હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / સાંધા-લિગામેન્ટની ઇજા વખતે પાઇનેપલ ખાવું ફાયદાકારક
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સાંધા-લિગામેન્ટની ઇજા વખતે પાઇનેપલ ખાવું ફાયદાકારક

સાંધા-લિગામેન્ટની ઇજા વખતે પાઇનેપલ ખાવું ફાયદાકારક છે કે નહિ તે વિશેની માહિતી aapvama aavi છે

પાઈનેપલ દુ:ખાવો મટાડવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં બ્રોમેલીગ નામનું એન્ઝાઈમ હોય છે, જે દુ:ખાવો મટાડવામાં ખૂબ જ મદદકર્તા નીવડે છે. આજે આપણે અસરકારક પરિણામ માટે પાઈનેપલ તથા તેનો જ્યુસ કેટલા પ્રમાણમાં તથા કેટલીવાર દિવસમાં લેવો તેના વિશે માહિતી મેળવીશું.
પાઈનેપલમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન-C તથા મેગેનિઝ નામનાં તત્વો રહેલાં હોય છે, જે ઘુંટણના દુ:ખાવામાં સોજો ઉતારવામાં ખૂબ જ મદદ કરે છે. પાઈનેપલ જ્યુસમાં રહેલું વિટામીન-C એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. જે સાંધામાં રહેલા કનેક્ટિવ ટીસ્યુ (માંસપેશી)માં થયેલી ઈજાઓ તથા લિગામેન્ટમાં થયેલી ઈજામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી સાંધામાં રહેલી તકલીફોમાંથી રાહત મેળવવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.
રોજબરોજના જીવનમાં પાઈનેપલનો જ્યુસ પીવામાં આવે તો શરીરમાં વિટામીન-Aની માત્રામાં પણ વધારો થાય છે. જે સાંધાના દુ:ખાવામાં રાહત મેળવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.
એક અભ્યાસ પ્રમાણે એ પણ સાબિત થયું છે કે તેમાં મેગેનિઝની માત્રા પણ ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. મેગેનિઝ એન્ટિઓક્સિડન્ટ એન્ઝાઇમ છે, જેને સુપર ઓક્સાઈડ ડાઈનયુટેઝ કહેવામાં આવે છે. જે શરીરમાં કોષો મરતાં અટકાવે છે.

રોજિંદા જીવનમાં પાઈનેપલનો ઉપયોગ :

પાઈનેપલનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવાથી શરીરમાં ખૂબ જ સારી ઊર્જાનો પણ વધારો થાય છે. પાઈનેપલનો ઉપયોગ ફ્રેશ ફળ તરીકે ખોરાકમાં કરવો. પાઈનેપલને ઘણી વખત કાપી નાખ્યા પછી રેફ્રીજરેટરમાં સાચવવું, કારણકે ૧-૨ દિવસ પછી તેમાંથી વિટામીન ઓછા થઈ જતાં હોય છે. ઘણી વખત ફ્રેશ ફળ તરીકે જો બજારમાં ના મળે તો કેનમાં મળતાં હોય તેનો પણ ઉપયોગ કરી શકાય છે.
ઘણી વખત સૂકા (ડ્રાય) પાઈનેપલ પણ આહારમાં લઈ શકાય છે. પાઈનેપલનો ઉપયોગ સવારમાં નાસ્તા પહેલાં, બપોરે કે સાંજે જમ્યા પછી પણ કરી શકાય છે. પાઈનેપલ ફ્રેશ (ફળ) તરીકે અથવા તેનો જ્યુસ બનાવીને પીવામાં આવે તો પણ તેમાંથી આ બધાં જ વિટામીન્સ પૂરતા પ્રમાણમાં મળી રહેતાં હોય છે.

પાઇનેપલ કેટલા પ્રમાણમાં લેવું?

આ એક ખૂબજ મહત્વની વસ્તુ છે કે રોજિંદા જીવનમાં પાઈનેપલ કેટલા પ્રમાણમાં ખાવું જોઇએ. કેટલા પ્રમાણમાં રીતે મધ્યમ પ્રમાણમાં લેવું જોઇએ? સામાન્ય રીતે પાઈનેપલની બે સ્લાઈસમાં અંદાજે 100 mg એસ્કોરબિક એસિડ (વિટામિન-C) હોય છે, જે એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. પાઈનેપલના વધારે પડતા ઉપયોગથી ઝાડા તથા પાચનની તકલીફો થઈ શકે છે, જેનું ખૂબ જ ધ્યાન રાખવું.
પાઈનેપલથી ઘણા લોકોને હોઠ પર સોજો આવી જવા જેવાં એલર્જિક રિએક્શન પણ આવતાં હોય છે. બ્રોમેલીન એ એક પ્રકારનું એન્ઝાઇમ છે, જે ખૂબ જ સેઇફ માનવામાં આવે છે. મોટાભાગના લોકોને એની કોઈ સાઈડ ઈફ્રેકટ થતી હોતી નથી.
બ્રોમેલીન મુખ્યત્વે સોજો ઉતારવા માટે ઉપયોગી હોય છે. આ ઉપરાંત ફેફસાંની તકલીફો જેવી કે પલ્મોનરી ઈડીમાં (સોજો), સ્નાયુને રીલેક્સ કરવા તથા ઘણા કેન્સરની દવા તરીકે પણ ઉપયોગ કરતા હોય છે.

કાળજી:

સામાન્ય રીતે બ્રોમેલીનને ખૂબ જ સેફ (સલામત) માનવામાં આવે છે તેની કોઈ પ્રકારની સાઈટ ઇફેક્ટસ થતી હોય એવું જોવા મળતું નથી. જે દર્દીઓને પેટમાં છાલાં પડી જવાં અથવા પેટની અન્ય તકલીફો હોય તો તેમણે પાઈનેપલનો ઉપયોગ કરવો નહીં અને કોઈપણ પ્રકારની સર્જરી કર્યા બાદ પણ પાઈનેપલનો ઉપયોગ કરવો નહીં. સગર્ભા સ્ત્રીઓ તથા બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ બ્રોમેલીનનો ઉપયોગ કરવો જોઇએ નહીં.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.94117647059
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top