હોમ પેજ / સમાજ કલ્યાણ / આદિજાતી કલ્યાણ / સરહદી ગામોને સુવિધાઓ
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સરહદી ગામોને સુવિધાઓ

સરહદી ગામોને સુવિધાઓ વિશેની માહિતી આપેલ છે

ગુજરાતની મોટાભાગની આદિવાસી વસતિ પરંપરાગત રીતે જ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોને અડીને વસે છે. આ વિસ્તારો મુખ્યત્વે જંગલો, પર્વતીય પ્રદેશો અને ઊંચા-નીચા ઢોળાવવાળા પ્રદેશો છે. તેને કારણે ત્યાં વિકાસની ગતિ ધીમી છે, સામાજિક અને આર્થિક વિકાસ અસમાન છે અને મધ્ય પ્રવાહના અર્થતંત્ર સાથે ભળવાની અક્ષમતા છે. ગુજરાત રાજ્યમાં આવા ૪૦૧ સરહદી ગામો આવેલાં છે. આ ગામોની મોજણી કરવામાં આવી હતી.

 

સરકારે તા. ૩૦/૪/૨૦૧૦ ના ઠરાવથી આવા સરહદી ગામોમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સરકારી ઠરાવ જારી કર્યો. આ યોજના અંતર્ગત આ સરહદી ગામોને આવાસ, વીજળી, રસ્તા, પીવાનું શુધ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે:

 

 • આવાસ | નવા આવાસના બાંધકામ માટે તેમજ હાલના ઘરની સુધારણા કરવા માટે સહાયની જોગવાઈ.
 • વીજ જોડાણ | ઘેર ઘેર વીજ જોડાણ ઉપલબ્ધ કરાશે
 • માર્ગ | આંતરિક રસ્તાઓ, એપ્રોચ રોડ અને મુખ્ય રસ્તાઓને જોડતા જોડાણ માર્ગોનું બાંધકામ કરાશે.
 • પીવાનું પાણી | શુધ્ધ સલામત પીવીનું પાણી અને શક્ય બની શકે ત્યાં પાઈપ દ્વારા તેવા પાણીની ઉપલબ્ધિ.
 • શિક્ષણ | ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપર અને ઉચ્ચતર શિક્ષણ પર ઝોક.
 • આર્થિક વિકાસ | આજીવિકા વિષયક યોજનાઓ દ્વારા વિકાસ.
 • માળખાકીય સુવિધા | પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા કેન્દ્રો, કોટેજ હોસ્પિટલ, દવાખાના માટે માળખાકીય વ્યવસ્થા.
 • સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ

  3.0
  સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
  તમારા સૂચનો આપો

  (જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

  Enter the word
  નેવીગેશન
  Back to top