વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

રાજ્ય પહેલ

રાજ્ય પહેલ વિશેની માહિતી છે

આદિવાસી વિકાસ માટેના મુખ્યમંત્રીશ્રીના દસ મુદ્દાના કાર્યક્રમ તરીકે જાણીતી વનબંધુ કલ્યાણ યોજના (vky)નો અમલ ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૭ ના દિવસથી એક વિશિષ્ટ મિશન તરીકે શરૂ કરવામાં આવ્યો. આદિજાતિ સમુદાયોના સંકલિત, સર્વાંગી અને સર્વ સમાવેશક વિકાસ માટે પ્રેરિત આ કાર્યક્રમના દસ મુદ્દા આ પ્રમાણે છેઃ

વનબંધુ કલ્યાણ યોજનાના મુખ્ય ચાવીરૂપ ઉદ્દેશો

  • રાજ્યના આદિવાસી વિસ્તારો અને રાજ્યના અન્ય વિસ્તારો વચ્ચે રહેલ આર્થિક અને સામાજિક અંતર દૂર કરવાનો સેતુરૂપ કાર્યક્રમનો પ્રયાસ
  • આદિવાસી વિસ્તારોમાં માનવ વિકાસ સૂચાંકો તેમજ સામાજિક અને નાગરિક માળખાકીય સુવિધાઓનો વિકાસ
  • આ કાર્યક્રમ ગુજરાત સરકાર, ભારત સરકાર અને ખાનગી ક્ષેત્રની વિવિધ યોજનાઓ માટેના ભંડોળનું સંયોજન કરવાની નેમ ધરાવે છે.

વનબંધુ કલ્યાણ યોજના (VKY) પ્રતિ હકારાત્મક અભિગમ

આદિવાસી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાની દરમિયાનગીરીના નવતર અભિગમની કેટલીક વિશિષ્ટ લાક્ષણિકતાઓનો ઉદ્દેશ વ્યાખ્યાયિત પરિણામો પ્રાપ્ત કરવાનો છે, જેમાં મુખ્ય ઝોક આદિવાસી વિસ્તારોમાં જે આપૂર્તિઓ (inputs)નું રોકાણ કરવામાં આવે તેની ગુણવત્તામાં સુધારો કરવા ઉપર તેમજ અધિકાર આધારિત અભિગમને પુરસ્કૃત કરવા પર છે.

સ્ત્રોત: આદિજાતિ વિકાસ વિભાગ

3.05882352941
vipul gamit Dec 28, 2016 03:48 PM

આર્થક વિકાસનાં માપદંડો છે એમાં કઈ બાબતોનો સમાવેશ થાાય અને ખર્ચ વિશે માહિતી જણાવશો વનબંધુ કલ્યાણ યોજના

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top