অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રોસ્‍ટર પદ્ધતિ

અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગો માટે નોકરીમાં અનામતને લગતી રાજય સરકારની નીતિના ઘડતરની કામગીરી સામાન્યી વહીવટ વિભાગ ધ્વાકરા હાથ ધરવામાં આવે છે. જયારે આ નીતિના અમલીકરણ/મોનીંટરીગની કામગીરી સામાજિક ન્યાીય અને અધિકારીતા વિભાગ ધ્વાવરા કરવામાં આવે છે.

શ્રી આર.કે.સભરવાલા વિરુધ્ધ પંજાબ સરકાર અને અન્યનના કેસમાં નામદાર સર્વોચ્ચી અદાલતના ચુકાદા અનુસાર સરકારી સેવાઓમાં ખાલી જગ્યામ આધારિત રોસ્ટિરના સ્થા‍ને જગ્યાઅ આધારિત રોસ્ટર અમલમાં આવતા તે મુજબ સામાન્ય વહીવટ વિભાગના તા.૮-૩-૧૯૯૯, તા.૫-૯-૨૦૦૦ ના ઠરાવથી જરૂરી હુકમો બહાર પાડવામાં આવ્યા  છે.

અનામતની ટકાવારી

રાજય કક્ષાએ સીધી ભરતીથી ભરવાની થતી વર્ગ-૧ થી વર્ગ-૪ ની જગ્યાંઓમાં અનુસૂચિત જાતિ માટે ૭ ટકા, અનુસુચિત જનજાતિ માટે ૧૫ ટકા અને સામાજિક અને શૈક્ષણિક પછાતવર્ગો માટે ૨૭ ટકા પ્રમાણે જયારે બઢતીથી ભરવાની થતી વર્ગ-૧ થી વર્ગ-૪ની જગ્યા ઓ માટે અનુસૂચિત જાતિ માટે ૭ ટકા, અને અનુસૂચિત જનજાતિ માટે ૧૫ ટકા પ્રમાણે રોસ્ટ ર ક્રમાંકો નિયત કરવામાં આવેલા છે. જયારે જિલ્લા કક્ષાએ વર્ગ-૩ અને વર્ગ-૪ માટે જે તે જિલ્લાની વસતિને ધ્યારને લઇ જે તે જિલ્લાની ટકાવારી મુજબ રોસ્ટેર ક્રમાંકો નિયત કરવામાં આવેલા છે.

સામાન્યસ વહીવટ વિભાગના તા.૨૨-૪-૮૩ ના ઠરાવ ક્રમાંકઃપવસ-૧૧૮૩-૮૨૫-ગ.૩ સાથેના પરિશિષ્ટત-૧ મુજબ રોસ્ટરજીસ્ટરનો નમૂનો બહાર પાડવામાં આવેલ છે જે નીચે મુજબ છે.

સામાન્‍ય વહીવટ વિભાગના તા.૮-૩-૯૯ ના ઠરાવ ક્રમાંકઃ પવસ-૧૬૯૬-૮૭૮-ગ.૪ ની જોગવાઇ મુજબ તા.૮-૩-૯૯ ના રોજ જે તે સંવર્ગમાં જે કર્મચારી/અધિકારીઓ ખરેખર ફરજ બજાવતા હોય અને ત્‍યારબાદ નિમણુંક પામેલ હોય તેઓના નામો રોસ્‍ટર રજીસ્‍ટરમાં દર્શાવવાના રહેશે. તા. ૮-૩-૯૯ ની સ્‍થિતિએ બઢતી, નિવૃતિ, અવસાન, રાજીનામુ વગેરેના કારણે સંવર્ગ છોડી દીધેલ હોય તેઓના નામ નવા રોસ્‍ટર રજીસ્‍ટરમાં દર્શાવવાના રહેશે નહિ. આ કાર્યવાહી સબંધિત સંવર્ગમાં તા. ૮-૩-૯૯ ના રોજ ફરજ બજાવતા કર્મચારીઓમાંથી સૌથી પ્રથમ નિમણુંક મેળવનારથી શરૂ કરીને તા.૮-૩-૯૯ ની સ્‍થિતિએ સંવર્ગમાં હોય તેવા તમામ કર્મચારીઓની રોસ્‍ટરના દરેક ક્રમાંક સામે હાજર થયા તારીખના ક્રમ મુજબની ગોઠવણી કરવાની રહેશે અને દરેક રોસ્‍ટર ક્રમાંક સામે ગોઠવેલ કર્મચારી જે જાતિ વર્ગના હોય તે પ્રમાણેની બંધ બેસતી અનુ.જાતિ, અનુ.જનજાતિ, સા.શૈ.પ.વર્ગ, સામાન્‍ય વર્ગથી વપરાયેલ તેવી નોંધ કરવાની રહેશે. જો કોઇ વધારા હોય તો તેને ભવિષ્‍યની નિમણુંકો સામે સરભર કરવાના રહેશે અને હાલની નિમણુંકોમાં ફેરફાર કરવાનો રહેશે નહિ.

રોસ્ટર રજીસ્ટરો અલગ અલગ બનાવવા

સંવર્ગવાર સીધી ભરતી/બઢતીના અલગ અલગ રોસ્‍ટર રજીસ્‍ટરો બનાવવાના રહેશે. મંજુર થયેલ જગા જેટલા જ રોસ્‍ટર ક્રમાંક દર્શાવવાના રહેશે. જે તે સ્‍થિતિએ ભરેલી જગ્‍યા ઉપર જે તે જાતિની ટકાવારી મુજબ ભરવાપાત્ર જગ્‍યાઓની ગણતરી કરવાની રહેશે.

રોસ્ટર રજીસ્ટર નિભાવવા અને પ્રમાણિત કરવા

સરકારી તેમજ ગ્રાન્‍ટ ઇન એઇડ સંસ્‍થાઓ, પંચાયત સેવા, રાજય સરકાર હસ્‍તકના બોર્ડ/કોર્પોરેશનો જાહેર સાહસો વૈધાનિક સંસ્‍થાઓ, શાળા, મહાશાળાઓ, વિશ્વવિધાલયો, સરકારી સંસ્‍થાઓ,  મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના રોસ્‍ટર રજીસ્‍ટરો જે તે કચેરીના નિમણુંકી અધિકારીએ નિભાવવાના રહે છે અને રોસ્‍ટર રજીસ્‍ટરોની ચકાસણી માટે આ વિભાગના તા.૧૦ -૬-૨૦૦૨ ના પરિપત્રથી પોસ્‍ટ બેઇઝ પત્રક અને ચેકલીસ્‍ટ તેમજ તા.૨૮-૧૧-૦૫ ના પરિપત્રથી પરિશિષ્‍ટ-૩ તારીજ , પત્રક-ક-ખ-ગ બહાર પાડવામાં આવેલ છે, આ પત્રકોમાં સંપૂર્ણ વિગતો ભરી રોસ્‍ટર રજીસ્‍ટર સાથે જે તે કચેરીના રજીસ્‍ટરો સબંધિત વિભાગના રોસ્‍ટર સંપર્ક અધિકારી મારફતે પ્રમાણિત કરી રજીસ્‍ટરો અત્રે મળ્‍યેથી ચકાસણી કરી પ્રમાણિત કરવામાં આવે છે.

સંપર્ક અધિકારીશ્રીઓ

દરેક વિભાગમાં વહીવટી કામગીરી સંભાળતા અધિકારીને તે વિભાગ અને વિભાગ હેઠળના વહીવટી નિયંત્રણ હેઠળના બધા ખાતા/કચેરીઓના મહેકમ અને સેવાઓમાં અ.જા, અ.જ.જા, સા.શૈ.પ.વર્ગ તેમજ શા.ખો.ખા.ના ઉમેદવારોના પ્રતિનિધિત્‍વને લગતી બાબતો અંગે સંપર્ક અધિકારી તરીકે કામગીરી બજાવવા નિયુકત કરવામા આવે છે. રોસ્‍ટર રજીસ્‍ટરોની વાર્ષિક તપાસણી કરવી એ સંપર્ક અધિકારીની ફરજો પૈકીની એક ફરજ છે.

શારીરિક ખોડખાંપણ ધરાવતી વ્યકિતઓ માટે અનામત

સામાન્‍ય વહીવટ વિભાગના તા.૪-૫-૨૦૦૨ ના ઠરાવ ક્રમાંકઃ સીઆરઆર- ૧૦૨૦૦૨-જીઓઆઇ-૭- ગ.૨ માં શા.ખો.ખાં. ધરાવતી વ્‍યકિતઓ માટે રાજય સરકારની સેવાઓમાં વર્ગ-૧ થી ૪ માં ૩ ટકા અનામત રાખવાની જોગવાઇ કરવામાં આવેલ છે. કુલ-૧૦૦ જગામાં શા.ખો.ખાં. માટે રોસ્‍ટર ક્રઃ ૩૪, ૬૮, ૧૦૦ નિયત કરવામાં આવેલ છે. તેમાં શા.ખો.ખાં. ને જે તે જાતિમાં ગણતરીમાં લેવાના રહે છે. વિકલાંગ વ્‍યકિત ( સમાન તક, હક, રક્ષણ અને સંપૂર્ણ ભાગીદારી) અધિનિયમ,૧૯૯૫ની કલમ-૩૩ માં કરાયેલ જોગવાઇ મુજબ, વિકલાંગ વ્‍યકિતઓ માટે સરકારી નોકરીઓમાં ૩ ટકા જગ્‍યા અનામત રાખવાની રહે છે. રાજય સરકારના વિવિધ સંવર્ગો પૈકી કઇ જગ્‍યાઓમાં કઇ વિકલાંગતા ધરાવતી અશકત વ્‍યકિત ચાલી શકે અને કઇ જગ્‍યાઓમાં અશકત વ્‍યકિત ચાલી શકે તેમ નથી તે અંગે નવી સુધારેલ યાદીઓ ભારત સરકારના તા. ૧૮-૦૧-૨૦૦૭ ના ગેઝેટ થી પ્રસિધ્‍ધ કરવામાં આવી છે. આ યાદી ભારત સરકારની વેબસાઇટ www.ccdisabilities.nic.in www.socialjustice.nic.in પર ઉપલબ્‍ધ છે.

ભારત સરકાર ધ્‍વારા નિયત કરાયેલ વિકલાંગતા મુજબ રાજય સરકારના સંવર્ગોમાં જગ્‍યાઓ અનામત રાખવી. આ માંથી મુકિત મેળવવાની હોય તો, તા. ર૯-૦૫-૨૦૦૬ ના પરિપત્ર ક્રમાંકઃઅપગ-૧૦૨૦૦૪૩-આઇ.પપ- છ.૧ મુજબ નિયત નમૂનામાં અગ્રસચિવશ્રી, સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગના અધ્‍યક્ષસ્‍થાને બનેલ તજજ્ઞ સમિતિને પુરતા કારણો સાથે મુકિત માટે દરખાસ્‍ત કરવી.

ગુણવત્તાના ધોરણે નિમણુંક

સીધી ભરતીમાં અનુ.જાતિ, અનુ.જનજાતિના ઉમેદવારો તા.૪-૬-૮૬ થી ગુણવત્તાના ધોરણે પસંદગી પામેલ હોય અને સા.શૈ.પ.વ.ના ઉમેદવારો તા.૨૦-૫-૯૩ થી ગુણવત્તાના ધોરણે પસંદગી પામેલ હોય તો તેઓને બિન અનામત ગણવાના રહે છે.

ઘટ/બેકલોગ

અનામત વર્ગોમાં નિયત થયેલી ટકાવારી મુજબ અનામત વર્ગોના કર્મચારી/ અધિકારી ઉપલબ્‍ધ ન થાય તો સીધી ભરતીના કિસ્‍સામાં બે પ્રયત્‍નોને અંતે અને બઢતીના કિસ્‍સામાં ત્રણ બઢતી પ્રસંગો પછી પણ જગ્‍યા ભરાયેલ ન હોય તો આગળ ખેચવામાં આવેલી આ જગ્‍યાઓ બેકલોગ ગણાય છે.

ખરેખર ભરેલી જગામાં જે તે કેટેગરીની ટકાવારી મુજબ ભરવાપાત્ર જગ્‍યા અને ભરેલી જગ્‍યાની ગણતરી કરી વધ/ઘટ કાઢવામાં આવે છે. રોસ્‍ટર રજીસ્‍ટરના નમુનાના કોલમ નં.૧૬ માં કોઇપણ કારણસર સંવર્ગ છોડી ગયેલ હોય તેની તારીખ સાથે વિગતો લખવાની રહે છે.

૨ થી ૧૪ જગ્યા સુધીના સંખ્યાબળ માટે અનામત

સામાન્‍ય વહીવટ વિભાગના તા.૫-૯-૨૦૦૦ ના ઠરાવ મુજબ ૧૪ જગ્‍યાઓ સુધીના સંખ્યાબળ માટે રાજય કક્ષાએ સીધી ભરતી માટે પરિશિષ્‍ટ-૪ અને બઢતી માટે પરિશિષ્‍ટ-૬ મુજબ રોસ્‍ટરનો અમલ કરવાનો રહેશે. અનામત/રોસ્‍ટરનો ઉમેદવારોને લાભ મળે તે માટે રોસ્‍ટર ક્રઃ ૧૫ સુધી ઉપયોગ કરવાનો રહે છે. અને તેમાં વધ/ઘટ કાઢવામાં આવે છે. સા.શૈ.પ.વ. માટે તા.૧-૪-૭૮ થી અનામત લાગુ પડેલ છે. આથી  તા.૧-૪-૭૮ પહેલાં નિમણુંક પામેલ આ જાતિના ઉમેદવારોને બિન અનામત તરીકે દર્શાવવાના રહે છે. સા.શૈ.પ.વ.ના જે કર્મચારીઓ નિમણુંક તારીખ પછી સા.શૈ.પ.વ.ની યાદીમાં સમાવિષ્‍ટ થયેલ હોય તેઓને બિન અનામત દર્શાવવાના રહે છે.

ઉપર્યુકત વિગતે રોસ્‍ટર રજીસ્‍ટર તેમજ આ વિભાગના તા.૧૦/૬/૨૦૦૨ના પરિપત્ર ક્રમાંક:-પવટ/૩૧૦૦/૨૪૯/આર સાથેના પરિશિષ્ટ-૨ (ચેકલીસ્ટ), જગ્યાઓ આધારિત પત્રક અને તારીખ:-૨૮/૧૧/૨૦૦૫ના પરિપત્ર ક્રમાંક:-પવટ/૩૧૦૫/૧૧૭/આર સાથેના પરિશિષ્ટ-૩ (તારીજ), પત્રક-ક,ખ,ગ માં જરૂરી વિગતોની ચકાસણી કરી ઘટ/બેકલોગ શોધી સત્‍વરે આ ઘટ/બેકલોગ પૂર્ણ કરવાના રીમાર્કસ સાથે અત્રેથી રજીસ્‍ટર પ્રમાણિત કરવામાં આવે છે.

પરિપત્રો અને ઠરાવો

  • રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત પરિપત્ર ક્રમાંક : પવટ-૩૧૦૫-૧૧૭-આર
  • રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરવા બાબત પરિપત્ર ક્રમાંક : પવટ/૩૧૦૦/૨૪૯/૨
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોને જતી પ્રમાણપત્રો આપવામાં તકેદારી અને ચોકસાઈ રાખવા બાબત ઠરાવ ક્રમાંક :સશપ-૧૪૦૨-૧૪૪૪-અ
સ્ત્રોત: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત   રાજય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate