હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / શક્તિમાન નહીં બુદ્ધિમાન પણ બનાવે એવી કસરતો કરો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

શક્તિમાન નહીં બુદ્ધિમાન પણ બનાવે એવી કસરતો કરો

ઘણા લોકો યોગ, ઘણા માણસો ચાલવાની, ઘણા લોકો જિમ્નેશિયમ-હેલ્થ ક્લબમાં જતા હોય છે, ઘણા એરોબિક્સ તો ઘણા સ્વિમિંગ કરતા જોવા મળે છે

આજકાલ લોકોમાં આવેલી હેલ્થકોન્શિયસનેસને પગલે શારીરિક કસરતો કરવાનું પ્રમાણ વધ્યું છે. એમાં કંઇ ખોટું પણ નથી. હાલની જીવનશૈલી જ એવી છે, જેમાં શારીરિક શ્રમનું પ્રમાણ ઘણું ઓછું છે. પરિણામે મેદસ્વિતા દૂર કરવા લોકો જાતભાતની કસરતો કરતા હોય છે. ઘણા લોકો યોગ, ઘણા માણસો ચાલવાની, ઘણા લોકો જિમ્નેશિયમ-હેલ્થ ક્લબમાં જતા હોય છે, ઘણા એરોબિક્સ તો ઘણા સ્વિમિંગ કરતા જોવા મળે છે. પરંતુ કસરત કરવાથી સ્નાયુ સિવાય મગજમાં તેની શું અસર પડતી હોય છે એ વાતથી લોકો મોટેભાગે અજાણ હોય છે. આ બાબતે થોડું વિચારવા જેવું છે. સામાન્ય રીતે એવું મનાય છે કે કસરત કરવાથી સ્નાયુ મજબુત બને છે, ડાયાબિટીસમાં ઘટાડો થાય છે, હ્રદયની ક્ષમતામાં વધારો થાય છે અને સ્નાયુમાં તાકાત આવે છે. પરંતુ તમે એવું ક્યારેય વિચાર્યું છે કે તેની મગજના જુદા જુદા ભાગો પર શી અસર થતી હશે? કઇ કસરત કરવાથી મગજના કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય? કંઈ કસરતો ઉંમર સાથે કરવી જોઇએ?
કંઇક આવાજ એકદમ નવા થયેલાં સંશોઘન પર આપણે હવે પછી ચર્ચા કરીશું. સામાન્ય રીતે આપણું મગજ એક એવું બંધારણ (માળખું) છે. જેમાં નાનપણથી અલગ-અલગ પ્રકારની ઇમેજનું પ્રોગામિંગ થયેલું હોય છે. જેમ કે યોગમાં જુદા જુદા પ્રકારનાં સ્ટ્રેચિંગ અને રિકેલક્સેશન, દોડવાની કસરતની શરૂઆત એટલે વ્હીસલ (સિસોટી) વાગે એટલે કરવી, જિમ્નેશિયમમાં કસરતનો મતલબ જુદી જુદી પ્રકારની ડમ્બેલ સાથેની કસરતો. આ પ્રકારના મેનુથી આપણે પરિચિત છીએ. પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે કેટલીયે એવા પ્રકારની કસરતો છે, જે તમને બુધ્ધિમાન (સ્માર્ટ) પણ બનાવી શકે છે. કસરતનો મતલબ ખાલી ચંચળ સ્નાયુને મજબુત કરવો એવો થતો નથી. કસરતની ઘણી બધી અસરો આપણે દ્યાનમાં જ લેતાં નથી પરંતુ સાચી હકીકત એવી છે. જે માણસો ખૂબજ એકટીવ છે તેમનો રીર્ચસ કરવામાં આવ્યું ત્યારે એવું જાણવાં મળ્યું કે જુદી જુદી પ્રકારની કસરતો. મગજને અસંખ્યરીતે મજબુત કરે છે, સાચું ઘડતર તથા આકાર આપે છે. સમાજના મોટા ભાગના લોકો આ વાતથી અજાણ છે.
જે લોકો બેઠાડુ જીવન જીવે છે એ અને જે લોકો કસરત કરવામાં ખૂબ જ એક્ટિવ હોય છે, તેમના મગજની પ્રવૃત્તિઓમાં ઘણો તફાવત જોવા મળતો હોય છે. આપણે વર્ષોથી એવું સાંભળતા આવીએ છીએ કે ‘કસરતો એક પ્રકારની દવા છે’ ખાસ કરીને એરોબિક્સ કસરત. મોટા ભાગના લોકો ઉંમરની સાથે ડિમેન્સિયા (ભૂલી જવાની બીમારી) પારકિન્સન્સ ડીસીસ (હાથ-પગમાં ધ્રૂજારી આવવી) ડીપ્રેશનથી પીડાય છે. પરંતુ જો પહેલેથી જ તમારી ફિઝિકલ ફિટનેસ (શરીરની તંદુરસ્તી) જાળવવામાં આવે તો અને જુદા-જુદા પ્રકારની કસરત કરવામાં આવે તો મગજના આ રોગોથી દર્દીઓને બચાવી શકાય છે. એરોબિક્સ કસરતો કરવાથી આપણે જાણીએ છીએ તેમ શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે, એટલે વધારે પ્રમાણમાં ઓકિસજન, ગ્રોથ ફેકટર અને હોર્મોન્સ, અને પૌષ્ટિક તત્વો મગજનો વધારે પ્રમાણમાં મળશે તેથી મગજની પ્રવૃત્તિઓ વધુ મજબુત અને કાર્યક્ષમ બને છે.
કસરતોમાં પણ ઘણા બધા પ્રકાર જોવા મળે છે. જેમ કે હાઈ-ઇન્ટેન્સિટી ઇન્ટરવલ, એરોબિકસ કસરતો, વેઇટ(વજન) ટ્રેઇનિંગ, યોગ અને સ્પોર્ટ ડ્રીલ, ખૂબ જ મહત્વનું એ છે કે સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે આ બધી જ કસરતો મગજના અલગ-અલગ પર અસર કરતી હોય છે. હવે નક્કીએ કરવાનું હોય છે કે આપણે મગજના ક્યા ભાગને ટ્રેઇન (મજબુત) કરવા માગીએ છીએ! જે ચોક્કસ ભાગને મજબુત કરવાનો હોય તેને માટેની કસરત કરવામાં આવે તો ખૂબ જ સારાં પ્રકારનાં પરિણામો મેળવી શકાય છે. દાખલા તરીકે વજન ઉપાડવાની કસરતો કરવામાં આવે તો તે મુશ્કેલ વિચારોની પ્રકિયા સમસ્યા (પ્રોબ્લેમ) ઉકેલવાની પ્રકિયા તથા ઘણાં બધાં કામ સાથે કરવાની પ્રકિયા (મલ્ટી-ટાસ્કિંગ)ને મજબુત કરી શકે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો
ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

2.89189189189
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top