অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ

સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ

વિહંગાવલોકન : આ પ્રાયોજનાનો હેતુ, પ્રાયોજનામાં જોડાનાર પરિવારને ઓછામાં ઓછા ચાર પશુઓ પ્રાયોજના સમયગાળો પૂરો થાય તે સમય દરમિયાન ઉપલબ્ધ કરવાનો છે, જેથી દૂધ ઉદ્યોગ આર્થિક રીતે પોષણક્ષમ અને પૂરા સમયનો વ્યવસાય બની રહે. આ પૈકી બે પશુઓ પ્રાયોજના મારફતે ઉપલબ્ધ કરાશે અને બાકીનાં બે પશુઓ લાભાર્થી પરિવારે પોતેને ઘેર પ્રાયોજનાના સહયોગથી અને બહેતર પશુ સંભાળ, વ્યવસ્થાપન અને ઉછેર પધ્ધતિથી ઉછેરવાનાં છે.

ઉદ્દેશ : દૂધ ઉદ્યોગને ગુજરાતના ગરીબી રેખા નીચે જીવતા આદિવાસી પરિવારો માટે જ્વલંત આવક ઉપાર્જન કરતાં સાહસમાં તબદીલ કરવું.

પ્રારંભ : ૨૦૦૭-૦૮

ભાગીદાર : સાત જિલ્લા સહકારી સંઘ અને પ્રતિષ્ઠિત બિન-સરકારી સંગઠનો

ભૌગોલિક ભૂમિભાગ : ગુજરાતના આદિવાસી જિલ્લાઓ

અપેક્ષિત લાભાર્થીઓ : આદિવાસી સમુદાયો

યોજના હેઠળના લાભ : સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક લાભાર્થી દીઠ રોકાણ રૂપિયા ૮૦,૦૦૦/- થી ૮૪,૦૦૦/- સુદ્રઢ બનાવવા લોન અને સબસીડી મારફતે દૂધાળાં પશુઓ ઉપલબ્ધ કરી આપવાં, પશુઓના આરોગ્ય માટેની અને સમર્થનકારી સેવાઓ અને નાણાકીય સહાય સ્વચ્છ દૂધ ઉત્પાદનના હેતુથી ઉપલબ્ધ કરવી.

મુખ્ય સિધ્ધિ : અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને લગભગ ૮૦,૦૦૦ પશુઓ ઉપલબ્ધ કરાયાં છે અને આ પરિવારો દૂધ ઉદ્યોગની પ્રવૃતિથી માસિક રૂપિયા ૩૦૦૦ થી ૪૦૦૦ કમાય છે.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/11/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate