હોમ પેજ / સમાચાર / વિદેશ જવા અગાઉ લેવાની કાળજી
વહેંચો

વિદેશ જવા અગાઉ લેવાની કાળજી

વિદેશ જવા અગાઉ લેવાની કાળજી વિષે માહિતી

ભારત સરકાર વિદેશ મંત્રાલય , નવી દિલ્લી દ્વારા ગુજરાત રાજયના વિસ્તારમાં વિદેશ રોજગાર માટે જવા ઈચ્છુક ઉમેદવારો વિવિધ ઠગ લે-ભાગું એજન્ટો નો ભોગ ના બને તે માટે વિદેશ રોજગાર માટે ની સેવાઓ આપતી સંસ્થાઓની યાદી Minister of External Affairs & Overseas Indian Affairs, India, New Delhi તરફ થી આપવામાં આવેલ માન્યતા ધરાવતા નો ધાયેલા સંસ્થાઓની યાદી website http://emigrate.gov.in પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. વિદેશમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબ ની સાવચેતી રાખવા જીલ્લા રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા જણાવવામાં આવે છે.
વિદેશ જવા ઈચ્છુક રોજગાર વાચ્છુ ઉમેદવારો એ ધ્યાન માં રાખવા ની બાબતઃ

  1. " વિદેશ માં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ફક્ત વિદેશ મંત્રાલય દ્વારા નોધણી કરાવેલ ભરતી પેજન્ટોના ૧૫ યમથી જ જવું.
  2. લેભાગુ પેન ઠગ એજન્ટોથી દુર રહેવું , આપની છેતરામણી થવાની શકયતા છે.
  3. વિદેશ જતા સમયે કોઈપણ વ્યક્તિ દ્વારા આપવા માં આવતી કોઈ પણ પ્રકાર પકેટ લઇ ને જવી નહિ, જેથી આપ ફસાઈ નાં જાવ .
  4. જતા પહેલા જે કામ માટે જવા તે માટે નું સંપૂર્ણ પ્રશિક્ષણ / તાલીમ મેળવી ને જવું.
  5. વિદેશ માં જતા ની રાાથે જ ભારતીય દુતાવાસ નો સંપર્ક કરવોઆ, વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૧૧ ૩૦૯૦ ડાયલ કરો. એમ એક યાદીમાં મદદનીશ નિયામક રોજગાર અમદાવાદ

ઓવરસીઝ એ પ્લોયમેન્ટ એન્ડ કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર, મેઘાણીનગર, દ્વારા જણાવવા માં આવ્યું છે.
મદદનીશ નિયામક (રોજગાર)
અમદાવાદ

સ્ત્રોત: ગુજરાત જોબ

Back to top