હોમ પેજ / સમાજ કલ્યાણ / અનુસૂચિત જાતિ કલ્યાણ / અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ વિશેની માહિતી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ

પાત્રતાના માપદંડો :વિદ્યાર્થીની કૌટુંબીક આવક ગરીબી રેખા માટે નક્કી થયેલ આવકના દસગણા કરતા વધુ હોવી જોઈએ નહીં.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ

  • દૂન સ્કુલ, દહેરાદુન,
  • સોફિયા સ્કુલ, આબુ,
  • મેયો સ્કુલ, અજમેર,
  • સૈનિક સ્કુલ બાલાચડી,
  • મહિલા સૈનિક શાળા, ખેરવા (જિ. મહેસાણા)
  • સેન્ટ કેમીસ્ટ હાઇસ્કુલ પંચગની.
  • સેન્ટ ઝેવિયસૅ  પંચગની
  • બિલીમોરિયા હાઇસ્કુલ પંચગની. ન્યુએરા હાઇસ્કુલ પંચગની.
  • સંજીવની વિઘાલય પંચગની.
જેવી ખ્યાતનામ ખાનગી શાળાઓ ઉપરાંત જે તે વર્ષે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં અભ્યાસ કરતાં હોય તેઓને પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
જે તે વર્ષે ગુજરાતની જે શાળાઓના વિદ્યાર્થીઓએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ માં ત્રણથી વધુ વાર રાજ્યના પ્રથમ ૧૦ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ હશે તેવી શાળાઓમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળી શકશે.
સહાયનું ધોરણ : ઉપરોકત દર્શાવેલ સ્કૂલો પૈકી કોઈ એક શાળામાં ધો. ૮ માં પ્રવેશ મેળવનાર ૧૦ (દશ) અને ધો. ૧૧ માં પ્રવેશ મેળવનાર ૧૦ વિદ્યાર્થીઓને રૂ. ૫૦,૦૦૦/- અથવા ખરેખર ખર્ચની રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી સહાય આપવામાં આવેશે. જેમાં પ્રવેશ ફી, ટયુશન ફી, હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ, પુસ્તકો, ગણવેશ અને અન્ય આનુષાંગિક ખર્ચનો સમાવેશ થાય છે. સૈનિક સ્કૂલ, બાલાચડીમાં ધોરણ ૬ અથવા ધોરણ ૧૧માં દાખલ થતાં વિઘાર્થીઓને સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ-૮ અથવા ધોરણ-૧૧માં દાખલ થતા વિઘાર્થીઓને એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
સૈનિક સ્કૂલ, બાલાચડીમાં ધોરણ-૬ અથવા ધોરણ-૧૧માં દાખલ થતા વિદ્યાર્થીઓને એક જ વાર સહાય આપવામાં આવે છે.
3.13043478261
પરવત જી સોલંકી May 22, 2017 10:06 PM

મારી દિકરી ધો 10 મા 66% મેળવેલ છે હાલ 11 મા બી ગૃપ સાયંસ મા છે તો કોઈ સહાય મળવા પાત્ર ખરી

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top