অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સરકારી નોડલ એજન્સી

ખાનગી ક્ષેત્ર સાથે પ્રાયોજનાઓ વિકસાવવા અને તેમાં સહાયરૂપ બનવા માટે અને નાણા ભંડોળની ગોઠવણ કે વ્યવસ્થા કરવા માટે ગુજરાત સરકારે ડી-સેગ નામની નોડલ એજન્સી સ્થાપી છે. આ ઉપરાંત અન્ય વિભાગો સાથે જરૂર જણાય ત્યાં સંવાદ પ્રસ્થાપિત કરવા માટે પણ તે મહત્વની એજન્સી છે. જ્યારે ડી-સેગ સંસ્થા રાબેતા મુજબની પ્રાયોજનાઓ પ્રાયોજના વહીવટી અધિકારીને તબદીલ કરે છે ત્યારે તે અમલીકરણ કક્ષાએ પણ સીધી રીતે સંકળાય છે અને ત્યારે પ્રાયોજનામાં વિશિષ્ટ અને નવતર વિચારો વિકસેલા છે.

પ્રાયોજનાના વિચારોને આવકાર

ડી-સેગ એ ખાનગી ક્ષેત્રમાં નવી પ્રાયોજનાઓનો પ્રચાર કરવા માટે તેમજ તેમના પ્રતિભાવ મેળવવા માટે ભારતીય ઉદ્યોગોના મહામંડળ(CII)ને વ્યૂહાત્મક ભાગીદાર તરીકે નક્કી કરેલ છે. જ્યારે કોઈપણ પક્ષકાર સંબંધિત પ્રાયોજનાની વિભાવનાના દિલચસ્પી બતાવે છે ત્યારે ભારતના ઉદ્યોગોનું મહામંડળ CII ડી-સેગ સાથે સંકલન કરીને પ્રાયોજનાને આગળ ધપાવવા માટે પ્રેરે છે. વળી ડી-સેગ ખૂબ જાણીતી કે પ્રસિધ્ધ એજન્સીઓનો સીધો સંપર્ક કરીને તથા સ્થાનિક અખબારોમાં સમયાંતરે જાહેરાતો આપીને નવા પ્રાયોજના વિષયક વિચારો આમંત્રિત કરે છે.

પરિણામની ખાતરી અને સમજૂતીના કરારનું આખરીકરણ

પ્રાયોજનાની વિભાવનાને નક્કર સ્વરુપ આપ્યા પછી તેનાં પરિણામોની ખાતરીનું આખરીકરણ કરવામાં આવે છે અને ડી-સેગની સાથે સમજૂતીના કરારની ચર્ચા કરવામાં આવે છે. જ્યારે ડી-સેગ દ્વારા પરિણામોની ખાતરી અને સમજૂતિના કરારને લીલી ઝંડી આપવામાં આવે તે પછી જ પ્રાયોજનાની દરખાસ્ત વિકસાવાય છે.

ખેત આધારિત પાકની બાબતમાં ધંધાદારી ભાગીદારે સ્પષ્ટ પરિણામની ખાતરી આપ્યા બાદ જ પ્રાયોજના વિકસાવી કે અમલી બનાવી શકાય છે. તે ભાગીદારે પ્રાયોજનાના તાલુકાની અંદર મૂલ્ય વૃધ્ધિનો પ્રથમ તબક્કો શરૂ કરવા માટે સ્પષ્ટ ખાતરી આપવી પડે છે. આવા ખેત આધારિત ખાનગી ક્ષેત્રના એકમ પાસે નીચેની અપેક્ષાઓ રહે છે :

  • પ્રાયોજનામાં ૩૦૦૦ થી ૫૦૦૦ સુધીનાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને આવરી લેવાના રહે છે.
  • લાભાર્થી પરિવારે સૂચિત પ્રવૃતિમાંથી દર વરસે ઓછામાં ઓછા રૂ. ૩૦,૦૦૦ ની આવક રળવાની છે.
  • લાભાર્થી પરિવારોને સૂચિત આજીવિકા પ્રવૃતિમાં પૂરા સમય માટે જોડવામાં રહે છે.
  • પ્રાયોજનામાંથી પેદા થતાં કૌશલ્ય/અસક્યામતો ઓછામાં ઓછી એક પેઢી સુધી ચાલવાં જોઈએ.

એવા ક્ષેત્રમાં તાલીમ સંબંધિત પ્રાયોજનાની અંદર સરકારનો ઉદ્દેશ મોટાપાયે ગુણવત્તાયુક્ત રોજગારી પેદા કરવાનો છે. આમ રાજ્યકક્ષાએ ટૂંકાગાળાના અથવા નાનકડા તાલીમ કાર્યક્રમો ખપ આવશે નહિ. આવા તાલીમ કાર્યક્રમોની ચર્ચા તાલુકા કક્ષાએ પ્રાયોજના વહીવટદાર સાથે કરી શકાય. ખાનગી ક્ષેત્રનાં એકમોને તેમના પોતાના કાર્યક્રમો ઘડી કાઢવાની, તેમજ તાલીમાર્થી દીઠ કોઈ ઉપલી મર્યાદા આંક્યા વિના આગળ ધપવાની સ્વતંત્રતા છે. ખાનગી ક્ષેત્રના તાલીમ ઉપલબ્ધ કરનારના સંદર્ભમાં સરકારની અપેક્ષા આ પ્રમાણે છે.:

  • તાલીમ ઉપલબ્ધ કરનાર એકમે તેમને સૂચવવામાં અભ્યાસક્રમમાં ૩૦૦ થી ૧૦૦૦ તાલીમાર્થીઓને આવરી લેવાના છે.
  • ઓછામાં ઓછા ૬૦% તાલીમાર્થીઓ, તાલીમ પછી દર વરસે રૂ. ૩૦,૦૦૦ થી રૂ. ૪૦,૦૦૦ ની કમાઈ કરતા થઈ જવા જોઈએ.
  • પૈસાના મૂલ્ય સંદર્ભે, તાલીમાર્થીઓ પ્રથમ છ-આઠ મહિનાની અંદર અથવા તેમને નોકરી મળી જાય તે પછી એમની તાલીમનો ખર્ચ આવરી લેવાય તેટલી આવક કમાતા થઈ જવા જોઈએ.
  • ધીરાણ વ્યવસ્થા
  • માળખાકીય વિકાસ
  • વીમો અને જોખમ સાથે રક્ષણ
  • સંશોધન અને વિકાસ (R&D) સહયોગ

સ્ત્રોત: આદિજાતિ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate