অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હેન્ડ્લુમ વીવર્સ કોમ્પ્રીહેન્સીવ વેલ્ફર સ્કીમ(યોજના)

હેન્ડ્લુમ વીવર્સ કોમ્પ્રીહેન્સીવ વેલ્ફર સ્કીમ(યોજના)

મહાત્મા ગાંધી બુનકર વિમા યોજના

વણકરોના આકસ્મિક મુત્યુ અને કુદરતી મુત્યુ સામી સામે રક્ષણ આપવું.

પાત્રતા:

  1. વણકરે પોતાની વાર્ષિક આવકના ઓછામાં ઓછા ૫૦ ટકા વણાટકામથી મેળવતા હોય.
  2. પુરૂષ કે સ્ત્રી વણકર કે જેની ઉંમર ૧૮ વર્ષથી  ૫૯ વર્ષની વચ્ચે
  3. વણકર મંડળીના કાયમી સભાપદ હોય.
  4. રાજ્યના હાથશાળ નિગમ સાથે નોંધાયેલ હોય.

અમલીકરણ સંસ્‍થા :-  જીવન વીમા નિગમ(એલ.આઇ.સી.)

વિમાનો દર

ભારત સરકારનો ફાળો

રૂા.૧૫૦.૦૦

રાજ્ય સરકારનો ફાળો

રૂા.૮૦.૦૦

લાભાર્થીનો ફાળો

રૂા.——

એલ.આઇ.સી. નો ફાળો

રૂા.૧૦૦.૦૦

કૂલ(પ્રતિ સભ્ય):

રૂા.૩૩૦.૦૦

વિમા રક્ષણ

અ.

કુદરતી મુત્યુ

રૂ. ૬૦,૦૦૦

બ.

અકસ્માતે મુત્યુ

રૂ. ૧,૫૦,૦૦૦

ક.

કાયમી અપંગતા

રૂ ૧,૫૦,૦૦૦

ડ.

આંશીક અપંગતતા

રૂ. ૭૫,૦૦૦

વધારાની સવલતો :-                                                                                                    અ. રૂ.૩૦૦ ત્રિમાસિક /બાળક, ચાર વર્ષ માટે ૯ થી ૧૨ માં ધોરણમાં અભ્યાસ કરતા બાળકો માટે જ્યાં સુધી ૧૨ મું ધોરણ પાસ ન કરી લે ત્યાં સુધી, ૨ બાળકો માટે મળવાપાત્ર

અરજીફોર્મ અને માહિતી

જિલ્લા કક્ષાએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને

રાજ્ય કક્ષાએ કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ઉદ્યોગભવન, ગાંધીનગર

સ્વા્સ્થ્ય વિમા યોજના

વણકર સમુદાયને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ મેળવવા સક્ષમ બનાવવાનો હેતુ ધરાવે છે.

પાત્રતા :-

  1. વણકર તેની ઓછામાં ઓછી ૫૦ ટકા આવક હેન્ડલૂમ વીવીંગમાંથી મેળવતો હોવો જોઈએ.
  2. બધાજ પુરૂષ કે મહિલા વણકરના ચાર વ્યક્તિના પરિવારને ૧ દિવસથી ૮૦ વર્ષની ઉંમર વચ્ચેની વ્યક્તિઓને સુરક્ષા પુરી પાડવા માટે છે.
  3. વણકરો કો.ઓપરેટીવ સોસાયટીના કાયમી સભ્ય (રેગ્યુલર મેમ્બર) હોવાથી યોજના મારફત લાભ મેળવવા પાત્ર છે.
  4. કો.ઓપરેટીવ બહારના વણકરો જેઓ સંતોષકારક સમુહમાં સંગઠિત થાય તો રાજય સરકાર અને ડેવલપમેન્ટ કમિશનર, ફોર હેન્ડલુમની માન્યતાને આધીન.
  5. પ્રાયમરી વીવર્સ કો.ઓપ. સોસાયટી/એપેક્ષ સોસાયટી/હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સભ્ય વણકરો યોજના અંતર્ગત સુરક્ષા મેળવવાપાત્ર છે.
  6. હાથશાળ કારીગર કે જે તાણા, વાઈન્ડીંગ, ડાઈંગ, પ્રીન્ટીંગ, ફીનીસીંગ, સાઈઝીંગ, જાલામેકીંગ, જેકાર્ડ કટીંગ વગેરે વણાટની પ્રવુતિ સાથે સંકળાયેલ હોય તેને લાભ મળવાપાત્ર છે.

વીમા સુરક્ષા :-

યોજનામાં વણકરો દ્વારા દેશમાં કોઈ હોસ્પિટલ કે નર્સિંગ હોમમાં કરાવવામાં આવેલી સારવાર માટે થયેલ ખર્ચા જેમાં જણાવેલી શરતો/મર્યાદાઓ /ઉપ-મર્યાદાઓને આધીન ચુકવવામાં /મજરે આપવામાં આવશે.

અ.નં

વિગત

રકમ

(એ)

વાર્ષિક મર્યાદા પ્રતિ કુટુંબ (૧ + ૩)

રૂ।. ૧૫,૦૦૦/-

(બી)

કુટુંબ માટે મર્યાદા

તમામ જુના રોગો અને નવા રોગો માટે

રૂા. ૧૫,૦૦૦/-

પ્રસૂતિ (પ્રથમ બે બાળકો માટે)

રૂા. ૨,૫૦૦/-

દાંતની સારવાર

રૂા. ૨૫૦/-

આંખની સારવાર

રૂા. ૭૫/-

ચશ્મા

રૂા. ૨૫૦/-

સ્થાયી રૂપે હોસ્પિટલમાં સારવાર માટે રાખવા

રૂા. ૪,૦૦૦/-

આયુર્વેદિક/યુનાની/હોમિયોપેથીક/

રૂા. ૪,૦૦૦/-

હોસ્પિટલમાં સારવાર (પહેલા અને પછી સહિત)

રૂા. ૧૫,૦૦૦/-

બાળ સંભાળ

રૂા. ૫૦૦/-

૧૦

બહારના દર્દી તરીકે (ઓ.પી.ડી)

રૂા. ૭,૫૦૦/-

૧૧

માંદગી દીઠ મર્યાદા

રૂા.૭,૫૦૦/-

પ્રીમીયમ :

પરિવાર દીઠ વાર્ષિક પ્રીમીયમ :

રૂ.૯૩૯.૭૬ નીચે મુજબ રહેશે.

કેન્દ્ર સરકાર ફાળો  :

રૂ.૭૬૯.૩૬

વણકર ફાળો :

રૂ.૨૦.૪૦

રાજ્ય સરકારનો ફાળો :

રૂ.૧૫૦.૦૦ (તા:૫/૨/૨૦૧૧ ના ઠરાવ મુજબ)

વિમા સુરક્ષા આપનાર :  આઈસીઆઈસી લોમ્બોર્ડ જનરલ ઈન્સ્યુરન્સ  કું.લી.

સ્ત્રોત : કુટીર અને ગ્રામ ઉદ્યોગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate