હોમ પેજ / સમાજ કલ્યાણ / અનુસૂચિત જાતિ કલ્યાણ / ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ વિષે જાણકારી આપવી છે

ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની સોસાયટી રજીસ્ટ્રે શન એકટ ૧૮૬૦ હેઠળ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની તા. પ-પ-૭પ થી રચના કરવામાં આવી. આ નિગમની રચના કરવાનો મૂળભૂત ઉદ્દેશ અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે તે માટે સુવિધાઓ પુરી પાડવાનો હતો. પરંતુ નિગમની રચના થયા પછી અનુભવે જણાયું કે, આ નિગમની રચનાનું માળખું કેન્દ્રો સરકાર અને રાજય સરકારશ્રીની નીતિને અનુરૂપ ન હોવાથી નિગમના માળખામાં યોગ્ય સુધારો કરી તા. રર નવેમ્બ્ર-૧૯૭૯ માં નિગમના માળખાનું સને ૧૯પ૬ ના ભારતીય કંપની ધારા હેઠળ સરકારશ્રીના એક જાહેર સાહસ તરીકે રૂપાંતર કરીને ગુજરાત અનુસૂચિત જાતિ આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, ગાંધીનગર તરીકે રૂ. ૧પ.૦૦ કરોડની શેરમૂડી સાથે અસ્તિત્વ૯માં આવ્યુંર. ત્યાટરબાદ ગુજરાત વિધાનસભામાં પસાર થયેલ સને ૧૯૮પ માં ગુજરાત શિડયુલ્ડ‍ કાસ્ટશ ડેવલપમેન્ટ. કોર્પોરેશન એકટ-૧૯૮પ (ગુજરાતનો ૧૯૮પનો ૧૦ મો) હેઠળ સમાજ કલ્યાાણ વિભાગ ગાંધીનગરના તા. ૬-૭-૯૬ ના જાહેરનામાથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની ગાંધીનગરની તા. ૧પ-૮-૯૬ થી સ્ટે-ચ્યુ ટરી કોર્પોરેશન તરીકેની રચના થઇ. આ કોર્પોરેશનની અધિકૃત શેરમૂડી રૂ. પ૦.૦૦ કરોડ છે. તેની સામે હાલમાં આ કોર્પોરેશનની ભરપઇ થયેલી શેરમૂડી રૂ. ૪૦.૧૮ કરોડ છે.

ઉદ્દેશો

ગુજરાત રાજયના ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિના વ્‍યકિતઓને લોન અને સહાયના સ્‍વરૂપમાં નાણાંકીય મદદ પૂરી પાડી તેઓને નિશ્‍ચિત સમય-મર્યાદામાં ગરીબ રેખા હેઠળ બહાર લાવવાનો આ કોર્પોરેશનનો મૂળભૂત ઉદ્દેશ છે.

પ્રવૃતિઓ

અનુસૂચિત જાતિઓનો સંપૂર્ણ રીતે વિકાસ થાય અને સમાજમાં તેઓ માનભર્યુ જીવન જીવી શકે, તે માટે આ નિગમે નીચે મુજબની વિવિધ યોજનાઓ અમલમાં મુકી.

  • બેંન્કેબલ યોજના
  • એન.એસ.એફ.ડી.સી. યોજના
  • તાલીમ યોજના
  • માનવ ગરીમા યોજના
સ્ત્રોત:ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
2.91428571429
Anil solanki Apr 28, 2018 06:20 PM

તમારી આ યોજના નો ફાયદો સરકાર શ્રી ના કર્મચારીઓ ને થાય છે અને આ બધા document કરવાં ખર્ચ અને ધક્કા અને સમય ઘણો થાય છે

કાસોટીયા હિંમત Apr 11, 2018 03:10 PM

ખરેખર આ યોજનાઓનો લાભ ગરીબ વ્યક્તિ સુધી પહોંચતો જ નથી.
તથા તેઓને આવી યોજનાઓની જાણ પણ થતી નથી.

અમિત ચૌહાણ Mar 07, 2018 12:57 PM

તમારી આપવા આવતી સેવા ખરે ખર કોઈ જરૂર મંદ સુધી નથી પહોંચતી

વિરેન્દ્ર સોલંકી Dec 27, 2017 02:21 PM

ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં પુસ્તકાલય બનાવવા માટે શું સરકારી યોજના છે અને કેવી રીતે લાભ મેળવવો

હરનિશ મુળજીભાઈ રાજવાળા Dec 09, 2017 01:47 PM

૨૦૧૫ થી ૨૦૧૭ સુધી સુરત અને રાજપીપલા માં કેટલી સહાય તથા યોજના નો લાભ આપિયો ,તથા સરકાર દ્વારા સમાજ ના યુવાન ને કઈરીતે મદદ થાય, તેવા આયોજન કરવા જોઈએ

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top