অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી

ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી

(૧) એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ (Eklavya Model Residential School)

  • ભારત સરકારશ્રીની બંધારણની કલમ ૨૭૫(૧) હેઠળની અદિજાતિ બાબતોનાં મંત્રાલય,દિલ્હીની ગાઇડલાઇન આધારીત.

પ્રસ્તાવના :- G.S.T.E.S., ગાંધીનગર સુયોજિત આદિવાસી બાળકો સર્વગ્રાહી વિકાસ માટે ગુણવત્તા શિક્ષણ પૂરું પાડવા માટે 30 EMRS છે. ગુજરાત સરકાર પણ જાણીતા સ્વદેશી લોકો શિક્ષણ સાથે સંકળાયેલા વિશ્ર્વાસ સાથે પીપીપી મોડેલ પર થોડા EMRS ચલાવવા માટે પહેલ કરી છે. આ શાળાઓ માધ્યમનો ક્યાં ગુજરાતી માં ઇંગલિશ અને સામાન્ય રીતે ગુજરાત શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન છે . રાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક વાતાવરણ પૂરી પાડે છે.

 

પ્રવેશ પ્રક્રિયા :-  સરકારી શાળાઓ(પ્રાથમિક શાળા,આશ્રમશાળા)ધોરણ-૫માં અભ્યાસ કરતાં આદિજાતિનાં તેજસ્વી અને મેઘાવી બાળકો માટે આદિજાતિ વિકાસ વિભાગ થકી દર વર્ષે પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિધાર્થીઓને પ્રવેશ મળવા પાત્ર થાય છે.

પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ :- પરીક્ષા તારીખ નક્કી થયાથી જીલ્લાની પ્રાયોજના કચેરી,મદદનીશ કમિશ્નરશ્રી(આદિજાતિ વિકાસ)ની કચેરી,આશ્રમશાળા અધિકારી અધિકારીશ્રીની કચેરી,તાલુકા પંચાયત તેમજ નજીકની એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ,લી લીટર્સી ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કુલ તેમજ મોડેલ સ્કુલમાંથી નિયત તારીખ અને સમય દરમ્યાન ઉપલબ્ધ થશે.

 

શાળામાં મુખ્યત્વે અપાતી સુવિધાઓ :-

(૧) યુનિફોર્મ કીટ  (પ્રતિ વિધાર્થીની દીઠ રૂ.૪૦૦૦/-ની ગ્રાંટની મર્યાદા)

-બે જોડી યુનિફોર્મ,નાઇટ વેર,સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ શુઝ,સ્પોર્ટસ શુઝ,

બ્લેઝર/સેરેમનીયલ વેર વિગેરે...

(૨) સ્ટેશનરી

(૩) હોસ્ટેલની સુવિધા

(૪) ભોજનની સુવિધા (બે ટાઇમ નાસ્તો અને બે ટાઇમ જમવાનું)

(૫) માસિક ટોયલેટરીઝ સામગ્રી (સાબુ,તેલ શેમ્પુ,બ્રશ તેમજ અન્ય  જરૂરીયાતની ચીજ વસ્તુઓ)

(૬) અભ્યાસક્રમનાં પાઠ્ય પુસ્તકો

(૭)શૈક્ષણીક પ્રવાસ

 

(૨) લો લીટર્સી ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કુલ (Low Literacy girls Residential School )

પ્રવેશ પ્રક્રિયા :-  સંબંધકર્તા તાલુકાની સરકારી શાળાઓ(પ્રાથમિક શાળા,આશ્રમશાળા)ધોરણ-૭માં અભ્યાસ કરતી આદિજાતિની વિધાર્થીનીઓ માટે દર વર્ષે પ્રવેશ માટે વહેલા તે પહેલાનાં ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.

પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ :-   તાલુકાની લી લીટર્સી ગર્લ્સ રેસીડેન્સીયલ સ્કુલ સ્કુલમાંથી નિયત તારીખ અને સમય દરમ્યાન ઉપલબ્ધ થશે.

 

શાળામાં મુખ્યત્વે અપાતી સુવિધાઓ :-

(૧) યુનિફોર્મ કીટ  (પ્રતિ વિધાર્થીની દીઠ રૂ.૪૦૦૦/-ની ગ્રાંટની મર્યાદા)

-બે જોડી યુનિફોર્મ,નાઇટ વેર,સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ શુઝ,સ્પોર્ટસ શુઝ,

બ્લેઝર/સેરેમનીયલ વેર વિગેરે...

(૨) સ્ટેશનરી

(૩) પોકેટમની (માસિક રૂ.૧૦૦/- )

(૪) હોસ્ટેલની સુવિધા

(૫) ભોજનની સુવિધા (બે ટાઇમ નાસ્તો અને બે ટાઇમ જમવાનું)

(૬) માસિક ટોયલેટરીઝ સામગ્રી (સાબુ,તેલ શેમ્પુ,બ્રશ તેમજ અન્ય  જરૂરીયાતની ચીજ વસ્તુઓ)

(૭) અભ્યાસક્રમનાં પાઠ્ય પુસ્તકો

(૮)શૈક્ષણીક પ્રવાસ

મોડેલ સ્કુલ (Model School)

માનવ સંસાધન વિકાસ મંત્રાલય-દીલ્હીની ગાઇડલાઇન મુજબની

પ્રવેશ પ્રક્રિયા :-  સંબંધકર્તા તાલુકાના નિવાસી વિધાર્થીઓને ધોરણ-૬માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારશ્રીના આરક્ષણ નિયમ મુજબ માન્ય સંખ્યા મુજબ અનુસુચિત જનજાતિ માટે ૧૫%,અનુસુચિત જાતિ માટે ૭.૫%,ઓ.બી.સી.માટે ૨૭% તેમજ તે સિવાયના ૫૦.૫ % સામાન્ય/અન્ય જાતિને પ્રવેશ આપી શકાય છે.

 

પ્રવેશ ફોર્મ મેળવવાનું સ્થળ :- તાલુકાની મોડેલ સ્કુલમાંથી નિયત તારીખ અને સમય દરમ્યાન ઉપલબ્ધ થશે.

મુખ્યત્વે અપાતી સુવિધાઓ :-

 

(૧) યુનિફોર્મ કીટ  (પ્રતિ વિધાર્થીની દીઠ રૂ.૨૫૦૦/-ની ગ્રાંટની મર્યાદા)

-બે જોડી યુનિફોર્મ,સ્પોર્ટસ ડ્રેસ,સ્કુલ શુઝ,સ્પોર્ટસ શુઝ,

બ્લેઝર/સેરેમનીયલ વેર વિગેરે...

(૨) સ્ટેશનરી

(૩) ભોજનની સુવિધા (બે ટાઇમ નાસ્તો અને એક ટાઇમ જમવાનું)

(૪)અભ્યાસક્રમનાં પાઠ્ય પુસ્તકો

(૫) શૈક્ષણીક પ્રવાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate