વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જુઠને તીલાંજલી આપો.

આ લેખમાં જુઠ ના બોલવા વિશેની માહિતી આપવામાં આવેલ છે

જુઠ એવી ચીજ છે કે જેને આપણી જીભમાં  સહેજ પણ રીતે પ્રવેશ કરી જાય તો ખુબજ હૈરાન કરી નોંખે છે. તેથી આજના યુગમાં જુઠનો ઉપયોગ કરવો યોગ્ય નથી  જો જુઠનો ઉપયોગ વધુ કરતાં હોય તેવા લોકો હંમેશા ઈર્ષા  અદેખાઈ વ્યસન જુગાર તેમજ પછાત પણા તરફ ધકેલાઈ જતાં હોય છે, જો તમે જુઠ બોલશો તો ભગવાન કદી માફ નહી કરે તમામ ધર્મના ધર્મ ગ્રંથોમો પણ જુઠ નો ઉપયોગ ના કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.

 

જુઠની પ્રથમ શરૂઆત બાળકના જુવનમાં તેના પારણાથી જ થતી હોય છે. જયારે બાળક નાનું હોય અને રડતું હોય ત્યારે તેની પાલક બાળક ને રડતાં બંધ કરવા માટે કહેતી હોય છે કે ‘‘  હાલુલુ હાલ સો જા નક પેલા વાઘ આવગા અન તજ લે જાયગા અન ખા જાય ગા ’’ કે ‘‘ હૈ ભુત આયા તજ લે જાય ગા ’’  ખરેખર વાઘ પણ ના આવ્યો હોય કે ભુત પણ  તે બાળક ને રડતાં બંધ કરવા માટે પાલક પારણું હીલ્લોળતાં હીલ્લોળતાં તે જુઠ તે બાળકની અંતર આત્મા સુધી ઉતરી અસર પકડવા માંડે છે. તેની પાલકે જુઠ બોલે તો તેના સંસ્કાર તે બાળક માં પ્રવેશ કરી જશે.

બાળક જયારે પ્રાથમીક કક્ષાએ અભ્યાસ કરતાં હોય તે ઘડીએ શાળા માં શિક્ષકે ગ્રુહકાર્ય આપ્યુ હોય ત્યારે તે શિક્ષક તે બાળક ને પુછતાં હોય છે કે ‘‘ હૈ લાલીયા ગઈ કાલનું ગ્રુહકાર્ય કરીને લાવ્યો ’’ ત્યારે તે બહાનાં કરતાં હોય છે જેથી શાળાકીય જીવન માં પણ તેને જુઠ બાંલવામાં કોઈ ખચકાટ થતાં જ નથી  જેમ માંઢા માં આવે તેવું જુઢ ઠાંકતા હોય છે જરા જુઆો આવા બાળકો આજ આટલુ વર્તન કરી રહયા હોય તો પછી શું કરશે જરા વિચાર કરો  બાળકની જીભ પર જુઠની અસર નહી હોય તો તે ધારે તે કરી શકસે.

આજના યુગના કેટલાક બાળકો કે યુવાનો  એવા હોય છે કે જે શાળા નુ કે કોઈ જાહેરાત નુ કે આવેદન કરવાનું કહીને પોતાના માવતરોને ઉલ્લુ બનાવીને પૈસા પડાવતા હોય છે તેઓ કહેતા હોય છે કે ફરજીયાત પૈસા આપવાજ પડશે એમ કરી ને પોતાના માવતરો ને ભીખારી કરવાના ધંધા કરતા હોય છે તેની મુળ અસર જુઠ થી જ થાય છે જુઠ થી બહાનોં કાઢીને પૈસા પડાવતાં હોય છે. કોઈવાર માતા પીતા દ્રારા પૈસા કયાંક પહાંચાડવાના હોય છે તો તેઓ તેમના પનોતા પુત્રો પર વિશ્વાસ કરી પૈસા આપતા હોય છે પણ તે પૈસા મુળ જગ્યા સુધી પહાંેચતા નથી, તે તે પુત્ર જ સગે વગે કરી નાખતાં હોય છે.જયારે મુળ વ્યકતિ સામે આવે ત્યારે સત્ય બહાર આવે ત્યારે ખબર પડે કે પુત્રએ કેટલુ સત્ય છુપાવ્યું છે.એક સત્ય છુપાવવા માટે કેટલાય પ્રકારનું જુઠ બોલવું પડે છે,

માનવી જેમ જેમ જુઠ માં ઉંડો ઉતરતો જાય છે તેમ પાપ, ક્રોધ, ઈર્ષા, વ્યસન, જેવી વિવિધ પ્રકારની ખોટી સોબત તરફ ધકેલાઈ જતો હોય છે  જેના કારણે તેનું આખું જીવન જુઠના સહારે ચાલ્યુ જતું હોય છે તેવા લોકોને ભગવાન પણ કયારેય સાથ સહકાર આપતો નથી.

સત્ય ને જો આપણે જીવન ભર સાથ સહકાર આપવા માટે તૈયાર રહી શકીએ તો આપણુ વંશ સદાય માટે હરીયાળીથી ભરેલું સ્વર્ગ ની જેમ શોભતું હોય છે  જયાં જુઠ નો સાગર હોય ત્યાં ગમે તેવી અજાયબીઓ હોય પણ તે કંઈ કામ આવતી નથી  સૌથી મોટી અજાયબી જીભ થી જુઠનો નાશ કરી સત્યનો સ્વિકાર કરો.

જુઠના કારણે જોગાનુ જોગ આપણી જબાન અટકી જતી હોય છે જેથી તેને વધારે જુઠ બોલવા અંગે પ્રેરણા મળતી હોય છે, પણ જો તમે સત્ય સંભળાવશો તો તમારે કયાંક જીભ અટકશે નહી કારણ કે સત્ય એ સત્ય છે  અને જુઠ એ જુઠ છે.જુઠ થી માનવી આખરે થાકી ને હારી જાય છે. સત્ય થી તંદુરસ્ત બની સ્ફુર્તિ દાયક રહેતો હોય છે. તે કોઈ વાર વિશ્વ સ્તરે મહાન વ્યકતિ બની શકે છે.

હંમેશા જીવન માં સત્ય બોલવા માટે જરાય ખચકાવવું નહી, આપણે એક જુઠ બોલશો તો આપણા તમામ સગા  સબંધી મીત્ર કે કોઈપણ ને થોડું થોડું જુઠ બોલવુ પડેશે. એક ને બચાવવા હંમેશા અનેક ફસાઈ જતા હોય છે જો એક જ વ્યકતિ સાચી હકીકત બતાવી દે તો આગળ કાંઈ વાંધો જ ના આવે,  ગાંધીજી એ તેમની આત્મ કથા માં કહયુ છે કે સત્ય એક વટ વુક્ષ છે જેમાં એક થડમાં વિવિધ શાખાઓ છે તો સત્ય નો અંત આવતો નથી તે તમોને ઉંડે સુધી સારા માર્ગે પહાંચાડે છે અને જુઠ તરત જ બહાર આવી જતું હોય છે આમ આજે વધતું જતું જુઠ નુ પ્રમાણ ને અટકાવીને સત્ય નો ફેલાવો કરી સમુધ્ધી તરફ પ્રયાણ કરવાના પ્રયત્નો કરીએ.

લેખ-બિહારી હારૂનખાન મહેમુદખાન (મેપડા વડગામ)

2.76666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top