অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આરોગ્ય

  • health slider1 040215

    માતા અને બાળ આરોગ્ય વિશે જાગૃતિ

    ભારત માતા મૃત્યુ દર ઘટાડવા માટે અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓની સર્વત્ર પ્રાપ્યતા વધારવા કટિબદ્ધ છે. માતા અને બાળ સ્વાસ્થ્ય પર જાગૃતિ એ મહત્વની જવાબદારી અને મૂળભૂત જરૂરિયાત છે, જેનાથી સરકાર દ્વારા અમલમાં મૂકાતાં વિવિધ કાર્યક્રમોની સફળતાની ખાતરી થાય.

  • health slider2 040215

    સ્થાનિક ઔષધ વ્યવસ્થા

    લોકોને સ્થાનિક ઓષધનાં ઉપયોગ વિશે જાણકારીની તાતી જરૂરિયાત છે.વિકાસપીડિયા આયુર્વેદ, યોગ, નેચરોપથી, ઉનાની, સિદ્ધ અને હોમીઓપથી (આયુષ)ને લગતી માહિતી, સ્રોતોને એકત્ર કરે છે.(AYUSH).

  • માનસિક સ્વાસ્થ્ય – સમયની જરૂરિયાત

    વિશ્વ આરોગ્ય સંસ્થા મુજબ, 2020 સુધીમાં ડિપ્રેશન વિશ્વની બીજા ક્રમની વ્યાધિ બની જશે. માનસિક સ્વાસ્થ્યનાં વધતાં બોજની સામાજિક અને આર્થિક કિંમત સૂચવે છે કે માનસિક સ્વાસ્થ્ય અને તેના ઇલાજ માટે જાગૃતિ કળવવાની જરૂરિયાત છે.

મહિલા સ્વાસ્થ્ય

મહિલાઓનું સ્વાસ્થ્ય આખાં જીવનકાળ દરમિયાન ખૂબજ મહત્વનું છે, માસિકની શરુઆતથી મેનોપોઝ સુધી. કિશોરીઓનું સ્વાસ્થ્ય, સગર્ભાવસ્થા અને પ્રજનન અંગો અતિ મહત્વનાં છે જેની કાળજી લેવાવી જોઇએ. ભારતમાં 22.5% કિશોર-કિશોરીઓ છે. કિશોરાવસ્થાનાં વિકાસ અને વૃદ્ધિ સાથે ગર્ભધારણ પર સીધી અસર હોય છે. સગર્ભાવસ્થા મહિલાનાં જીવનનો અતિ મહત્વનો તબક્કો હોય છે. માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવા માટે ખૂબજ ધ્યાન આપવામાં આવે છે. પોર્ટલનાં આ વિભાગમાં સલામત માતૃત્વ અને સારા પ્રજનનતંત્રની કાળજી વિશે માહિતી આપવામાં આવેલ છે.

બાળ આરોગ્ય

બાળકો અને નવજાત, વિકાસ અને વૃદ્ધિ, મહત્વનાં તબક્કા સિદ્ધ કરવા, રસીકરણ, બીમારીમાં કાળજી, પોષણ વગેરે બાળકનાં સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકોને કુપોષણ અને ચેપી રોગોનો ભય રહેલો હોય છે, આરોગ્યપ્રદ વિકાસને યોગ્ય કાળજી અને ચેપીરોગો તથા કુપોષણથી બચાવીને ટેકો આપવો જોઇએ. વાલી તરીકે બાળકનાં આરોગ્ય અને વિકાસને સંદર્ભે ઘણાંખરાં પ્રશ્નો ઊભા થાય છે. બાળકનાં આરોગ્યની વાત કરીએ ત્યારે કોઇપણ બેદરકારી રાખી શકાય નહી. બાળક તરીકેનો દરેક તબક્કો જેમકે નવજાત, શિશુ, પગે ચાલતું થયેલ કે શાળાએ જતાં બાળકને વિશેષ ધ્યાન અને કાળજીની જરૂરિયાત હોય છે અને તે રોગો અટકાવે છે તેમજ મહત્તમ વિકાસ અને વૃદ્ધિને પ્રેરે છે. પોર્ટલ આ વિષયોને લઇને માહિતી પુરી પાડે છે.

માનસિક આરોગ્ય

વિશ્વ આરોગ્ય સંસ્થા માનસિક સ્વાસ્થ્યને માનસિક સારી સ્થિતિ તરીકે ઓળખે છે જેમાં વ્યક્તિને પોતાની ક્ષમતાનો ખ્યાલ હોય અને તે જીવનની સામાન્ય તાણની સ્થિતિમાં સ્વસ્થતા મેળવી શકે, ઉત્પાદકરીતે કામ કરી શકે અને પોતાનાં સમુદાયમાં યોગદાન આપી શકે. સકારાત્મક રીતે, માનસિક સ્વાસ્થ્ય એટલે માનવીની સુખાકારી અને સમુદાયની યોગ્ય કાર્યક્ષમતાનો પાયો.

યોજનાઓ

નેશનલ રૂરલ હેલ્થ મિશનની શરૂઆત માનનીય પ્રધાનમંત્રી દ્વારા 12 એપ્રિલ 2005નાં રોજ કરવામાં આવી હતી, જેનો હેતુ ગ્રામીણ લોકોને, વંચિત સમુદાયો અને મહિલાઓ તેમજ બાળકોને અસરકારક આરોગ્ય સેવા આપવાનો અને જાહેર આરોગ્ય સેવાઓની અસરકારક પ્રાપ્યતમાં લોકોની ભાગીદારી વધારવનો તેમજ વિકેન્દ્રકરણનો છે. એનઆરએચએમ આખાં દેશનો સમાવેશ કરે છે જેમાં વિશેષ ધ્યાન 18 રાજ્યો પર છે જેમાં નબળી આરોગ્ય સેવાઓને સક્ષમ કરી આરોગ્યનાં નિર્દેશકો સુધારવાનો છે.

આયુષ

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન સિસ્ટમ્સ ઓફ મેડિસિન એન્ડ હોમીઓપથીની રચના માર્ચ 1995માં કરવામાં આવી હતી. તેનું નવેમ્બર 2003માં પુનઃનામકરણ કરવામાં આવ્યુ અને તેને નામ આયુષ રાખવામાં આવ્યું જેમાં આયુર્વેદ, યોગા, નેચરોપથી, ઉનાની, સિદ્ધા અને હોમીઓપથીનો સમાવેશ થાય છે.તેને હેતુ આયુર્વેદ, યોગા, નેચરોપથી, ઉનાની, સિદ્ધા અને હોમીઓપથીમાં શિક્ષણ અને સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

પોષણ

પોષણ એટલે ખોરાકમાંથી મળતાં તત્વો જેને શરીરની ખોરાકની જરૂરિયાતોને સંદર્ભે નક્કી કરવામાં આવે છે. સારો પોષણ – યોગ્ય, નિયમિત શારીરિક પ્રવૃત્તિ સાથે સમતોલ આહાર – તે સારા સ્વાસ્થ્યની ચાવી છે. નબળા પોષણને કારણે રોગપ્રતિકારક શક્તિ ઘટે છે, રોગો લાગવાની શક્યતા વધે છે, શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે અને ઉત્પાદકતા ઘટે છે. આ પોર્ટલમાં પોષણ વિભાગમાં વિવિધ ખોરાક અને તેનાં મૂલ્યોની માહિતી આપવામાં આવી છે.

રોગો

રોગ એટલે એવી કોઇપણ સ્થિતિ જેમાં શરીર કે તેના કોઇપણ અંગોની સામાન્ય કામગીરી પર અસર પડે, છોડ અને પશુમાંથી પણ રોગો થાય છે. માણસને લગતાં સૌથી મહત્વનાં રોગો અને તેની સ્થિતિઓને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય છે. આંતરિક રોગો, બાહ્ય રોગો અને મૂળ ખબર ન હોય તેવાં રોગો.

  • આંતરિક રોગો: આ રોગો શરીરની અંદરથી આવતાં હોય છે. જોકે આજનાં સમયમાં આ પ્રકારનાં રોગો પ્રચલિત છે. તેમાં તાણને લગતાં રોગો, રોગપ્રતિકારક શક્તિને લગતાં રોગો, કેન્સર, હ્રદયરોગો, ગ્રથિઓની સ્થિતિને લગતાં રોગો અને પોષણની કમીને લગતાં રોગો જાણીતાં છે.
  • બાહ્ય રોગો: રોગો જે બાહ્ય પરિબળોથી થાય છે. વીસમી સદીથી જીવનધોરણમાં બદલાવો આવ્યા છે અને આ રોગો સમાજ માટે વધુ મોટું જોખમ ઊભું કરી રહ્યાં છે.
  • રોગો જેનાં મૂળ ખબર નથી: એવી પણ બીમારીઓ છે જેનાં મૂળ ખબર નથી જેમકે અલ્ઝાઇમર, તેનાં કારણોથી આપણે વાકેફ નથી.

પાણી અને સ્વચ્છતા

સ્વચ્છતાની સંકલિત વ્યાખ્યામાં પીવાનું પાણી, પ્રવાહી અને ઘન કચરા, પર્યાવરણીય સ્વચ્છતા અને વ્યક્તિગત સ્વચ્છતાનો સમાવેશ થાય છે. આમાંથી એક પણ બાબતની ખાતરીમાં ઊણપને કારણે વ્યક્તિ, કુટુંબ કે સમુદાયનું સ્વાસ્થ્ય જોખમે મુકાય છે. પર્યાવરણીય સ્વચ્છતા અને સુખાકારી મહાત્મા ગાંધીનાં હ્રદયની ખૂબજ નજીકની બાબતો હતી તેમણે “સ્વચ્છતાને જ પ્રભુતા” કહી હતી.

પ્રાથમિક સારવાર

જ્યારે ઇમરજન્સી કે અકસ્માતની સ્થિતિ સર્જાય કે નાની ઇજા થાય તેવી સ્થિતિમાં ઘરે, ઓફિસમાં, શાળા-કોલેજમાં, ફેક્ટરીમાં દરેક વ્યક્તિને ખબર હોય તેવા સ્થળે કેટલીક તૈયારી રાખવી જોઇએ. પ્રાથમિક સારવાર એટલે ઇજા કે બિમારીની સ્થિતિમાં આવશ્યક કાળજી. તે સામાન્ય રીતે નિષ્ણાંત ન હોય તેવી વ્યક્તિ દ્વારા વાપરવામાં આવતી હોય છે, જ્યાં સુધી બીમાર કે અકસ્માતનો ભોગ બનેલ વ્યક્તિ તાલીમ પામેલ વ્યક્તિ સુધી ન પહોંચે ત્યાં સુધી આ સારવાર મહત્વની છે. કેટલીક મર્યાદિત ઇજામાં વધુ તબીબી કાળજીની જરૂર ન પણ રહે. સામાન્ય રીતે આમાં સરળ અને કેટલાક કિસ્સામાં જીવન-બચાવ તકનીકોનો સમાવેશ થાય છે જે ઓછામાં ઓછા સાધનો દ્વારા તાલીમ મેળવેલ વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate