હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સ્નાયુ-સાંધાની પીડાથી મુક્તિ જોઇએ તો તમારું પોશ્ચર સુધારો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સ્નાયુ-સાંધાની પીડાથી મુક્તિ જોઇએ તો તમારું પોશ્ચર સુધારો

સ્નાયુ-સાંધાની પીડાથી મુક્તિ જોઇએ તો તમારું પોશ્ચર સુધારો

આજકાલ આપણી જીવનશૈલી એવા પ્રકારની થઇ ગઇ છે કે સ્નાયુ જકડાઇ જવા કેસતેમાં દુ:ખાવો થવા જેવી તકલીફો સાવ કોમન થઇ ગઇ છે. પહેલાંના સમયમાં શારીરિક હલનચલન વધુ હતું. આજે જકડન વધુ છે. લોકોની બેસવા-ઊઠવાની પદ્ધતિમાં ફેરફાર આવી ગયો છે. અગાઉના સમયમાં લોકોની હલનચલન શારીરિક શ્રમ થાય એવા પ્રકારની હતી. આજે બેઠાડુ થઇ ગઇ છે. ‘સગવડ એટલી અગવડ’ એવી હાલત થઇ છે. બેઠાડુ શૈલીને કારણે આજે લોકોમાં સ્નાયુના દુ:ખાવાનું પ્રમાણ વધ્યું છે
આપણું શરીર માટે ગતિક્રમવિજ્ઞાન(કિનેસિઓલોજી) અને કોન્સિયસનેસ બંનેય પરસ્પર સંકળાયેલા છે. આ બંનેય બાબતો જ્યારે પરસ્પર સંકળાય છે ત્યારે શરીરનું એનર્જીલેવલ વધે છે. તેને કારણે સ્નાયુઓ જકડાવા કે સાંધાના દુ:ખાવા થવાનું પ્રમાણ ઘટે છે. આ માટે બેસવા અને ચાલવાની પદ્ધતિ જો સાચી હોય તો સ્નાયુની તકલીફ ઓછી થાય છે.
આજકાલ ઓફિસમાં કે ટેબલ ખુરશી પર બેસીને કામ કરવાના કલાકો વધતા જાય છે. પરિણામે એક સરખી પોઝિશનમાં બેસવાથી શરીર જકડાઇ જવાની તકલીફો વધે છે. તેમાં પણ એરકન્ડિશન ઓફિસ હોય એટલે તો થઇ રહ્યું. શારીરિક અકડાઇની સાથે ઓફિસના કામનું ભારણ, માનસિક દબાણ અને અનિયમિત ખોરાક-આરામને કારણે પણ સ્નાયુઓના દુ:ખાવા વધી રહ્યા છે. શરીરનું પોશ્ચર યોગ્ય હોવું જોઇએ એની જરૂરિયાત આજે વધતી જાય છે. પહેલાંના સમયમાં આવું નહોતું. આજના જેવું અને જેટલું ઓફિસ કામ પણ નહોતું. ગૃહિણીઓની રહેણીકરણી પણ હવે તો શ્રમ વિનાની થઇ ગઇ છે. નીચે બેસીને રાંધવાની પ્રથા જ ન રહી હોઇ હવે હલનચલન ઘટ્યું છે. રસોડાનું અને ઘરનું કામ ઊભા ઊભા કરવાને કારણે ગૃહિણીઓમાં ઘૂંટણ તથા એડીના દુ:ખાવાનું પ્રમાણ વધ્યું છે.
બેસતી વખતે કે ઊભા રહેતી વખતે શરીરના પોશ્ચરને યોગ્ય રીતે જાળવવામાં આવે તો સ્નાયુ-સાંધાની બીમારી ઓછી થાય છે. આજે તો બાળક જન્મે પછી એને સાચી રીતે ચાલવાનું પણ શીખવવામાં આવતું નથી. પહેલેથી જ ખોટી રીત અપનાવાઇ હોઇ આખી જિંદગી તેનો સિલસિલો ચાલતો રહે છે.તમે લોકોની ચાલ જોઇ હશે. ભાતભાતની રીતે લોકો ચાલતા હોય છે.
કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ ફોન વગેરેનો આખો દિવસ લગભગ સતત ઉપયોગ કરતા રહેવાથી એકની એક પ્રકારની સ્થિતિમાં બેસવાનું રહે છે. પરિણામે સ્નાયુ સતત ખેંચાયેલા રહે છે. એમાં માનસિક સ્ટ્રેસ ભળે છે. એટલે સોજો આવે છે અને ગાંઠો પણ પડતી જાય છે. પરિણામે લાંબા સમયે સ્નાયુઓ નબળા પડે છે. સ્નાયુઓની હાડકાં સાથેની પકડ ઓછી થવા લાગે છે.
આજે તો સ્નાયુ કે સાંધાનો થોડો ઘણો દુ:ખાવો થાય એટલે પેઇનકિલર લેવામાં આવે છે. આ દવાઓમાં સ્ટિરોઇડનું વધુ પ્રમાણ હોય છે. તેને લીધે લાંબા ગાળે નુકસાન થાય છે.એટલે જ આ સ્થિતિમાંથી છૂટકારો જોઇતો હોય તો પોશ્ચરમાં સુધારો કરવાથી અને નિયમિત કસરત કરવાથી છૂટકારો મળે છે. આને માટે દરેક સાંધાની નિયમિત કસરત કરવી જરૂરી હોય છે. સાચી રીતે બેસવા, ઊઠવા અને ચાલવાની પદ્ધતિથી જીવનમાં ઘણા ફાયદા થાય છે.
આમ તો આપણા શરીરના દરેક સાંધા એકબીજા સાથે કોઇ ને કોઇ રીતે જોડાયેલા હોય છે. આથી જ ગરદનનો દુ:ખાવો નીચે પ્રસરીને કમર સુધી જાય છે. આવા વખતે વધુ ધ્યાન ન અપાય તો બેસવા, ઊભા થવા, ચાલવા અને સૂવાની ક્રિયાઓમાં કાયમી તકલીફ પડે છે. આથી જ કહેવાય છે કે : A band spine is the enemy of self realization.
આમ શારીરિક દુ:ખાવાનું કારણ શારીરિક નહીં પણ જીવનશૈલીને લગતું હોય છે. એટલે જો થોડું ધ્યાન આપવામાં આવે તો ખરાબ રીતે બેસવા, ઊઠવાની કુટેવો જતી રહે છે. આપણા જીવનને થોડું મોડિફાય કરીને જીવવાથી આરોગ્ય સચવાઇ રહે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.0
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
નરશીભાઈ ડાંગર Oct 25, 2019 02:09 PM

સર ગરદન અને પીઠના સ્નાયુ મા બહુ જ પેઈન છે . ખોરાક અને વ્યાયામ માટે માર્ગદર્શન જોઈએ

Narottamgohil Jan 08, 2019 11:46 AM

એક બાજુ આખો પગ નો દુખાવો થાય છે

Arvind vaghela Jan 01, 2019 02:32 PM

સ્નાયુ નો દુખાવો

હિરેન રામોલિયા Oct 23, 2018 08:38 PM

મેં 4 ફૂટ ઉપર થી કૂદકો માર્યો હતો તો મને પગ ના પોચા
એટલે કે જ્યાં હાડકા નો સાંધો હોય ત્યાં દુખે છે

bhagvati ben Jul 25, 2018 10:51 PM

સ્નાયુ નો દુખાવો

bhagvati ben Jul 25, 2018 10:49 PM

સ્નાયુ નો દુખાવો

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top