অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ

મેડિકલ પ્રવેશ પરીક્ષા માટે કોચિંગ

  • વિહંગાવલોકન : અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ માટે તાલીમ આપવાની જરૂરિયાતને અનુલક્ષીને અમે તે પ્રકારે તબીબી કોલેજોમાં અનુસૂચિત જનજાતિની બેઠકો ખાલી ન રહે તે માટે ગુજસેટ કોચીંગ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આદિવાસી વિદ્યાર્થીઓને ગુજસેટ ની તાલીમ આપીને તેમને તબીબી શિક્ષણ માટે પ્રોત્સાહિત કરાશે.
  • ઉદ્દેશ : તબીબી અભ્યાસક્રમની પ્રવેશ પરીક્ષાઓમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે બહેતર તક ઉપલબ્ધ કરવી.
  • પ્રારંભ : ૨૦૧૩-૨૦૧૪
  • ભાગીદાર સંસ્થા : એમટી એડ્યુ કેર (MT એડ્યુકેર)
  • ભૌગોલિક ભૂમિભાગ : ૧૪ આદિવાસી જિલ્લાઓમાં આવેલા ૧૬ કેન્દ્રો
  • અપેક્ષિત લાભાર્થીઓ :તબીબી શિક્ષણમાં પ્રવેશ માટે રસ ધરાવતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • પ્રવેશ માટેની પાત્રતા : વિદ્યાર્થીઓને મળવાપાત્ર વિવિધ પ્રકારના પ્રોત્સાહનો અને ભથ્થાંઓમાં ફી, નિભાવ ભથ્થું, ભોજન બીલની ચૂકવણી, પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ માટે આવશ્યક સાધનોની ખરીદી માટે વધારાની રકમ વગેરે.
  • યોજના નીચે મળતા લાભ : માળખાકીય સુવિધાઓનું નિર્માણ, માર્ગોનું બાંધકામ, શૈક્ષણિક સુવિધાઓ, પીવાના પાણીની સુવિધાઓ, આરોગ્ય સુવિધાઓ, કૃષિ વિકાસ, જમીન વિહોણાને જમીનની વહેંચણી, આવક પેદા કરવા માટેની પ્રવૃતિઓ, પરંપરાઓની જાળવણી વગેરે.
  • ૨૦૧૪-૧૫ દરમિયાન મુખ્ય સિધ્ધિ : ૨૦૧૪-૧૫ દરમિયાન, ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે મંજૂર કરવામાં આવેલી ૩૫૪ બેઠકોમાંથી ૩૨૩ બેઠકો(૯૧%) ભરી શકાઈ. આમ આગળના વર્ષમાં આવી માત્ર ૬૦% બેઠકો જ ભરી શકાઈ હતી.

સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate