હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સાંધામાં જગ્યા પડેલી હોય તે ઘુંટણ સારો કે ન પડી હોય એ?
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંધામાં જગ્યા પડેલી હોય તે ઘુંટણ સારો કે ન પડી હોય એ?

ઓસ્ટીઓ આરર્થાઈટીસ-ઘુંટણનો વા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ૪૦ વર્ષ બાદ તેની શરૂઆત થાય છે

ઘુંટણનો દુ:ખાવો (ઓસ્ટીઓ આરર્થાઈટીસ) ઉંમર વધતી જાય તેમ વધતો જાય છે, તેને કઇ રીતે ઓછો કરવો તેની સતત ચિંતા અને પ્રયાસો આધેડવયના લોકો કરતા રહે છે. ઘુંટણમાં ઉંમર વધવાની સાથે સાંધા વચ્ચેની જગ્યા ઓછી થવા લાગે છે. બે સાંધા વચ્ચેની ઓછી થતી જગ્યાને કારણે ઘસારો વધતો જાય છે એમ દર્દ વધતું જાય છે. જગ્યા ઓછી થતી હોય છે સામાન્ય રીતે ઓસ્ટીઓ આરર્થાઈટીસમાં મુખ્યત્વે ત્રણ લક્ષણો જોવાં મળતાં હોય છે.

  1. સાંધાના ખૂણાના ભાગમાં નવાં હાડકાં બનવાની શરૂઆત થાય છે, જેને લુઝ બોડી તરીકે પણ ઓળખવામાં આવે છે.
  2. સાંધાના નીચેનાં ભાગે આર્ટીક્યુલર કાર્ટીલેઝ (ગાદી) આવેલ હોય છે. જેનું મુખ્યકામ કુસન (ગાદી) અને મુવમેન્ટમાં સ્મુધનેઝ(ઢીલાશ) આપવાનું હોય છે તેમાં ઘસારો પડતો હોય છે.
  3. સાંધાની આજુબાજુમાં લિગામેન્ટ અને ટીસ્યુમાં સોજો આવી જતો હોય છે.

સામાન્ય રીતે ઘુંટણનો દુ:ખાવો(વા) એ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. સામાન્ય રીતે ૪૦ વર્ષની વય પછી રોગની શરૂઆત થતી હોય છે. ઉંમર વધતાં દુ:ખાવો વધતો જતો હોય છે. દર્દીઓને મુખ્યત્વે બેસીને ઊભા થવામાં, ચાંલવામાં, સીડી ચડવામાં તકલીફ થતી હોય છે. તેને કારણે રોજિંદા જીવનમાં ખૂબ જ તકલીફો પડતી હોય છે. સામાન્ય રીતે લોકો એવું માનતા હોય છે કે ઘુંટણમાં જગ્યા પડી જતી હોવાની વાત એ ખોટી માન્યતા છે. પરંતુ એ વાત સાચી નથી. ઘુંટણના સાંધામાં બે હાડકાં વચ્ચે જગ્યા હોય જ છે. પરંતુ જ્યારે ઓસ્ટીઓ આરર્થાઈટીસ (ઘુંટણનો વા) થાય ત્યારે આ જગ્યા ઓછી થઈ જતી હોય છે. કેટલાય એવા લોકો હોય જે X-Rayમાં ઘુંટણની સારી બાજુને તકલીફવાળી ગણતા હોય છે. જ્યારે તકલીફવાળી બાજુને સારી ગણે છે. એટલે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે ઘુંટણનાં બે હાડકાં એટલે તે ટિબિયા અને ફીમર વચ્ચે ચોક્કસ પ્રમાણમાં જગ્યા આવેલી હોય છે. અને આ જગ્યામાં મીડીયલ મેનિસ્કસ, લેટરલ મેનિસ્કસ, ACL, PCL લિગામેન્ટ તથા સાંધાને સાઈડમાંથી પકડી રાખતા MCL અને LCL નામના લિગામેન્ટ આવેલાં હોય છે. એટલે જ જ્યારે ઓસ્ટીઓ આરર્થાઈટીસની શરૂઆત થાય ત્યારે આ હાડકાં વચ્ચે આવેલી જગ્યા ઓછી થવાની શરૂઆત થાય છે અને સમય સાથે તે ઓછી પણ થઈ જાય છે. જેને કારણે બે સાંધાની વચ્ચે આવેલા લિગામેન્ટ અને મીડીયલ મેનિસ્કસ પર દબાણ આવે છે અને આ દબાણ આવવાથી તેમાં સોજો આવવાની શરૂઆત થતી હોય છે. સમય જતાં આ સોજો વધી જતો હોય છે.

વળી દુ:ખાવાને કારણે આ લિગામેન્ટ ઢીલા(શિથિલ) પણ પડી જતાં હોય છે અને મેનિસ્કસમાં ટીયર(તૂટવાની) શરૂઆત થતી હોય છે. મહત્વની વાત એ છે કે ઘુંટણના દુ:ખાવાથી પીડાતા દર્દી એ ખાસ X-Ray માં જોવું કે જે જગ્યા એ બે ઘુંટણનાં હાડકાં વચ્ચે જગ્યા હોય એ સારો ઘુંટણ કહેવાય અને જે બાજુએ જગ્યા ઓછી થયેલી હોય ત્યાં તકલીફ છે એવું માનવું. સારો અને ખરાબ ઘુંટણ કયો એ વિષે ખોટી માન્યતાઓ પ્રવર્તતી હોય છે. 

સામાન્ય રીતે ઘુંટણની અંદરની બાજુ (મીડીયલી) જ આ જગ્યા ઓછી થઈ જતી હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે વ્યકિતમાં લાઈન ઓફ ગ્રેવિટી (LOG) એ ઘુંટણની મીડીયલી (અંદરની) બાજુથી પસાર થતી હોય છે. એટલે જ ઘુંટણની અંદરની બાજુના સ્નાયુઓ નબળા પડી જતા હોય છે. તેને કારણે અંદરની બાજુના ઘુંટણના સાંધા પર દબાણ વધી જતું હોય છે. તેથી આં સાંધો બેસી જતો હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

2.96774193548
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top