অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્રૌદ્યોગિકી-આધારિત નાણા સમાવેશક પ્રાયોજના

પ્રૌદ્યોગિકી-આધારિત નાણા સમાવેશક પ્રાયોજના

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી (ડિ-સેગ), આદિજાતિ વિકાસ વિભાગ દ્રારા ગુજરાતના ૪ આદિવાસી તાલુકાઓમાં પ્રાયોગિક ધોરણે ટેકનોલોજી આધારિત નાણા સમાવેશક પ્રોજેકટ અમલમાં મુકેલ છે. બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળ ભારત સરકારે ઉક્ત તાલુકાઓમાં નાણા સમાવેશક માટેની આ યોજના રાખેલ છે. આ પ્રાજેકટના ઉદ્દેશો નીચે પ્રમાણે હતાઃ

  • કોઈ પણ વચેટિયા કે મધ્યસ્થિને સામેલ કર્યા વિના રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓ માટે મંજૂર કરાતી રકમ સીધી જ લાભાર્થીઓના ખાતામાં જમા થાય. તે માટે રાજ્ય સરકારની પ્રવર્તમાન રોકડ-તબદીલી વ્યવસ્થાના કાર્યક્રમમાં સુધારો લાવી તે વ્યવસ્થાને વધુ કાર્યદક્ષ બનાવવી.
  • વસતી પાસે વધેલી રોકાણપાત્ર રકમને કાર્યદક્ષ બચત બેન્ક વ્યવસ્થા જે સરળતાથી પ્રાપ્ય એવા મોટી સંખ્યામાં ATM (All Time Money) ઉપલબ્ધ કરાવીને આ રોકાણને માટે વિશ્વસનીય વ્યવસ્થા ઉભી કરવી.
  • તબીબી કટોકટી/ઋતુ પ્રમાણે આવકમાં થતી વધઘટ વગેરે પ્રકારના મોસમી આઘાતોની સામાન્ય સમસ્યાઓ ટાળવા માટે ખૂબ સરળતાથી પ્રાપ્ય અને અત્યંત સરળ ઘર વપરાશ ધિરાણ વ્યવસ્થા ઉપલબ્ધ કરવી. જે ઝડપી રીતે ખાતેદારોને આપોઆપ પ્રાપ્ય બને તેવી ગોઠવણ કરવી.
  • આ વ્યવસ્થામાં દરેક લેણદારના ધિરાણનો ઈતિહાસ તૈયાર કરવો. જેથી જે લોકો પોતાનું ધિરાણ સારીરીતે નિયમિતપણે ચુકવતા હોય તેમને ઉત્પાદક હેતુ માટે મોટી રકમની લોન વાણિજ્યિક બેઠકો પાસેથી સીધેસીધી મળી રહે.

ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જનજાતિની વસ્તી ૧૪.૭૬ ટકા છે. જે રાજ્યમાં ૭૪.૮૧ લાખની થાય છે. ગુજરાતની અનુસૂચિત જનજાતિના લોકો મુખ્યત્વે રાજ્યના પૂર્વીય પ્રદેશમાં છે. આદિવાસીઓની ધનિષ્ટ વસતી હોય તેવા અનુસૂચિત વિસ્તારોના ૪૩ તાલુકા છે. જે ૧૨ સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજનામાં સમાવિષ્ઠ છે. આ વિસ્તારોની અંદર જ રાજ્યના સૌથી વધુ પછાત એવા તાલુકાઓ પણ સમાવિષ્ટ છે.

પ્રાયોજનાની શરૂઆતના તબક્કે જુદા જુદા હિત ધારકો જેમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પ્રાદેશિક કચેરી અમદાવાદનો પમ સમાવેશ થતો હતો. તેમની સાથે અનેક વખત પરામર્શક બેઠકો ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૦, ૯મી માર્ચ ૨૦૧૦ વગેરે તારીખોએ યોજાઈ હતી. છેલ્લી બેઠક તારીખ ૧૪મી જુન ૨૦૧૦ના રોજ યોજાઈ હતી. તા. ૧૪ જુન ૨૦૧૦ના દિવસે ગાંધીનગર નવા સચિવાલય ખાતે બ્લોક નં. ૧ માં ત્રીજા માળે મુખ્ય સચિવશ્રીની ચેમ્બર્સમાં યોજાયેલી બેઠકમાં રીઝર્વ બેક ઓફ ઈન્ડિયા, SGED, દેના બેંક, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, ઈન્ડિયન ઓવર્સિઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, એચડીએસસી બેન્ક, એક્સીસ બેંક વગેરેને આ પ્રાયોજનામાં ભાગ લેવા માટે આમંત્રિત કરાયાં હતાં. આ યોજનામાં વધારે રોકાણ અને જોખમની સંભાવના હોવાથી આદિજાતિ વિકાસ વિભાગને બેંકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો નહી. તેમ છતા સઘન નાણાકીય સમાવેશ વ્યવસ્થાપન જરૂરિયાત ધ્યાને લઈને આદિવાસી ખેડૂતોના ધિરાણની જરૂરિયાત તેમજ ગ્રામીણે દેવાનું ભારણ ઓછુ કરવા જેવાં મુદ્દાઓને લઈને અને આદિવાસી ખેડૂતોની બચતમાં વધારો થાય તે હેતુ થી તથા સરકારની નાણાની ફેરબદલીમાં તમામ સ્તરે વચેટિયાની હાજરી દૂર કરવાના ઉદ્દેશથી આદિજાતિ વિકાસ વિભાગે બેંકો સાથે શરૂઆતમાં માત્ર પ્રાયોગિક ધોરણે પ્રાયોજના વિકસાવવાનુ નક્કી કર્યું.

તદનુસાર, આ પ્રાયોજનાનો પ્રાયોગિક ધોરણે અમલ કરવા માટે તા. ૦૭-૦૨-૨૦૧૧ના દિવસે દેના બેંક સાથે સમજૂતિનો કરાર (MOU) કરવામાં આવ્યો. આ પ્રાયોજના અંર્તગત બેંકની ભૂમિકા આ પ્રમાણે છે.

  • પ્રાયોજના વિસ્તારના તમામ પરિવારોના બેન્ક ખાતા ખોલાવવા.
  • દરેક પરિવારને માટે બે ATM કાર્ડ આપવા.
  • કોઈ પણ પ્રકારની ઔપચારિકતા વિના દરેકે દરેક ખાતેદારને રૂપિયા ૨૫૦થી માંડી ૨,૦૦૦ સુધીની ઓવર ડ્રાફ્ટ સુવિધા.
  • નાણા ધિરાણ વખતે અને તેની વસુલાત માટે બેન્ક દ્વારા ખૂબ જ મર્યાદિત પત્ર વ્યવહાર.
  • તાલીમ અને જાગૃતિ લાવવા સંબંધિત ઝુંબેશ.
  • ATM માટેના ખર્ચમાં ભાગીદારી અને પૂરતી સલામતી વ્યવસ્થા.
  • પ્રાયોજનાના કાર્યદક્ષ અમલ માટે બેન્ક પોતાના કર્મચારીની એક આગવી ટીમ ફાળવશે.

લક્ષિત વિસ્તારોમાં આ પ્રાયોજનાને લાભાર્થીઓ તરફથી સારો પ્રતિભાવ મળી રહ્યો છે. હાલ આ પ્રાયોજના નીચે ૧,૩૯,૦૦૦ જેટલા લાભાર્થીઓ નોંધાઈ ચુક્યા છે. સાબરકાંઠા જિલ્લાના ખૂબ જ આંતરિયાળ એવા ગામોમાં ૨૧ ATM નંખાયા છે. ૨,૦૫,૦૦૦ બચત ખાતા ખોલવામાં આયા છે. અને ૨૦,૦૦૦ ATM કાર્ડ વહેચવામાં આવ્યા છે. સરકારની નરેગા જેવી યોજનાના નાણા સીધા ખાતેદારોના ખાતામાં જમા થાય છે. જેથી પોતાની શ્રમની થયેલી કમાઈ તેમના હાથવગી બની રહે.

આમ, આ પ્રાયોજનાના પ્રયોગમાં સકારાત્મક પરિણામો જોતાં ડિ-સેગ અને આદિજાતિ વિકાસ વિભાગ હવે ગુજરાતના તમામ આદિવાસી તાલુકાઓમાં આ યોજના લાગુ પાડવાનું આયોજન કરી રહેલ છે.

જો કે, સરકાર આ આદિવાસી ખેડૂતોના આર્થિક અને સામાજિક વિકાસ માટે જે રોકડ રકમ ફાળવે છે. તે તેમને ભાગ્યે જ પહોંચે છે. કારણ કે વચ્ચે વચેટિયાઓ છે. બીજાં પણ કેટલાક કારણો છે. પરિણામે આદિવાસી ખેડૂતો સરકારમાંથી લગભગ વિશ્વાસ ગુમાવી બેઠા છે. વર્ષો સુધી ગરીબીના વિષય ક્રમાંથી બહાર આવી શક્યા નથી. તેમની પાસે તાત્કાલિક કોઈ રોકડ રકમ નહી હોવાથી. તેઓ એક તરફ બચત કરી શકતા નથી. તો બીજી તરફ આ ખેડૂતો શહુકારોની નગરચૂંડમાં ફસાયા કરે છે.

સ્ત્રોત: ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત- ડિ-સેગ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate