હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સાંધામાંથી આવતો ટચાકાનો અવાજ ક્યારે જોખમી ગણવો?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંધામાંથી આવતો ટચાકાનો અવાજ ક્યારે જોખમી ગણવો?

સાંધામાંથી આવતો ટચાકાનો અવાજ ક્યારે જોખમી ગણવો

રોજિંદા હલનચલન કે બેસવા-ઊઠવામાં ઘણાને ગરદન, કમર કે ઘુંટણના સાંધાના ખટાક કે કટ-કટ અવાજ આવતા હોય છે. ઉંમર થતાં સાંદાની વચ્ચે આવેલા સાઇનો વીયલ ફ્યુઅલમાં ગેસ નાના નાના પરપોટા બનાવે છે. સાંધા કે ઘુંટણની મુવમેન્ટ કરો. તેનાથી લિગામેન્ટમાં અવાજ ઉત્પન્ન થાય છે. દરેક વ્યક્તિને આવા અવાજ આવતા હોય છે. તેની માત્રા ઓછી-વત્તી હોઇ શકે છે. ઘણીવાર સાંધામાં થયેલી ઇજાને કારણે પણ આવા અવાજ આવતા હોય છે.

ટચાકા માટે ક્યારે ગંભીર બનવું?

સામાન્ય રીતે સાંધામાંથી અવાજ આવવા એ નોર્મલ પ્રક્રિયા માનવામાં આવે છે. એટલે આવા અવાજથી સાંધામાં દુ:ખાવો ન થાય ત્યાં સુધી તેને ગંભીર ગણીને ડોક્ટરનો સંપર્ક કરવાની જરૂર રહેતી નથી. પરંતુ જો પ્રકારના અવાજની સાથે દુ:ખાવો થતો હોય તો રાહ ન જોવી.

ઘુંટણમાંથી આવો અવાજ આવવો એ ઓસ્ટિયો આર્થરાઇટિસનું લક્ષણ માનવામાં આવે છે. ઘણી વાર લિગામેન્ટ તથા કાર્ટિલેજની ઇજાને કારણે પણ આ પ્રકારના અવાજ આવતા હોય છે. સામાન્ય સંજોગોમાં ટચાકાના અવાજ ક્યારેક જ આવતા હોય છે. શરીર ખૂબ થાકેલું હોય કે શારીરિક શ્રમ વધુ કરવો પડ્યો હોય એવા સંજોગોમાં સાંધામાંથી ક્યારેક અવાજ આવતો હોય છે. વળી યુવાન વયમાં આવા અવાજ વધુ આવતા નથી. ઉંમર વધે એમ સાંધા અને સ્નાયુના ઘસારા વધવાને કારણે અવાજ આવતા હોય છે. યુવાની વયે પણ જો આવા અવાજ આવતા હોય અને તેમાં પણ જો દુ:ખાવો થતો હોય તો તો ખાસ ચેતી જવું. ઓર્થોપેડિક બાબતોમાં એવું હોય છે કે કોઇપણ પ્રકારનું દર્દ હોય, તેનો ઇલાજ ન કરાવવામાં આવે અને લાંબો સમય ખેંચાય તો આંતરિક નુકસાન વધતું જાય છે. પછી તો ક્યારેક એવો સમય પણ આવતો હોય છે કે દર્દ એવું વધી જાય છે કે એનો ઇલાજ લાંબો ચાલે છે, એમાં પીડા પણ વધી જાય છે અને ક્યારેક ખોડ રહી જવાની પણ પૂરી સંભાવના રહે છે. એટલે જો સાંધામાંથી ટચાકાના અવાજ પણ આવતા હોય તો એને નોટિસ જરૂર કરવા અને તેની સ્તિતિને જરૂર ચકાસી લેવી.

સાંધાના અવાજ અને સાંધાનો આર્થરાઇટિસ(વા)

દેશમાં લાખ્ખો લોકોને સાંધાના વાની તકલીફ હોય છે. મોટે ભાગે આધેડ વય તથા ઘડપણમાં જોવા મળે છે.મેડિકલની ભાષામાં તેને ‘વીયર એન્ડ ટીયર’ આર્થરાઇટિસ પણ કહે છે. મુખ્યત્વે જે સાંધા વજન લેતા હોય, એટલે કે ઘુંટણા, થાપા તથા હાથની આંગળીઓમાં પણ તે જોવા મળે છે. મિકેનિકલ ભારણ અથવા બાયો કેમિકલ સુધારા કાર્ટિલેજનો ઘસારો ઉત્પન્ન કરે છે. કાર્ટિલેજ સાંધામાં ગાદી તરીકે કામ કરે છે. સમયની સાથે, ઉંમરની સાથે કાર્ટિલેજમાં ઘસારો ઉત્પન્ન થાય છે, જે સાંધામાં અવાજ ઉત્પન્ન્ કરે છે. આ અવાજ જો દુ:ખાવા સાથે સંકળાયેલો હોય તો તેને ‘ઓસ્ટિયો આર્થરાઇટિસ ની’ કહેવામાં આવે છે. એ સાથે ઘુંટણના સાંધામાં આ પ્રકારના અવાજો મેનિસ્કસ ટીયર તથા પેઇન સિન્ડ્રોમમાં જોવા મળે છે.

ઘણાના થાપામાં ઘણા અવાજ સાંભળવા મળે છે. તેને સ્નેપિંગ હિપ સિન્ડ્રોમ કહે છે. થાપાને વાળવામાં આવે અથવા ચાલતી વખતે તેમાંથી ખૂબ મોટા પ્રમાણમાં અવાજ અને દુ:ખાવો થતો હોય છે. આરામ કરવાથી આ દુ:ખાવો ઓછો જરૂર થતો હોય છે. આ પ્રકારનો દુ:ખાવો થવાનું કારણ થાપાની આસપાસનાં સ્નાયુમાં સોજો આવવો પણ છે.

રાહત માટે શું કરવું?

  • થાપાના સ્નાયુ પર આવતું ભારણ ઓછું કરવું.
  • આરામ કરવો.
  • દિવસમાં ત્રણવાર ૧૦ મિનિટ સુધી બરફનો શેક કરવો.
  • ફિઝિકલ થેરાપી કરવી.

ચોક્કસ પ્રકારની કસરતોથી જો થાપાના સ્નાયુ મજબૂત કરવામાં આવે તો આ તકલીફ થવાના ચાન્સ નહીંવત હોય છે.

હાથના ટચાકિયા નુકસાનકારક નથી

ઘમાને આદત હોય ચે કે જરા નવરા પડે કે હાથની આંગળીઓના સાંધાઓને આમ-તેમ વાળીને તેના ટચાકિયા ફોડતા રહેતા હોય છે. સાંધા વચ્ચે રહેલા નાઇટ્રોજનના દબાણને લીધે ટચાકિયા ફૂટવાનો અવાજ આવતો હોય છે. આ રીતે ટચાકિયા ફોડવામાં કોઇ હાનિ નથી. આપણે ત્યાં એવી માન્યતા પણ પ્રવર્તે છે કે આંગળીઓના ટચાકિયા ફોડવાથી સાંદાના વાની બીમારી થાય છે, પણ આ વાત તદ્દન ખોટી છે.

ટચાકાના અવાજની સાથે દુ:ખાવો થતો હોય તો રાહ ન જોવી. ઘુંટણમાંથી આવો અવાજ આવવો એ ઓસ્ટિયો આર્થરાઇટિસનું લક્ષણ માનવામાં આવે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.96666666667
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
વાટુકિયા રાઘવ Jan 30, 2018 09:54 PM

નમસ્તે સર ....સર મને છેલ્લા બે મહિના થી ડાબો હાથ , ગરદન ની પાછળ નો ભાગ અને પિઠ નો ભાગ ડાબી સાઇડ મણકા સુધી દૂખે છે....

અને આંખો ની નીચે નો ભાગ સોજાય જાયછે....ચક્કર પણ આવે છે...

મે દવા પણ લીધી છે....ડોક્ટર સાહેબ નુ કહેવું છેકે મણકાની નસ દબાય છે ..
તો યોગ્ય સલાહ આપવા વિનંતી.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top