વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વનઅધિકારો

વનઅધિકારો વિશેની માહિતી

વ્યક્તિગત અધિકારો

કાયદાની જોગવાઈ અનુસાર, વ્યક્તિગત હકના પ્રકારમાં પાત્રતા ધરાવતા દાવે- દારોને રહેણાંકીય હેતુ માટે તેમજ ખેતીના ઉપયોગ માટે જમીન પરના હક એનાયત કરવામાં આવે છે આ માટે લાભાર્થીઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જોઈએ પરંપરાગત અનુસૂચિત જનજાતિનાઅગર પરંપરાગત વનવાસીઓ જેઓ જંગલમાં રહેતા હોય અને છેલ્લી ત્રણ પેઢીથી અધિકૃત જીવન નિર્વાહ (આજીવિકા) માટે જંગલ પર આધારિત હોય વન અધિકાર અધિનિયમ, 2006 નીચે આ અધિકારોની સ્વીકૃત્તિ એ શરતને આધીન છે કે આવા અનુસૂચિત જનજાતિના લોકો કે પરંપરાગત વનવાસીઓ 13મી ડિસેમ્બર, 2005ના દિવસે જંગલ જમીન પર કબજો ધરાવતા હોવા જોઇએ અને તેની પાસે તે જમીનનો કબજો 31મી ડિસેમ્બર, 2007ના રોજ ચાલુ રહેલો હોવો જોઈએ.

સામુદાયિક હકો

સમુદાય જંગલ જમીન પર અને જંગલની ગૌણ પેદાશ પરના હક ગૌણ જંગલ પેદાશના એકત્રીકરણ (એકઠા કરવા) માટે તેમજ ઉપયોગ માટે, માછીમારી માટે, જંગલમાં ઢોર/પશુ, ચરાવવા માટે, જંગલનાં જળસ્ત્રાવ સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે તેમજ આદિમજૂથ આદિજાતિ સમુદાયો આવાસ અંગેના હક માન્ય કરવામાં આવે છે

જંગલની જમીનનો માળખાકીય ઉપયોગ કરવા સંબંધિત ફેરફાર કરવા બાબત

વન અધિકાર અધિનિયમની કલમ ૩(૨) અનુસાર વિકાસ માટેના હકના પ્રકારમાં જંગલની જમીનને ૧૩ પ્રકારની માળખાકીય સુવિધાઓ જેવી કે શાળા, હોસ્પિટલ, લઘુ સિંચાઈ, પીવાના પાણીની સુવિધા વગેરે માટે પરિવર્તન કરવા માટેના વિકાસ માટેના હક તરીકે મંજૂર કરવામાં આવે છે.

સ્ત્રોત-આદિજાતી વિકાસ વિભાગ

3.1
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
સંબંધિત વસ્તુઓ
વધુ...
Back to top