অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ભણતર ની સાથે સાથે ગણતર ની જરૂરત છે.

ભણતર ની સાથે સાથે ગણતર ની જરૂરત છે.

આજના આ પ્રગતિના પંથે આગળ વધતા ટેકનોલોઝીકલ યુગ માં શિક્ષણનું ખુબ જ પ્રમાણ માં મહત્ત્વ વધી રહયું છે. તે શિક્ષણ ની સાથે સારા સંસ્કારો મેળવવાની પણ દરેક બાળક ને તમન્ન હોય છે. આજે ભણતર આપવામાં આવે છે તે માત્ર  ભણતર જ છે તેમાં કોઈ પણ પ્રકારનુ ગણતર હોતું નથી કેમ કે આજના યુગ માં ભેલો યુવાન ગમેતે વી સમસ્યા અવે ત્યારે મુજવણ માં મુકાઈ જતો હોય છે જેથી તે પોતાની સમસ્યા પણ હલ કરી શકતો નથી તે માટે તેને તેામ પરમ પુજય વડીલોાી સલાહ સુચન લેવી જોઈએ તો તેનો ઉકેલ આવે છે તો અત્યારના સમય માં આવા પ્રકારનું ભણતર ભણાવવા માં આવે છેે. જેથી માણસ ની સમસ્યાઓ વધે છે પણ તેના ઉકેલ માટે ગણતર વાળા ભણતર સીવાય કોઈ માધ્યમ છે જ નહી.

ગણતર વાળુ ભણતર એ શાઈા માંથી મળી શકતું નથી તે તેના માવતરો ના સંસ્કારો માંથી પ્રપ્ત થતું હોય છે તેને હાસીલ કરવા માટે કયાંય લાઈન માં લાગવાની જરૂર રહેતી નથી તે માટે પોતાના બાળકને તેના માવતરો દ્રારા સારા સંસ્કાર ની  સાથે સાથે ગણતર વાળુ ભણતર આપવા ની કોશીષ કરવી જોઈએ તોજ તમારૂ બાળક ને તેના જીવન માં કોઈ મશ્કેલી  ઉભી નહી થાય.

આજે શાળા ઓ માં જે જ્ઞામ આપવામાં આવે છે તે ડીઝીટલ પધ્ધ્તી થી આપવામાં આવે તે બાળકાના ચારીત્રય પર જોઈએ તેટલી સારી અસર કરતું નથી પણ તેને પહેલાં ના સમય માં જે પોતાના શિક્ષકો દ્રારા ભણાવવા માં આવતા હતા તેથી શિક્ષક દ્રારા આપેલુ જ્ઞાન બાળક ના મન પર ઉંડો ઉતરી જતો જેથી તેને કોઈ અડચણ આવતી જ નહી અને આગળ વધી શકતો. જગત નો તેમજ સમગ્ર પ્રકુતિનો સર્જનહાર ઈશ્વર છે. તે કોઈપણ ભૌતિક વસ્તુનો સર્જનહાર ની કુતિ સર્વ શ્રેષ્ઠ બને તે માટે પ્રયત્નશીલ હોય છે. દરેક માવતર ને પોતાનું બાળક શ્રેષ્ઠ બને તેવી આશા હોય છે. પ્રેમ રૂપી જળ નું સીંચન કરી સદગુણ સંસ્કાર અને શિક્ષણને જઈ સ્વરૂપે પોતાના બાળક ને કુમળા છોડ ની જેમ  ઉછેર કરે છે અને આ ફુલ દિવ્ય સુગંધ વડે જીવન બાગને મહેંકાવે છે.

તેથી આપણા બાળકને શિક્ષીત કરીને આગળ વધતા પ્રવાહ માં ધકેલવાનો છે.શિક્ષણ એ આ યુગની ખાસ જરૂરીયાત છે આ સમય માં શિક્ષીત બનેલા લોકો જ પ્રગતિના પંથે આગળ ધપી રહયા છે.શિક્ષણએ ગરીબી બેકારી  વગેરે નો જડમુળ થી વિનાશ કરે છે. શિક્ષક તો આપણને શિક્ષણ આપે છે તે શિખવાનુ આપણે છે. તેમ શિક્ષણ એ અમુલ્ય જ્ઞાન આદાન પ્રદાન કરે છે  શિક્ષણ એ સ્વતંત્ર છે.જે માનવી અશિક્ષીત છે તે ગુલામીની જંજીરો વીંટાયેલો રહે છે. નાનકડા છોડને જેમ વાળવામાં આવે તેમ વળી જાય છે તેમ બાળકને નાનપણ થી સારૂ શિક્ષણ આપવામાં આવે તો તે પ્રસીધ્ધી તરફ સહેલાઈથી પહોંચી શકે છે. આજે શિક્ષકો દ્રારા જે જ્ઞાન આપવામાં આવે છે જરૂરી છે જ પણ તેની સાથે સાથે બાળકે ગણતર ની જરૂર છે આજના બાળક તમામ પ્રકારની સમસ્યાઓમાં વિંટાય જતો હોય છે પછી તે એમાંથી નીકળી શકતો નથી તુને તેમાંથી નીકળવું ગણું જ મુશ્કેલ બને છે. જેથી આજના શિક્ષણ માં ભણતર ની સાથે ગણતર ની કેળવણી આપવી એ જરૂરી છે જેનાથી બાળક તમામ સમયિાઓનો સામનો કરી શકે 
લેખઃ બિહારી હારૂનખાન મહેમુદખાન  મેપડા  વડગામ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate