હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સાંધા-સ્નાયુ, ઘસારાના દુખાવામાં ઠંડા શેકથી ફાયદો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંધા-સ્નાયુ, ઘસારાના દુખાવામાં ઠંડા શેકથી ફાયદો

સાંધા-સ્નાયુ, ઘસારાના દુખાવામાં હવે ગરમ શેકનો ગયો જમાનો, ઠંડા શેકથી જ ફાયદો થવાનો

સાંધા-સ્નાયુ, ઘસારાના દુખાવામાં હવે ગરમ શેકનો ગયો જમાનો, ઠંડા શેકથી જ ફાયદો થવાનો

ચામડી પર સેપ્ટિક થઇ ગયું હોય, ચામડી તૂટી ગઇ હોય ત્યારે બરફનો શેક કરતાં ખાસ ધ્યાન રાખવું
હાડકાં, સ્નાયુ, સાંધા કે કમરનો દુ:ખાવો કે મચકોડ થતાં શેક કરવાનો હાથ વગો અને વધુ કંઇ ખર્ચ વગરનો ઇલાજ મોટેભાગે લોકો કરતા હોય છે. પરંતુ ગરમ શેકની ખરેખર કેટલી અસર થતી હોય છે એ આપણે ગયા રવિવારે જોઇ ચૂક્યા છીએ. ગરમ શેક ચામડીની ઉપરના જ હિસ્સામાં અસર કરતો હોય ચે. દુ:ખાવાની ખરેખર જગ્યા સુધી તેની ગરમી પહોંચી શકતી નથી. સ્નાયુ, હાડકાં તથા સાંધાનું બંધારણ એવું હોય છે કે ગરમી તેના સુધી અસર કરતી નથી, તેને બદલે ઠંડી એટલે કે ઘટેલું તાપમાન અસર કરે છે. એટલે ઠંડો શેક જ અસરકારક બની રહેતો હોય છે.તેને માટેની થેરાપીને આઇસિંગ થેરાપી કહે છે. લોહી મરી ગયું હોય કે સ્નાયુની ઉપરની પેશીઓને ઇજા થઇ હોય તેમાં પણ ઠંડો શેક ફાયદો આપે છે. બરફ એ એનાલ્જેસિક એટલે કે દુ:ખાવો મટાડનારની ભૂમિકા ભજવે છે. તેમાં ય તાજો ઘા હોય ત્યારે આ સારવાર થતી હોય છે. સ્નાયુમાં ઇજા થતાં સોજો આવવા લાગે છે. ચામડી લાલ થઇ જાય છે. ત્યાંના સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ વધુ થતું થતું હોય છે. આથી આવી ઇજા થાય ત્યારે ગરમ શેક કરવો જોઇ નહીં. આમ કરવાથી લોહીના પરિભ્રમણમાં ખૂબ વધારો થાય છે. દુ:ખાવામાં રાહત મળતી નથી. કોઇ ફાયદો થતો નથી. એટલે જ બરફનો શેક કરવો હિતાવહ છે. જલદી રાહત મળે છે.
ટેનિસ એલ્બો, ખભાના સ્નાયુઓનો દુ:ખાવો ઉપરાંત રૂમેટાઇડ આર્થ્રાઇટિસ સહિત તમામ પ્રકારના આર્થ્રાઇટિસ(વા)માં પણ તે ઘણી રાહત આપે છે.
સ્નાયુ પર સોજો આવ્યો હોય તેમાં તો ખાસ રાહત આપે છે. સ્નાયુના સોજાની આશંકા હોય ત્યાં પરંપરાગત રીતે બરફનો શેક કરાય છે.ઉપરાંત લોહી મરી જવું, સ્નાયુ તથા લિગામેન્ટની ઇજા વખતે પણ ઠંડો શેક જ કરવો જોઇએ અને તે ફાયદાકારક પણ બની રહે છે. વળી જ્યાં દુ:ખાવાની વારેવાર તકલીફ થતી હોય ત્યાં ઠંડો શેક ખાસ કરવો જોઇએ.
ક્લાસિક ઇનક્લાઇમેશન (સોજા) આવે છે ત્યારે મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક સિસ્ટમમાં તકલીફ થાય છે.કોઇ પણ ટિશ્યુમાં વાગે કે ઇજા થાય ત્યારે ટિશ્યુમાં કેમિકલ અને ન્યુરોલોજિકલ સુધારાવધારા થાય છે. તેને સોજો કહેવામાં આવે છે. લોહીનું પરિભ્રમણ કરતી તેની નળીઓ પહોળી થાય છે તેમજ તે ઢીલી પણ પડી જાય છે. રોગપ્રતિકારક સિસ્ટમમાં ફેરફાર આવવાને કારણે સોજાને લીધે દુ:ખાવો થાય છે.

બરફને શેક કરતાં ક્યારે ધ્યાન રાખવું?

હાથવગા ઇલાજ તરીકે બરફનો શેક મોટે ભાગે કરાય છે, પરંતુ તેમાં જ્યારે ચામડી પર સેપ્ટિક થઇ ગયું હોય, ચામડી તૂટી ગઇ હોય ત્યારે બરફનો શેક કરતાં ખાસ ધ્યાન રાખવું. શેક કરવો હોય તો ચામડીના ખૂણા પર જ કરવો, નહીં તો ઇન્ફેક્શનમાં વધારો થવાનો ભય રહે છે. જ્યાં સોજો આવેલો હોય છે, ત્યાંની મેટાબોલિક એક્ટિવિટીને શાંત કરે છે. નસોને બહેરી કરવાનું એટલે કે એક પ્રકારની એનેસ્થેશિયાની સ્થિતિ સર્જવાનું કામ એ કરે છે. ઉપરાંત લોહીની નળીઓને એ સાંકડી પણ કરે છે, પરિણામે સોજા અને દુ:ખાવામાં રાહત થાય છે. ઘૂંટણના ઘસારા તથા સાંધાના દુ:ખાવાના કેસોમાં પણ ઠંડો સેક જ કરવો જોઇએ. ગરમ શેક અસરકારક નથી એવું અનેકવાર પ્રેક્ટિકલી સાબિત થયેલું છે. ગરમ શેક કરવાથી તત્કાળ પૂરતી રાહત લાગતી હોય છે, પણ કોઇ પરિણામ મળતું નથી. ઘૂંટણના ઘસારા તથા સાંધાના દુ:ખાવામાં અંદરની તરફ સોજો આવેલો હોવાથી દિવસમાં ત્રણ વખત ૧૦થી ૧૫ મિનિટ માટે ઠંડો શેક કરવાથી ઘણો ફાયદો રહે છે. કોઇપણ પ્રકારનો ઓર્થોપેડિક દુ:ખાવો થતો હોય ત્યારે ઠંડો સેક કરવો જ હિતકારક હોય છે. ગરમ શેકના અખતરા કરવા સલાહભર્યા નથી.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
3.02702702703
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
ભાવનાબેન ચંદુભાઈ ચેનવા Mar 01, 2019 06:35 AM

નમસ્કાર સાહેબ મને છાતી ના ભાગ મો દુખાવો રહે છે પણ છેલ્લા એક સપ્તાહ થી તેની દવા લઇ રહી છું પણ કોઈ ફરક પડતો નથી માટે કઈ સારો ઉપચાર બતાવશો

લક્ષ્મણ દુમાદિયા Feb 24, 2019 04:10 PM

સર, મારે રનિંગ કરવા માં પગ ના સ્નાયુ નો દુઃખાવો થાય છે
તો કંઇક મદદ કરશો.

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top