણે કહ્યું કે “જો પંદર દિવસ પહેલાં જ મારા છૂટાછેડા થઈ ગયા છે. ચાલ, હવે આપણે જતા રહીએ.” તરત આ વહુ કહે છે કે 'ના, મારાથી હવે એ લોકોને છોડીને ન અવાય. હું ના આવું.’ પેલો એને પૂછે છે કે એવું કેમ ? તો વહુ કહે છે કે તે કહેલુંને કે ‘ભાવ રાખ, પણ મને હવે ખબર પડી કે ઓહ ! ભાવમાં આટલો બધો જાદુ હોય છે ? મને તો બહુ મજા પડી.” પેલો કહે કે ‘પણ મેં છૂટાછેડા આપ્યા છે એનું શું ?’ – છેલ્લે પન્નાલાલ લખે છે કે પેલી વહુ એને કહે છે કે મેં કર્યું છે એ તુંય કર ! તું પણ જા અને એને પાછી લઈ આવ. વાર્તા અહીં પૂરી થાય છે. કહેવાનો અર્થ આ રીતે પ્રેમ માણસને જોડે છે. તમને એનો અનુભવ થાય તો એ બદલે છે. દુનિયામાં બે વસ્તુ માણસને બદલી નાખે છે : એક પ્રેમ અને બીજું શિક્ષણ એટલે કે કેળવણી. 16-17 વર્ષના છોકરા છોકરીને કોઈ ધારીને જુએ તો એ દર્પણ પાસે વધારે વાર ઊભા રહે છે. આ તો બાહ્ય બદલાવ છે પણ પ્રેમ માણસને ધીમે ધીમે અંદરથી બદલે છે. મૂળે તો પ્રેમ વડે જ બધું બદલાય છે. એ રીતે કેળવણી માણસને બદલે છે. આપણે કેળવાઈએ ત્યારે બધી વસ્તુ સાવ જુદી રીતે આપણી સામે આવે છે. કેળવણી આપણી સામે ધીરે ધીરે એવી બાબતો ખુલ્લી મૂકે કે આપણને એમ લાગે કે ઓહ, કોઈ બાબતનો કંઈ વાંધો છે જ નહિ. જેટલી ગાંઠો છૂટે એ સારું. જો એ ગાંઠો આપણને કેળવણી નહીં છોડી આપે, જો એ ગાંઠો સાહિત્ય આપણને નહીં છોડી આપે તો તો પછી કોણ છોડશે ?

હું તમને એ કહેતો હતો કે તમે ધ્યાનથી વિચારો કે આપણામાંથી કોણે એક વૃક્ષને બરાબર જોયું છે ? આપણે દાવો તો કરીએ છીએ કે આપણે બધા વૃક્ષો જોયા છે પણ હકીકતે કયાં જોયા છે ? અમૃતલાલ વેગડનો દાખલો યાદ કરીને કહું કે અમૃતલાલ વેગડને ચિત્ર દોરવાનું કહ્યું અને પછી એ નંદલાલ બોઝ

પાસે ગયા અને એમણે કહ્યું કે વૃક્ષનું ચિત્ર દોરી લાવ, તારી પેલી બારી પાસે છે તે. બીજે દિવસે એ તો દોરીને ઊભા રહ્યા. એ તો નવેનવા શાંતિનિકેતન ભણવા જબલપુરથી ગયેલા. બોઝ સાહેબે ચિત્ર જોયું નહિ. માત્ર ઊધું મૂકી દીધું. એ પછી અઠવાડિયું થયું અને બે અઠવાડિયા થયા. એમને એમ કે બોઝ સાહેબ અભિપ્રાય આપે તો આગળ કામ કરું. એક દિવસ તે નંદલાલ બોઝ પાસે જાય છે ત્યારે બોઝ કહે છે “હા, લાવ એ ચિત્ર.’ એમણે હાથમાં લઈને એ જોયું અને પછી કહે કે મૂકી દે. એ પછી બોઝે અમૃતલાલ વેગડને ધીમે રહીને પૂછયું કે તે ઝાડ બરાબર જોયું છે ? એટલે એમણે કહ્યું કે હા, મેં બરાબર જોયું છે. એ પછી બોઝ જે કહે છે તે આપણે સૌએ આપણી જાતને કહેવાનું છે. બોઝે કહ્યું કે તે એને સવારે સૂર્યોદય પહેલાં પંખીઓ એની પર ગાતાં હતાં ત્યારે જોયું ? અમૃતલાલ કહે કે ના, મેં એમ તો નથી જોયું. બોઝ કહે કે સૂર્યોદય થયો અને તડકાનાં કિરણો એની આરપાર જતાં હતાં, એની પર સૂરજ વરસતો હતો, ત્યારે તે જોયું ? તો કહે કે ના. ખરા બપોરે કોઈ જ નહોતું. બધા જપી ગયા હતા, એની છાયા પણ એના થડમાં આવી ગઈ હતી, ત્યારે તે એને જોયું ? અરે, સૂરજ આથમવા ગયો અને ઈશ્વર જાણે વૃક્ષોના થડ રંગતો હોય એવો તડકો હતો, ત્યારે તે એને જોયું ? ચાંદની વરસતી રાતે તે એને જોયું ? એને તે અંધારામાં જોયું ? વરસાદ વરસતો હતો ત્યારે તે એને જોયું ? વેગડ સાહેબ કહે છે કે, 'ના, ગુરુજી ના. મેં જીવનમાં વૃક્ષ જોયું જ નથી.” પોતાને તમાચો મારતાં એ નીકળી ગયાં અને પછી એ ચિત્રકાર થયા. આપણે પણ કયારેય વૃક્ષને એ રીતે જોતા નથી. શિક્ષકો તો ખાસ !

હું તો ચોપડી પણ આવે તો સૌથી પહેલાં ખોલું એના કવર પેજ પર અને બધે હાથ ફેરવું. હું એને પહેલાં સ્પર્શ છું. પછી એને ખોલીને સુંઘું છું. ઓહ ! કેવી તાજી ! એમ સુંઘતાં સુંઘતાં વિચારું છું કે આ પુસ્તક મારા સુધી આવ્યું એ પહેલાં એણે સો માણસોને રોજી આપી હશે. એ કંઈ સીધું મારી પાસે નથી પહોંચી ગયું. એ પછી હું પુસ્તક વાંચું છું ત્યારે આંખ ભીની થાય એવી ક્ષણો આવે છે ત્યારે લાગે છે કે ઓહ ! આ મારી વાત સાહિત્ય ત્યારે જ આપણું થાય છે કે જ્યારે પેલા પાત્રો, ચરિત્રો અને એમની લાગણીના છેડાઓ આપણી લાગણીઓ અને ભાવનાના છેડાઓને મળે. ત્યારે આપણી અંદર રસપ્રકાશ થાય છે. એક લેખક થવું એ તો બરાબર છે પણ એક ઉત્તમ ભાવક થવું એ કપરું કામ છે. જેને કાયમ ચોપડીઓ સાથે કામ પાડવાનું એવા શિક્ષકો અને અધ્યાપકો જો એ ન થઈ શકે તો કોણ થશે ? પણ મને કહેવા દી કે આ શિક્ષકો અને અધ્યાપકો કરતાં બીજા ક્ષેત્રના માણસો જ વધારેમાં વધારે વાંચે છે. એવું જ જગતનું છે. આપણા સમૂહમાધ્યમો એટલા બધા નેગેટીવ સમાચારો છાપે છે કે સવારમાં આપણને એમ થાય કે અરેરે, આટલું બધું ખરાબ છે જગત ? પણ એવું નથી. સવારે નીકળીએ છીએ અને વાડામાં ઘાસ પર ઝાકળ પડેલું હોય છે. બુલબુલ બોલતું હોય છે. રસ્તે ચાલતાં જઈએ તો સાપ લીસોટાં અને ચકલાંની પગલીઓ પડેલી હોય છે. ખેતરે જઈએ છીએ તો જુદી પવન અને જુદી મોજ છે. કયાંક કોઈ માણસ કોઈને માટે ભાત લઈને જાય છે. કયાંક કોઈ હળુ હળી ગાય છે. કયાંક કોઈ નિરાંતે ઝાડ નીચે બેઠું છે. જગત ઘણું સરસ છે, સાહેબ ! બહુ સરસ ચાલે છે. એ આપણે જોતાં નથી એટલે આપણી જડતામાં રહીએ છીએ. આ નયી સિમેન્ટ કોંક્રીટના જગલો અને આ અવાજોની જ દુનિયા આપણી આજુબાજુ બની જાય છે. મુંબઈના માણસને તમે અહીં મહુવામાં બે દિવસ લાવીને મૂકી દો તો શું થાય?

અન્ય એક વાર્તા જોઈએ તો ‘પોસ્ટમેન” વાર્તામાં પણ સદભાવની ભાવના વ્યક્ત થાય છે. પોસ્ટમાસ્તર અલી ડોસાને કહે છે કે તારી ટપાલ કયાંથી ? પરંતુ લાગણીના કિનારે દરેક માણસ સરખા છે એ એને પછી સમજાય છે જ્યારે એની દીકરીનો કાગળ માત્ર પંદર દિવસ નથી આવતો. મનુષ્યએ સમસંવેદન અનુભવવાનું છે. પોસ્ટમાસ્તર એની દીકરીના કાગળની રાહ જુએ છે અને થેલો ખાલી કરતાં એકદમ જુદું કવર જુએ છે અને એને થાય છે કે “ઓહ, આ તો મારું કવર હશે ને ? આટલા ગામડાગામમાં આટલું સરસ કવર વળી કોના પર આવે ?’ એ કવર નીકળે છે કોચમેન અલી ડોસાનું. એ પછી તે અલી ડોસાની કબર પર કાગળ મૂકવા જઈશું એમ કહે છે. જ્યારે હાજર હતો ત્યારે એને તમે હડધૂત કરતા હતા અને હવે જ્યારે એ હાજર નથી ત્યારે એની કબર પર તમે કાગળ મૂકવા તૈયાર થયા ! આવું થાય ત્યારે ખ્યાલ આવે છે કે સંવેદન બદલાય છે. સદભાવ બદલાય છે.

સદભાવ સાહિત્યની કઈ કૃતિ નથી કરતી એ મને કહો ! તેમ છતાં લખાય છે એ બધું સાહિત્ય નથી. એ રીતે છપાય છે એ પણ બધું સાહિત્ય નથી. અભ્યાસક્રમોમાં આવે છે એ પણ બધું સાહિત્ય નથી. બહુ ઓછું ઉત્તમ સાહિત્ય છે. જે ઉત્તમ સાહિત્ય છે તે માણસને હંમેશા નિરાશ કરતું નથી. એને કોઈને કોઈ રીતે અંદરથી સજજ કરે છે. અજપ કરી મૂકે છે. હિમાંશી શેલતની ‘અકબંધ’ વાર્તા વાંચીએ ત્યારે અજપ થઈ જવાય છે. એ વાતાંમાં એવું થાય છે કે થોડા સમય બાદ પિયર રહેવા આવેલી દીકરીને બધું બદલાયેલું નજરે પડે છે. એને એમ છે કે મા વહાલથી બોલાવી લેશે પણ એકલી આવેલી જોઈને માને ફડક પેસી જાય છે. નાની બહેન, એક સમયે જે પોતાનો રૂમ હતો એમાં બેગ મૂકવાની ના કહી દે છે. કિચનમાં બધું બદલાઈ ગયેલું છે. પાંદડા પડતાં હોવાથી મધુમાલતી કપાઈ ગઈ છે. અંતે લેખિકા પાછી ફરતી દીકરીના મોંમાં બે વાકયો મૂકી દે છે અને દીકરી હસી નાખે છે કે “આ વખતે એવો વિચાર કરીને આવી હતી કે આ બેગ ભરીને મધુમાલતીની સુગંધ લઈ જઈશ પણ...શું થાય ! જ્યાં મોગરવેલ જ ના રહી !’ એને ડ્રમો ભરાઈ જાય છે. અંતે બહેનો હસી કે રડી લેવા સિવાય શું કરી શકે છે ? આંસુ એ આપણી અસ્કયામત છે. કેટલા બધા ડ્રમા આપણામાં ભરાઈ ગયા છે. આંસુ એ માણસ હોવાની પ્રતીતિ છે. આપણી પાસેથી બધું કોઈ લઈ લે, આંસુ લઈ નથી લેતું. જમાનાઓથી સૂરજ જેવો સૂરજ તળાવો, નદી સૂકવી દે છે પણ એ તમારી અને મારી આંખોમાંથી આંસુ નથી સૂકવી શકતો. માણસ છે, સદભાવ છે, લાગણી છે, ત્યાં સુધી ખુદા ખેર કરે. સાહિત્ય આપણને સતત સદભાવ તરફ પ્રેરતું રહે એવી એનામાં ગુંજાશ છે. એથી જ્યારે આપણે હારી જઈએ, થાકી જઈએ ત્યારે આપણે હંમેશા સાહિત્યના શરણે જઈએ છીએ અને કોઈ દિવસ પ્રસન્ન હોઈએ ત્યારે પણ એકલા એકલા ગાતાં હોઈએ છીએ. એ સાહિત્યનું જ આખું જગત છે. એના વિના આપણો કોઈ જયવારો નથી હોતો એમ લાગે છે. આ ક્ષણે આટલું જ કહીને વીરમું છું. ધન્યવાદ. (વક્તા : શ્રી ફારુક શેખ)

આપ સૌને પ્રણામ. મિત્રો, કયારેક મને ઘણું દુ:ખ થાય છે કે મારી ઉમર જેટલા 64 વર્ષો વીત્યા પછી પણ આપણે આ સદભાવના પર્વ તથા સદભાવના યાત્રા વગેરેનું આયોજન કરવું પડે છે. મને એમ થાય છે કે આઝાદીના આટલા વર્ષો વીત્યા પછી આ પ્રકારના આયોજનો કરવા પડે તે આપણા માટે ખૂબ દુઃખની બાબત છે. બીજુ એ કે, તેમાંય ગુજરાતમાં આવીને આ પ્રકારની કોશિશ કરવી પડે એ તો વળી ઘણી વધારે દુ:ખદ બાબત છે. કારણકે ગુજરાતમાં મોટા મોટા સંતો થયેલાં છે. એમનો જન્મ અહીં થયેલો છે. એમનો સંદેશો અહીંથી પ્રસરેલો છે. તેમાંના એક તો અત્યારે જ આપણી સામે બેઠાં છે. અન્ય એક, જેની સામે આખું વિશ્વ નમે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી. હિન્દીમાં એક કહેવત છે કે ‘ઝાલુ વો નો સર ચઢવે તોતે.' ગાંધીજીનો જાદુ એ છે કે એમણે અંગ્રેજોને અહીંથી બિસ્તરાંપોટલાં લઈને તગેડી મૂક્યાં. માત્ર એટલું જ નહિ, આજે એ લોકોના ‘હાઉસ ઓફ કોમન્સ’માં ગાંધીજીની મૂર્તિ મુકાય છે અને લોકો ત્યાં આવીને શ્રદ્ધાથી ફૂલો ચઢાવે છે - આ ખરેખર જાદુ છે. આ એક એવું કામ છે જે બહુ જ અસામાન્ય વ્યક્તિ કરી શકે. આપ જાણતાં હશો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે બહુ જલદી એવો વખત આવશે કે લોકોને વિશ્વાસ નહીં બેસે કે અમારી દુનિયામાં, અમારી વચ્ચે આવો હાડચામનો કોઈ માણસ ફરતો હતો. કારણ કે એમની મહાનતા અને એમના કાર્યો એટલાં પ્રસિદ્ધ છે અને એટલા ઊંચા સ્તરનાં છે કે થોડા વર્ષો પછી લોકો એમ માનશે કે ગાંધી તો કોઈ વાર્તાનું પાત્ર હતા. એ નામનું કોઈ હતું જ નહીં ! આપણે જેમ કહીએ છીએ કે ભગવાન શ્રી રામના જમાનામાં આમ હતું. એમ લોકો થોડા વર્ષો પછી કહેશે કે ગાંધીજીના જમાનામાં આમ થતું હતું ! લોકો ગાંધીજીના જીવનપ્રસંગો વિશે વાતો કરશે પણ એ માનવું મુશ્કેલ થઈ જશે કે ગાંધીજી પણ એક સમયે આપણી જેમ જ બેસતાં હતાં, ચાલતાં હતાં, ફરતાં હતાં અને લોકોનું માર્ગદર્શન કરતાં હતાં. ગાંધીજીની સૌથી પ્રશંસનિય વાત એ હતી કે તેઓ જે કરવાનું હતું એ પહેલાં પોતે કરીને લોકોને બતાવી દેતાં હતાં. આવા આ દેશમાં આવીને 60 વર્ષો પછી સદભાવના યાત્રા કરવી પડે અને ફરી એકબીજાને યાદ અપાવવી પડે કે બધા સરખાં છે તો એ મારી દષ્ટિએ દુ:ખદ બાબત છે.

એક વખત હું લંડન કોઈ કામસર ગયો હતો. ત્યાંની એક વાત યાદ આવે છે. એ જમાનાનું યુ.એસ.એસ.આર. એક સમયનું સુપરપાવર હતું. એના ચેરમેન હતા મિખાઈલ ગોબાંચોવ એ તે વખતની યુ.કે.ની પ્રધાનમંત્રી માગોરેટ થેચરને મળવા આવ્યાં હતાં. લંડનમાં ટીવી પર એ પ્રેસકોન્ફરન્સ બતાવવામાં આવી રહી હતી. મને તે જોવાનું મન થયું. એ પ્રેસ-કોન્ફરન્સ મને યાદ રહી ગઈ છે. એની વાત હું ટૂંકમાં કહું. ગોબાંચોવ ભાષણ આપી રહ્યાં હતાં. એમણે કહ્યું કે ‘ભાઈ, યુ.એસ.એસ.આર અનેક પ્રકારના ધર્મ, ભાષા, જાતિના વગેરેના અનેક ટુકડાઓનો બનેલો સમુહ છે. બધાને ખુશ કેવી રીતે રાખવા અને બધાને સાથે લઈને કેવી રીતે ચાલવું એ મારા માટે બહુ મોટી ચેલેન્જ છે. તો મેં આ માગોરેટ મેડમને પૂછયું કે તમે તો યુ.કેના પ્રધાનમંત્રી છો અને ઈતિહાસ એવું કહે છે કે બ્રિટને વિશ્વના દરેક ખૂણે કયાંકને કયાંક તો રાજ કર્યું જ છે. તમે કાળા, ગોરા, નીલા, પીળા, અનેક ધર્મવાળા બધાને સાથે લઈને ચાલ્યા છો અને તમે ‘ગ્રેટ બ્રિટન' ચલાવ્યું છે. તો તમે મને મૂળ મંત્ર બતાવો કે આવું કેવી રીતે થઈ શકે ? આટલા બધા લોકોને સાથે લઈને ચાલવું અને બધાને સંતૃષ્ટ રાખવાં અને બધાને એવી પ્રેરણા આપવી કે બધા મળીને કામ કરશે તો બધાનું સારું થશે. આ ફિલોસોફી ગ્રેટ-બ્રિટને લોકોને કેવી રીતે સમજાવી ? તમે મને એ કહો.” ગોબાંચોવ ભાષણમાં આગળ બોલ્યાં કે : “એ વખતે જે જવાબ માર્ગોરેટ થેચરે આપ્યો એ મને યાદ રહી ગયો છે. તે હું વિશેષ જણાવવા માગું છું. માર્ગોરેટ થેચરે એ વખતે કહ્યું કે જો તમે ખરેખર એ પાઠ શીખવા માગતા હો તો તમારે હિન્દુસ્તાન જવું પડશે’ – આવું માગોરેટ થેચરે યુ.એસ.એસ.આરના ચેરમેનને કહ્યું ! આગળ માગોરેટ મેડમે કહ્યું કે : ‘અમે જીતીને રાજ કરવાનું અને લોકોનો ઉપયોગ કેવી રીતે કરવાનો એ શીખ્યા છીએ પણ બધાને એક કરી દેવાનું મહાન કાર્ય છે એ તો કેવળ ભારતને જ આવડે છે. એ હિન્દુસ્તાન તમને શીખવી શકશે.” દુનિયાના હજારો વર્ષોના ઈતિહાસને જોતા આ એક જ દેશ એવો છે જેને સૌને એક કરવાની કળા યાદ છે. ફક્ત વાતોથી નહીં, ભારતે એ જીવીને જાતે સૌને બતાવેલું છે.

મૌલાના આઝાદે એક વખત પોતાના ભાષણમાં કહ્યું હતું કે ધારોકે એમને બે ચોઈસ આપવામાં આવે કે હમણાં આઝાદી બે હિન્દુસ્તાનના ટુકડાઓ કરીને આપીએ અને થોડા વર્ષો પછી એક આખું સમગ્ર હિન્દુસ્તાન આઝાદ બને, તો તમે કયું પસંદ કરો ? તો હું એમ કહીશ કે થોડા વર્ષો રાહ જોવા તૈયાર છું પણ મને તો એક જ હિન્દુસ્તાનવાળી આઝાદી જોઈએ છે - એમ કહી મૌલાના આઝાદે કારણ ખૂબ સરસ આપ્યું. એમણે એમ કહ્યું કે ‘દુનિયામાં મળીને રહેવાવાળો આવો કોઈ બીજો દેશ નથી. કોઈ દેશનો આવો ઈતિહાસ પણ નથી. એ પણ પાછું એકબીજાને સહન કરીને નાછૂટકે સાથે રહેવું પડે છે, એ રીતે નહીં. આપ તો અમારા સંબંધી છો, દોસ્ત છો, સહયોગી છો એ રીતે સાથે રહેવાનો બોધ હિન્દુસ્તાને દુનિયાને આપ્યો છે.” મૌલાનાએ કહ્યું કે ‘હિન્દુસ્તાનના બે ટૂકડા થાય તો આપણું એટલું નુકશાન નહિ થાય જેટલું માનવ સમાજનું થશે. કારણ કે સમગ્ર માનવ સમાજ પાસે બીજું કોઈ આવું ઉદાહરણ જ નથી. તેથી હમણાં આઝાદી નહીં મળે તો સહન કરી લઈશ. પરંતુ આ બે ટુકડાવાળી આઝાદી સહન થાય તેમ નથી.’ આજે આપણે દુનિયાને ઉત્તમ ક્રિકેટરો, એન્જિનિયરો, ડૉક્ટરી વગેરે આપી રહ્યાં છે પણ ભારતે આ જે સહજીવનનો બોધ દુનિયાને આપ્યો છે તે અન્ય કોઈ દેશ આપી શકે તેમ નથી. અન્ય કોઈ દેશ પાસે એવી તાકાત જ નથી.

હમણાં હું તમને ગાંધીજી વિશે વાત કરી રહ્યો હતો. આ સંદર્ભે મને એક વાત યાદ આવી જે આપને કહું. અમે ફિલ્મનું શૂટિંગ કરીએ ત્યારે અમુક વાર ઘણા બધા પુસ્તકો સેટ પર સજાવવા માટે લાવવામાં આવે છે. એમાં જો વચ્ચે સમય મળે તો અમે એ પુસ્તકો લઈને વાંચવાનું શરૂ કરીએ. એવી રીતે એક દિવસ એક પુસ્તક મારા હાથમાં આવ્યું. એ વચ્ચેથી ફાટેલું હતું. એના શરૂઆતનાં પાનાં ગાયબ હતાં. પરંતુ એ પુસ્તક એવા કોઈ આઈ.સી.એસ. ઓફિસરનું હતું જે પાકિસ્તાન બન્યા બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા. એ ત્યાંના આઈ.સી.એસ. ઓફિસર બની ગયા હતા અને ત્યાંની હોમ-મિનિસ્ટરીમાં નોકરી કરતાં હતાં. એ પુસ્તકમાં એનો એક પત્ર હતો. એ પત્ર એ જમાનાના ત્યાંના હોમ-મિનિસ્ટરને સંબોધીને હતો. આપને યાદ હશે કે એ જમનામાં ગાંધીજીએ કહ્યું હતું કે આ બંગાળના કોમી તોફાનો શાંત થઈ જાય એટલે હું કરાંચી જવાનો છું કારણ કે ત્યાં હિન્દુઓ પર બહુ અત્યારચાર થઈ રહ્યો છે. ગાંધીજીએ ત્યાં જવાનો પ્રોગ્રામ જાહેર કરી દીધો હતો. ત્યાંના હોમ-મિનિસ્ટરે પેલા આઈ.સી.એસ. ઓફિસરને કહ્યું હતું કે 'હવે તમે ‘ઈન્ટેલિજન્સ’ વિભાગમાં છો અને ગાંધીજીએ કહ્યું છે કે તેઓ અહીં કરાંચી આવવાના છે તો તમે જરા સર્વે કરી લો કે પરિસ્થિતિ કેવી છે. હજુ હમણાં હમણાં આઝાદી મળી છે અને કયાંક એવું ન થાય કે એ અહીં આવે અને કોઈક માથા ફરેલો મુસ્લિમ એમની પર હુમલો કરી દે.” હવે એ સર્વેનો રિપોર્ટ બનાવીને આ આઈ.સી.એસ ઓફિસરે પેલા હોમ-મિનિસ્ટરને જે લખ્યું એનો એક હિસ્સો હું તમને કહેવા માગું છું. “મહાનદા’ નામની ફિલ્મના સેટ પર આ પુસ્તક મને હાથ આવ્યું હતું. એમાં આ રિપોર્ટ મને વાંચવા મળ્યો. એ રિપોર્ટમાં એમ લખ્યું હતું કે : ‘અમે દોઢ મહિના સુધી સર્વે કર્યો અને તમામ પરિસ્થિતિઓ તપાસી લીધી છે. પ્રોબ્લેમ એ નથી કે કોઈ માથા ફરેલો મુસલમાન ગાંધીજી પર હુમલો કરી દેશે. અમારો અભ્યાસ એ બતાવે છે કે જો ગાંધીજી અહીં આવીને રહેશે તો લોકો બધા એમની વાત સાંભળવાનું શરૂ કરી દેશે અને આપણી વાત કોઈ નહીં સાંભળે. ખરો ભય આ છે.’ આને કહે છે ‘જ્ઞાટુ નો સર ચઢવે તોતે.' એ રીતે મોરારિબાપુને આપણે ટીવી પર જોઈએ તોય. આપણને અસર થાય છે કારણ કે એમની વાત હૃદયની હોય છે. કેવળ ઉપર ઉપરથી નથી હોતી. વાત હૃદયની હોય તો જ એની અસર થાય છે. બાકી તો આપણે કેટલાય રાજકારણીઓના ભાષણ સાંભળીએ છીએ, એમાં જરાય અસર નથી થતી. બોલવાવાળાના મનમાં જ કંઈ ન હોય તો એના બોલવામાં શું અસર પેદા થાય ? દુનિયાના ઈતિહાસમાં ભારતનો આ ફાળો છે. ભારત હૃદયની વાત કરે છે. મહાત્મા ગાંધી હૃદયની વાત કરે છે. ખાસ કરીને વિશ્વ માટે ગુજરાતનો આ ફાળો છે. આજે આપણે આવી મિટિંગો કરવી પડે એ આપણા ગુજરાતીઓ માટે ખરેખર ખૂબ અફસોસની વાત છે. આ તો એના જેવી વાત છે કે અનાજ ગોડાઉનમાં પડયું પડયું સડી જાય છે અને લોકો બીજી તરફ ભૂખે મરે ! આપણો આવો હાલ છે. ભારત મોટી ગાડીઓ વેચવામાં પ્રથમ તથા ઊંચી ઈમારતોમાં વધુ આગળ. આ બધી દોડમાં કયાંક એવું ન થાય કે હિન્દુસ્તાનની જે અસલ વાત છે એ ઢંકાઈ જાય. જો એમ થાય તો આપણા માટે તો દુ:ખદ વાત થશે જ પણ જે હિન્દુસ્તાની નથી એમને માટે પણ એ દુ:ખદ બાબત થશે.

આ સંદર્ભે બીજી એક વાત કરું તો આજે આપણે શહેરોમાં જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ મેકડોનાલ્ડ ખૂલી ગયાં છે. જુવાનો ભાગતાં ભાગતાં મેકડોનાલ્ડમાં જતાં હોય છે અને કોઈક ચીજ ખરીદતા હોય છે ને ખાતા હોય છે. પરંતુ મેકડોનાલ્ડ કોઈ સ્વાસ્થય ફેલાવનારી ચીજ થોડી છે ? એનાથી કંઈ આપણે આપણું સ્વાસ્થય થોડું સુધારી શકવાના છીએ ? સ્વાસ્થય તો એનાથી સુધરે છે જે આપણી ખાવાની જૂની પદ્ધતિ છે જેમ કે રોટલી, શાક, દાળ-ભાત. જો એ રીતે હિન્દુસ્તાનના અસલ દાળ-ભાત કયાંક ગોડાઉનમાં રહી જાય અને મેકડોનાલ્ડ દુનિયામાં ચમકવા લાગે તો એ કેટલા દિવસ ચમકશે ? એમાં વળી હિન્દુસ્તાને ગર્વ લેવા જેવું શું હશે ? આપણી બુનિયાદી વાતો છૂટી જાય અને આપણો GDP (Gross Domestic Product) 10 નહીને 100 થઈ જાય તોય. આપણે કયું મોટું તીર મારી લીધું કહેવાશે ? એ તો બહુ ખોટનો ધંધો છે. એ તો નાનકડો ફાયદો મેળવવા મોટી ખોટ કરી હોય એવું થશે. એ પ્રેક્ટિકલ નથી. અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાવાથી અમને એ ફાયદો થયો કે અમને ખ્યાલ આવ્યો કે કોઈ પણ વિચારધારા કે ફિલોસોફી બહુ લાંબો સમય સુધી નથી ચાલી શકતી જો એ પ્રેક્ટિકલ ન હોય. આપસમાં ટકરાવ અને ભેદભાવની બાબતો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક રૂપિયાનોય ફાયદો નથી કરી શકતી. એટલે એ ચાલતી નથી. અમારી પાસે એટલો સમય જ નથી હોતો કે અમે ભેદભાવમાં સમય બગાડીએ. આમ આદમી પણ જ્યારે એ સમજી જશે કે આ ટકરાવની રાજનીતિમાં અમારો કોઈ ફાયદો નથી, ત્યારે આપોઆપ ભેદભાવ નષ્ટ થઈ જશે. થોડા દિવસ ટકરાવ કરાવનારને ફાયદો થઈ શકે છે પણ એમાં આપણો તો કોઈ ફાયદો હોતો જ નથી. આ જો બરાબર સમજી લઈએ તો આ લોકોના ભાષણોની આપણને કોઈ અસર થવાની નથી. વળી, નથી એમને કોઈ ફાયદો થવાનો. આપણને એ ખ્યાલ આવી જશે કે એ લોકો પોતાની દુકાન અલગ ચલાવે છે. આપણે એ દુકાનેથી કંઈ લેવા જેવું નથી. આ બધું તો આપણે ત્યાં સદીઓથી ચાલ્યુ આવે છે. એ ઈતિહાસમાંથી કંઈક શીખવું જોઈએ.

હિન્દુસ્તાનની પ્રકૃતિ સદભાવની છે. લડવાની નથી. હું ઈચ્છુ છું કે અફઘાનિસ્તાન પણ પ્રગતિ કરે પરંતુ એ લોકોનો ઈતિહાસ જોઈએ તો એમાં લડવા સિવાય બીજું કંઈ નથી ! કોઈ ના હોય તો તેઓ અંદર અંદર લડે છે. આ બધું એમના ઈતિહાસમાં જ છે. હું એમનું ખરાબ નથી ઈચ્છતો. હું પણ ઈચ્છે કે એ લોકો સમજી જાય. એમના પર પણ એ અસર થાય જે ગાંધીની અબ્દલ ગફાર ખાન પર થઈ હતી. એમનું ભલું થતું હોય તો આપણે રાજી જ છીએ. એ પણ આપણા પડોશી જ છે. પરંતુ જ્યારે રશિયન લોકો ત્યાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક રિપોર્ટરે અફઘાનીઓને પૂછયું હતું કે ‘આ લોકો તો હવે તમારે ત્યાંથી જઈ રહ્યા છે, હવે તમે શું કરશો ? ત્યારે પેલા અફઘાનીએ કહ્યું હતું કે અમને એનાથી કંઈ ફરક પડતો નથી. અમારા ભાઈ લોકો તો છે જ, અમે એમની સાથે અંદર અંદર લઢયા કરીશું.' લઢવું એ લોકોની માટીમાં છે કારણ કે ઈતિહાસ જ કહે છે કે જે આક્રમણ કરનારો આવ્યો એ એમને ત્યાંથી જ આવ્યો. એલેકઝાન્ડરથી લઈને છેલ્લે સુધી જે કોઈ આવ્યું હશે તે એ જ રસ્તેથી હિન્દુસ્તાન આવતાં હતાં. એ બધાને એક જ કળા સૌથી સારી આવડતી હતી કે ‘બસ, લઢતા રહો !’ આપણી વાત એમ નથી. એ આપણી કોઈ પ્રવૃત્તિ નથી. આપણી નીતિ એવી છે કે જો તમે મજબૂર કરશો તો અમે લડીને બતાવી દઈશું પણ અમે શોખથી લડવા નથી માગતાં. હું આપને એ કહેતો હતો કે આપણી આવી નીતિની વિરુદ્ધ કેટલાક લોકો ભેદભાવની વાતો કરે તો એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો સહેજ પણ ચાલતી નથી કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એમાં કોઈ ફાયદો નથી હોતો. હમણાં અમારે ત્યાં મહારાષ્ટ્રમાં નવી દુકાન ચાલી છે કે જે મરાઠી ના હોય એને આ ના મળવું જોઈએ, એને તે ના મળવું જોઈએ...!! બધાને ખબર છે કે એનાથી કોઈને ફાયદો થવાનો નથી. બોલનાર સાહેબને પણ ખબર છે કે એનાથી કોઈ ફાયદો થવાનો નથી. એમનેય ખબર છે કે મુંબઈ શહેર સૌની સંયુક્ત મહેનતનું પરિણામ છે. પરંતુ એ તો એવું છે કે દરેકને પોતાની દુકાન ચલાવવા કંઈક તો મુદ્દો ઊભો કરવો પડે ને ? દુકાનની બહાર કોઈક તો બોર્ડ મારવું પડે ને ! લોકોને ભેગા કરવા આવું કંઈક કરવું પડે છે. મેળામાં જેમ સ્ટીલની બહાર બૂમો પાડનાર લોકો હોય છે કે ‘બહેનજી... અહીં આવો... ભાઈજી અહીં આવો....’ આ બધા એ પ્રકારની બૂમો પાડનાર લોકો છે. એનાથી કંઈ મુંબઈ કે મહારાષ્ટ્રને કોઈ ફાયદો થવાનો નથી. બધાને ખબર છે કે થોડા દિવસમાં આ બધું ઠંડુ થઈ જશે. આપણામાં અક્કલ નહીં આવે ત્યાં સુધી આવા બધા લોકોની દુકાન ચાલ્યા કરવાની. જ્યારે આપણને અક્કલ આવશે ત્યારે એમણે દુકાન જ નહિ, મહોલ્લો છોડી દેવો પડશે. આપણે એ સમજવાનું છે. આપણે કેમ સમજતા નથી ? આટલી ઉચ્ચ સંસ્કૃતિ છે આપણી. એ જીવનમૂલ્યો આપણે કામની વસ્તુ છે. અન્ય બાબતો આપણે કોઈ કામની નથી. એ મૂલ્યો જ આપણને આગળ લઈ જનાર છે. આવનાર પેઢીને આપણે એ જીવનમૂલ્યો આપવાનાં છે; સમજાવવાનાં છે.

હું ગુજરાતના વડોદરા પાસેના બહુ નાના ગામડામાંથી આવું છું. એ બહુ પછાત વિસ્તાર છે. મારું ફેમેલિ ત્યાં 200 વર્ષોથી છે એટલે દર મહિને મારે ત્યાં જવાનું થાય. મારું ઘર અને સગાવહાલાં બધા ત્યાં છે. અમારે ત્યાં એક ઘણી જૂની પદ્ધતિ હતી, જે હવે નથી. આપણી પાસે કેવા ઉત્તમ જીવનમૂલ્યો હતાં જે આપણે ગુમાવી રહ્યાં છીએ તેનું આ ઉદાહરણ છે. અમારે ત્યાં એ જમાનામાં એવું હતું કે કોઈની પાસે ઘડિયાળ નહીં. આમ પણ ઘડિયાળ જોવાની કોઈને ટેવ નહીં. સવાર-સાંજનું ટાઈમટેબલ એ રીતે ગોઠવાતું કે સવારે આટલા વાગ્ય ટ્રેન આવે છે અને આટલા વાગે જાય છે. બપોરે ટ્રેન આટલા વાગે આવે છે, આટલા વાગયે જાય છે. રાત્રે પણ ટ્રેન આટલા વાગે આવે છે અને આટલા વાગે જાય છે. લોકો પોતાનો નાસ્તો, બપોરનું જમણ અને રાત્રે જમવાનો સમય એ ટ્રેનના સમય પ્રમાણે સેટ કરતા હતાં. અમારા ઘરે એવી પદ્ધતિ હતી કે બે વ્યક્તિ ફાનસ લઈને રાત્રે બળદગાડામાં સ્ટેશન જતી. સ્ટેશન અડધો-પોણો માઈલ દૂર હતું. સ્ટેશન એટલા માટે જતાં કે ગામમાં કોઈ હોટલો તો હતી નહીં અને કદાચ કોઈ મુસાફર બહારગામથી આવ્યો હોય તો એને અમે ઘરે લઈ આવતાં. એને માટે રાત્રે કે એકબે દિવસ રહેવા જમવાની વ્યવસ્થા ઘરમાં કરવામાં આવતી. મુસાફરને કહેવામાં આવતું કે ‘આપ ઘરે પધારો. રહેવા જમાવાની વ્યવસ્થા છે.’ એ સમયે કોઈ કોઈને પૂછતું નહિ કે તમે કયાંથી આવ્યા છો ? તમારું નામ શું છે અને તમે કઈ જ્ઞાતિના છો. કશું જ પૂછવામાં નહોતું આવતું. એ બળદગાડું જ્યારે સ્ટેશનેથી ઘરે પરત ફરે, ચાહે ભલે કોઈ આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ એ બળદગાડું આવ્યા બાદ જ ઘરમાં થાળીઓ પિરસાતી. આ આપણી પદ્ધતિ હતી. આજે કેવી પદ્ધતિ છે ? ફક્ત ઉપર ઉપરથી પૂછે કે ચા પીશો ? અરે ભાઈ, કોઈ ઘરે આવ્યું છે તો ચા માટે પૂછો છો શું ? એક પ્યાલી ચામાં તમારો કયો ખજાનો લંટાઈ જવાનો છે ? લાવીને મૂકી દો. એને ફાવશે તો પીશે, નહીં તો ઘરના કોઈને કોઈ સભ્યો પી લેશે. એમાં શું મોટી વાત છે ! આપણે બધા બહુ બૌદ્ધિક થઈ ગયા છે એટલે મનથી એવું વિચારીએ છીએ કે ‘‘જો અમે તો એક ચાની પ્યાલી પણ ના બગાડીએ !’ પણ સવાલ ચાનો, દૂધનો, પાણીનો નથી - સવાલ એ છે કે તમારા હૃદયની ભાવના કેવી છે. આ મહેમાનગતિની સુંદર પદ્ધતિ હવે ધીમે ધીમે ખલાસ થઈ રહી છે. શહેરોમાં તો ખતમ થઈ રહી છે નહીં, ખતમ જ થઈ ગઈ છે. ગામડામાં તો પહેલા એવું હતું કે કોઈને ત્યાં જમવાના સમયે ગયા તો શકય જ નથી કે તમે જમ્યા વગર પાછા ફરી શકો. એના ઘરમાં જે હોય તે તમને જમાડે. પરંતુ એટલું નક્કી કે એ તમને જમાડીને જ મોકલશે. આ પદ્ધતિ હતી. જે ગુમાવ્યું છે તે આપણે આ ગુમાવ્યું છે.

1992-93માં બાબરી મસ્જિદના હુમલા પછી દેશમાં બહુ કોમી તોફાનો થયાં હતાં. એની અસર મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી પર પણ પડી હતી. ધારાવીની ઝૂંપડપટ્ટીઓ ભૂલભુલામણી જેવી છે. એટલી બધી એમાં ગલીઓ છે. ત્યાં અમુક વિભાગમાં હિન્દુઓનું જૂથ વધારે રહે છે અને અમુક વિભાગમાં મુસલમાનોનું જૂથ વધારે રહે છે. પહેલાં હું ત્યાં જતો હતો. ત્યાંના મુસલમાન વોલેન્ટિયર મને પહેલાં પકડી લેતાં અને મને કહેતા કે રાત્રે આમ હુમલો થયો, ફલાણું તોડી નાખ્યું, આમ થયું-તેમ થયું વગેરે..... એ મને ત્યાં લઈ જતાં. એક-બે દિવસ આમ બન્યું. મેં જોયું કે બીજો હિન્દુ વિભાગ ખૂબ નારાજગીથી મારી સામે જોઈ રહ્યો હતો. એ લોકો મને એમ કહેતા કે “તુમ કો તો ઉસી તરફ કા દિખતા હૈ, ઈધર કા કુછ દેખતે હી નહીં.’ એમનું કહેવું સ્વાભાવિક હતું. મેં તેમને કહ્યું કે “તમે મને ફક્ત કહીને જતા રહો તો કોઈ ફાયદો નહીં થાય. આપ મને ત્યાં લઈ જાઓ તો હું બધું જોઈ શકું.” એ વખતે મારું કામ એ હતું કે એ બધું તપાસીને ગવર્નરની જે કમિટી વળતર ચૂકવતી હતી એને મારે રોજ સાંજે રિપોર્ટ આપવાનો રહેતો.

એક દિવસ હિન્દુ વિભાગના એ લોકો મને સાથે લઈ ગયા. ત્યાં એક ઘરમાં જઈને શું થયું એ હું તમને બતાવવા માગું છું. એ ભારતની એક અલગ ઓળખ છે. હવે તમે જુઓ કે શું થયું. એક બહુ જ ઘરડો મહારાષ્ટ્રીયન કે જેને કેન્સર થયું હતું અને એની પત્ની જેની આંખો જતી રહી હતી - એ બંને એક ઝૂંપડીમાં રહેતાં હતાં. રાત્રે ત્યાંના લોકો ગેસલીન લગાવીને કોટનના ગોળા ફેંકતા હતા જેથી ઝૂંપડામાં આગ લાગી જાય. એવો એક કોઈ ગોળો આ લોકોના ઘરની ઉપર પડયો હતો. એમની લાકડા, પ્લાસ્ટિક અને રબરની છત બળી ગઈ હતી. છત સાવ ખુલ્લી હતી. હું ત્યાં ગયો ત્યારે આ પતિ-પત્ની હતાં. બિમાર પતિ પલગમાં સૂતા હતાં. ત્યાંના વોલેન્ટિયર મને બતાવી રહ્યા હતાં કે જુઓ આ લોકોને આટલું નુકશાન થયું છે. એમનો એક દીકરો ખૂબ દારૂ પીતો હતો, એ પણ મને નુકશાનની વાતો કહી રહ્યો હતો. હવે આ જે અંધ સ્ત્રી કે જેનો પતિ બિમાર છે, દીકરી દારૂ પીવે છે, જેમની પાસે બે રૂપિયા પણ વધારાના ન હોય એવું ખૂબ ગરીબ કુટુંબ છે અને હમણાં જ જેણે પોતાના ઘરની છત પણ ગુમાવી દીધી છે તેણે ઘરમાં આ બધો કોલાહલ સાંભળ્યો. તેને લાગ્યું કે ઘરની અંદર કોઈ મહેમાન આવ્યું છે. એ સ્ત્રી મરાઠીમાં પોતાના પતિને કહે છે કે ‘બાકીની વાતો પછી થશે, પહેલાં મહેમાન આવ્યા છે તો એમની માટે કંઈક ઠંડુ મંગાવો.” એને ખબર નથી કે કોણ આવ્યું છે, એને તો વળતર મળશે એનીયે ખબર નહોતી. હું ગવર્નરનો માણસ છું એ પણ એને ખબર નહોતી. પણ આ સહજ સ્વભાવ કે ઘરે કોઈ પણ આવે એટલે એમનેમ ન જવું જોઈએ. એને આંખે દેખાતું નથી એટલે ચા તો કોણ બનાવે ? ઘર તો ત્ટી ફૂટી ગયું હતું. પરંતુ તે છતાં તેણે કહ્યું કે કોઈને કહો કે કંઈક ઠંડુ લઈ આવે પછી બધી વાતો કરીશું. આ ખરેખર એવા જીવનમૂલ્યો છે જે ધીરે ધીરે આપણે ગુમાવી રહ્યાં છીએ. એની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે. પહેલાં મોટા મોટા લોકો હતા જે યાદગાર ફિલ્મો બનાવતા હતાં. હવે મોટા મોટા ધનવાન લોકો છે, જેઓ ફક્ત મોંઘી ફિલ્મો બનાવે છે. તેઓ યાદગાર ફિલ્મો નથી બનાવતા. તેથી હિન્દુસ્તાનમાં બનેલી દશ શ્રેષ્ઠ ફિલ્મોની જો તમે વાત કરો તો આજે અને વર્ષો પછી પણ એ જમાનામાં બનેલી ફિલ્મો જ યાદીમાં વધારે હોવાની. એમાં એવી ફિલ્મો નહીં હોય કે જેની પર સો કરોડ ખર્ચ થયો હતો અને એમાં કોઈક હીરો ફલાણી જગ્યાએ ગાતો હતો, ફલાણા જોડે લડતો હતો કે ફલાણી હીરોઈન જોડે નાચતો હતો. આ પ્રકારની ફિલ્મો એ યાદીમાં નહીં હોય કારણ કે આ પ્રકારની ફિલ્મોને હૃદય જ હોતું નથી.

ભારત તો હૃદયપ્રધાન દેશ છે. હૃદય ગુમાવ્યા બાદ બીજું કશું બાકી નથી રહેતું. તમારું ખિસ્સ કેટલું મોટું છે એને કોઈ જોતું નથી. એમ તો મોટા ગુડા પાસે પણ કરોડો રૂપિયા હોય છે પણ એને આપણે આદર આપતા નથી. આપણે બાળકોને એમ નથી કહેતા કે મોટા થઈને આવા બનજો એટલે બહુ પૈસા આવી જશે. આપણે એવું બનવાનું પસંદ કરતા નથી કારણ કે આપણા માટે હૃદય મુખ્ય બાબત છે. આપણે જ્યારે કબીર વિશે વાત કરીએ ત્યારે આપણે એ યાદ નથી કરતા કે એ જમાનામાં સૌથી મોટા નગરશેઠ કોણ હતા. એ સમયે સૌથી મોટી હવેલી કોની હતી એ કોઈને યાદ હોતું નથી. કારણ કે કાળના પ્રવાહમાં કેટલાય ધનવાનો આવ્યા અને ચાલ્યા ગયાં. યાદ તો કબીર રહી જાય છે કારણકે તેઓ હૃદયથી જીવે છે. જ્યાં સુધી આ દુનિયા રહેશે ત્યાં સુધી કબીર ભુલાય તેમ નથી. જે હૃદયથી વાત કરે છે તે ખરેખર બહુ મોટી વાત કરે છે. આપણે સૌએ આ સંસ્કૃતિની વાત, હૃદયની વાત સદા યાદ રાખવાની છે. બાકી તો જે વાતો હું કહું છું એ તો આપને પહેલેથી યાદ છે જ. હું કશું નવું કહી શકવાનો નથી. મારો મુદ્દો એટલો જ છે કે ચાલો, આપણે સૌ મળીને આ બાબતોને યાદ કરી લઈએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

[બીજો દિવસ : પ્રથમ બેઠકો વિષય : સામાજિક સદભાવના અને વિકાસ..]

‘સદભાવના પર્વ-2’ના બીજા દિવસની પ્રથમ બેઠકની શરૂઆત સવારે નવ કલાકે થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને વિકાસ’. બેઠકનું સંચાલન શ્રી ડંકેશભાઈ ઓઝાએ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ આંતરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અર્થશાસ્ત્રી શ્રી. વાય.કે. અલઘ તથા પીઢ રાજપુરુષ અને અર્થશાસ્ત્રી શ્રી સનતભાઈ મહેતાએ આ વિષયના સંદર્ભમાં પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતાં. ચાલો, આપણે આ મહાનુભાવોની નજરે સદભાવના અને વિકાસની વાતોને તેમના શબ્દોમાં સમજીએ.

(વક્તા : શ્રી વાય. કે અલઘ)

આપ સૌને મારા પ્રણામ.. મારે ‘વિકાસ અને સદભાવના’ની વાત કરવાની છે એ એક મોટું ધર્મસંકટ છે કારણ કે વિકાસ તો રૂપિયાની વાત છે, અંગત સાહસની વાત છે. આપણે સૌ સદભાવનાની વાત કરીએ એ સારી વસ્તુ છે પરંતુ આ દરવાજાની બહાર પણ એક દુનિયા છે. એનો પોતાનો અલગ દષ્ટિકોણ હોવાનો. એ લોકો જે સવાલ પૂછે એનો જવાબ આપવો પણ જરૂરી છે. કદાચ બધાને મારી આ વાત યોગ્ય ન લાગે પરંતુ હું પ્રોફેસર તરીકે નિવૃત્ત થયેલો છું અને પ્રોફેસર તો પોતાની વાત હંમેશા રજૂ કરતાં હોય છે.

225 વર્ષથી એક જોડાણ રચાયેલું છે પૂંજીવાદ, બજારીકરણ અને અર્થવ્યવસ્થા વચ્ચે. આ એક મજબૂત જોડાણ છે. એને નજર અંદાજ કરી શકાય તેમ નથી. મારા એક મિત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પંજીવાદી સમાજ અને બજારનો જે સમાજ છે એનાથી વધુ સારો સમાજ બની નથી શકતો. કારણ કે પ્રત્યેક વ્યક્તિ કે જેની પાસે પૈસો છે તે પોતાના અંગત સુખ તરફ જાય છે. અહીં સામાજિક સુખની વાત નથી થતી, અંગત સુખની વાત થાય છે. અંગત સુખમાં મા-બાપ, ભાઈ-બહેન કે પત્નીને કોઈ સ્થાન નથી. જો એ લોકો આમાં સામેલ થઈ જાય તો આ થીઅરી ખોટી પડી શકે છે. આ સુખ મેળવવા માટે એ વ્યક્તિ એ જે ભોગ આપવો પડશે એનો નિર્ણય એણે પોતે કરવો પડશે. આવો સમાજ સૌથી વધુ સુખી સમાજ છે અને એમાં સદભાવનું તો કોઈ ચક્કર જ નથી આવતું એમ મનાય છે. આ થીઅરીનો અર્થ એ થાય છે કે આમાં વ્યક્તિ પોતાના સુખને સતત વધારવા માગે છે અને એ માટે જે દુ:ખનો ભોગ આપે છે એને તે સતત ઓછું કરવા માગે છે. એનાથી સમાજમાં કામ કરવાની ક્ષમતા વધે છે. આ સમાજમાં ફક્ત એવી વસ્તુઓની માંગ ઊભી થાય છે જે અંગત ઉપયોગ માટે હોય. એ વસ્તુ ખૂબ ઓછા શ્રમથી બને છે. વળી એ બનાવવામાં સ્પર્ધા થાય એટલે એનો ભાવ પણ ઓછો હોય. એ વેચીને વ્યક્તિ પૈસા કમાઈ શકે છે. તેથી આ થીઅરી પ્રમાણે એવું કહેવાય છે કે “પોતાનો અંગત સ્વાર્થ ન હોય તો આખા સમાજનું વેલફેર ઓછું થઈ જાય છે.” તમે કોઈ પણ કોલેજમાંથી અર્થશાસ્ત્રનું ભણો તો આ બધી થીઅરી ભણવામાં આવતી હોય છે. આવી થીઅરીઓ સૈદ્ધાંતિક રીતે બરાબર હોય છે પણ એના લોજીક સામાજિક રીતે યોગ્ય નથી હોતા. એનું મૂળસ્વરૂપ ખોટું હોય છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં જે રિસર્ચ થયું છે તેને 'Modern Behavioural Economics' કહે છે. એમાં એવું સંશોધન થયું કે તમારા-મારા જેવા અને બહાર હરતાં-ફરતાં લોકો ફક્ત સ્વાથી નથી હોતાં. એ બાબતને લઈને પ્રયોગો થયા છે. 100 ડૉલર આપીને એક જણને કહેવામાં આવ્યું કે તમે ચાર જણને આ વહેંચો. ત્યારે ખ્યાલ આવ્યો કે માનવીમાં સ્વાભાવિક રીતે ગરીબને મદદ કરવાની કુદરતી વૃત્તિ હોય છે. આનાથી એ પાકું થયું કે જેને આપણે મજબૂત જોડાણ સમજીને ચાલતા હતા એના મૂળ સિદ્ધાંતો જ કાચા છે, પાકા નથી. આ વર્ષે નોબેલ પ્રાઈઝ એ અર્થશાસ્ત્રીને અપાયું કે જેણે આ પ્રયોગો કર્યા હતાં. તેથી અહીં જે સદભાવનાની વાત થઈ તે પાયાની દષ્ટિએ યોગ્ય છે. સમાજ ખાલી સ્વાર્થથી જ આગળ નથી વધતો. જો એમાં એકબીજા પ્રત્યે પ્રેમભાવ ન હોય તો લોકો બધું હોવા છતાં પણ ખુશ નથી હોતા.

હું વધુ બે-ત્રણ બાબત આપની સામે મૂકવા માગું છું. હું પહેલા “પ્લાનિંગ કમિશન’માં હતો. 32 વર્ષની ઉમરે મને ભારત ખાદ્ય વસ્તુઓમાં સક્ષમ બને એ માટે એક મોડલ બનાવવા ત્યાં બોલાવ્યો હતો. એ વખતે અમે એક ખેતી વિષયક મોડલ બનાવ્યું હતું. એમાં એ બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે જમીન અને પાણીમાં એક સમન્વય છે. પાણીથી જમીનનો સારો ઉપયોગ કરી શકાય છે. આ બધું જોઈને અમે કહ્યું કે ખેતીલાયક જમીન 141 મિલિયન હેકટરથી આગળ નહીં વધે. અમે સાચા પડયા. હકીકતે તેમ જ થયું. પણ પછી એક દિવસ તે 132 મિલિયન હેક્ટર થઈ ગઈ. કોઈ અખબારમાં એની નોંધ ન લેવાઈ. એકંદરે એ બધા મોડલ સફળ રહ્યાં. એ પછી એ મોડલોનો ઉપયોગ સરદાર સરોવરમાં થયો. પહેલાં એ મોડલો એમાં કામ કરતા હતા પણ હવે તે નથી કરતા. અગાઉ 400-500 કરોડ પાણીમાં નાખીએ તો 4-5 મિલિયન હેક્ટર વધી જતા હતાં પણ હવે એમ થતું નથી. એ વધતા નથી. એટલે કંઈક તો મુશ્કેલી છે કે આપણે ખૂબ પૈસા વાપરીએ છીએ, આપણા અંગત સુખને સતત વધારવાની કોશિશ કરી છીએ પણ જમીન અને પાણી ઉપયોગ માટે સતત ઘટી રહ્યાં છે. કેનાલોમાં પાણી ઓછું આવે છે. કરોડો ખર્ચાયા છે તો પણ. એટલે કંઈક ગરબડ છે. તેથી કહી શકાય કે આ સમસ્યાઓ પેલા અંગત સ્વરૂપે તો કદી ઉકેલી શકાશે નહીં. ઠીક છે કે ખેડૂત તલાવડીઓ બનાવે વગેરે વગેરે પરંતુ ફક્ત એટલાથી આટલી મોટી સમસ્યાનો અંત નહીં આવે. એની માટે ખેડૂતોએ ભેગા થઈને સંસ્થાઓ બનાવવી પડશે. “ખેડૂત મંડળ’, ‘સહકારી ખેડૂત મંડળ’ વગેરે બનાવવા પડશે. જ્યાં ખેડૂતો ભેગા ન થઈ શકયાં હોય ત્યાં સામાજિક સંસ્થાઓએ આ કામ કર્યું છે. આ નહીં કરીએ તો વિકાસ નહીં થાય. આ એક સામાજીક બાબત છે. આ અંગત વાત નથી. ઈકોનોમિક્સ પ્રમાણે 'Profie maximize and cost minimize કરવાથી આનો ઉકેલ નહીં આવે. આ પેલી થીઅરીની ખામી છે કારણ કે એ થીઅરીમાં કોઈ સદભાવનાનો રોલ જ નથી. એ થીઅરી એટલું સુક્ષ્મ જોઈ નથી શકતી કે સમાજમાં એવા લોકો છે જે ભેગા મળીને પોતાની સમસ્યા ઉકેલી શકે છે. તે આ થીઅરીની ખામી છે. આ સદભાવનાની વાત છે. સદભાવના નહીં હોય તો આપણે ભેગા મળીને કોઈ સમસ્યાને ઉકેલી નહીં શકીએ. Capitalisam ની વાતો કરવાથી હિન્દુસ્તાનની જમીન અને પાણીની સમસ્યાઓનો ઉકેલ નહીં લાવી શકાય.

બીજી તરફ ભારત અને ગુજરાતનો વિકાસ 8%, 9% અને 10% થી થઈ રહ્યો છે. એમાં ઘણી તકો છે. છેલ્લા છ-સાત વર્ષમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે આપણે ત્યાં નાના અને મોટા એમ બે પ્રકારનાં શહેરો છે. ગુજરાતનો શહેરી વિકાસ 5%ના દરે થઈ રહ્યો છે. હિન્દુસ્તાનમાં દરેક જગ્યાએ નાના નાના ગામ અને શહેરો વધી રહ્યાં છે. એના પ્રમાણભૂત આંકડાઓ છે. જેમ વિકાસનો દર વધે છે એમ માંગમાં પણ વિવિધતા આવે છે. શાકભાજી, ફળ, ચીઝ વગેરે વસ્તુઓનું ગરીબ લોકો પણ સેવન કરતા થાય છે. જે સાવ નીચા સ્તરે હતા તેઓ જો બે સફરજન ખાતા હોય તો અત્યારે ત્રણ સફરજન ખાય છે. મોટા માણસો જે પાંચ કીલો ખાય છે તે છ-સાત કીલો ખાતાં થયા છે. એનો ફાયદો કેમ ઉઠાવી શકાય તે આપણે જોવાનું છે. એની માટે પણ સામાજિક સંસ્થાઓ જોઈશે. ગામ અને નાના શહેરો વચ્ચે કોમ્પયુનિકેશનની જરૂર પડશે. આવી સંસ્થાઓ આપણે બનાવતાં કેમ નથી ? પંજીવાદની સંસ્થાઓ Companies Act માં આવે છે, સરકારી સંસ્થાઓ બજેટમાં આવે છે પણ આવી સામાજિક સંસ્થા ઊભી કરવા ઈચ્છીએ તો કોઈ મદદ નથી મળતી. સહકારી સંસ્થાઓ માટે બેંક મદદ કરે છે પરંતુ સામાજિક સંસ્થાની વાત કરીએ તો બેંક કહે છે કે આ શું છે ? આ માટે આપણી પાસે કાયદા નથી એટલે આ બધું વાતો-વાતોમાં રહી જાય છે. આ બધા માટે એકબીજાને જાણવા-સમજવા અને એકબીજાની સાથે મળીને કામ કરવું એ ખૂબ જરૂરી છે. અમે કોશિશ કરી છે કે આ માટેના કાયદાઓ બને.

પંજીવાદ વિશે જે આપણે અગાઉ વાત કરી એમાં મારામારીનો કોઈ પ્રશ્ન નથી. એમાં સદભાવ પણ નથી અને મારામારી પણ નથી. એ તો અંગત સુખના હેતુથી રચાયેલી પદ્ધતિ છે. એ પદ્ધતિમાં જો તમે કહો કે હું આ જ્ઞાતિની બનાવેલી કે આ પ્રકારની બનાવેલી ચીજો નહીં ખાઉં તો એ Capitalisam ના નિયમોની પણ વિરુદ્ધ થશે. વળી, એનાથી સદભાવના તો થાય જ નહિ. સદભાવના સામાજિક સંસ્થાઓથી થઈ શકે પરંતુ એ માટે હજી કોઈ બંધારણ નથી બન્યું. સામાજિક સંસ્થા બનાવો તો કોઈ વાત સાંભળતું

નથી. એ માટે કોઈ યોગદાનો નથી મળતા. બેંક જો વ્યક્તિને ધિરાણ કરતી હોય તો બેંક “પ્રોડયુસર કંપની'ને શા માટે ધિરાણ નથી કરતી ? ટાટાએ આવી એક કંપની બનાવી હતી તો એમણે મને કહ્યું કે અમને વર્કિંગ-કેપિટલ જ નથી મળતું ! આ શું થઈ રહ્યું છે ? કારણ કે આપણા મનમાં આ પ્રકારની સંસ્થાઓ વિશે પૂર્વગ્રહ છે કે સામાજિક સંસ્થાઓની ક્ષમતા સારી નથી હોતી. અરે ભાઈ, સામાજિક સંસ્થાઓ સૌથી વધારે ક્ષમતા ધરાવતી હોય છે. કેટલીક અક્ષમ પણ હોય પરંતુ એ તો કેટલીય બધી પંજીવાદી સંસ્થાઓ પણ અક્ષમ તો હોય જ છે ને ! આ ગામ અને નાના શહેરોને જોડવામાં, એક નવું બજાર બનાવવામાં બધી જ જગ્યાએ આ પ્રકારની સંસ્થાઓની જરૂરત રહેવાની.

આ સંદર્ભમાં અન્ય એક બાબત વિશે આપને કહું. યુ.એન.ના કહેવાથી હિન્દુસ્તાનની ખેતી વિશે મેં એક મોડલ બનાવેલું છે. એમાં જો આવી સંસ્થાઓ કે જેના વિશે આપણે જાણીએ છીએ કે તેઓ જમીન અને પાણીની સમસ્યા ઉકેલી શકે છે, ખેડૂત માટે બજારોની સમસ્યા ઉકેલી શકે છે - એ જો સામેલ થાય તો 16.8% ગરીબ લોકોને રોજગારી મળી શકે તેમ છે. એમને ભીખ માંગવાની જરૂરત ન પડે. એ લોકો આ નવા શહેરોમાં નાની-નાની જગ્યાએ જઈને સારી રીતે કામ કરી શકે. એમની આવક વધી શકે. ખેતી સાથે જોડાયેલા લોકોની તો 31% વધી શકે છે. કેટલો મોટો ફરક પડે ! જો તમે આ નહીં કરો તો વિકાસનો દર નહીં વધે કારણ કે પાણી જ નહીં હોય અને એથી ગરીબ લોકોનો વિકાસ નહીં થઈ શકે. આ Socialism ની જ વાત છે. પણ આ વિચારધારાનો એવો અર્થ નથી કે બજાર સાવ હટાવી દો. બજારના ફાયદાઓ તમે લો. પરંતુ તેમાં શોષણ ન થવું જોઈએ. આ વિચારધારા શોષણની વિરુદ્ધ છે. આપણે તો ગુજરાતનો વિકાસ કરવો છે. હું એકવાર રાજસ્થાનથી ગુજરાત તરફ ગોધરા થઈને આવતો હતો ત્યારે ત્યાંના અનેક નાના ગામડાઓમાં મેં અપૂરતા ખોરાકથી પીડાતી બહેનોને જોઈ. આવું કેમ થાય છે ? એક તરફ વિશ્વના સ્તર પર ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે જ્યારે બીજી તરફ પૂરતા પોષણનો પણ અભાવ છે. આ થવું ન જોઈએ. આ જ્યાં સુધી નહીં ઉકેલાય ત્યાં સુધી એને યોગ્ય વિકાસ ન કહી શકાય. હું એમ નથી કહેતો કે આપણે ત્યાં ગરીબી નથી ઘટી રહી પરંતુ આપણે આપણી સમસ્યાઓને અને આપણા દષ્ટિકોણને સમજવા જોઈએ તો જ આપણે એ માટે કંઈક કરી શકીશું. આ માટે જે સંસ્થાઓ સદભાવનો વિચાર લઈને ચાલે છે તે કામ કરે છે અને તેઓ સફળ છે.

ટાટા પોતે ટ્રસ્ટ પર આધારિત કંપની છે. એ ત્રણ ટ્રસ્ટોના સંયુક્ત સમન્વયથી ચાલે છે. તેમ છતાં તે વિશ્વ સ્તરે સફળ છે. અહીં સનતભાઈ પણ એવી એક પ્રોડયુસર કંપની ચાલવી રહ્યા છે જે ગુજરાતમાં ચલાવવી બહુ મુશ્કેલ છે. તેથી આ પ્રકારે નવા નવા મોડલો બને છે જે સફળ છે, એમાં આપે માનવું જોઈએ. તમે સાડા નવ વાગ્ય કોઈ પણ મોટા શહેરોમાં નીકળો જેમ કે સુરત, અમદાવાદ. ત્યાં તમને જુવાન લોકો સ્કૂટર પર નોકરી જતાં દેખાશે. કારણ કે વિકાસનો દર આટલો છે તો જુવાન માણસોની પુષ્કળ જરૂરિયાત છે. જેની પાસે ટ્રેનિંગ છે એને એ નોકરી મળે છે. જેની પાસે ટ્રેનિંગ નથી એ બેસી રહે છે. હિન્દુસ્તાનમાં આવી ટ્રેનિંગ આપવાનું કામ સૌથી વધુ સામાજિક સંસ્થાઓ કરે છે. યુનિવર્સિટીઓ એ નથી કરતી. ત્રણ મહિનામાં તમે એ યુવાનને એવી આવડત શીખવી શકો છો કે એને 3000 રૂપિયાની નોકરી મળી જાય. જો એનો તે સર્ટિફિકેટ કોર્ષ કરે તો એને 3500 રૂપિયા મળે છે. આ કામ સામાજિક સંસ્થાઓ જ કરે છે. સરકાર પાસે આવા કામ માટે 3000 કરોડ રૂપિયા છે પણ એ સરકારી સંસ્થાઓને જ મળે છે. હકીકતમાં કામ કરનારી સામાજિક સંસ્થાઓને નથી મળતાં. એ મોટી કમાલ છે ! એ કેમ ચાલે ?

ટૂંકમાં, સદભાવના મોટી મોટી વાતોથી નથી થતી. મોટી મોટી વાતો તો ઠીક છે પરંતુ એનો અમલ પણ એટલો જ જરૂરી છે. સદભાવનાનો બજારો સાથે અને વ્યવાહરિક સંસ્થાઓ સાથે જોડાણ થાય, જેઓ વિકાસ નથી કરી રહ્યા એ લોકો સાથે જોડાણ થાય તો એનાથી વિકાસનો દર ઓછો નહીં થાય અને આપણે વિશ્વની સમસ્યાઓ ઉકેલવા કંઈક આપી શકીશું, જેથી સૌ સુખપૂર્ણ વાતાવરણમાં રહી શકે અને તેમને સુખ હંમેશા મળતું રહે. આભાર.

(વક્તા : શ્રી સનત મહેતા)

આપ સૌને પ્રણામ.. અહીં અગાઉના વક્તવ્ય અને પ્રશ્નોત્તરી બાદ મારું કામ થોડું અઘરું બન્યું છે. સૌથી પહેલાં તો હું એક બાબત સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે એટલું ખાસ સમજી લેજો કે દુનિયામાં 'Market Oriented Economy' નિષ્ફળ ગઈ છે. હજુ આપણે એને વળગી રહેવા માગતાં હોઈએ તો વાત જુદી છે. અહીં તમે જેટલા પ્રશ્નો પૂછયા કે 8%-9%-10%ના દરે વિકાસ થાય તો ગરીબીમાં શું થશે, એ વિચારને જ દુનિયાએ રદ કરી દીધો છે. અમેરિકામાં અઢળક વિકાસ થયા બાદ જે હાલત પેદા થઈ છે એણે મહાત્મા ગાંધીને વાજબી ઠરાવ્યા છે. કમનસીબી એ છે કે આ દેશમાં કે જ્યાં ગાંધી જન્મ-વ્યો હતો, ત્યાં એક પણ નેતા એવો નથી કે જે દુનિયાને કહે કે તમે આ બધું કર્યું. દુનિયાને પાયમાલ કરી, હવે ગાંધી વિશે વિચારવાની તમને ફુરસદ છે ? વિચારો નહીં તો અમે તો અમારો રસ્તો લઈ લઈશું.

મારે તમને જે કહેવાનું છે તે આ કહેવાનું છે. વિકાસ એટલે શું ? વિકાસ એટલે મનમોહનસિંહના મગજમાં આવેલો વિચાર છે ? ના. એવું બિલકુલ નથી. વિકાસ એ છે જે સદભાવનાને પોષે. સમાજને તોડે એને કદી વિકાસ કહી શકાય જ નહીં. આપણે જે કંઈ વિકાસ કર્યો છે એણે એક જ કામ કર્યું છે, સમાજને તોડવાનું. માણસને માણસ સામે લડાવવાનું. માણસને માણસ રહેવા દેવા માગતાં જ નથી. મહેરબાની કરીને તમે આ બધા મોહમાંથી બહાર આવો. આખું યુરોપ ખતમ થઈ રહ્યું છે. આ મારો વિચાર નથી, “ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ’ અને ‘કોરિયન ઈકોનોમિક ડેવલપમેન્ટ’ એ બેઉના મિલનમાં 12મી ફેબ્રુઆરીએ જે સેમિનાર થયેલો એ સેમિનારે તારણ કાઢયું છે. એ સેમિનારમાં એમ કહેવાયું હતું કે હવે અમેરિકા અને યુરોપને ફરી ઊભા થવા માટે બીજા વીસ વર્ષ જોઈશે. મારી કમનસીબી છે કે મારા દેશનો વડાપ્રધાન આજે અમેરિકાને ગુરુ માને છે. મને શરમ આવે છે. કારણ કે હું એક સ્વાતંત્ર્યસેનાની છું. અમે એવા દિવસો જોયા છે કે જ્યારે ભારત પાકિસ્તાન પર હુમલો કરે ત્યારે ભારત પોતાના દરેક નિર્ણયોમાં મક્કમ રહેતું હતું. આજે એવું તો છે જ નહિ. હું અહીં મહુવા આવતો હતો ત્યારે રસ્તામાં સતત મારા મનમાં આ વાત ચાલતી હતી કે આપણે હંમેશા આપણા વિચારોમાં 'Growth’ અને 'Development G (QSTA Sél E ESTÀ Eól-DQ. Growth is not development. “Growth' DaeĜA RALL(lis વૃદ્ધિ. આજે જે થઈ રહ્યું છે તે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, વિકાસ નથી થતો. આપણે આમાં ગંચવાયા અને ગરીબી વધતી જ રહી. આ ટકાવારી તો તમને ગંચવવાનું એક અનન્ય શાસ્ત્ર છે. તમે આ ટકાવારીમાં ગંચવાવ એટલે બસ પૂછયા જ કરી કે આમાં કઈ ટકાવારી સાચી.

એક નાનો દાખલો તમને આપું. ભેખડિયા નામના ગામમાં હું આદિવાસી વિસ્તારમાં રોજગારીનું કામ કરતો હતો. જ્યાં હું આ ગાંધીનું કામ કરતો હતો ત્યાં સરકારનું 100 દિવસની રોજીનું કામ ચાલે છે. કુમુદબેન ગાંધી ખાદી કમીશનના ચેરમેન થયા પછી એમણે એક હિંમતભર્યું પગલું ભર્યું. આ સભામાં જે બહેનો બેઠી છે તેમણે મગજમાં લેવા જેવું છે. એક આંટીનો એક રૂપિયો હતો. કુમુદબેને કહ્યું કે નહીં, બે રૂપિયા કરો. ભેખડિયા ગામમાં બહેનો રોજની ત્રીસ આંટી તો ઓછામાં ઓછી કરે છે. એ ઘરે બેઠા અંબર ચરખો કાંતે છે. રોજના એ બહેનને અમે 60 રૂપિયા આપીએ છીએ. એની સામે સરકારના 100 દિવસની રોજીના એક મહિનાના આંકડા મેળવીને એનું Comparative Table મે મોન્ટેક અલુવાલિયાને મોકલ્યુ અને કહ્યું કે, ‘ભાઈ, તારામાં વધુ રોજી છે કે ગાંધીમાં વધુ રોજી છે એ આંકડા જોઈને તું મને જવાબ આપ !’ એટલે મારે તમને એ કહેવાનું છે કે વિકાસ વિશે તમારા મનમાં જે ખ્યાલો છે એ બધા ખ્યાલો સુધારો.

આપણે બજાર આધારિત વિકાસ સ્વીકાર્યો છે. 30 વર્ષથી દુનિયા એની પાછળ દોડે છે. બજાર એ કોઈ ખરાબ ચીજ નથી પરંતુ બજાર એ વ્યાપાર નથી. ‘બજાર’ અને ‘વ્યાપાર’ બંને જુદી ચીજ છે. આપણે આ દેશમાં ‘બાજારી ઈકોનોમી’ એટલે ‘વ્યાપારી ઈકોનોમી’ એવું કરી નાખ્યું છે. બજારથી ફાયદો એ છે કે ક્ષમતા વધે છે કારણ કે હરિફાઈ આવે. પરંતુ બજારથી સમાનતા તો કોઈ દિવસ આવી શકે જ નહિ. એટલે આ તો એવું થયું કે તમારે ચલાવવી છે બજાર તરફી ઈકોનોમી અને તમે શોધો છો સમાનતા ! વિશ્વ આખું થાકીને હારી ગયું છે. અમેરિકા અને યુરોપ ઊભું થાય તે પહેલાં આ 20 વર્ષની આપણને તક છે. બે દેશને તક છે. ભારત અને ચીન. આપણે તક ઝડપી શકીએ એવો સમાજ ઊભો કરી શકીએ તેમ છીએ ? ન કરવાના હોઈએ તો પછી કંઈ અર્થ નથી. મને તો ચિંતા નથી. મને 86 વર્ષ થયા છે. મારે લાંબુ જીવવાનું નથી. હું તો ચાલ્યો જઈશ. પરંતુ દેશ સામે આટલી મોટી તક પડી છે. ઓબામા ગમે એટલી હોશિયારી દેખાવે પણ એના પગમાં સદભાવના વગરના અર્થશાસ્ત્રથી જે બેડીઓ પડી છે, એ બેડીઓમાંથી એ છૂટી શકે તેમ નથી. મને બતાવો એક પણ વ્યક્તિ આ સભામાંથી જે કહી શકે કે ઓબામા અફઘાનિસ્તાનમાંથી નીકળી શકે તેમ છે ? જરાય નહિ. એ ઈરાન-ઈરાકમાંથી નીકળી શકે છે ? જરાય નથી નીકળી શકે તેમ. આવું બધું થાય ત્યારે આપણે કાં તો અમેરિકાની તરફેણમાં જઈએ છીએ કાં તો ઈરાકની તરફેણમાં જઈએ છીએ. હિન્દુસ્તાનની તરફેણમાં જવાની તો આપણને ફુરસદ જ નથી ! આપણે આપણા તરફ જતાં જ નથી. મારા જીવનમાં આ સૌથી દુ:ખદ ક્ષણો છે. એનાથી વધુ દુ:ખદ અન્ય કોઈ ક્ષણો નથી. સદભાવના મુખ્ય વસ્તુ છે. અમારી બહેનો આંટી કાંતિને મહિને એક વખત અમને આપવા આવે છે ત્યારે તેઓના ચહેરા તમે જુઓ ! એ સદભાવનાથી ભરપૂર હોય છે. એની સામે પેલી સરકારી 100 દિવસની યોજના ચાલે છે અને માથે તગારા ઊંચકીને બહેનો અઠવાડિયે ઘેર આવે છે ત્યારે પૈસાના કંઈ ઠેકાણાં હોતા નથી. હાજરીના કોઈ ઠેકાણાં નથી. સદભાવના એ ગાંધીના અર્થશાસ્ત્રનું મૂળ હતું. ગાંધી, જયપ્રકાશ વગેરેને ખબર હતી કે આ આપણો રસ્તો નથી.

મારે તમને એ કહેવું છે કે જે વિશ્વમાં નિષ્ફળ ગયું છે એને આપણે શું કામ વળગીએ છીએ ? જે કોઈ હોય એને આપણે તો એક જ પ્રશ્ન પૂછવો જોઈએ કે વિશ્વમાં જે આર્થિક પદ્ધતિ નિષ્ફળ ગઈ છે એની જગ્યાએ ભારત કઈ આર્થિક પદ્ધતિ આપવા માંગે છે. આપણે લોકતંત્ર છોડી શકવાના નથી, કારણ કે એ આપણો પાયો છે. આ ચીનને જુઓ.. ગયા વર્ષે કુંડની તંગી થઈ ત્યારે દેશમાં આપણે પારાવાર સેમિનારો કર્યા. પણ નક્કર કંઈ કર્યું ? કશું જ નહિ. ચીને એક વર્ષમાં 13,000 મેગાવોટ પાવર પવનમાંથી પેદા કર્યો. આપણે અત્યારે અણુવિધુત માટે અમેરિકાના ધક્કા ખાઈએ છીએ ! ભગવાને જે તમને ભરપૂર આપ્યું છે એનો ઉપયોગ તો કરો ! જેટલો સુરજ ભારતને આપ્યો છે, જેટલો પવન ભારતને આપ્યો છે એટલો અન્ય પાસે નથી. એટલે તો આપણે હનુમાનજીને પવનપુત્ર કહીએ છીએ. પરંતુ પવનપુત્ર કહીને હવા ખાતાં બેસી રહીએ છીએ, એમાંથી ઊર્જા પેદા કરતા નથી. એ આપણી મનોવૃત્તિ છે.

ટૂંકમાં, મારી દષ્ટિએ વિકાસ કોઈ દિવસ સમાજના ટુકડા ન કરી શકે. રસાયણવિજ્ઞાનમાં એક લિટમસ પેપર આવે. લિટમસ પેપર જેવી આ વાત છે. વિકાસ શું છે એ જાણવું છે ? મૂકો લિટમસ પેપર. સમાજના ટુકડા કરે છે. બસ, તો એ વિકાસ નથી ! ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે કંઈ પણ ખોટું થાય તો એનો સવિનય ભંગ કરવો. એ ગાંધીની ફિલોસોફી હતી. આપણે કરીએ છીએ ? નથી કરતા. આપણે બધું વહેંચી દીધું. સર્જનાત્મક કામ, તો કહે કે એ તો NGO કરે. સરકાર તો કંઈ કરે જ નહીં. માત્ર સબસીડીના ટૂકડા ફેંકે. સદભાવના એટલે NGO પરંતુ એવી NGO કે જે સમાજ વિખૂટો પડી રહ્યો છે તેને જોડે. વળી, જોડતાં જોડતાં સમાજને એમ પણ કહે કે આ પ્રકારનો વિકાસ હશે તો જ અમારું જોડેલું કામ આવશે. બીજા પ્રકારનો વિકાસ આવશે તો અમે અહીંથી ગામની બહાર જશું અને તમારું હતું એનું એ થઈ જશે. આ બધું હકીકતોને આધારિત છે. ગુજરાતનો જ દાખલો લો ને ! અમે તો મહાગુજરાતના આંદોલનમાં હતાં. 29 આગેવાનોમાંથી હવે હું ફક્ત એકલો બચ્યો છું. અમે મહાગુજરાત લેવા નીકળ્યા સાથે લીધું તો મોરારજીભાઈએ અમને એમ કીધું કે કચ્છને લઈને શું કરશો ? - આજે બંને વાત ખોટી પડી છે. ઘણા પ્રેસવાળા મને અત્યારે પૂછે છે કે તમે મુંબઈની માંગણી કેમ ન કરી ? હું કહું છું કે અમને ગુજરાતની પ્રજામાં વિશ્વાસ હતો. અમે મક્કમપણે એમ માનતા હતા કે ગુજરાત હશે તો બીજા દશ મુંબઈ ઊભા કરી શકશે. હવે આજે બધા એ જાણતા થયાં છે. એ દિવસોમાં અમને લોકો ગાળો દેતા  સદભાવના એ કોઈ હવાઈ વાત નથી. ચાલો વેકેશનમાં નવરા પડયા છે તો સદભાવનામાં જઈએ, એવી આ વાત નથી. ગાંધીમાં આજેય લોકોને શ્રદ્ધા નથી, મને શ્રદ્ધા છે કારણ કે યાદ કરો ભાગલાના દિવસો. ભાગલામાં બંગાળમાં જઈને ગાંધીએ શાંતિ પ્રસારી ત્યારે લેલિતગોએ કહેલું કે I have thousands of people in army one side અને પૂર્વમાં There is one man army. એણે ‘one man army કહ્યો. એ સદભાવ નહીં તો બીજું શું હતું ? ગાંધી શું કંઈ પૈસા વહેંચવા ગયેલા ? ત્યાં કંઈ સબસીડી વહેંચતા હતા ? ગાંધીએ માત્ર સદભાવનાની જ વાત કરી. એટલે જ ગાંધીનું આખું અર્થશાસ્ત્ર છે તે સદભાવના ટકી રહે તેવા પ્રકારનું છે. એ જ ગાંધીને મન સાચું અર્થતંત્ર છે. તેથી આ સદભાવનાના મંચ અને સદભાવના ફોરમમાં એક અદ્દભુત શક્તિ છે. પરંતુ તે એકાંગી હશે તો નહીં ચાલે. એ સર્વગ્રાહી હોવી જોઈએ. સર્વગ્રાહી બનવાની ભૂમિકા આ દેશમાં છે. ગરીબી-અમીરી આ બધા શંકરાચાર્ય જે શબ્દ આપ્યો છે એ પ્રમાણે ‘દ્ધ’ છે. શહેરો અને ગામડાં પણ ઉદ્ધ છે. શહેરો અને ગામડાં રહે એનો મને વાંધો નથી. પરંતુ એવું શું કરવા કે શહેરની આવક ગામડા કરતાં બમણી થઈ જાય ? અને ગામડાની આવકમાં એક ટકાનોય વધારો ન થાય ? એની સામે વાંધો છે. એ તો મૂર્ખ માણસનું સ્વપ્નનું છે જો મનમોહનસિંહ કે મોન્ટેકે એવું માનતા હોય કે પાંચ ટકા વસ્તીને જ ગામડામાં રહેવા દઈશું અને બાકીનાને શહેરમાં રોજી આપી શકીશું. હિસાબ ગણો ને ! 115 કરોડમાંથી કેટલા કરોડને રોજી આપવી પડશે, એ ગણો જરા. આજે તો જે છે તેને નથી આપી શકયા. મોટા શહેરોને વધારવાનો કોઈ અર્થ જ નથી. આજે નુમંમાં કરોડો રૂપિયા જે રાજકોટ, વડોદરા, અમદાવાદ વગેરેને મળે છે એના 20% જો નાના-નાના કસબાના ગામોને આપ્યાં હોત તો એ કસબાઓ તો રહેવા માટે આદર્શ થઈ ગયાં હોત. ઈમિગ્રેશન તો હવે દુનિયાનો પ્રશ્ન થઈ ગયો છે. બ્રિટનમાં જે સરકાર હમણાં આવી એણે ઈમિગ્રેશનના કાયદાઓ કડક કર્યા. હવે દુનિયામાં એવું રહ્યું જ નથી કે તમે ત્યાં જઈને કમાઈ શકો. એ પોતે જ મુશ્કેલીમાં છે તો તમને શું કમાણી આપશે ? હમણાં જ મારા ભાણેજનો ઉત્તર ગુજરાતમાંથી ફોન આવ્યો કે એમનો દીકરો લંડન ગયો છે પણ કામ કંઈ મળતું નથી તો તમારી કોઈ ઓળખાણ હોય તો એને કામ અપાવો ને ! મેં પૂછયું શેને માટે ગયેલો ? એ કહે કે પંદર લાખ રૂપિયા ખચીને મોકલ્યો છે. આ પ્રકારનો ઈમિગ્રન્ટનો પ્રશ્ન તો રહેવાનો જ. તમે જો ગામડાંને ઊભા કરો તો એ ન રહે. વળી, ગામડાંના લોકોનો સંતોષ પણ વધારે છે. અમારા આદિવાસીઓને 1500-2000ની આવક થઈ જાય પછી એમને કોઈ ચિંતા જ હોતી નથી. એવા સારા લોકોને આપણે છોડી શું કામ દીધા ? એ સારા લોકોની આપણે પ્લાનિંગમાંથી બાદબાકી કરી નાખી. એને બદલે કેમ “મેટ્રોપોલિટન સીટી’’ વધારવા એની તરફ જ ધ્યાન આપ્યું.

વિકાસ એટલે વ્યક્તિનો, સમાજનો, રાજ્યનો અને રાષ્ટ્રનો. ચારેયનો જે વિકાસ કરે તે સાચો વિકાસ. હજાર અંબાણી ઊભા થઈ જાય અને હિન્દુસ્તાનનો Development rate 15% થઈ જાય તો એમાં મને જરાય આનંદ ન થાય. તમે શું આંખે ગરીબી જોઈ શકતા નથી ? જે ગરીબીને પરખી નથી શકતું તે ગરીબીનો ઉપાય પણ કરી શકતા નથી. ગરીબીને પરખવી પડે છે. દુ:ખને પરખો તો સુખનો રસ્તો મળે. દુ:ખને સમજો જ નહિ અને એ દુ:ખને જ સુખ માન્યા કરો તો પછી મોરારિબાપુ બિચારા શું 8 PCԱoԱ ?

ટૂંકમાં કહેવું હોય તો દુનિયાનું અર્થતંત્ર બે જ સુત્રોમાં આવે. આ સુત્ર મારું નથી. આ સુત્ર જોસેફ સ્ટીગ્લિડનું છે કે જે નોબેલ પ્રાઈઝ વિજેતા છે. એ કહે છે કે અત્યારે એવી ઈકોનોમી છે કે જે : Socialized the losses and privatized the gains. એટલે કે નફો થાય એનું ખાનગીકરણ કરી અને ખોટ જાય તો એનું સામાજીકરણ કરી. આમતોઁસેને પણ સ્પષ્ટ કહ્યું કે એજયુકેશન, હેલથ એ બધા વગર વિકાસનો શું અર્થ છે ? માથાદીઠ આવક હરિયાણા અને પંજાબની કેરળ કરતાં ઘણી વધારે છે પરંતુ કેરળમાં સાક્ષરતાનો દર દુનિયાના વિકસિત દેશો કરતાં પણ વધારે છે. યુરોપિયન દેશોની સાક્ષરતા કેરળ કરતાં ઓછી છે ! જો પૈસાથી થવાનું હોત તો તો હરિયાણામાં થઈ જ ગયું હોત. સ્ત્રી હત્યાની બાબતમાં પણ હરિયાણા અને પંજાબ જ આગળ છે. આના પરથી શું આપણને એટલી સમજ નથી પડતી કે દ્રવ્ય એટલે કે ધન કંઈ સમસ્યાનો ઉકેલ નથી. એ સમાજના ટુકડા કરનારું છે. વિકાસ જો લાવવો હશે તો સદભાવના ફેલાવવી પડશે. મારે તો ખેડૂતોને સાચું બજાર સમજાવવું છે અને બજારમાં જે ખોટા ઘૂસી ગયા છે એને બહાર કાઢવા છે. એમ થશે તો સદભાવના ઝડપથી ફેલાશે. ગરીબોને જો તમે આ વાત સમજાવશો તો તમારી સદભાવનાનો બેડો પાર થઈ જશે.

વધુ એક વાત મારે એ કહેવી છે કે વિકાસની ઉપરની સપાટી પર રોમાંચ હોય છે. પહેલી વાર ગુજરાતમાં તેલ નીકળ્યું ત્યારે દરેકને લાગ્યું કે હું ય પૈસાદાર થઈ જઈશ. આ રોમાંચ છે. હવે બધાને સમજાયું કે એમાંથી તો તેલના ભાવ વધી શકે છે. હવે બધાને સમજાયું કે ના, પવનઊર્જા કરવી જોઈએ, સોલરઊર્જા કરવી જોઈએ. દાઝયા પછીનું આ ડહાપણ છે. સદભાવનાનો એ રોલ છે કે આંગણે પડેલી શક્તિને ઓળખો. એમ થશે તો બીજી શક્તિઓ આપો આપ એની મેળે આવશે. હું તો આજ સિદ્ધાંતથી બધી જગ્યાએ કામ કરું છું અને એમાં કોઈ જગ્યાએ નિષ્ફળતા મળતી નથી. મારી આદિવાસી બહેનોને જોઉં છું ત્યારે અપૂર્વ આનંદ થાય છે. મેં તો હમણાં મિનિસ્ટરને પણ ફોન કરીને કહ્યું કે મારે 3500 બહેનોને લઈને આવવું છે અને પાલમેન્ટના ચોકમાં એ બહેનોને કાંતતી તમને બતાવવી છે. કારણ કે મોટા ભાગના પાલમેન્ટના સભ્યોને એમ લાગે છે કે એક આંટીના બે રૂપિયા લેખે રોજની ત્રીસ આંટીના 60 રૂપિયા તો અશકય છે ! સરકારના કરોડોના પ્રોજેક્ટ પછી પણ આ કામ નથી થઈ શકતું ગાંધીનો રેંટિયો રોજી પણ આપે છે અને વ્યક્તિને મુક્ત પણ રાખે છે. સરકાર 100 દિવસની રોજીમાંથી 30 દિવસની રોજી આપે છે પણ એ વ્યક્તિ રાજ્યનો ગુલામ બની જાય છે. ફલાણી સરકારે રોજી આપી એમ કહીને એ વ્યક્તિ એનો ગુલામ બની જાય છે. આપણે એવો સમાજ બનાવવો છે જે સ્વતંત્ર રોજીમાં માનતો થાય. પછી આ બધું જ આપોઆપ સીધું થઈ જશે. સરકારને તો લાચારીનો ઉપયોગ કરવો છે કારણે હવે સ્વબળથી મત નથી મળતા, લાયકાતથી મત નથી મળતા, ચારિત્રયથી મત નથી મળતા. હવે તો સામા માણસની લાચારીને જેટલી રોકડી કરી શકાય એટલી રોકડી કરીને મત લેવા છે. એ રોકડી પણ પોતાના પૈસે નથી કરવાની, સરકારના પૈસે, તમારા અને મારા પૈસે છે. આપણે એવા વિશાળ દિલના માણસો કે આપણા પૈસે આપણને મારે છે તોય. આપણે તો ખુશખુશાલ છીએ !

હવે સંસ્કૃતિનો ઈતિહાસ જુઓ. બુદ્ધનો દાખલો જુઓ. બુદ્ધ શું કહ્યું હતું ? ‘બુદ્ધ શરણ ગચ્છામિ, ધમ શરણ ગચ્છામિ, સંઘ શરણ ગચ્છામિ’. છેવટે બુદ્ધ તો કહ્યું કે સમાજને શરણે જ જવું પડશે. આપણે પહેલી બે વસ્તુ કરીને અટકી ગયા છીએ. કોઈક બુદ્ધને શરણે ગયા છે. એમણે પોતપોતાના બુદ્ધ શોધી કાઢયા છે. બહુ આગળ વધે તો ધમ સુધી જાય. પરંતુ સમાજ સુધી જવાની આપણી તૈયારી નથી. આપણે એટલા બધા વ્યક્તિવાદી થઈ ગયા છે કે સમાજ સુધી પહોંચતા નથી. શાસ્ત્રોએ એમ લખ્યું કે

www.Read Gujarati.com Page 37

વ્યક્તિત્વને ઓગાળી દો અને વૃંદ્રનો ઉકેલ લાવો. હમણાં કોઈ અંગ્રેજી લેખકે પણ લખ્યું છે કે આ વૃંદ્ર નો ઉકેલ લાવવાની કોઈ શક્તિ હોય તો માત્રને માત્ર ભારતમાં છે. બીજા દેશો દ્વદ્રમાં અટવાયા છે, ખતમ થયા છે પણ ઉદ્ધને ઉકેલી નથી શકયા. એણે કહ્યું છે કે 1500ની સાલ પહેલાં ચીન અને ભારતની સરેરાશ માથાદીઠ આવક દુનિયાના તમામ દેશો કરતાં વધારે હતી. એ પાછી લાવી શકાય છે. આપણી પાસે 20 વર્ષનો સમય છે. આ 20 વર્ષમાં જો વ્યક્તિ, સમાજ અને સમષ્ટિમાં આપણે શક્તિ પૂરી શકીએ, જે રીતે આપણને આવડતું હોય તે રીતે, તો વિશ્વ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પડે. આ સદભાવના પર્વની જે કલ્પના છે એમાં આયોજકોની એવી કોઈ વાત નથી કે તમે આ જ રસ્તે આવો અને તમે આના મેમ્બર થઈ જાઓ વગેરે વગેરે... મૂળ વાત એ છે કે તમે જ્યાં કામ કરો ત્યાં એવી રીતે કરી કે સમાજ તૂટે નહીં. સમાજ જોડાય. એના રસ્તા તમારી મરજી ઉપર છે. તમને કશું બંધન નથી. બંધન છે એક જ કે સમાજને જોડવો છે, તોડવો નથી. આખી સમષ્ટીને જોડવાની આજે જરૂર છે ત્યારે હું બહુ નાનો માણસ છું પણ મોરારિબાપુને વિનંતી કરું છું કે આપ આ પડકારને ભેગો કરો કારણ કે તમારી પાસે 20 વર્ષ છે. મારી પાસે નથી. જો મારી પાસે 20 વર્ષ હોત તો હું અહીં આપની સાથે રહીને આપને ફરજ પાડત કે આ કરો. એટલી બધી શક્તિ આ ભારતમાં છે.

હવે શિક્ષણની વાત. અમે એટલા બધા સેમિનારોમાં ભાગ લીધો છે એ સમજવા કે શિક્ષણ કેમ આગળ વધતું નથી. આખી પૂર્વપટ્ટીમાં કોઈ પણ આદિવાસી છોકરો ગુજરાતી ભાષા સમજતો નથી. એ એની જ બોલી સમજે છે. પાંચ વર્ષનો છોકરો કે જે હજુ બોલી સિવાય બીજા શબ્દો આવડતાં નથી એને તમે પ્રાથમિક શાળામાં મોકલો છો અને ત્યાં મહેસાણાથી કે ભાવનગરથી કે રાજકોટથી નિમેલો શિક્ષક ત્યાં જાય છે. પાંચમા ધોરણ સુધીના “પાસ...પાસ...’ના સર્ટિફિકેટ એને આપી દેવા સિવાય બીજો છૂટકો નથી. કારણ કે એ છોકરા સાથે વાતચીત જ કરી શકતો નથી. એ શું કરે ? એક આદિવાસી મારી પાસે આવો હજાર સર્ટિફિકેટનો થોકડી લઈને આવ્યા અને મને કહે કે આ બધા જ પાંચમું ધોરણ પાસ છે પણ કોઈને ક,ખ,ગ વાંચતા આવડતું નથી. મેં કહ્યું. એમાં છોકરાનો વાંક નથી, શિક્ષકનો વાંક છે. એ પછી અમે બે હજાર શબ્દો એ લોકોની બોલીના ભેગા કર્યા. એની સામે ગુજરાતીમાં કયો શબ્દ હોય એ એને બતાવ્યો. એ બધું છાપ્ય ગવર્નરને આપ્યું અને મેં કહ્યું કે સાહેબ, એટલું તો કરી કે જે આ લોકોની બોલી સમજે એને તમે શિક્ષક બનાવો.

આદિવાસીની વાત કરું છું ત્યારે મને એક બીજી વાત યાદ આવે છે. 'Market Economy' નો આ બાબતને લગતો જે છેલ્લો ઘા છે એ તો હિન્દુસ્તાનને સાવ તોડીફોડી નાખે છે. ભગવાને બધી ખનીજસિંપત્તિ, વૃક્ષો એ બધું આદિવાસી વિસ્તારમાં આપ્યું છે. એ અજ્ઞાની હતા અને ભોળા હતા એટલે આપણે એમના ઝાડ લઈ લીધાં. કારણ કે આપણે રેલવેના ટ્રેક બનાવવાના હતાં. એ પછી આપણને પાણીની જરૂર પડી એટલે બંધો બાંધીને આપણે એ લોકોનું પાણી લઈ લીધું. હવે એ જે જગ્યાએ ડુંગરામાં વસે છે ત્યાં મિનરલ્સ છે, બોક્સાઈટ છે, આયર્ન છે. એનું આપણે ખાનગીકરણ કરી નાખ્યું ! આ કેવી લડાઈ છે ? બાપુ, હૃદયદ્રવિત થઈ જાય છે. નિયમગિરિ નામનો 4000 ફૂટ ઊંચો પર્વત છે. એ લોકો એને ‘નિયમગિરિ’ નામે ઓળખે છે. એનો અર્થ થાય છે ‘God of law' .. એ ડુંગરને એ આદિવાસી લોકો ન્યાયદેવતા માને છે. એ લોકો પોતે પણ એની પર જતા નથી. હમણાં એ ‘વેદાંત’ નામની કંપનીને બોક્સાઈટ કાઢવા માટે આપી દેવામાં આવ્યો. એ કંપની કહે છે કે બધું ખાલી કરો. એટલે હમણાં ફેબ્રુઆરીમાં દસ હજાર જણ ભેગાં થઈ ગયા અને એમણે ભેગાં થઈને એ કંપનીને ધમકાવતાં કહ્યું કે ‘તમને પણ સમજ પડશે કે અમારી ડોંગરીકોંધ કોમ કોણ છે, એવું અમે તમને કરી બતાવશું.’ આપણે શું આ પ્રકારની તકરારોનો ઉકેલ નથી લાવી શકતા ? આનો ઉકેલ સદભાવના છે. શું આપણે એ લોકોને સાથે લઈને વિકાસ નથી કરવાનો ? આપણે શહેરોમાં રસ્તામાં ભગવાનની એક દેરી આવતી હોય તો પણ એને ખસેડતાં પહેલાં કેટલોય વિચાર કરીએ છીએ તો એની સામે આ આદિવાસી જેને ભગવાન માને છે એને નષ્ટ કરવાની પરવાનગી આપનાર સામે શું એને બોલવાનો અધિકાર પણ નથી ? એ નિષ્ફળતા આદિવાસીઓની નથી, નિષ્ફળતા આપણી છે કે આપણે એનો સદભાવનાથી ઉકેલ લાવી શકતા નથી. બાકી એ કંઈ એવા ગાંડા લોકો નથી કે તમારી સામે લડયા જ કરે. આપણી આખીયે આર્થિક સંસ્કૃતિ ન્યાય દેવતાના ડુંગરોને ખોદી નાખવાની છે અને શહેરોમાં જે ન્યાયમંદિરો છે ત્યાં ન્યાય વેચવાની છે. જ્યાં સાચો ન્યાય છે એને ખોદી નાખો અને જ્યાં જુદ્દો ન્યાય છે એની પૂજા કરો ! આમાંથી જો કોઈ આપણને બહાર કાઢી શકે તો એ માત્ર સદભાવના કાઢી શકે. સદભાવના વિશે થોડું પદ્ધતિસર અંગ્રેજીમાં પણ લખવાની જરૂર છે જેથી એને World Prespective મળે. બાપુ, આપને પણ વિનતી કરું છું કે હિન્દુસ્તાનના જે શ્રેષ્ઠ સંતો આ બાબતમાં માનતા હોય એને આપ બોલાવો, સમજાવો. એ લોકો પણ બોલે. ગાંધી પણ એ જ કહેતા હતા. હું તો જેમ જેમ ગાંધીને વાંચું છું તેમ તેમ મને લાગે છે કે એ માણસની શક્તિની કોઈ સીમા નથી.

ટૂંકમાં તમે જે બજારનીતિને વળગી રહ્યા હતા, એ તો સારા નસીબે ખતમ થઈ ગઈ છે. It is our fortune that duing our life America is finished. લોકતંત્રનો ઝંડો દુનિયામાં ઊચો રાખવો એ બહુ જ અઘરું છે. તો મિત્રો, તમારી સૌની પાસે એક વિશાળ તક છે. મને તો દુ:ખ થાય છે કે હું થોડો મોડો જન્મયો હોત તો સારું હતું. વિશ્વની નવી આર્થિક વ્યવસ્થાનો જન્મ 2008માં થયો, જ્યારે લહેમાનની આખી પેઢીએ દેવાળું કાઢયું. આપણે બધા નવી આર્થિક વ્યવસ્થાના પહેરેદાર છીએ. આપણે એવો વિકાસ જોઈએ છે જે સમાજને જોડે. આપણે એવો વિકાસ જોઈએ છે જે બધાને જેટલું ઘટતું હોય તેટલું આપે. આપણે એવો વિકાસ જોઈએ છે કે જેમાં શહેરો ભલે વિકસે પણ શહેરો મર્યાદામાં વિકસે. આજે દેશમાં ‘વલ્કાર શૉ ઓફ ધ વેલ્થ’ વધી રહ્યું છે. મારી પાસે થોડાક પૈસા થઈ ગયા એટલે કેમ કરીને દેખાડું એમ લોકો માનતા થયા છે. આજકાલ લગનોમાં ઢગલાબંધ ખર્ચ થાય છે ત્યારે મને એમ થાય છે કે આટલો બધો ખર્ચ શું કરવા ? કારણ, ગાંધીએ કહ્યું હતું કે તમે જ્યારે કારકિર્દીમાં, તમારા વ્યવસાયમાં, તમારા સત્તા-શાસનમાં કોઈ પણ નિર્ણય લો ત્યારે તમારા જીવનમાં જે ગરીબમાં ગરીબ માણસને તમે જોયો હોય એને નજર સામે રાખીને નિર્ણય કરજો. આપે મને શાંતિથી સાંભળ્યો એ માટે આભાર માનું છું.

‘સદભાવના પર્વ-2’ની બીજા દિવસની બીજી બેઠક બરાબર સાડા ત્રણ વાગ્ય શરૂ થઈ હતી. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને સમૂહમાધ્યમો’. બેઠકનું સંચાલન ફાધર વિલિયમે કર્યું હતું. શ્રી જનકભાઈના પ્રાર્થના-ગાન તેમજ ફાધર વિલિયમના પ્રારંભિક વક્તવ્ય બાદ બેઠકની શરૂઆત થઈ હતી. આ બેઠકમાં ‘સ્ટાર ન્યૂઝ ચેનલના સિનિયર પ્રોડયુસર શ્રી રવીન્દ્ર ત્રિપાઠી તેમજ દિવ્ય ભાસ્કરના મુખ્ય સંપાદક શ્રી અજય ઉમટે આ વિષયને અનુલક્ષીને પોતાનાં વક્તવ્ય આપ્યાં હતાં. રાત્રિ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કબીર પરંપરાના ગાયક શ્રી કાલુરામ બામનીયાજી એ કબીરના પદોનું સુંદર ગાન કર્યું હતું. ચાલો, આપણે સમૂહમાધ્યમો વિશેની આ બેઠકમાં પ્રવેશ કરીએ. (વક્તા : શ્રી રવીન્દ્ર ત્રિપાઠી)

આપ સૌને અને સદભાવના પર્વના તમામ આયોજકોને મારા પ્રણામ. મિત્રો, સદભાવના એક એવી ચીજ છે જેની જરૂરત સમાજમાં દર વખતે અને દરેક સમયે પડે છે. ગઈકાલે ફારુખ શેખે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આ બધું કરવું પડે તો મનમાં શંકા રહી જાય છે. કદાચ એમની વાત સાચી છે. પરંતુ આપણે જરા ઈતિહાસ પર નજર નાખીને જોઈએ તો ઈતિહાસનો દરેક સમય એવો હોય છે જેમાં દરેક વખતે સદભાવ પર ભાર મૂકવાની જરૂર પડે છે. શાંતિ મેળવવા માટે મનુષ્ય હંમેશા તૈયાર રહેવું પડે છે. શાંતિ એવી ચીજ નથી કે આપણે સદભાવ પર્વમાં કંઈક કરી લઈએ અને આખી દુનિયામાં શાંતિ પથરાઈ જાય. એવું થતું નથી. આપણે એની માટે સતત જાગૃત રહેવું પડે છે. આ કંઈ અંગત સ્વાર્થની બાબત નથી. આ અસ્મિતાની વાત છે. આપણા બધાની અંદર કેટલાય પ્રકારની અસ્મિતાઓ એક સાથે રહે છે. એક અંગત અસ્મિતા હોય છે, એક સામાજિક અસ્મિતા પણ હોય છે – આપણે પોતાનું કુટુંબ હોય છે, આપણે કોઈ પ્રદેશ સાથે જોડાયેલા હોઈએ છીએ જેમ કે ઝારખંડ, ઉત્તરાંચલ, ગુજરાત વગેરે... ધર્મ સાથે આપણે જોડાયેલા હોઈએ છીએ જેમ કે હિન્દુ, મુસલમાન, ઈસાઈ... વળી, ભાષા સાથે પણ આપણે જોડાયેલા હોઈએ છીએ જેમ કે ગુજરાતી, મરાઠી, પંજાબી..... - કહેવાનો અર્થ એ છે કે કેટલાય પ્રકારની અસ્મિતાઓ હોય છે. અંગત વ્યવહારમાં તો આપણે આપણી આ અસ્મિતાઓને સાચવી લઈએ છીએ કે કયારે સમાજનું કામ કરવું, કયારે ઘરનું કામ કરવું, કયારે અંગત કામ કરવું વગેરે. પરંતુ સમાજના સ્તર પર આ અસ્મિતાઓને જાળવવાની વાત આવે છે ત્યારે સંઘર્ષ શરૂ થાય છે. આ અસ્મિતાઓની પણ આવી એક સમસ્યા છે. ફક્ત પંજીવાદ (Corporatization) જ સમસ્યા નથી.

બીજી એક વાત એ છે કે જ્યારે આપણે પીડિત હોઈએ છીએ ત્યારે આક્રમક બની જઈએ છીએ. આક્રમક બન્યા વગર વિચારવું એ બહુ મોટી વાત છે. આપણે બે સ્તર પર વિચારતા હોઈ છીએ. એક તો  “સાયકોલોજીકલ’ સ્તર પર અને એક ફિલસૉફિકલ’ લેવલ પર. એકમાં વ્યક્તિનું મન હોય છે બીજામાં વ્યક્તિના સિદ્ધાંતો અને તેનું દર્શન હોય છે. આ બંને વચ્ચે તાલમેલ બેસાડવાની વાતથી જ સદભાવનાનો આરંભ થાય છે. જ્યારે ફિલોસૉફીને કિનારે રાખીને તમારું મનોવિજ્ઞાન આગળ વધી જાય ત્યારે હિંસા કે આક્રમકતાની શકયતાઓ વધી જાય છે. જ્યારે ફિલોસૉફી મજબૂત થઈ જાય અને મનોવિજ્ઞાનને બાજુ પર રાખી દે ત્યારે વ્યક્તિની અંગત ઈચ્છાઓનો ખ્યાલ રાખવામાં નથી આવતો અને કેવળ સિદ્ધાંતોનું જ આક્રમણ કરવામાં આવે છે. સમાજમાં સંતુલન ત્યારે જ આવે છે, સદભાવના ત્યારે જ આવે છે, શાંતિ તો જ ટકે છે જ્યારે મનુષ્યનું મનોવિજ્ઞાન અને મનુષ્યનું દર્શન - એ બંનેનો એકબીજા સાથે તાલમેલ બની રહે.

હવે હું મીડિયાને અનુલક્ષીને કંઈક વાત કરું. એમાં મારે બે વાતો કહેવી છે. એક તો ‘મીડિયા’ શબ્દથી આપણે જે અર્થ કરીએ છીએ તે ટીવી ચેનલ અને અખબાર. પરંતુ આપને પ્રારંભમાં જ સ્પષ્ટા કરી દઉં કે મારા માટે મીડિયા શબ્દનો અર્થ આટલો સીમિત નથી. મારા માટે એ બધું જ મીડિયા છે જેમાં મનુષ્ય કશુંક વ્યક્ત કરે છે. મારા માટે સાહિત્ય પણ મીડિયા છે, કલા પણ મીડિયા છે, ફોટોગ્રાફી પણ મીડિયા છે, એક લેખ પણ મીડિયા છે અને એક પોસ્ટર પણ મીડિયા છે. કોઈ ટુચકો બનાવે અને એનું પણ જો સાર્વજનિક મહત્વ હોય તો એ મારા માટે મીડિયા છે. પરંતુ મીડિયાના અન્ય અર્થો વિશે હું પછી ચર્ચા કરીશ. પહેલા મીડિયાનો જે સર્વસામાન્ય અર્થ છે એ વિશે વાત કરું. એ છે અખબાર અને ટેલિવિઝન. સ્વાભાવિક છે કે એની તાકાત ઘણી છે. ફક્ત એની તાકાત ઘણી છે એમ નહીં પરંતુ એની તાકાત એટલી ઝડપથી વધી રહી છે કે આજે રાજ્યસત્તાઓ એની સામે પોતાને લાચાર સમજે છે. ફક્ત આજે જ નહીં, વર્ષો પહેલા માગોરેટ થેચરે કહી દીધું હતું કે ‘ટેલિવિઝન મીડિયાએ આપણને સૌને અપ્રાસંગિક બનાવી દીધા છે.’ ટેલિવિઝન મીડિયા સામે આજે સૌથી મોટી ફરિયાદ એ છે કે એમાં હીરો-હીરોઈન બધું આવે છે પણ હકીકતમાં ‘સમાચાર’ નથી આવતા ! ક્યારેય મનમોહનસિંહ નથી દેખાતા. ભાગ્ય જ ચૂંટણી હોય ત્યારે કોઈક રાજકારણી સમાચારમાં દેખાય. આ બધાનું કારણ એ છે કે મીડિયા હવે પૂરેપૂરું મનોરંજન ઉદ્યોગમાં રૂપાંતરિત થઈ ગયું છે. ખાસ તો જ્યારથી ડિજિટલ ટેકનોલોજી અને ઈન્ટરનેટનું આગમન થયું છે ત્યાર પછીથી વધારે. મનોરંજન અને ત્યાર બાદ સૂચના અને ડિજિટલાઈઝેશનની મદદથી મીડિયાનો પ્રવાહ, કે જે પહેલા હાઈ-વે માનવામાં આવતો હતો એ હવે એટલો મોટો હાઈ-વે થઈ ગયો છે કે એના લીધે દૂર દૂર સુધી દેખાતી પેલી પગદંડીઓ હવે કયાંય દેખાતી નથી. આ એવું વિશાળ છે કે ધારો કે તમે ઘરમાં એક રૂમમાં બેઠા છો અથવા લેપટોપ લઈને કયાંક જઈ રહ્યા છો તો પણ તમે આખી દુનિયા સાથે જોડાયેલા હોવો છો. જેમ કે અમેરિકામાં આ સમયે શું થઈ રહ્યું છે, ત્યાં કોણ નવી ડાન્સર આવી છે અને ‘એમ.ટી.વી.’ પર શું ચાલે છે, ‘વી ચેનલ પર શું ચાલે છે, ‘સ્ટાર ન્યૂઝ' પર શું ચાલે છે, સાસુ-વહુની વાર્તામાં આગળ શું આવ્યું - આ બધું જ ઘેર બેઠાં જાણી શકો છો. તમારે કયાંય જવાની જરૂરત નથી. બસ, તમારી પાસે એક રૂમમાં લેપટોપ, લાઈટ અને ઈન્ટરનેટનું કનેકશન હોવું જોઈએ. હવે તો લેપટોપની જગ્યાએ મોબાઈલમાંથી પણ આ બધું જ કરી શકો છો એવી ટેકનોલોજી આવતી જાય છે. આખું વિશ્વ આપણા ખિસ્સામાં સમાઈ જાય છે. આ એક બહુ મોટી છલાંગ છે કે જેમાં મનોરંજનથી લઈને સૂચના અને વિઝયુઅલ જગત એકબીજામાં સમાઈ ગયા છે. ઘણા સમાજવિજ્ઞાનીઓ માને છે કે 20મી સદીની સૌથી મોટી ઘટના બે વિશ્વયુદ્ધ થયા એ નથી કે યુ.એસ.એસ.આરનું પતન પણ નથી. પરંતુ વિડિયો-ટેકનોલોજીનો ઉદય થયો એ બહુ મોટી ઘટના છે. આ ટેકનોલોજીનો ઉદય થવાથી એટલી મોટી બાબતો થઈ કે જે વિશ્વયુદ્ધ થવાથી પણ નહોતી થઈ. આ એટલી મજબૂત ટેકનોલોજી છે કે જેણે અનેક વસ્તુઓને ફેંકી દીધી છે.

હું આપને મીડિયા વિશે એ કહી રહ્યો હતો કે આજના મીડિયામાં એ નથી બતાવાતું કે પાણીની સમસ્યાનું શું થયું તથા નવું ન્યુકલિયર બિલ આવ્યું છે એનું આગળ શું થયું. આ બધી જ બાબતો જાણે કે સાવ બિનજરૂરી બની ગઈ છે. કારણ કે દરેક વસ્તુને મનોરંજન સાથે સાંકળી લેવામાં આવી છે. એ સંશોધનનો વિષય છે કે શહેરીકરણે કેટલું Marginalization ફેલાવ્યું છે. શહેરીકરણનો અર્થ ફક્ત આધુનિકીકરણ નથી. શહેરીકરણનો એક અર્થ મોટા પાયે Marginalization કરવાનો છે. ફકત અહીં જ નહીં, પૂરી દુનિયામાં આ થઈ રહ્યું છે. આ આધુનિકતાએ ફેલાવેલું Marginalization છે. આમાં મીડિયાઉદ્યોગની ભૂમિકા લગાતાર બની રહી છે કારણ કે એ બધી વસ્તુઓ આપણી ચેતનામાં નથી. આજે નાની-નાની સભાઓ, સંગઠનો અને એન.જી.ઓ ફક્ત ચર્ચા કરે છે કે પાણીની સમસ્યા માટે શું કરવું જમીનની સમસ્યા માટે શું કરવું કારણ કે મોટા પાયે “મેક્રો-લેવલ પર આ બાબતો હવે ચર્ચાતી જ નથી ! મનોરંજન ઉદ્યોગે આવી કમાલ કરી છે ! આ ખરેખર બહુ આશ્ચર્યજનક છે. આપણે તો એમ વિચારતા હતા કે માહિતી આખી દુનિયામાં ફેલાશે તો માહિતી કે સૂચના આપણી તાકાત બનશે. પણ સૂચના મળે છે જ ક્યાં ? સૂચના કોના હાથમાં છે ? સૂચના પર નિયંત્રણ કોનું છે ? એ કોણ નક્કી કરે છે કે આ સૂચના લોકોને આપવાની છે અને આ સૂચના લોકોને નથી આપવાની ? આજે આપણે અહીં સદભાવના પર્વમાં ભેગા થયા છીએ પરંતુ આ પર્વની બાબતનું અહીંના અખબારો અને ટીવી ચેનલોમાં કેટલું આવતું હશે કે કેમ એ મને ખ્યાલ નથી. અહીં સંજયભાઈ આ સદભાવનાનું જે કામ કરી રહ્યા છે એની વિશ્વવ્યાપી જાણકારી લોકોને થવી જોઈએ. હજી આ પ્રકારના ઘણા લોકો હશે જે અલગ અલગ જગ્યાએ આવા કામો કરી રહ્યા હશે. આજના ટેલિવિઝન મીડિયાએ મનુષ્યને સીધે સીધી અસર કરતી બધી અગત્યની બાબતોને બહિષ્કત કરી દીધી છે અને જે બેહૂદા બાબતો છે એને સામે રાખી છે. કોણે બિકની પહેરી છે અને કોણે સાડી પહેરી છે એ સતત ત્રણ કલાક સુધી બતાવવામાં આવે છે કે જેનું કંઈ મહત્વ જ નથી. એ પાછું પ્રાઈમ-ટાઈમમાં બતાવવામાં આવે છે ! આ એક બહુ મોટી સમસ્યા આજે મીડિયામાં જોવામાં આવી રહી છે. હું પોતે એનો એક ભાગ છું અને હું પોતે એ ભોગવી રહ્યો છું.

અગાઉ મેં કહ્યું તેમ, મારા માટે ફક્ત ટેલીવિઝન અને અખબાર જ મીડિયા નથી. એ રીતે સામાજિક કર્મશીલતા માત્ર વંચિતોની સેવા કરવામાં જ નથી. પરંતુ સામાજિક કર્મશીલતાનો હવે એક અર્થ એ પણ થવો જોઈએ કે દુનિયામાં જે ઈન્ફોર્મેશનનું ઈન્ફાસ્ટ્રકચર બન્યું છે, કે જેમાં ફક્ત માહિતી જ નથી એમાં મનોરંજન પણ છે, વિડિયોલોજી પણ છે, સિનેમા પણ છે, મ્યુઝિક વિડિયો-મ્યુઝિક ચેનલ છે - એ બધામાં સહજ મનુષ્યની વાત કયાં થઈ રહી છે એ પણ જાણવું જોઈએ. દુનિયાને તમે ત્યારે જ જાણી  શકો છો. જ્યારે તમે અખબાર વાંચો છો, કોઈ પત્રિકા વાંચો છો અથવા કોઈ ગોષ્ઠીમાં ભાગ લો છો. પરંતુ સમાચારોનું જે બંધારણ છે એમાં ખબરોનું સ્થાન સંકોચાતું જાય છે. મારા ખ્યાલથી એક સારું પુસ્તક લખવું કે એક સારી વાર્તા લખવી એ મીડિયા જ છે. ખુદ બાપુ જે પ્રવચન કરે છે એ પણ મીડિયા જ છે.

મનુષ્યને ચાહે એક રૂમમાં બધી સુવિધાઓ આપીને પૂરી દો પણ તોય મનુષ્યની અંદર એક આત્મિક ચીજ પડેલી છે જે મનુષ્યને સમાજ વચ્ચે લઈ જાય છે. મોરારિબાપુને સાંભળવા કેમ એક લાખ લોકોથી વધુ આવે છે ? એટલું તો કોઈ નેતાને સાંભળવા માટે પણ નથી જતું. રાજકારણમાં તો માંડ માંડ ટ્રક ભરીને ભીડ ભેગી કરવી પડે છે ! શા માટે લોકો બાપુને સાંભળવા આવે છે ? ખુદ આપણે પણ આટલે દૂર અહીં મહુવા આવ્યા છીએ. હું પોતે ટીવીનો માણસ છું છતાં અહીં મે ત્રણ દિવસથી ટીવી નથી જોયું. મને એની કોઈ જરૂરત નથી પડી. અખબારની પણ મને અહીં કોઈ જરૂરિયાત લાગતી નથી. કારણ કે આપણા સૌની અંદર જે આધ્યાત્મિક ખોજ છે, આધ્યાત્મિક આનંદ છે તે અહીં પુષ્ટ થાય છે. એ આંતરિક આનંદ પામવાની તલાશ દુનિયાનો દરેક વ્યક્તિ કરતો જ હોય છે. ફક્ત અહીંનો જ વ્યક્તિ કરે છે એમ નથી. એવા લોકો જે સમાજ સાથે જોડાવા માગે છે તથા લોકો સાથે જોડાવા માગે છે, આસપાસની ચીજોમાં વિકૃતિ નથી ઈચ્છતા, જે ચીજવસ્તુઓનું સર્જન કરવા માગે છે એ મીડિયા જ છે. મીડિયાનો અર્થ એ પણ છે કે નવી ચીજોની રચના કેવી રીતે કરવી. વાલ્મિકી અને વ્યાસથી મોટા રચાયિતા તો કોઈ નથી થયા. કેટલીયે સભ્યતાઓ આવી અને ચાલી ગઈ પરંતુ એ રચનાઓને કંઈ નથી થયું. આ વાલ્મીકી અને વ્યાસે રચ્યું એ પણ એક મીડિયા છે. દરેક વ્યક્તિ એ રીતે પોતે સર્જક બની શકે છે. આવી રીતે શરૂઆત કરવી એ પણ મીડિયા જ છે. હું માનું છું કે મુખ્ય ધારા તો આ જ છે. બસ, આપણે મુખ્ય ધારાની સમજ બદલવાની જરૂર છે.

આપણે બાપુની કથા સાંભળીએ કે વિશ્વના ખ્યાતનામ લેખકો જેવા કે તોલ્સતોય વગેરેને વાંચીએ અને જે આપણને આંતરિક આનંદ મળે તે એમ.ટીવી જેવી ચેનલોના કાર્યક્રમોથી નથી મળી શકતો. તેથી જ અંતે તો આપ પુસ્તક ખરીદવાનું પસંદ કરો છો અને બાળકોને ભેટ આપવી હોય તો પણ પુસ્તક જ પસંદ કરો છો. આમ એટલા માટે કારણ કે જે બીજા સાથે જોડાવાની વાત છે તે ફક્ત એક દર્શન જ આપને બતાવી શકે તેમ છે. તે એક સિદ્ધાંત જ બતાવી શકે છે. એ ફક્ત ટીવી ચેનલથી નથી આવી શકતું. ધારી તો એનાથી પણ આવી શકે છે. જેમ કે હમણાં થોડા સમય પહેલાં અમે એક કાર્યક્રમ કર્યો હતો. એ કાર્યક્રમનું નામ હતું ‘બીન કી ધૂન..’ એ કાર્યક્રમ ‘લવ આજ કલ' ફિલ્મમાં જે બીનની ધૂન આવે છે એની પરથી હતો. કઈ-કઈ ફિલ્મમાં બીન વગાડવામાં આવ્યું છે એની પર એ કાર્યક્રમ હતો. પરંતુ એમાં અમે મદારીઓને બોલાવીને એમની પાસે બીન વગાડાવ્યું હતું. ત્યારે મને એક વાત એ ખબર પડી કે કાયદા સામાન્યતઃ તો માણસની રક્ષા માટે હોય છે પરંતુ કયારેક એવા કાયદા બને છે જે માનવીને સાવ હાંસિયામાં ધકેલી દે છે. તેઓની આજીવિકા ખતમ થઈ જાય છે. તેઓ વંચિત થઈ જાય છે. એમની માટે કાયદાઓ બનાવતા પહેલાં પૂરું વિચારવામાં નથી આવતું. આ જે મદારીઓ છે એમની માટે કાયદો બની ચૂકયો છે કે તેઓ સાપ નથી પાળી શકતા. સાપ ન પાળે તો એ કરે શું ? તેથી જ્યારે બીન વગાડવામાં આવે છે ત્યારે લાકડાનો સાપ તેઓ વાપરે છે. સાપનું રક્ષણ થાય તે સારી વાત છે પરંતુ કાયદો બને ત્યારે આ રીતની આજીવિકાવાળા માણસો વંચિત બની જાય છે એમની તરફ કેમ ધ્યાન આપવામાં નથી આવતું ? અહીંયાથી એક મીડિયાકમીનું કામ શરૂ થાય છે. આ બાબત મેં ઘણી જગ્યાએ લખી છે. શું આ માટે મીડિયા કશું કરી શકે તેમ નથી ? આ રીતનું જ એક વખત અંગ્રેજોના જમાનામાં થયું હતું. અંગ્રેજોએ આદેશ આપ્યો કે જે વિચરતી જાતિઓ છે તેમણે જ્યાં છે ત્યાં જ સ્થાયી થઈ જવું. એથી એમની આજીવિકા જ હણાઈ ગઈ ! હવે તો આપણે એને કોઈ જાતિમાં પણ સામેલ નથી કરી શકયા. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે તેઓ માટે કશું કરી નથી શકયા. મદારીઓના બીનવાદનને આપણે આગળ લઈ જઈ શકયા હોત. એને વિકસાવી શકયા હોત. સરકારે અને પોલિસી બનાવનારે આ વિચારવાનું હતું. અહીં મને ગાંધીજી યાદ આવે છે. ગાંધીજીનું ‘હિંદસ્વરાજ યાદ આવે છે. ભારત ગામડાઓનો દેશ છે પરંતુ હસ્તશિલ્પનો પણ દેશ રહ્યો છે. અંગ્રેજોના આવ્યા બાદ એ ખતમ થઈ ગયો. અનેક કલાઓ ખતમ થઈ ગઈ. આ બધા માટે વ્યક્તિગત મીડિયાની જરૂર રહે છે. એટલે તમે જે લખો, વિચારો એ પણ એક મીડિયા જ છે. આ પ્રકારના નવા અવાજો પેદા થાય છે ત્યારે જ ખરા વાસ્તવિક મીડિયાની શરૂઆત થાય છે કે જેનો સંબંધ વ્યાપક જનતા સાથે છે અને એ પણ લોકોને આનંદની અનુભૂતિ કરાવવા માટે.

મનોરંજન ઉદ્યોગ બધું ખતમ કરી દેશે એવું નથી કારણકે મનુષ્યની અંદર એવી ચીજ પડેલી છે જે એને વિચારવત માણસ બનાવે જ છે. બીજાના દુ:ખની પોતાને અનુભૂતિ થવી એ જ મૂળમાં તો મનુષ્યતા છે. જ્યારે તમે એને છોડી દો છો ત્યારે કશું જ બચતું નથી. દુનિયામાં કયાં પણ એવું થઈ રહ્યું હોય કે જે મનુષ્યને મનુષ્યતાને, પ્રકૃતિને તથા સંસાર માટે નુકશાનકારક હોય એ બધી જ વસ્તુ આપણી ચિંતાનો વિષય હોવી જોઈએ. એનાથી જ નવા મીડિયાની શરૂઆત થશે. હું મારી વાત અહીં પૂરી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. (વક્તા : શ્રી અજય ઉમટ)

સૌ પ્રથમ તો મોરારિબાપુ જેવી સમર્થ વ્યક્તિ કે જેને લાખો લોકો સાંભળતા હોય, એ સામે બેઠા હોય ત્યારે બોલવું એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ છે. અગાઉના વક્તવ્યમાં કહેવાયું કે મીડિયા જગત પર રાજ કરે છે. હું અહીં એ પ્રશ્ન લઈને આવ્યો છું કે મીડિયા પર કોણ રાજ કરે છે ?

ગાંધીનગરમાં એક વાર હું એક રાજ્યપાલનો ઈન્ટરવ્યું લેવા ગયો હતો ત્યારે એમણે પોતાનો અનુભવ જણાવતાં મને કહ્યું કે ‘હું જ્યારે શપથ લેવા ગયો ત્યારે તે પહેલાં અમારી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત હતી. એ દિવસે રાષ્ટ્રપતિ સંસદને સંબોધન કરવાના હતા. ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી સંસદની એક છત નીચે આટલા છકી ગયેલા બદમાશોને એક સામટા મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયા !’ હું પોતે મારા વ્યક્તિગત અનુભવથી કહું છું કે હું છેલ્લા વીસ વર્ષથી ગાંધીનગરમાં એક્ટિવ રિપોટીંગમાં જઉં છું. સરકારો બદલાઈ છે પરંતુ દલાલો એના એ જ છે. હું જ્યારે પત્રકાર હતો અને વિદ્યાર્થી હતો ત્યારે અમને ‘સમાચાર’ની વ્યાખ્યા શીખવવામાં આવતી કે કૂતરો માણસને કરડે તો એ સમાચાર નથી પણ માણસ કૂતરાને કરડે તો એ સમાચાર બને છે. આજે જ્યારે હું ભણાવવા જઉં છું ત્યારે કહું છું કે માણસ કૂતરાને કરડે એ પણ સમાચાર નથી પરંતુ માણસ કૂતરાને કરડે અને કૂતરાને એઈડસ થાય તો એ સમાચાર છે !

મેં વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાંથી MSW – Master In Social Works કર્યું છે. એમાં સારી રીત એ હતી કે તમે ચર્ચા કરી શકો અને શિક્ષકો સામે દલીલ પણ કરી શકો. પરંતુ જો એક સીમાથી વધુ કરો તો થોડી સજા મળે. મને સજા એવી મળી કે મારું placement આઈ.પી.સી.એલ.માં હતું અને ત્યાંથી ઊઠાવીને મને મેન્ટલ હોસ્પિટલમાં ફેંકી દેવામાં આવ્યો ! ત્યાં માનસીક અસ્વસ્થ લોકો સાથે કામ કરવાના મને બે ફાયદા થયા કે એક તો ગાંધીનગરમાં મને કોઈ દિવસ તકલીફ પડી નથી અને બીજો ફાયદો એ થયો કે ખરેખર સમાજમાં ગુનાખોરીની શરૂઆત કયાંથી થાય છે એની તાજી માહિતી મને મળી. આ યુનિવર્સિટીના મારા મિત્ર એક મહાનિબંધ લખ્યો હતો અને એણે એવું શોધ્યયું હતું કે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના કેટલાક વિદ્યાર્થીઓ ડ્રગસના બંધાણી છે. મને પણ આશ્ચર્ય થયું હતું કે મારી પોતાની ફેકલ્ટીના વિદ્યાથી ડ્રગસના બંધાણી ? મેં તપાસ કરી અને માહિતી સાચી નીકળી. એમાં થતું હતું એવું કે એટલા બધા દબાણ હેઠળ વિદ્યાર્થીને કામ કરવું પડતું કે તે શનિવારે રાત્રે એક ગોળી લઈ લે અને આખો રિપોર્ટ લખી નાખે. એ પછી રવિવાર શાંતિથી પસાર કરે. કોઈક ‘ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ’માં જતા અને ત્યાં એક સ્પેશિયલ પ્રકારની ચા બનતી કે જેમાં અફીણ અને ગાંજો નાખતાં. એ પછી એક ગ્રુપ સાથે પણ મારો પરિચય થયો. એક ડોક્ટરે મને કહ્યું કે એ ગ્રુપના લોકો ડ્રગસના બંધાણી ન કહેવાય પરંતુ કેટલીક પ્રકારની દવાઓનો દુરઉપયોગ કરી રહ્યા છે તેમ જરૂર કહેવાય. આ ડ્રગસ લેતા ગ્રુપ જોડે લગભગ છ-એક મહિના સુધી મેં કામ કર્યું અને એ લોકોની આખી Modus operandi હું સમજી ગયો. મેં નક્કી કર્યું કે પત્રકારત્વમાં આ પ્રકારની વાતો બહાર લાવવાની અને સમાજસેવા કરવાની તક મળે તો એ જરૂરથી કરવી.

એ વખતે ‘લોકસત્તા’ અખબાર ખૂબ પ્રસિદ્ધ હતું. એમાં આ વિશેનો મારો સૌથી પહેલો સંશોધનાત્મક લેખ મેં લખ્યો. એમાં મેં ડ્રગસ વેચતા બધા જ અડ્ડાવાળાઓના નામ, સરનામા લખ્યાં અને એમની કામ કરવાની પદ્ધતિ પણ લખી. જેમ કે અમુક વિસ્તારમાં તમે જાઓ અને ત્યાં બાઈકની સાઈડ-લાઈટ ચાલુ રાખો એટલે તમને એક પડીકી કોઈ આપી જાય અથવા અમુક મંદિર પાસે જાઓ અને ત્યાં લાઈટ ચાલુ હોય તો સમજી જવાનું કે પ્રસાદ મળશે. વગેરે વગેરે... મને એમ હતું કે હું આ મારા જીવનની બહુ મોટી ન્યુઝસ્ટોરી લખી રહ્યો છું. એ બીક પણ હતી કે તંત્રી કદાચ એમાં કાપકૂપ કરશે. પરંતુ એ તો પૂરેપૂરી છપાઈ ! બીજે દિવસે સવારે હોસ્ટેલમાં મારા રૂમપાર્ટનરે મને ઊઠાડયો અને મને કહે કે, ‘યાર, આ આટલે નજીક મળતું હતું અને તે અમને કહ્યું જ નહીં ? અમે તો કેટલે દૂર લેવા જતાં હતાં....’ હું ઓફિસ ગયો તો મારા તંત્રીએ મને કહ્યું કે કમિશનર તમને યાદ કરે છે, જરા મળી આવો. કમિશનરને મળવા ગયો તો એમણે મને કહ્યું કે ‘અમારું પોલીસખાતું બહુ જ બેઈમાન છે. પચાસ ટકા લોકો હપ્તા જ નહોતા પહોંચાડતા. આ વાંચ્યું ત્યારે ખબર પડી !' સાંજે જ્યારે હું ઓફિસમાં ગયો ત્યારે ઘણા બધા અડ્ડવાળાઓ લાઈન લગાવીને ઊભા હતા. મને બીક લાગી કે આ લોકો મને મારશે. પણ અમારા ઓફિસના ચાવાળાએ મને કહ્યું કે એ લોકો તો એટલા માટે મળવા આવ્યા છે કે એમના નામ યાદીમાં નથી આવ્યાં તેથી એમની ઘરાકી ઘટી ગઈ છે અને જેમનાં નામ તમે લખ્યાં એ બધાની ઘરાકી વધી ગઈ છે. બોલો ! આ કેવી દુ:ખદ વાત છે ! મને એમ હતું કે હું સમાજસેવા કરું, પણ આ તો સાવ જુદું નીકળ્યું !

મારી વ્યથા એ છે કે મીડિયા જ્યારે મૌન લે છે ત્યારે સમાજને ઘણું નુકશાન થાય છે. એક જમાનામાં વડોદરામાં લટ્ટાકાંડ થયો ત્યારે જવાબદારી સામે કોઈ પગલાં લેવામાં ન આવ્યાં. સેંકડો લોકો તેમાં મરાયા અને ત્યારબાદ અનેક લતીફો તથા બુટલેગરોનું વર્ચસ્વ વધ્યયું. મીડિયા શા માટે પગલાં લેતું નથી તે એક પ્રશ્ન છે. મીડિયા જ્યારે Manage થાય છે ત્યારે સમાજને એથી પણ વધારે નુકશાન થાય છે. છેલ્લા વીસ વર્ષમાં મીડિયા સૌથી વધુ Manage થયું છે. કયારેક છાપું, સ્થાનિક તત્વો અને પોલીસનો પણ તોફાનો કરાવવામાં ફાળો હોય છે. એ રીતના તોફાનો પૂર્વઆધારિત નક્કી કર્યા પ્રમાણે થતાં હોય છે. અગાઉ એવા કેટલાંક તોફાનો આપણે ત્યાં થયેલાં છે. એમાં કોનો હાથ એ કહી શકાય તેમ નથી પરંતુ મીડિયા કયારેક પરોક્ષ રીતે પણ આમાં જોડાયેલું હોઈ શકે તેવા આક્ષેપો થાય છે. આ પ્રકારનું જોડાણ એટલા માટે થતું હોય છે કે અમુક વિસ્તારમાંથી અમુક કોમના લોકોને હટાવવાના હોય અથવા અમુક જમીનો ખાલી કરાવવી હોય છે. અમુક તોફાનો તો ઈરાદાપૂર્વક રાતના સાડાદશ પછી કરાવવામાં આવતાં હતાં. આ તોફાનો જાણે અગાઉથી ગોઠવેલાં હતાં. આ માત્ર ગુજરાતમાં થાય છે એવું નથી, વિશ્વભરમાં આવું થાય છે.

ગોધરાકાંડ થયો એ પછી આજની તારીખે મીડિયાની જે નિષ્ફળતા હું જોઉં છું તે એ છે કે મીડિયાએ સદભાવનાને બદલે દુર્ભાવના ફેલાવી હતી. કારણ કે એ વખતે પ્રિન્ટ મીડિયા v/s ઈલેક્ટ્રોનિક મીડિયા, હિંદુ મીડિયા v/s મુસ્લિમ મીડિયા, ગુજરાતી મીડિયા v/s અંગ્રેજી મીડિયા થઈ ગયું હતું. એ તમામમાં સત્યનો ભોગ લેવાતો હતો. મેં પ્રત્યક્ષ ગોધરાના એ ડબ્બા પાસે જઈને એક હાથ પકડીને ખેંચાયેલી બાળાને પૂછયું હતું ત્યારે તેણે ફક્ત એટલું જ કહ્યું હતું કે તેઓએ મારો હાથ પકડયો હતો અને હું હાથ છોડાવીને ભાગી આવી હતી. બસ, પછી કંઈ બન્યું નહોતું. એ વાત જ્યારે બીજે દિવસે છાપામાં આવી ત્યારે એમ છપાયું હતું કે ‘એ બાળાની છેડતી કરવામાં આવી હતી !’ છાપાઓએ એ વખતે કોઈ ભૂમિકા સ્પષ્ટ ન કરી. એ વખતે થયેલા બંધના એલાન માટે છાપાવાળા તંત્રીઓ શાંતિની અપીલ એમના પેપરોમાં લખી શકયા હોત પરંતુ કોઈ પેપરોએ તેમ ન કર્યું. બધી જ એફ.આઈ.આરમાં એને ઈસ્લામિક ત્રાસવાદની ઘટના ગણાવવામાં આવી અને એને કારણે આખો મામલો ગુજરાતની બહાર ગયો અને ગુજરાત બદનામ થયું. આ બધાને કારણે ‘પોટા’ અને ‘એન્કાઉન્ટર’નું કલ્યર ઊભું થયું. મોટા ભાગના ‘એન્કાઉન્ટરો’ બોગસ જ થતાં હોય છે. આ બધામાં મીડિયાની જે શૂન્ય ભૂમિકા રહી એના લીધે ‘સોપારી' આપવા સુધીની પદ્ધતિઓ શરૂ થઈ. મીડિયાએ જો જાગૃત રહીને કામ કર્યું હોત તો આ બધું નિવારી શકાયું હોત. મીડિયા તો જ સાચું કહેવાય કે એ જે વાત લખે તેને રાજકારણીઓ માને. પરંતુ જો મીડિયા રાજકારણીઓની વાતો માનવા લાગે તો એ સમાજ માટે સૌથી ઘાતક નીવડે છે. મને એમ લાગે છે કે અગાઉ જેમ તેલીયારાજાઓની એક લોબી ચાલતી હતી તેમ અત્યારે બુટલેગરો અને બિલ્ડરોની એવી એક જબરજસ્ત લોબી ચાલે છે જેની સામે મીડિયાના માલિકો લાચાર છે અથવા એમાં ભાગીદાર છે અથવા સમાજમાં સામા પ્રવાહે તરવાનું ટાળે છે.

આર્થિક હિતો અને સત્તાલાલસા સાથે મળે ત્યારે સાધનશુદ્ધિનો કોઈ બાધ રહેતો નથી. સદભાવના ઘટે છે એનું મૂળ કારણ આ જ છે. એ માટે મને લાગે છે કે ગુજરાતનું કલ્યર પણ જવાબદાર છે. ગ્રીસના એથેન્સે આપણને સોક્રેટિસ, એરિસ્ટોટલ અને પ્લેટો જેવા મહાનુભાવો આપ્યા કારણકે ત્યાં ચર્ચાનું સામ્રાજ્ય હતું. ત્યાં કલા હતી. ત્યાં વ્યક્તિગત અભિવ્યક્તિને અવકાશ હતો. ફિલોસોફી અને ચર્ચાની કોઈ રોકટોક નહોતી. સ્પાર્ટી નામના દેશમાં એનાથી ઊલટું હતું. ત્યાં બાળક જન્મે કે તરત જ એને ઊપરથી નીચે નાખવામાં આવતું હતું. એ જો બચે તો એને લડવૈયો બનાવવામાં આવે. જેમ આ બંને કલ્યર અલગ હતાં તેમ ગુજરાતનું જે કલ્યર છે એ નફાનું કલ્યર છે. એમાં અખબારો અપવાદ નથી. જે મૂલ્યની આપણે વાત કરીએ છીએ તે મૂલ્ય સાચા અર્થમાં નાણાં આધારિત છે. આપણે ત્યાં વૃદ્ધાશ્રમ, ત્યકતાઓ, વિધવાઓ તથા ગરીબોને સૌ લોકો ડોનેશન આપે છે પરંતુ માનવ-અધિકાર, બાળ-અધિકાર, મહિલા-અધિકાર માટે કોઈ ડોનેશન આપતું નથી. મારો કહેવાનો અર્થ એ હતો કે છાપું ચલાવવા માટે માત્ર Content મહત્વનું નથી. સમાચારની ગુણવત્તા કેવી છે તે હવે મહત્વનું નથી. ગુજરાતમાં લોકો જુએ છે કે તમારે ત્યાં પસ્તી કેટલી આવે છે ? પૂર્તિઓ કેટલી આવે છે ? છાપાની સાથે ગિફટ કેવી આવે છે ? છાપાનું વજન કેટલું છે અને છાપાની સાઈઝ શું છે ? વગેરે. News has become commodity.

આ બધું હોવાને લીધે જો એક છાપું બીજા છાપા સાથે સ્પર્ધામાં પાના વધારે કે કિંમત ઘટાડે તો કમાઈ ના શકે. છાપાનું ઈકોનોમિક્સ સમજવા જેવું છે. એક અખબારની ઉત્પાદન કિંમત આમ તો આઠ થી દશ રૂપિયા થાય છે. છાપું બજારમાં બે રૂપિયામાં વેચાય છે. ફેરિયાને 33% કમિશન આપવું પડે છે. એટલે બે રૂપિયામાંથી 66 પૈસા તો ફેરિયો જ લઈ જાય છે. તો 1.33 પૈસામાં શું કમાઈ શકાય ? જે કંઈ કમાણી થાય તે માત્ર જાહેરખબરમાંથી જ થાય. પરંતુ હકીકતે જાહેરખબરમાંથી એટલું મળતર નથી મળતું કે તમે છાપું ચલાવી શકો. કારણ કે છાપામાં તમારે મશીન ચલાવવાનું છે. કાગળના ભાવ સતત વધતા રહે છે અને મેનેજમેન્ટના ખર્ચ પણ ઘણા બધા હોય છે. તેથી જે Professionally managed છાપાઓ છે તે ન્યુઝપેપરનો ઉપયોગ ન્યુઝને ભેગા કરવાનું અને તેને પ્રોસેસ કરીને વેચવાનું કરે છે. દાખલા તરીકે અમે SMS પદ્ધતિ અપનાવી છે. કોઈ પણ સમાચારની વધુ માહિતી જોઈતી હોય તો જે SMS મોકલે એમને એ સમાચાર મોબાઈલ પર મળે. તેથી અમે SMSથી વધુ કમાઈએ છીએ. એ રીતે અમે ઈન્ટરનેટ દ્વારા પણ વધુ કમાઈએ છીએ. આજે દિવ્યભાસ્કરને ઈ-પેપર તરીકે રોજના 80 લાખ લોકો દુનિયાભરમાંથી જુએ છે. એમાં અમારે સ્વાભાવિક રીતે પ્રિન્ટીંગનો કોઈ ખર્ચ નથી આવતો એટલે એમાંથી આવક વધારે પ્રમાણમાં થાય છે.

આ રીતે અખબાર એક પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટ માટે પેકેજિંગ જરૂરી છે, બ્રાન્ડિંગ જરૂરી છે, માર્કેટિંગ જરૂરી છે અને ગલેમર પણ જરૂરી છે. Content જો વેચવું હોય તો ગલેમર, સોફટ-પોનોંગ્રાફી, ઈન્ફોટેઈનમેન્ટ આજકાલ જરૂરી થઈ ગયું છે. ચેનલવાળા સાથે બ્રેકિંગ ન્યુઝની હરીફાઈ કરવા માટે કાં તો તમારે Exclusive News આપવા પડે અથવા તો સ્ટીંગ ઓપરેશનન્સ કરવા પડે અથવા “ગણપતિ દૂધ પીવે છે’ એ સ્ટોરી કયાંથી ઉદ્દભવી એનું મૂળ શોધવું પડે અથવા તો પ્રેતાત્માઓ સાથે વાત કરવી પડે. બાળક ખાડામાં પડે એની ચોવીસ કલાક સ્ટોરી ચેનલવાળાઓ ચલાવી શકે, અમે ના ચલાવી શકીએ. દેશ ખાડામાં પડે તો શું થાય એની વાત કોઈ નથી કરતું !

અખબાર છાપવામાં એક નિશ્ચિત Break-Even Point હોય છે દાખલા તરીકે અમુક બે લાખ કોપી સુધી અમને નફો હોય પરંતુ એનાથી થોડી વધુ કોપી છાપવી પડે તો એ સાઈકલ પાછી ખોટમાં ફેરવાઈ જાય. એ ખોટ ભરપાઈ કરવા માટે છાપાના માલિકો જે ધંધા શોધે એને સારા શબ્દોમાં ‘એડવેટોરિયલ’ કહેવાય. એટલે કે એડવરટાઈઝમેન્ટ વત્તા એડિટોરીયલ મેટર. જેને Paid News પણ કહી શકાય. આ Paid Newsનો ત્રાસ એટલો બધો છે કે ચૂંટણી સમયે તો ખબર જ ના પડે કે કઈ પાર્ટીનો કયો નેતા શું બોલે છે ? ઉપર લખ્યું હોય કે ભાજપ જીતે છે અને નીચે લખ્યું હોય કોંગ્રેસ જીતે છે !! સામાન્ય વાચક ખરેખર ગંચવાઈ જાય. પૂર્તિઓમાં લેખ લખનારા લેખકો અમુક પ્રકારની વિચારધારામાં માનનારા હોય અને પોતાનો અભિપ્રાય આપતા હોય ત્યાં સુધી વાંધો નથી પરંતુ કયારેક ન સમજાય તે રીતે કાળા ચોકઠામાં Paid Articles પણ છપાતા હોય છે, જે જાહેરખબરના સ્વરૂપમાં હોય છે. આ બધા પછી ‘મીડિયા સ્પિનિંગ’ની બાબત તો એથીયે વિશેષ ખરાબ છે. એમ જાણવા મળ્યું છે કે દિલ્હીમાં કોઈ એવી ગેંગ નીકળી છે જે લોકસભામાં પ્રશ્ન પૂછવો હોય તો પ્રશ્ન પણ પુછાવી આપે, ભાજત-કોંગ્રેસ વચ્ચે કોઈ મુદ્દે સેટિંગ કરી આપે તથા કોર્પોરેટ માટેના તમામ સેટિંગ એ કરી આપે. તમામ ગોઠવણ એ કરી દે. આ બધુ બહુ ખતરનાક છે. આ આખું મોડલ અમેરિકન મોડલ છે. જેમ કે બુશ હોદ્દા પરથી જવાના હોય અને અમુક ત્રાસવાદીની સીડી એ જ વખતે આવે અને બુશ ફરી પાંચ વર્ષ માટે ચૂંટાઈ જાય ! 19 દિવસના પરફોરમન્સને આધારે ઓબામાને નોબેલ પારિતોષિક મળી જાય ! - આ બધી મોટી ગેમ્સ હોય છે એને કોઈ મીડિયાની દુનિયા જાહેર કરતું નથી, નથી તો કોઈ એના વિશે બોલતું

કહેવાનો આશય એ છે કે આજે જે ‘પબ્લિક રીલેશન કંપનીઓ મીડિયામાં ઘૂસી ગઈ છે તે મીડિયાને કંટ્રોલ કરે છે. એ મીડિયા પછી ગુજરાતી હોય, અંગ્રેજી હોય કે અમેરિકન હોય. બધામાં જાતજાતના ઓપિનિયનોને ઘડવામાં આવતા હોય છે. લોકોને તે એક જ દિશામાં વિચારતા કરી દે છે. એ બધું ગોઠવાયેલું હોય છે. અમેરિકાની એક બહુ પાવરફૂલ લોબી છે જે લોકોએ કયા પ્રકારની ફિલ્મ બનાવવી એના વિશે પણ સલાહ આપે છે, કેવી ડોકયુમેન્ટરી બનાવવી, ત્યાંના સામાયિકોમાં કટાર લેખકોએ કયા પ્રકારના લેખો લખવા, કયા પ્રકારના જોક્સ બનાવવા - એ બધા માટે વિચારકોનું એક ગ્રુપ હોય છે. એ લોકો એ રીતે બધું લખતા અને બનાવતાં હોય છે કે કોઈ પણ બાબત માટે તમારી જોવાની દષ્ટિ સાવ બદલાઈ જાય છે. આપ પ્રચારમાં તો એમણે એટલી બધી મહારત હાંસલ કરી છે કે અમેરિકન પબ્લિકને વાસ્તવમાં ખબર જ નથી કે શું થઈ રહ્યું છે ! અમેરિકામાં તાજેતરમાં એક સર્વે થયો કે વિયેતનામ યુદ્ધમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હશે ? અમેરિકાએ પોતે ઓફિશિયલ આંકડો 20 લાખનો આપ્યો છે. વાસ્તવમાં 40 લાખથી વધુ લોકો ત્યાં મર્યા છે. હિટલરે લાખો યહુદીઓની હત્યા કરી પણ અમેરિકન બાળકના નોલેજ પ્રમાણે 30 હજારથી વધુ લોકો નહીં મર્યા હોય. હું અમેરિકાની એક યુનિવર્સિટીમાં ગયો અને ત્યાંના બાળકોને કેટલાક સવાલ પૂછયા તો મેં જાણયું કે તેઓનું જનરલ નોલેજ બહુ નબળું હતું. ત્યાંના પ્રોફેસરે મને કહ્યું કે એ લોકોને તો હિલરી ક્લિન્ટન કોણ છે એ પણ ખબર નથી.

ગુજરાતમાં આજે મને સૌથી મોટી તકલીફ એ દેખાઈ રહી છે કે આપણે ત્યાં ચર્ચાનું કોઈ કલ્યર જ નથી. અહીં બેઠેલા સનતભાઈએ એક વાર સાચું કહ્યું હતું કે આપણે બહારના લોકો સામે તો લડી શકયા પણ પોતાના લોકો સામે હારી ગયા. નર્મદાનો બંધ આગળ કેટલો વધશે, પાણી કોને મળશે, સાબરમતીમાં પાણી છોડવાનો નિર્ણય સાચો છે કે ખોટી - એ બધા વિશે ચર્ચા તો થવી જોઈએ ને ? એક્સપ્રેસ હાઈવે બને, વિસ્થાપિતોનું શું થશે, વંચિતોનું શું થશે, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન વિશે શું – એ બધી બાબતોની ચર્ચા થવી જોઈએ. દુ:ખની વાત એ છે કે આપણે ત્યાં બજેટ વિશે કે બીટી કૉટન વિશે પણ નિખાલસતાથી ચર્ચા થતી નથી. છાપામાં શેરબજાર, ક્રિકેટનો સ્કોર, અવસાન નોંધ, તારીખ, તિથિ અને ધાર્મિક મેટર – આટલાંને બાદ કરતાં દરેક વસ્તુ એવી આવે છે જેની પર ચર્ચા થઈ શકે. હું અમેરિકામાં હતો ત્યારે મને ત્યાંના એક રિપોર્ટરે કહ્યું હતું કે ‘મારા જીવનમાં મેં અમેરિકન મીડિયાને ફક્ત એક જ વાર સાચું રિપોટીંગ કરતાં જોયું છે અને તે છે 9/11ની ઘટના. એ સિવાય મેં કદી અમેરિકન મીડિયાને સંપૂર્ણ સાચું રિપોટિંગ કરતાં જોયું નથી.’ આપણા મીડિયાની મર્યાદા એ છે કે Investigation શ્રેન્ય છે. આપણે ત્યાં 'whistleblower' ની પદ્ધતિ નથી. કંઈક ખોટું થતું હોય અને હું બોલું તો મને સમર્થન આપનાર કોઈ નથી. આપણે ત્યાં કોઈ કૌભાંડ પકડાય એ પછી મીડિયા એના પર તૂટી પડે છે પરંતુ એ પહેલા એ વિશે કશું લખાતું નથી. ‘એન્કાઉન્ટર' કરનાર વ્યક્તિ જ્યાં સુધી જેલમાં ન જાય ત્યાં સુધી હીરો હોય છે અને જેલમાં જાય એ પછી એના પર ઘણું બધું લખાય છે.

રામ નામે પથરા તરે છે પરંતુ રામ પોતે નાખે તો એ પથ્થર તરતા નથી અને ડૂબી જાય છે. રામે હનુમાનજીને કારણ પૂછયું તો હનુમાનજી હસ્યા અને કહ્યું કે, ‘ભગવાન. તમે જેને ત્યજી દો એ કઈ રીતે તરી શકે ? મારો કહેવાનો અર્થ એ છે કે મીડિયાને તમે લોકો નહીં ત્યજો તો મીડિયા તરશે, નહીં તો મીડિયા સાવ ડૂબી જશે. આપ સૌનો આભાર.

[ત્રીજો દિવસ : અંતિમ બેઠકો વિષય : સામાજિક સદભાવના અને નાગરિક સમાજ..]

‘સદભાવના પર્વ-2’ની ત્રીજા દિવસની અંતિમ બેઠકનો પ્રારંભ શ્રી જનકભાઈના પ્રાર્થના-ગાનથી થયો હતો. આ બેઠકનો વિષય હતો : ‘સામાજિક સદભાવના અને નાગરિક સમાજ.’ બેઠકનું સંચાલન શ્રી સંજયભાઈ કર્યું હતું. તેમના પ્રારંભિક વક્તવ્ય બાદ પૂર્વ ભારતના નાગરિક ચળવળના કર્મશીલ શ્રી સત્યા શિવરામને બેઠકના વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. એ પછી સમગ્ર પર્વના સમાપન સમયે પૂ. મોરારિબાપુએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. બપોરે બાર વાગ્યે આ ત્રિદિવસીય સત્રનું સમાપન થયું હતું અને સૌએ ભોજન-વિશ્રામ કરીને વિદાય લીધી હતી. ચાલો, આપણે આ અંતિમ બેઠકમાં પ્રવેશ કરીએ.(વક્તા : શ્રી સત્યા શિવરામન)

સૌપ્રથમ ઉપસ્થિત સૌ વડીલોને મારા પ્રણામ. સૌ આયોજકોનો હું આભારી છું કે તેમણે મને અહીં બોલવાની તક આપી. આમ તો હું પત્રકાર છું પરંતુ ‘પત્રકાર છું’ એમ આજકાલ કહેવું મુશ્કેલ છે કારણકે ગઈકાલે રવીન્દ્રજીએ કહ્યું એ પ્રમાણે હવે તો દેશમાં પત્રકારત્વ નામની કોઈ ચીજ જ નથી રહી ! મુખ્યત્વે હું છેલ્લા દસ વર્ષથી સ્વાસ્થયના ક્ષેત્રમાં કામ કરી રહ્યો છું. આપને ખ્યાલ હશે જ કે ગત વર્ષે ‘સ્વાઈન ફલૂ નામની બીમારીએ લોકોમાં ખૂબ દહેશત ફેલાવી. લોકો ગભરાયા. ઠંડકવાળા પ્રદેશોમાં આ બીમારી વિશેષરૂપે જોવા મળી. આપણા શહેરોના મધ્યમવર્ગમાં એવો ભય ફેલાઈ ગયો હતો કે લોકો મોઢે માસ્ક પહેરીને નીકળતા હતાં. સિનેમા હોલમાં, શોપિંગ મોલમાં અને રસ્તા પર ઠેર ઠેર બધા માસ્ક પહેરેલા નજરે પડતાં. મેં જ્યારે આ દશ્ય જોયું ત્યારે હું ખુશ થયો કે આટલા બધા લોકોએ મોઢા પર માસ્ક પહેર્યા છે. મારું માનવું એ હતું એ આ લોકોએ હંમેશા જિદગીભર આ માસ્ક પહેરી રાખવા જોઈએ. એ બીમારીને લીધે નહીં. મોટા શહેરોમાં રહેનારા મધ્યમવર્ગીય લોકોએ શરમિંદા થવું જોઈએ. મારું આમ કહેવાનું મુખ્ય કારણ એ હતું કે આ દેશમાં સ્વાસ્થયની જે સ્થિતિ છે એની સરખામણીમાં આ H1N1 તો કંઈ નથી.

‘સ્વાઈન ફલૂ માટે જે ધમાલ થઈ, કમિટીઓ રચાઈ, અનેક પ્રચારો થયા પરંતુ એ ‘સ્વાઈન ફલૂથી એક વર્ષમાં મરનારનો આંકડો જોઈએ તો 600 થી 800 સુધીનો છે. હવે તો મીડિયામાંથી એ ખબરો દૂર થઈ ગઈ છે એટલે આજની તારીખમાં તો કોઈ એની વાત પણ નથી કરતું. ગત વર્ષે તો ‘સ્વાઈન ફ્લો સિવાય કોઈ બીજી વાત જ નહોતું કરતું ! મેં ગણતરી કરી છે કે આપણા દેશમાં રોજ જુદી જુદી બીમારીઓને કારણે મરનારની સંખ્યા લગભગ 12,000ની છે. ઈ.સ.2009નો યુનિસેફનો આંકડો છે કે લગભગ 25 લાખ બાળકો ભૂખમરા સાથે જોડાયેલી બીમારીઓને કારણે એ વર્ષમાં મૃત્યુ પામ્યા હતા. દર વર્ષે લગભગ આટલો આંકડો હોય છે. 10 લાખ બાળકો જન્મ લેતાંની સાથે મૃત્યુ પામે છે. બાકીના 15 લાખ પાંચ વર્ષની ઊમર થતા પહેલાં મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ ગરીબી છે. ગરીબીનો અર્થ અહીં પૈસાને અનુલક્ષીને નથી. પૂરતું પોષણ ન મળવાને કારણે આમ થાય છે. વગર પૈસે પણ પોષણ થઈ શકે છે જેમ કે જગલના વિસ્તારોમાં આદિવાસી લોકો રહે છે એમને તો પૈસા સાથે કોઈ લેવાદેવા જ નથી. તેઓ હંમેશા સમૃદ્ધ રહ્યાં હતાં પરંતુ આજની તારીખમાં એમની જમીન અને તેમના જગલો ખંચવી લેવામાં આવ્યા છે. આજે એ હાલત છે કે જે આદિવાસી હજારો વર્ષોથી જગલમાં જ રહીને જગલની ચીજવસ્તુઓને આધારે જીવ્યો હતો એને આજે પોતાની આસપાસથી મળતી પ્રાકૃતિક ચીજવસ્તુઓથી વંચિત કરવામાં આવ્યો છે. હું કયારેક વિચારું છું કે રામાયણ જો આજના સમયમાં હોત અને જો રામચંદ્રજીને વનવાસ જવાનું હોત તો પહેલી સમસ્યા એ ઊભી થાત કે જગલો છે જ કયાં ? બીજી સમસ્યા એ થાત કે જો વનમાં પહોંચી જાય તો પણ એમણે સૌથી પહેલા ‘ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ” સાથે લડવું પડત. રાવણ તો દૂરની વાત છે !

આપણે ત્યાં મુગલો આવ્યાં ત્યારે તેઓએ જગલોને છોડી દીધા હતાં. આદિવાસીઓ પર એમણે કોઈ હુમલો નહોતો કર્યો કારણ કે આદિવાસી પાસે પૈસાની તો કોઈ કલ્પના જ નથી. એ લોકો બહુ મોટા વિસ્તારમાં ફેલાયેલા હોય છે. આમ પણ મુગલોને સંપત્તિ લંટવી હતી. એટલે તેઓ બચી ગયા. આદિવાસીઓની રહેવાની રીત, એમનું ગ્રુપ અને એમની સોસાયટી બહુ અલગ પ્રકારની હોય છે. ત્યારબાદ અંગ્રેજો આવ્યા એ પહેલા આપણે ત્યાં જાગીરદારી પદ્ધતિ હતી. એમાં જમીનનો માલિક ખેડૂત જ રહેતો પરંતુ જાગીદદાર તેની પાસેથી અમુક કર વસુલ કરતો. એ વખતે જમીનના માલિક હોવાની રીત સાવ જુદી હતી. એમાં જમીનના કોઈ કાગળિયાં નહોતાં. ગામમાં બધાને ખબર રહેતી કે કઈ જમીન કોની છે. અંગ્રેજોએ આવીને પોતાના સ્વાર્થ માટે આ જાગીરદારોને જમીનદારો બનાવી દીધા. જ્યાંથી તેઓ કર વસૂલ કરતા હતાં એ બધી જમીનો જમીનદારની બની ગઈ. એનાથી બહુ જ નુકશાન થયું. ખાસ કરીને પછાત વિસ્તારોમાં ઘણું જ નુકશાન થયું. આ જમીનદારો જે કર ના ચૂકવે એની જમીન જપ્ત કરવાં લાગ્યાં. આદિવાસીઓને બહુ નવાઈ લાગી. આદિવાસીઓના મનમાં કર ચૂકવવાનો વિચાર જ નહોતો સમજાતો. એમને એમ થતું કે અમારે શેના પૈસા ચૂકવવાના ? લગભગ 100 વર્ષ સુધી ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરે પ્રાંતોમાં રહેતા આદિવાસીઓ પર આ પદ્ધતિ લાદવામાં આવી. એની સામે ખૂબ વિદ્રોહ થયાં હતાં. એ વખતના પરિણામો આપણે હજુ પણ જોઈ શકીએ છીએ કે જે આદિવાસી પૈસાથી દૂર હતો, ફક્ત પ્રકૃતિ સાથે રહેતો હતો, જેની જરૂરિયાતો પણ ઓછી હતી - એને આપણે શહેરમાં આવીને મજૂરી કરવા પર મજબૂર કરી દીધો છે. એ પોતાની જગ્યાએ રહી નથી શકતો. આઝાદી પછીના આ 60 વર્ષોમાં વિકાસના નામે આપણે જે મોટા મોટા બંધો બાંધ્યા, કારખાનાંઓ નાખ્યાં - એ બધામાં સૌથી વધારે નુકશાન આદિવાસીઓનું થયું છે.

આપણા દેશની વસ્તીના 8% લોકો આદિવાસી છે. એમાંથી 4% તો સમજી લો કે ઉત્તર-પૂર્વમાં છે. બાકીના 4% મધ્ય ભારત એટલે કે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ વગેરેમાં રહે છે. વિકાસના નામે મોટા પ્રોજેક્ટોથી અનેક આદિવાસીઓ વિસ્થાપિત બન્યાં છે. આપણા શહેરોમાં મોટા મોટા મકાન બાંધવા માટે જે લાકડું, રેતી, પથ્થર વગેરે બધું આવે છે તે આ વિસ્તારોમાંથી જ આવે છે. મોટી કંપનીઓ આદિવાસી વિસ્તારોમાં જાય છે ત્યારે તેમને માણસો નથી દેખાતા, એમાંથી કેટલો પૈસો મળશે એ જ દેખાય છે. આદિવાસી માણસ તો એક રીતે જાણે અદશ્ય માણસ બની ગયો છે. આ બધાને કારણે સ્વાસ્થય પર પણ ખૂબ અસરો પડી છે. માતાનું પોષણ ન થવાથી અનેક બાળકો મૃત્યુ પામ્યા છે. એ વિસ્તારોના પ્રાણીના સ્ત્રોત બધા જ પ્રદૂષિત થવા માંડયા છે. ખાવાનું પૂરું મળતું નથી અને સ્વાસ્થયની તો કોઈ સુવિધા ત્યાં આજે પણ નથી. ઘણા વિસ્તારો આપણા દેશમાં હજી એવા છે કે જ્યાં ફક્ત ઝાડટૂંક કરનારા ભૂવાઓ જ મળે છે. કોઈ ડૉક્ટરો હોતા નથી. જે રીતે બાળકોની વાત કરી એ રીતે માતાઓ પણ બાળકને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે એનો આાંકડો 70,000નો છે. ટીબીથી દેશમાં દર વર્ષે દસ લાખ લોકો મરે છે. આખા વિશ્વમાં સૌથી વધારે ટીબીના દર્દીઓ ભારતમાં છે. મગજના મેલેરિયાથી

આશરે દસ લાખ લોકો મરે છે. આ જે આંકડાઓ છે તે સામાન્ય યુદ્ધોમાં લોકો મરે એના કરતાં અનેક ઘણા છે. લોકો કહે છે કે ફલાણી જગ્યાએ આતંકવાદી હુમલો થયો અને 40 લોકો મરી ગયા. પરંતુ જરા આ આંકડા તો જુઓ ! આ આંકડાઓ તો આતંકવાદી હુમલા કરતાં અનેક ઘણા છે. રોજ આ એટલું બધું થાય છે કે આપણને એ દેખાતું નથી. જેમ એરપોર્ટ પાસે ઘર હોય તો થોડા સમય બાદ વિમાનના અવાજથી માણસના કાન ટેવાઈ જાય છે એમ આપણે આ બધાથી જાણે ટેવાઈ ગયા છે. 25 થી 40 લાખ લોકો કારણ વગર આ દેશમાં મરી જાય છે અને જાણે કોઈને કંઈ ફર્ક નથી પડતો ! લોકોનું ધ્યાન બીજી તરફ જ રહેતું હોય છે. હું મીડિયાનો છું તેથી મીડિયા માટે પણ કહીશ કે આજકાલ એવું થયું છે કે મીડિયા જેને ફોકસ કરે એનું જ જાણે કે અસ્તિત્વ હોય છે ! મીડિયાએ જો તમારા મોં પર કેમેરો ના ફેરવ્યો તો તમે છો કે નથી એનાથી કોઈને કંઈ ફર્ક પડતો નથી, એવું થઈ ગયું છે. એમ આપણે થવા પણ દીધું છે. આપણે પણ એટલા જ જવાબદાર છીએ.

ભારતની અત્યારની એક બહુ મોટી સમસ્યા એ છે કે ‘સહાનુભૂતિ’ નામની મૂળભૂત ચીજ હવે મરી ચૂકી છે. ખરેખર આ બહુ દુ:ખની વાત છે. ભારત જેવા મહાન દેશમાં કે જ્યાં દુનિયાના અનેક ધર્મોએ જન્મ લીધો છે, અનેક સંતો, અનેક દાર્શનિકો, બુદ્ધિજીવીઓ થઈ ગયા છે અને ભારતનું નામ વિશ્વભરમાં એનાથી જ પ્રખ્યાત છે - ત્યાં આમ થઈ રહ્યું છે. ભલે આપણો ભૂતકાળ ઘણો ભવ્ય રહ્યો હોય પરંતુ વર્તમાન પરિસ્થિતિ તો એ છે કે સમાજમાંથી ‘સહાનુભૂતિ’ નામની ચીજ ધીમે ધીમે કરીને ખતમ થઈ રહી છે. ભારતની સરખામણી ખેતી લાયક જમીન સાથે કરીએ તો અત્યારે આ જમીન એવી થઈ ગઈ છે કે જેમાં કંઈ ઊગતું નથી. સાવ બેકાર જમીન થઈ ગઈ છે. ઘણીવાર લોકો જમીન મેળવવા માટે ઝઘડતા હોય છે પરંતુ એ નથી વિચારતા કે આ જમીન હવે બેકાર છે. સૌથી પહેલા તો એ જમીનને ઉપજાઉ કે ખેતી લાયક કેવી રીતે બનાવવી એ સૌથી મહત્વનું કામ છે.

કોઈ એક સામાયિકે મને ભારતના જનતંત્ર વિશે લખવાનું કહ્યું ત્યારે મેં વિચાર્યું કે ભારતમાં હિટલર કેમ પેદા નથી થયો ? પછી મને ખ્યાલ આવ્યો કે ભારતમાં ગલીએ-ગલીએ એટલા બધા હિટલરો પેદા થયાં છે કે એક હિટલર બીજા હિટલરને દબાવી નથી શકતો અને આમ આદમી તે બે હિટલરો વચ્ચેની જગ્યામાં જીવતો હોય છે. હકીકતે અત્યારે આપણે ત્યાં જરૂરત તો એવી છે કે ગલી-ગલીમાં એક ગાંધીજી પેદા થાય. દરેક જિલ્લામાં, તાલુકામાં અને ગલીઓમાં-પોળોમાં રહેલા પ્રત્યેક હિટલર સાથે લડવા માટે બધે જ એક ગાંધીબાપુની જરૂર છે. દેશ જે રીતે જઈ રહ્યો છે અને માનવતાના મૂલ્યો ખતમ થઈ રહ્યા છે એને જગાડવા માટે હજારો-હજારો ગાંધીની આ દેશમાં જરૂરત છે. એ સહેલું કામ નથી. ગાંધીજી વિશે વિચારું છું ત્યારે મને સમજાય છે કે વિશ્વભરના લોકો ગાંધીજીને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના નેતા માને છે. તેઓ માને છે કે ભારતીય દર્શન અને પ્રાચીન પરંપરાને ગાંધીજીએ નવા સંદર્ભમાં મૂકયું અને એ પરદેશી તાકાત સામે તેઓ લડયા. આ બાબત અમુક હદ સુધી સાચી છે પરંતુ ખરેખર તો ગાંધીજી પર પાશ્ચાત્ય સંસ્કૃતિનો પણ એટલો જ પ્રભાવ હતો, જેટલો ભારતીય સંસ્કૃતિનો હતો. પાશ્ચાત્ય પાસેથી આપણે ઘણું શીખવા જેવું છે. આપણે કયાંક નબળાં છીએ એટલે આપણે આ શીખવાનું છે એમ વાત નથી. એમાં કંઈ પૂર્વ-પશ્ચિમ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. આજનું ભારત તો જાણે કે ‘‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ની એક પ્રોડક્ટ છે. મૂળ ભારત આ પ્રકારનું નહોતું. આજે ભારતનું એક આામી છે, ન્યાયતંત્ર છે, ઈલેકશન થાય છે, ભારત સરકાર છે - આ બધું તો આધુનિકતાની દેન છે. આમાં કંઈક સારી વસ્તુઓ પણ છે પરંતુ એના કરતાં સમસ્યાઓ ઘણી છે. એ માટે પાશ્ચાત્ય પાસેથી પણ શીખવું જોઈએ. પશ્ચિમ પાસેથી ફક્ત આપણે ટેકનોલોજી શીખવાની નથી. ત્યાંનો આમ નાગરિક કંઈ ફક્ત પોતાના હક માટે નથી લડતો, એ સાથે સાથે પોતાની ફરજ પણ જાણે છે.

મેં સ્વાસ્થયનું ક્ષેત્ર એટલે પસંદ કર્યું કારણ કે ઘણું કઠીન છે. ઘરમાં કોઈ એક સભ્ય બીમાર થઈ જાય તો પણ ઘરના અનેક વ્યક્તિઓની શક્તિ એને સાજો કરવા માટે વપરાય છે. એ સમયે આપણે પોતાની પૂરેપૂરી શક્તિથી કામ કરવું પડે છે. એક ઈજનેર મકાન બનાવે એમાં પણ સમય અને શક્તિ તો વપરાય જ છે પરંતુ સ્વાસ્થયની બાબતમાં માણસે સતત સેવા કરતા રહીને પોતાની ઊર્જા વાપરવી પડે છે. પાશ્ચાત્ય દેશોમાં તમે જોશો કે એવા અનેક લોકો છે જેમનું કોઈ નથી. અનેક વ્યક્તિઓ સાવ એકલા છે. એવો એકલો વ્યક્તિ બીમાર પડે ત્યારે એમને ત્યાં એક સિસ્ટમ બનાવેલી છે જેના અંતર્ગત કોઈ પણ પ્રકારના ગરીબમાં ગરીબ વ્યક્તિની સારવાર મફતમાં થાય છે. એ વ્યક્તિની દવા તો થઈ જાય છે, નસોં દેખરેખ રાખે છે પરંતુ એ વ્યક્તિ સાથે સહાનુભૂતિપૂર્વક બેસનાર કોઈ હોતું નથી. સ્વાસ્થયને સાજું કરવામાં ‘સહાનુભૂતિ’ એ બહુ મોટું તત્વ છે. માણસ કંઈ ફક્ત દવાથી ઠીક નથી થઈ જતો. દવા સાથે માણસને પ્રેમ જોઈતો હોય છે. પાશ્ચાત્યના દેશોમાં એવો પ્રેમ દર્શાવનારા પણ અનેક લોકો છે. મોટા કોર્પોરેટ ક્ષેત્રના અગ્રણીઓ પણ કયારેક અડધો દિવસ કોઈક હોસ્પિટલમાં સાવ અજાણ્યા વ્યક્તિને સહારો આપવા એની જોડે જઈને બેસે છે. આવા પાશ્ચાત્યના વિચારો અપનાવા જેવા છે. ગાંધીજીએ આ વિચારને અહીં ભારતમાં લાવવાની કોશિશ કરી હતી. વિડંબના એ છે કે ગાંધીજીની હત્યાની સાથે એમની તમામ વિચારધારાને પણ દાટી દેવામાં આવી. હું માનું છું કે આ શુભ વિચારધારાઓને પાછી લાવવાની ખૂબ જરૂરત છે.

જે વિષય મને આપ્યો છે કે નાગરિક સમાજનું કર્તવ્ય શું તો હું એ બે પ્રકારનું કર્તવ્ય સમજું છું. એક તો પોતાના હક માટે કેવી રીતે લડવું અને સંગઠિત થવું સંવિધાનમાં એ બધું લખેલું છે પરંતુ સામાન્ય માનવીને તો જાણે સંવિધાન સાથે લેવા-દેવા જ નથી રહી ! એ સંવિધાનને અમલમાં લાવવું એ નાગરિકનું કર્તવ્ય છે. બીજું કર્તવ્ય એ છે કે નાગરીકે પોતાની આસપાસ સહાનુભૂતિ અને સદભાવનાનો માહોલ રચવાનો છે. જેમ અગાઉ મેં કહ્યું તેમ, આ પ્રક્રિયા વગર આ ઉજજડ જમીન ઉપજાઉ નહીં બની શકે. આ માટે પાશ્ચાત્ય સમાજ પાસેથી પણ જે મૂલ્યો જરૂરી લાગે તે લેવાં જોઈએ.

આપણા દેશમાં જે તંગી છે એને હું ‘આધ્યાત્મિક તંગી’ એવું નામ આપું છું. આર્થિક તંગી કરતાં સૌથી પહેલા આ તંગીને દૂર કરવી પડશે. એક સાચા ધાર્મિક થવાનો ખરો અર્થ એ જ છે કે તમે બીજા વ્યક્તિ સાથે કેટલી હદ સુધી સહાનુભૂતિ રાખી શકો છો. હું માનું છું કે સાંપ્રદાયિકતા અને સદભાવનાના જે પ્રશ્નો છે એ તો ભાષણોના માધ્યમથી અમુક હદ સુધી જ ઉકેલી શકાય છે. આજના જમાનામાં આ માટે રેલીઓ કાઢવાથી કામ નહીં થાય. એની માટે અંતરિયાળ ગામડાઓ સુધી જઈને જાતે કામ કરવું પડશે. ફક્ત ભાષણોથી સામેના માણસની વર્તણૂંકને આપણે બદલી નહીં શકીએ. આમ આદમીની જે રોજેરોજની નાનકડી જરૂરિયાત છે, એમાં જો આપણે મદદ ન કરી શકીએ તો પછી તો મોટા-મોટા ભાષણો આપીને આપણે આ દેશને નથી બદલી શકવાના. અમે ઝારખંડમાં સ્વાસ્થયના ક્ષેત્રમાં સીધું એ જ કામ કરી રહ્યા છે કે જેથી ગામના લોકોનું સ્વાસ્થય સુધરે. ગામમાં ઘણી એવી સામાન્ય બીમારીઓ હોય છે જેને માટે મોટા સ્પેશિયાલિસ્ટ કે એમ.બી.બી.એસ ડૉક્ટરની જરૂર નથી હોતી. એ માટે ત્યાં એ પ્રકારના હેલ્થકેર વર્કર્સ’ રાખવામાં આવ્યા છે જેથી તેઓ આ બીમારીની પ્રાથમિક સારવાર કરી શકે અને ગામના લોકોને સામાન્ય સમજ આપી શકે. આ કાર્યમાં સદભાવના ફેલાવવનો હેતુ પણ સમાયેલો છે જ.

એ જ રીતે ધર્મના ક્ષેત્રમાં પણ સૌને એકબીજાના ધર્મની જાણકારી હોય તે બહુ જરૂરી છે. પરસ્પર સદભાવનું નિર્માણ થાય એ માટે આ અગત્યનું છે. આપણામાંથી ઘણા ખરા લોકોને મુસ્લિમ ધર્મના અનેક તહેવારો વિશે સામાન્ય જ્ઞાન પણ નથી હોતું. દરેક પ્રાંતમાં આ સ્થિતિ છે. વિવિધ ધર્મના લોકો એકબીજા સાથે હળીમળીને રોજેરોજ કામ કરે તે ખૂબ જરૂરી છે. ભલે આપણા વિચાર કોઈ સાથે મળતાં ન હોય પરંતુ આપણે લોકો સાથે ભેગાં મળીને કામ કરી તો ધીરે ધીમે એક સ્વસ્થ સમજ કેળવાતી જાય છે. આ બધા માટે અમે ઝારખંડમાં કોશિશ કરી રહ્યાં છે. અમે શિક્ષણના ક્ષેત્રમાં પણ એ રીતે કંઈક કરવાનું વિચારી રહ્યા છે. શિક્ષણના ક્ષેત્રમાં સ્વાસ્થયના ક્ષેત્રની જેમ અનેક ઘણો અભાવ છે. એવા આપણા દેશમાં સેવા કરવાલાયક અનેક ક્ષેત્રો છે. કયાંક પીવાલાયક પાણી નથી, કયાંક ઊર્જાના પ્રશ્નો છે તો કયાંક ગામડામાં ચૂલો સળગાવવાથી થતા ધૂમાડાથી અનેક મહિલાઓને ફેફસાનું કેન્સર થાય છે. આ પ્રકારની ઘણી સમસ્યાઓ હજી ઊભી જ છે. આંખો ખોલીને જોઈએ તો કામ કરવા માટે તો અનેકઘણું કામ ચારે તરફ છે.

ખાસ કરીને હું ભણેલાગણેલા અને થોડા સદ્ધર એવા શહેરી મધ્યમવર્ગને ખાસ કહેવા માગું છું કે તેઓ પોતાની ચારે તરફ રહેલી આવી સમસ્યાઓને જુએ. ફક્ત મીડિયાને જોઈને ન બેસી રહે. હું તો કહું છું કે ટીવી જોવાનું બંધ કરી દો. હું તો વર્ષોથી ટીવી જોતો નથી અને એની મારા સ્વાસ્થય પર એની સારી અસરો થઈ છે. મેં તો અખબાર વાંચવાનું પણ છોડી દીધું છે કારણ કે આજનું અખબાર જુઓ કે પરમ દિવસનું કે એક વર્ષ પહેલાનું - તેમાં કંઈ વિશેષ ફરક નથી પડતો ! ટીવીને કારણે આપણે સાથે રહેવા છતાં સાવ એકલા પડી ગયાં છીએ. મારા પિતાજીના સમયમાં જ્યારે ટીવી નહોતાં ત્યારે તેઓ બહાર ચાલવા જતાં અને કોઈકને ત્યાં બેસીને આરામથી એકાદ-બે કલાક વાતો કરી શકતાં. એથી સ્વસ્થ અને સુખી રહેતાં. આજે હવે કોઈને ત્યાં ટીવી ચાલતું હોય અને આપણે જઈએ તો ઉપર-ઉપરથી ‘આવોબેસો’ એમ કહે પણ આપણને ખ્યાલ આવી જાય કે આપણા આવવાથી એમને ખુશી નથી થઈ. મનોમન એ બબડતો હોય કે : ‘આ સિરિયલના ટાઈમે વળી આ ક્યાં આવી ચઢિયા ?’ તેથી કહું છું કે ટીવી ઓછું જોઈને વાસ્તવિકતા જે બની રહી છે એને આંખો ખુલ્લી રાખીને જુઓ.

બીજું, આ બધા માધ્યમોને લીધે આપણે એમ માનવા લાગ્યા છીએ કે જે હેડલાઈન હોય છે એટલું જ આ દુનિયામાં બને છે. આપણે નજર સામે કોઈનું ખૂન થતાં જોયું હોય તો પણ આપણને એમ લાગે કે આ કદાચ સાચું નહીં હોય કારણ કે પેપરમાં તો આવ્યું નથી ! આ રીતે આપણી બધાની વિચારવાની પદ્ધતિ મૂળમાંથી જ સાવ બદલાઈ રહી છે. લોકો હાથમાં રિમોટ લઈને વિચારે છે કે હું ટીવીને ચાલું કરું છું, પરંતુ હકીકતે ટીવી તમને ચાલુ કરતું હોય છે ! એ બધું જ તમારા મગજમાં અગાઉથી ભરી દે છે કે આજે શું કરવાનું શું વિચારવાનું શું ખરીદવાનું.. બસ, આ રીતે ‘બ્રેઈન વોશિંગ’ રોજ થતું રહે છે. થોડાક દિવસ એને બંધ રાખીને ચારે બાજુ આંખો ખુલ્લી રાખીને જોઈએ અને સામાન્ય નાગરિક હોવાને નાતે આપણે જે જે કરી શકીએ તે જરૂરથી કરીએ. કોઈ પણ કામ નાનું નથી.

વિશેષ કહું તો આપણા દર્શનમાં મને એ ખામી લાગે છે કે આપણે શારીરિક તંદુરસ્તીને બહુ મહત્વ આપ્યું નથી. આત્માની વાતો સારી છે પરંતુ શરીરને કેળવવું પણ એટલું જ જરૂરી છે. આપણા દર્શનની બીજી તકલીફ એ છે કે આપણે કોઈ પણ સમસ્યાને જોઈને એને તુરંત ઉકેલવાના બદલે ફક્ત એના પર ચિંતન શરૂ કરીને બેસી રહીએ છીએ. આપ ખોટું ન લગાડો તો બુદ્ધ ભગવાનની કથા જે નાનપણમાં ભણવામાં આવતી હતી એના વિશે પણ એક વાત કરું. બુદ્ધ ભગવાનની વાર્તામાં એવું આવતું હતું કે તેઓ એક વાર મહેલમાંથી નીકળ્યા પછી એમણે બીમાર આદમીને જોયો અને દુ:ખી થયા. વૃદ્ધ આદમીને જોયો અને તેઓ દુ:ખી થયા અને ત્રીજા દિવસે એક મૃત્યુ પામેલાને જોયો એટલે તરત એ જગલ તરફ જતાં રહ્યાં અને નિર્વાણનો માર્ગ અપનાવ્યો. આ સારી વાત છે પરંતુ એમાં મને એમ લાગે છે કે એમની નજર સામે બીમાર વ્યક્તિ હતો એની માટે તો એમણે કંઈક કરવું જોઈએ. વૃદ્ધ વ્યક્તિ હતો એને કંઈક મદદ કરી હોત તો ઘણું સારું થાત. પરંતુ આપણું દર્શન જ એવું છે કે આપણે આંખો સામે જે સમસ્યા હોય એને છોડીને બહુ દૂર જતાં રહીએ છીએ. આ બધું સમજવું જરૂરી છે. જો કે પાશ્ચાત્ય વિચારધારાઓ આવી એ પછી આપણે ત્યાં સંકુચિતતા ખૂબ વધી છે એ પણ એટલું જ સાચું છે. ખેતરોને વાડ કરવી અને કમ્પાઉન્ડ રાખવી - એ બધી તે વિચારધારાની દેન છે. આપણે ત્યાં અગાઉ કોઈ એવી સંકુચિતતામાં માનતું નહોતું. ટૂંકમાં, આપણું ધ્યાન અમૂર્ત ચીજવસ્તુઓ તરફ વધારે જતું હોય છે. એ પદ્ધતિ બદલવી ખૂબ જરૂરી છે.

‘નાગરિક સમાજ વિશે હું એમ માનું છું કે દરેક વ્યક્તિ પાસે સત્તા છે. સત્તા એટલે કે સરકાર એમ આપણે માનીએ છીએ. પરંતુ એ કોઈ દૂર રહેલ વસ્તુ નથી. માણસે એમ ના માનવું જોઈએ કે સારા કામ કરવા માટે તો ચૂંટાઈને આપણે સત્તા પર બેસીએ તો જ થાય. કોઈ પણ વ્યક્તિ સદભાવનાનું કામ તો કરી જ શકે છે. નાના-નાના કામ તો આપણે જરૂરથી કરી શકીએ. અન્ય એક વૃત્તિ આપણા સમાજમાં એવી છે કે લોકો અસાધારણ કામ કરવા ઈચ્છે છે પણ સાધારણ કામ કરવા નથી ઈચ્છતાં. ભૂખ્યો માણસ ખાવાનું માગે તો એને ખાવાનું આપવું જોઈએ. એને કંઈ એમ ના કહેવાય કે હું તારા માટે જીવ આપવા પણ તૈયાર છું ! આ સાધારણ કામ ખૂબ અગત્યનું છે. રોજ આપણને પચાસ વસ્તુની જરૂરત પડે જેમ કે વીજળી, પાણી, સડકો અને ઘરવપરાશની અનેક વસ્તુઓ. આ વસ્તુઓને લગતા પ્રશ્નો આપણે જ સંભાળવાના હોય. એ કંઈ સરકાર થોડી સંભાળવાની હતી ? આપણે જાતે જ આ બધા પ્રશ્નોના ઉકેલ લાવવા પડશે. આપણે જેની રાહ જોઈએ છીએ કે કોઈ આપણને આવીને બચાવશે એ તો આપણે પોતે જ હોઈએ છીએ. જેટલી જલદી આ વાત આપણે સમજી લઈએ એટલું જલદી એક નવો દેશ બનાવવાનું કામ આપણે શરૂ કરી શકીશું. આપ સૌનો આભાર.(સમાપન વક્તવ્ય : પૂ. મોરારિબાપુ)

સદભાવનાપર્વના સૌ આયોજકો અને આપ સૌ.... મેં આ ઘણી વખત કહ્યું છે કે સાચી એકાદશી એને કહેવાય કે એક દિવસ ઉપવાસ કર્યા પછી બીજે દિવસે સવારે “મારે હવે જમવું પડશે’ એવી પીડા પ્રગટ થાય. એ રીતે મારો વર્ષોનો મૌનનો અનુભવ એવો છે કે હું એક દિવસ મૌન રાખું પછી બીજે દિવસે મને પીડા થાય કે હવે મારે બોલવું પડશે. આપ મારો પરિવાર છો એટલે હું માનું છું કે આ વાતને આપ અન્યથા નહીં લેશો. કદાચ લો તોય એ આપની સ્વતંત્રતા છે. ત્રણ દિવસ સુધી હું અહીં શ્રોતા તરીકે બેઠો હતો અને મારે પાછું બોલવું પડે એવી બહુ માનસિકતા રહેતી નથી છતાંય શબ્દોનો ઉપાસક છું તેથી, ન આશીર્વાદ કે ન માર્ગદર્શન - આ બેમાંથી કોઈ માટે મારું ગજું નથી. આશીર્વાદ આપવા માટે બહુ તપ જોઈએ અને એ મારી પાસે છે કે નહીં તે મને ખબર નથી. માર્ગદર્શન આપવા માટે બહુ અભ્યાસ જોઈએ. એ પણ મને ખબર નથી. પરંતુ બોલવાનું કહ્યું છે એટલે જરૂર બોલું.

બધા જ વક્તાઓએ ત્રણ દિવસ પોતપોતાની રીતે બહુ જ હૃદયથી પોતાના અનુભવપૂર્ણ અને અભ્યાસપૂર્ણ વિચારો આપણી સામે મૂકયા. છેલ્લે બહુ શાલીનતાથી શિવરામનભાઈએ પોતાના વિચારો મૂકયા. વર્ષોથી બોલું છું એટલે શ્રવણ પણ કરતો હોઉં છું અને વક્તાની શાલીનતાને ધન્યવાદ પણ આપતો હોઉં છું. મને વડીલ શ્રી સનતભાઈ બે દિવસ લઈને અહીં આવ્યા એનો બહુ આનંદ થયો. એ મને ગઈકાલે પૂછતા હતાં કે આ સદભાવનાને લઈને તમારા મનમાં શું છે ? ત્યારે મેં એમને જવાબ આપતાં ‘ક્વીટ ઈન્ડિયા’ના દિવસે જુદા જુદા વિચારકોની મુંબઈમાં યોજાયેલી એક સભાની વાત કરતાં કહ્યું કે એ દિવસે મેં સ્વાભાવિક કહેલું કે દેશમાં લોકસભા છે અને હોવી જોઈએ, વિધાનસભા છે તો તે પણ હોવી જોઈએ. શું આપણા દેશમાં એક એવું સંગઠન ન થઈ શકે કે જે સદભાવ સભામાં રૂપાંતરિત થાય ? એની વાત કોઈ આચરણમાં ન ઉતારે તો કંઈ નહીં પણ વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરે. વ્યક્તિને એ નિષ્પક્ષ, નિર્વર અને નિલભ અવાજ સાંભળવા માટે બાધ્ય કરે. વંદનીય વિનોબાજીની આચાર્યકુળની કલ્પના એવી રહી કે એવા લોકોનું સંગઠન હોય જે પૂરેપૂરા નિષ્પક્ષ હોય, નિર્વર હોય અને નિર્ભય હોય. એ પ્રવૃત્તિ વિનોબાજીના કાળમાં શરૂ થઈ, ચાલી પણ ખરી. એવી એક સભા હોય કે જ્યાં આવા લોકો મળે. એવું મે મુંબઈમાં કહેલું અને ત્યારે હું પ્રાસમાં બોલેલો કે ‘ક્વીટ ઈન્ડિયા’ હવે ‘સ્વીટ ઈન્ડિયા’ બને. ખેર, એ તો મારા મનમાં જે તે વખતે આવ્યું તે.એ પછી આગળ મેં સનતભાઈને કહ્યું કે પચાસ વર્ષની મારી રામકથાયાત્રામાં આરંભના દશ વર્ષ હું કાઢી નાખું છું. એ વખતે સ્વભાવ નહોતો. પરંતુ મારી બાધ્યતા હતી, મારી મજબૂરી હતી તેથી હું દક્ષિણાના રૂપમાં કથાના છેલ્લે પત્ર-પુષ્પ સ્વીકારતો હતો. કોઈ દિવસ ચાર્જ નહોતો લેતો. મને ખબર છે કે હું એક કથા નવ દિવસની કરું ત્યારે મને 100 રૂપિયા મળતા. એમાંથી 30 રૂપિયા મારો પગાર કપાઈ જતો હતો. કારણ કે મહુવા શિક્ષણ સમિતિ મને કાયમી નહોતી કરતી. એ એમ માનતી હતી કે આ કાયમી કરવા જેવો માણસ નથી ! તબલા અને પેટીવાળાને એમાંથી 10-10 રૂપિયા આપવા પડતાં હતાં. છેલ્લાં ચાલીસ વર્ષથી તો હું કશું જ કોઈ પાસેથી લેતો નથી. કેવળ રામના નામ પર શ્રદ્ધાથી મારું જીવન બહુ સારી રીતે ચાલે છે. આ તમે સ્વીકારો કે ના સ્વીકારો પરંતુ કેવળ રામના નામ પર મારું કામ ચાલે છે. કદાચ ગાંધીજીનું પણ ચાલ્યુ છે એના મૂળમાં કેવળ રામનામ છે. પછી એ રામ વિસ્તર્યા, સુક્ષ્મ થયા, જન-જનમાં દેખાયા, ઈશ્વર સત્ય છે એને બદલે સત્ય જ ઈશ્વર છે આવું રૂપાંતર એમની વાતમાં આવ્યું. હું તો બહુ જ શ્રદ્ધા લઈને બેઠો છું. આ સંદર્ભમાં ‘હેનરી ફોર્ડ” માટે કહેવાતી એક વિનોદી વાર્તા છે જે આપને કહું. એમણે એક નવી ગાડી બનાવી. એક બહુ સમૃદ્ધ ગ્રાહક ગાડી ખરીદવા આવ્યો. ફોર્ડ જાતે એને કહ્યું કે તમે અંદર બેસો હું તમને એક મોટો આંટો મરાવું જેથી તમને ખ્યાલ આવે કે ગાડી વાપરવામાં કેવી છે. આ ખાસ સંશોધન કરીને બનાવવામાં આવેલી ગાડી છે. એ પછી બંને જણ બેઠા અને 40 કિ.મી. સુધી ચાલીને ગાડી ઓચિંતી અટકી પડી. ફોર્ડ પેલા ભાઈને કહ્યું કે ‘સોરી, પેટ્રોલ નથી.” ગ્રાહક કહે કે “પેટ્રોલ નથી તો આ 40 કિ.મી. ચાલી કેવી રીતે ?’ ફોર્ડે હસીને કહ્યું કે ‘40 કિ.મી. તો ખાલી અમારા નામથીયે ગાડી ચાલી જાય છે !!’ ખેર, એ તો વાર્તા હશે કે દંતકથા હશે પણ મારો તો અનુભવ છે બાપ. કે મારી ગાડી તો રામનામથી જ ચાલે છે. એના મૂળમાં કેવળ રામનામ છે અને તેથી આપ સૌ આવો છો અને હું પણ માર્ગદર્શન પ્રાપ્ત કરું છું.

હું તમને સનતભાઈ સાથેની વાત કરતો હતો. સનતભાઈને મેં કહ્યું કે પહેલાંના દસ વર્ષ કાઢી નાખું તો છેલ્લાં ચાલીસ વર્ષથી મારી રીતે, મારી જગ્યાએ, મારી ક્ષમતા પ્રમાણે, મારી વ્યાસપીઠ આ જ કામ કરે છે. આદરણીય મોરારજીભાઈ દેસાઈ જ્યારે રમણ મહર્ષિના આશ્રમમાં ગયા ત્યારે એમણે સીધું જ રમણ મહર્ષિને પૂછયું કે, ‘મહર્ષિજી, આપ એક ખૂણામાં બેઠાં છો એ કરતાં સમાજની વચ્ચે જઈને કરો તો કેટલું બધું કામ થાય.” કદાચ રમણ મહર્ષિએ એવો જવાબ આપેલો કે ‘આપ આપની ક્ષમતા અને આપના ક્ષેત્રમાં રહીને કામ કરો છો, હું મારી ક્ષમતા અને મારા ક્ષેત્રમાં રહીને એ જ કામ કરી રહ્યો છું જે તમે કરી રહ્યા છો. સૌના ક્ષેત્રો અને સૌની ક્ષમતા જુદી જુદી છે તેથી હું બહુ વિનમ્રતાથી કહેવા માગું છું કે 40 વર્ષથી હું સદભાવના ફેલાવવાનું જ કામ કરું છું. મારી કથામાં આવતો શ્રોતાવર્ગ કેવળ પાપ ધોવા નથી આવતો પરંતુ હવે પછી નવા પાપ નહીં કરીએ એના સંકલ્પ માટે આવે છે. હું નથી માનતો કે કોઈના પાપ ધોવાતા હોય. પાપ તો ભોગવવા જ પડે. કોઈ એવી કૃપા ઊતરે અને ધોવાઈ જાય તો સારું, મને વાંધો નથી. મારે તો મેં કંઈ કર્યા હોય તો ધોવાય નથી, ભોગવવા છે. કથા એટલા માટે છે કે એમાંથી પછી માણસ નવું પાપ ન કરે. આપણે કયાં સુધી ભૂતકાળની વાતોને વાગોળયા કરીશું ?

વિનોબાજીએ કહેલું કે દોષદર્શન કરતાં ગુણદર્શનમાં ઊર્જા વધારે છે. તમે તમારું થોડું ગુણદર્શન કરો. ‘હું પાપી, હું હીન અને હું પતિત' એવું ક્યાં સુધી કરશો ? આપણે જ્યાં છીએ ત્યાંથી કંઈક કરીએ.

આ બાબતે હું તમને એક વાત કહું તો કદાચ આપને આત્મશલાઘા લાગે પણ કહેવું તો પડશે જ. હું 25 વર્ષ પહેલાં ઓરિસ્સાના નેત્રયજ્ઞમાં ત્રણ દિવસ સેવા કરવા ગયો. એ બિલકુલ આદિવાસી વિસ્તાર હતો. મેં એના માટે મારી એક કથા બદલી. હું ત્યાં ગયો. ત્રણ દિવસ હું એક તંબુમાં રહ્યો. મારી ઈચ્છા હતી કે હું જાતે જોઉં કે બહુ જ અંદરના ભાગમાં શું સ્થિતિ છે. હું ચૌદ વરસ વનમાં તો ન જાઉં પણ ત્રણ દિવસ તો જઈ શકું ! ત્યાં હું બે-ત્રણ કલાક દર્દીઓ પાસે હોઉં અને સાંજે અમે બધા સાથે બેસીને સત્સાંગ કરીએ. એક દિવસ મેં આયોજકોને કહ્યું કે મને ડર નથી પરંતુ જો તમને વાંધો ન હોય તો મારે હજી અંદરના અંતરિયાળ વિસ્તારોમાં જઈને લોકોને મળવું છે. આયોજકો કહે કે તમને એકલા કેમ જવા દેવાય ? જોડે પોલીસ મોકલીએ. મેં ના પાડી કે પોલીસ નહીં. કથા દરમ્યાન પણ હું રાત્રે ભિક્ષા લેવા જઉં ત્યારે વ્યવસ્થા માટે રાખેલી પોલીસને ના પાડી દઉં છું. ભિક્ષા તો એક બહાનું બાકી મારો એની પાછળનો ખ્યાલ એ કે મારે એને મળાય અને જે મારી પાસે ન આવી શકે એની પાસે હું જાઉં. એક તો પોલીસની ગાડી આવે એટલે એ લોકો ગભરાઈ જાય અને દુ:ખી થાય. તેથી ત્યાં મેં નેત્રયજ્ઞના આયોજકોને કહ્યું કે કૃપયા કોઈ સાથે ન આવો. એ પછી હું ત્યાં એક ઘાસના ઝૂંપડા પાસે ગયો. ત્યાં મેં એક દશ્ય જોયું એનું મને આશ્ચર્ય પણ થયું અને વિષાદ પણ થયો. એ ઝૂંપડામાં એક બહેન હતી એટલે મેં વિનંતી કરી કે હું આવી શકું ? એ બહેને બહુ મીઠો આવકાર આપ્યો પણ મેં મારી નજરે જોયેલું કે એમણે એક ઘાસનો પૂડો આડી રાખ્યો હતો. હું સમજી ગયો કે આની સ્થિતિ શું છે, સાહેબ ! હું ચૂપ થયો. એ વખતે મારી પાસે કંઈ નહોતું. મેં મારી કાળી શાલ આપી દીધી. બીજું શું કરું ?

આ શાલની વાત પરથી યાદ આવ્યું કે ઘણા લોકો મારી પાસે શાલ માંગે છે પણ આ શાલમાં કંઈ નથી. શાલથી કંઈ થાય નહીં, મશાલથી જ થાય ! હું એક કાર્યક્રમમાં ગયો ત્યારે બે મૌલાનાની વચ્ચમાં બેઠો તો એમણે મને એક-એક શાલ ઓઢાડી અને મેં પણ તેઓને એક-એક શાલ ઓઢાડી. હું વચમાં બેઠો હતો એટલે મને બે શાલ મળી ! મારો કહેવાનો અર્થ છે કે તમે વચ્ચે બેસતાં શીખો. વિદ્યાર્થીઓની વચમાં બેસો તો પણ ઘણું જાણવાનું મળે. અમારે મહુવાની કન્યાશાળામાં વિદાય સમારંભ હતો. હું પણ ત્યાં હતો. એમાં એક મુસ્લિમની દીકરી અને બે હિન્દુની દીકરીઓ હતી. શિક્ષકોએ તે વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરાવ્યો. એ ત્રણેય હનુમાન ચાલીસાનો પાઠ કરતા હતાં. મેં આચાર્યને કહ્યું કે આવું નહીં કરાવવું જોઈએ. મુસ્લિમ દીકરીને ન બોલવું ગમે અને તમે પરાણે તો નથી કરાવતાને ? આ બરાબર નથી. આચાર્ય કહે કે ના એવું નથી. પરંતુ મને ન ગમ્યુ. મારી હાજરીમાં તો એવું ન જ થવું જોઈએ કે કોઈ ધર્મને તમે ફરજ પાડો કે તમે આમ કરો. એ ઠીક ન કહેવાય. મેં પૂરું થયા પછી અમારા નગરપતિ ઈબ્રાહીમભાઈને કહ્યું કે આ દીકરીને જરા પૂછીને કે શિક્ષકે એમને પરાણે હનુમાન ચાલીસા તો નથી કરાવ્યા ને ? ઈબ્રાઈમભાઈએ પૂછયું ત્યારે એ છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો. આવા જવાબો વિદ્યાર્થીઓની વચ્ચે બેસીને આપણે મેળવવાના છે. એ છોકરીએ એમ કહ્યું કે હિન્દુ-મુસ્લિમ એ તો બધા તમારા મોટેરાંઓના કામ છે અમને શાંતિથી રહેવા દો ને યાર ! આ એક મોટો મેસેજ હતો.

એટલે હું એમ કહેતો હતો કે શાલથી કંઈ કામ નહિ થાય, મશાલથી થશે. મશાલ એટલા માટે કારણ કે એ બીજાને અજવાળું આપે અને એની માટે મારે અને તમારે જાતે બળવું પડે. જાતે બળીને બીજાને ઉજાગર કરવાની આ વાત છે. બીજાને બાળવા માટેની મશાલની આ વાત નથી.

હું આપને એ કહેતો હતો કે એ પેલી ઝૂંપડીમાં રહેતા બહેનને મેં તે દિવસે શાલ આપી દીધી. બીજું મારી પાસે કશું હતું નહિ. એ પછી એ બહેન ભાંગવ્યું તૂટયું હિન્દીમાં એમ બોલ્યાં કે ‘તમારું તિલક જોઈને એમ લાગે છે કે અમારાથી તમારું લેવાય નહિ. અમારે તો ધર્મને અપાય, ધર્મ પાસેથી લેવાય નહિ.’ આ મૂલ્ય, આ સદભાવ મેં મારી નજરે જોયો છે. મારે તમને એ કહેવું છે કે હું મારી રીતે, વ્યાસપીઠ સાથે જોડાઈને નામના પ્રતાપે આવું કંઈક કરી રહ્યો છું અને આપ આવા કાર્ય માટે સક્રીય છો, વર્ષોથી વિચારો છો એટલે મને આ પ્રવૃત્તિ મારી જ પ્રવૃત્તિ હોય એવું લાગે છે. તેથી મને એમ થાય કે હું આ પ્રકારની પ્રવૃતિમાં કોઈપણ રીતે જોડાઉં.

હવે ‘સદભાવ’ શબ્દની વ્યાખ્યા ઘણી વખત થઈ. ‘સદભાવ’ માટે ભગવદગીતામાં એક જગ્યાએ ખૂબ સુંદર વ્યાખ્યા છે. પ્લીઝ, એના પર ધ્યાન આપજો. સનતભાઈએ ગઈકાલે દ્વદ્રની સરસ વાત કરી. રામચરિત માનસ પણ એમ જ કહે છે કે જ્યાં સુધી વૈત બુદ્ધિ જગતમાં પેદા નથી થતી ત્યાં સુધી ક્રોધ પેદા થઈ શકે નહીં. ક્રોધ પેદા ન થાય ત્યાં સુધી હિંસક વૃત્તિ ન થાય, હિંસક વૃત્તિ પેદા ન થાય ત્યાં સુધી કોઈની હિંસા કોઈ કરી જ ન શકે. ક્રોધ વૈતમાંથી પેદા થાય છે. એને ‘મમસત્ય’ કહે છે. હું તો એમ માનું છું કે એક સત્ય મારું હોય, એક સત્ય તમારું પણ હોય અને સાથે સાથે આપણે બંને એ સ્વીકારવું જોઈએ કે એક સત્ય આપણું હોય. મારું સત્ય ઘીનો દીવો કરવાનું હોય તો ઈસાઈ ભાઈનું સત્ય મીણબત્તી કરવાનું હોય. બૌદ્ધો અને ઈસ્લામનું સત્ય એની રીતે વ્યક્ત થતું હોય. દરેકના સત્યને આદર મળવો જોઈએ. સાથોસાથ એ પણ સમજવું જોઈએ કે સૂર્ય અમારા બંનેનું સત્ય છે. તેથી હું તમને ભગવદગીતાની એ સુત્રાત્મક પંક્તિ કહેવા માગું છું કારણ કે હ્રદ્ધમાંથી જ આ બધા બખેડા શરૂ થાય છે. એક વખત હું કલકત્તાની કથામાં હતો અને ગીતાનો એક શલોક મારા મગજમાં ઘૂમે પણ મને યાદ ન આવે. હું રોજ ગીતાનો પાઠ કરું પણ મને એ શલોક યાદ જ ન આવે. મારે એ શલોક શોધવો હતો. પરંતુ એ કયા અધ્યાયનો એ પણ મને ખબર નહિ. એક વખત આખી ગીતા જોઈ ગયો. ગીતાનો પાછળથી આગળ ઊલટી પાઠ પણ કર્યો. પરંતુ એ શલોક જ ના જડે. મને થયું એ શલોક ગયો કયાં ? ત્યારે મને ખબર પડી કે એ શલોક જ્યાં હતો ને ત્યાં બે પાના ચોંટી ગયા હતા , સાહેબ, જ્યાં શલોક હોય છે ત્યાં દ્વન્દ્રોએ આપણને ચોંટાડી દીધા છે, ભટકાવી દીધા છે. આ દ્વન્દ્ર એટલે કે બે પ્રકારની વૃત્તિ કે જેણે આપણને ભટકાવી દીધા છે. એના પરથી મને એમ શીખવાનું મળ્યું. હું આપને એ કહેતો હતો કે ગીતાનો એ શલોક છે જે સદભાવનાને પરિભાષિત કરે છે. આપ એની પર વિચાર કરજો. સદભાવના માટે આટલી બધી પ્રવૃત્તિઓ થાય છે ચર્ચાઓ થાય છે તેમ છતાં સ્થાયી રૂપ કેમ નથી લેતી એ વિચારવા જેવું છે. એટલે જ ગીતામાં કૃષ્ણએ સદભાવના સાથે એક બહુ જ અગત્યનો શબ્દ જોડયો છે જે બાબતે હું આપનું ધ્યાન ગંભીરતાથી ખેંચવા માગું છું. ‘સમાવે સાધુમાવે ઘ’ એમ ગીતા કહે છે. આ વૈશ્વિક મંત્ર છે. સદભાવનાની પાછળ જો સાધુભાવ નહીં હોય તો એ સદભાવ કયારેય નહીં ટકે. સાધુભાવ

એટલે અમુક કપડામાં કોઈ છે એની વાત નથી. કપડાંની વાત છોડી દો. કપડાં કોને કેવા પહેરવાં એ એની વ્યક્તિગત સ્વતંત્રતા છે. હું આપ સૌ વડીલોના સંસર્ગમાં રહું છું ત્યારે એમાં મને સલાહો પણ ઘણી મળે છે કે ‘બાપુ સાહિત્યકારી, કર્મશીલો સાથે બેસે ત્યારે એમણે તિલક ન કરવું જોઈએ !’ આવું થાય ત્યારે કર્મશીલોના નામ પર ચોકડી વાગી જાય છે. તમે મારી વૃત્તિ જુઓ, વેશ શું કામ જુઓ છો ? એ દરેકની પોતાની સ્વતંત્રતા છે. હું મારી રીતે કામ કરું છું. તમે મને તમારી ફ્રેમમાં ફીટ નહીં કરી શકો પણ હું કામ તમારું કરું છું. તમેય મારું કામ કરો છો પણ હું કદી તમને એમ ન કહું કે તમે મારી જેમ માળા લઈને ફરી. એમ કહું તો હું સાવ મૂઢ ગણાઉં.

માફ કરજો, અત્યારે શું થયું છે કે આપણા સદભાવની પાછળ શ્રેષ્ઠભાવ નથી. ‘સમાવે સાધુમાવે ઘ’ સાધુ શબ્દ વાપર્યો છે એટલે સાધુ બોલું છું. બાકી સાધુ શબ્દ આવે એટલે આપણે ત્યાં ગુપો શરૂ થઈ જાય છે. બાકી બધા ડાહ્યા માણસો એક જ છે. ફકીરોને વળી કયો ધર્મ ? હું મારાથી વિચારું તો મારી પ્રત્યેક સદભાવનાની પાછળ શ્રેષ્ઠ ભાવ છે ? શ્રેષ્ઠભાવ હોવો જોઈએ. હું તમારી પાસે આવું તો મારી સદભાવના હશે તો જ હું તમારી પાસે આવતો હોઈશ. હું એક નાનામાં નાના ગરીબના કૂબામાં જઉં તો મારી સદભાવના હશે તો જ હું ગયો હોઈશ. અમુક વાતો મને કહેવી ગમતી નથી પણ એમ થાય છે કે કહું. અમારે ભાઈઓને ગાડી આપવાની વાત હતી તો મેં કીધું કે મારા ગુરુકૂળની આસપાસના ઝૂંપડામાં રહેતા લોકોને પહેલા સાઈકલ મળે, નાના બાળકો ત્રણ પૈડાંની સાઈકલ પર ફરે, એને ક્રિકેટના સાધનો આપો, એ બધા એનાથી રમે પછી વાત. કયારેક હુંય એ લોકો ભેગો ક્રિકેટ રમું છું પણ આ બધા અંદરના દ્રશ્યો કોઈ કેમેરા પકડતા નથી એટલે ગમે તેવું નિવેદન કરી દે છે. મારો કહેવાનો અર્થ એ હતો કે ઝૂંપડામાં જઉ એટલે મારો સદભાવ તો હશે જ પરંતુ ત્યાં જવા પાછળ જો મારો સાધુભાવ નહીં હોય અને મનમાં જો એ ભાવ હશે કે હું ઝૂપડામાં જાઉં તો મારી પ્રસિદ્ધિ વધે, મોરારિબાપુ બધાથી જુદા પડે, ખાલી કથા ન કરે કામ પણ કરે – આવી જો વૃત્તિ હોય તો સદભાવ છે, સાધુભાવ નથી. પછી તો કૃષ્ણ એમ પણ કહે છે કે તમારું કર્મ સત્કર્મ હોય તો પણ એની પાછળ સાધુભાવ હોવો જોઈએ.

ઘણા કર્મો એવા કરીએ છીએ કે એ આપણે કરવા પડે છે પરંતુ એની પાછળ શ્રેષ્ઠભાવ નથી હોતો. ઘણાની સાથે હાથ મેળવવા પડે છે, શ્રેષ્ઠભાવ નથી હોતો. સદભાવ શ્રેષ્ઠભાવ પ્રેરિત હોવો જોઈએ. એનો ગવાહ કેવળ આપણો આત્મા હોય. એનો બીજો કોઈ ગવાહ નહીં થઈ શકે. એનો તો આપણો અંતરાત્મા જ સાક્ષી હોઈ શકે કે એની પાછળ મારો સાધુભાવ છે કે કેમ. સત્ય માટે પણ જો હું એમ કહું કે મારું જ સત્ય સાચું તો એની પાછળ શ્રેષ્ઠભાવ નથી. ભલે આ સદભાવની પ્રવૃત્તિ નાની દેખાતી હોય પણ રામાયણમાં લખ્યું છે કે તેજસ્વી ઘટનાને કોઈ દિવસ નાની ન ગણવી. અત્યારે જે આ સદભાવની પ્રવૃત્તિ થઈ રહી છે તે એક મંથન-પ્રક્રિયા છે. હું તમને શ્રદ્ધાથી અને રામનામના બળે કહી શકું કે આ મંથનમાંથી ઝેર નહીં નીકળે, અમૃત જ નીકળશે. આમાંથી જે અમૃત નીકળશે એ તો જેણે મંથન કર્યું હશે એ પણ નહીં પીવે. આમાં તો છેલ્લા માણસને કે વંચિતને પીવડાવવા માટેની વાત હશે. મારા મનમાં હંમેશા એમ થાય કે વર્ષમાં એક કથા આદિવાસી વિસ્તારને આપું કે જ્યાં વંચિત અને પીડિત લોકો બેઠા છે. જુવાનીમાં ત્યાં બેસીને સમર્પિત જીવન જીવતા લોકોને હું જોઉં છું ત્યારે રાજી થાઉં છું.

મારી સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી આ રીતે કથા દ્વારા છે. હું કયાંય જોડાયેલો નથી. હું કેવળ મારી રામાયણ સાથે જોડાયેલો છું. મારી ઊજવણી એ રીતે છે કે હું કથા દ્વારા એ લોકો સુધી પહોંચું.

ટૂંકમાં, મને નામના પ્રતાપે એવું દેખાય છે કે શ્રેષ્ઠભાવ પ્રેરિત સદભાવનું આ જે મંથન છે એમાંથી અમૃત જ નીકળશે. આપણે શું કામ નિરાશાવાદી થઈએ ? આટલો મોટો આ પરિશ્રમ છે. બહુ સારો હેતુ લઈને આપણે નીકળ્યા છીએ અને છતાંય આપણે માણસ છીએ એટલે આપણા વિચારોમાં ફેરફાર થયા કરવાનો. આપણા બધાના વિચારો ભલે જુદા હોય પણ આપણી વૃત્તિ એક હોવી જોઈએ. એ વૃત્તિની એક દિશા પાછળ શ્રેષ્ઠભાવનું પરિબળ નહીં હોય તો મને સંભવ નથી લાગતું. તેથી મને લાગે છે કે આપણું આ કાર્ય ચોક્કસ અમૃત નિષ્પન્ન કરશે. કેટલા બધા વડીલોની દુઆ આપણી સાથે છે. કેટલા બધા લોકો આ પ્રવૃત્તિથી રાજી થાય છે. ભલેને અહીં 100-200 માણસ બેઠા હોય. તેથી શું ? દિલવાળા બે મળે તોય બસ છે ! ગાંધીબાપુની પ્રત્યેક સદભાવના સાધુભાવ પ્રેરિત હતી. એમનું સવિનયભંગ આંદોલન હોય તો પણ એમના હૃદયના શ્રેષ્ઠભાવમાં કયાંય કાણું નહોતું પડયું કે હું જેના સામે આંદોલન કરું છું એનું ખરાબ થાય. એટલે જ કદાચ આખા જગતે એને સંત કહ્યો. ટૂંકમાં બાપ, શ્રેષ્ઠ ભાવનું સખલન ન થાય. સાધુભાવ કયાંક ખંડિત ન થાય, તો જરૂર અમૃત નીકળશે.

અહીંથી કહેવાયું કે ગલી-ગલીમાં ગાંધીબાપુ એટલે કે ગાંધીબાપુની વિચારધારા પ્રગટ થવી જોઈએ. આના માટે આપણા બધાના શ્રેષ્ઠભાવ પ્રેરિત સદભાવનાપૂર્ણ પ્રયત્ન હો એવી બહુ જ હૃદયની ભાવના વ્યક્ત કરું છું. આપ સૌ આવ્યા અને આવતા રહેજો. ઘણા કહેશે અને લખાશે કે વાતો કરી કરીને બધા ઊભા થઈ ગયા પછી એનું શું ? પણ સાહેબ, અમે વાતો તો કરી ! તમે તો કુવાર્તા કરો છો. કમ સે કમ અમે શુભવાતાં તો કરી છે. ખેર, ગીતાના ન્યાયે એમ વિચારવું જોઈએ કે સૌના ગુણો એના ગુણોમાં વર્તન કરતા હોય છે. કોઈ અમુક પ્રવૃત્તિની આલોચના કરે તો હું તો એમ જ માનું છું કે એ લોકો એમનો પોતાનો જ પરિચય આપે છે. એ એમની ઓળખણ આપે છે કે અમારા ચિંતનનો આ પરિચય છે, અમારી ઓળખાણ આ અને અમે આવું વિચારી શકીએ ! સર્વાગ દર્શન કર્યા વગર કંઈ પણ કહેવું એ અભિપ્રાય નથી, અપરાધ છે. આપણા મંદિરોમાં આપણે એટલે જ પરિક્રમા કરીએ છીએ કે જે દેવને પરિક્રમા કરીએ છીએ એને ચારે બાજુથી જોઈ લઈએ.

આ પ્રવૃત્તિ મૂલ્યવાન છે. આપણે બધા આપણી રીતે કરતા રહીએ. હું મારી રીતે કરતો રહું છું. એમાં જ્યાં જ્યાં હું તમારી સાથે જોડાઉં કે જોડાઈ શકું એનો મને પોતાને આનંદ હશે. હું બહુ રાજી થાઉં છું. આપ આવ્યા એનો ખૂબ આનંદ થયો. મારી દષ્ટિએ આપણા આ વડીલોની સદભાવ માટેની ચિંતા આપણા માટે બહુ મોટી દુઆ છે કે તેઓ આવી ચિંતા કરી રહ્યા છે. વિશેષ કંઈ નહીં કહેતા, હું પૂરું કરું ત્યારે હંમેશા એક શેર વારંવાર કહું છું, તે આપને કહું :આ શેર હું મારા માટે પણ કહી શકું અને તમને સાચું પણ નહીં લાગે. તમને એમ થશે કે બાપુ કાંટામાં રહે છે ? પણ હા સાહેબ, બહુ કાંટામાં જીવવું પડે છે. આમ આપણે ગાડીમાં ફરતા હોઈએ, પ્લેનમાં જતા હોઈએ, કોઈ ચાર્ટર્ડ પ્લેનમાં લઈ જાય - એ તો બધા ઉપરના દ્રશ્યો છે. બાકી તો કાંટામાં જીવવું પડતું હોય છે. તેથી જ હું મારી જીવનયાત્રામાં ‘શીખી ગયો છું એમ નહીં કહું’, પરંતુ હું સત્ય, પ્રેમ અને કરુણા શીખી રહ્યો છું. એને શીખવાની મારી કોશિશ છે. આપણે બધા જ આવી રીતે મળતા રહીએ. હું આપને શેર કહેતો હતો :

સદભાવના ફોરમના સભ્યો વતી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate