હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / વિટામીન Dની ઉણપ હોય તો ઘૂંટણનો દુખાવો થાય એ વાત સાચી નથી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

વિટામીન Dની ઉણપ હોય તો ઘૂંટણનો દુખાવો થાય એ વાત સાચી નથી

વિટામીન Dની ઉણપ હોય તો ઘૂંટણનો દુખાવો થાય એ વાત સાચી નથી

આજકાલ જે લોકોને ઘૂંટણનો દુ:ખાવો, વા કે આરર્થાઈટિસ હોય તેઓમાં વિટામીન Dની ઉણપ હોય છે. છે અથવા વિટામીન D થી દુ:ખાવો મટે છે કે નહીં, એ સવાલ ઊભો થતો હોય છે. ઘણા બધા લોકો એવું માન છે કે વિટામીન – D થી ઘુંટણનો દુ:ખાવો, વા કે ઓસ્ટીઓઆરર્થાઈટીસ મટી જાય છે. પરંતુ આ વાત પૂર્ણ રીતે સાચી નથી. આજે આપણે વિટામીન D અને ઘુંટણનાં દુ:ખાવા અંગે સીધા સંબધ વિશે જાણીશું એક સાચી હકીકત એ છે કે વિટામીન D ને એક પ્રકરાનું સપ્લિમેન્ટ કહેવામાં આવે છે પરંતુ થોડા સમય પહેલાં થયેલા એક સ્ટડી પ્રમાણે એ સાબિત કરવામાં આવ્યું છે કે સપ્લિમેન્ટ લેવાથી (વિટામીન D) થી રોગના દુ:ખાવા માં કોઇ જ ફરક પડતો નથી. સાથે સાથે રોગને આગળ વધતો પણ અટકાવી શકાતો નથી. અત્યાર સુધી આ બાબત માટે દુનિયામાં ઘણી જ કન્ટોવર્સી ચાલતી હતી કે શું સાચે જે વિટામીન D લેવાથી ઘૂંટણના દુ:ખાવા કે રોગનાં આગળ વધવાની ક્રિયામાં કોઈ ફેરફાર આવે છે કે આ માત્ર અને માત્ર એક પ્લેસીવો અસર દર્દીમાં ઉત્પન્ન કરતું હોય છે.

પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં એ સાબિત થયું છે કે વિટામીન D લેવાથી ઘૂંટણના દુ:ખાવામાં કોઈ જ ફેર પડતો નથી કે ઘૂંટણના આરર્થાઈટીસ આગળ વધવાની પ્રકિયામાં પણ ફેર પડતો નથી, ભલેને એ એકદમ શરૂઆતનો તબક્કો પણ કેમ ન હોય !

ઘૂંટણનો દુ:ખાવો, વા કે ઘસારો એ ઉંમરની સાથે થતાં કાર્ટીલેજ (ગાદી)માં ફેરફારો છે. જો આ સાંધાની વચ્ચેની જગ્યા સારી રીતે જળવાઈ રહે, તો આ ફેરફારો ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. આજકાલ લોકોમાં એક ટ્રેન્ડ ચાલતો હોય છે કે ઘૂંટણ દુ:ખે એટલે કેલ્શિયમ અને વિટામિન D લેવાથી દુ:ખાવો મટી જશે. પરંતુ એ એક પ્રકારનાં સપ્લિમેન્ટ છે તથી તે દુ:ખાવો મટાડવા માટે કોઈ જ મદદ કરતા નથી.

આ સર્વેમાં બે પ્રકારનાં ગ્રૂપ નક્કી કરવામાં આવ્યાં. તેમાં એક ગ્રૂપને સપ્લિમેન્ટસ (વિટામીન-D) આપવામાં આવ્યું. જ્યારે બીજા ગ્રૂપને પ્લેસીબો પ્રકારની દવા આપવામાં આવી આ સ્ટડીના અંતે સાબિત થયું કે વિટામીન D લેનારા દર્દીઓના દુ:ખાવામાં કોઈ જ પ્રકારનો ફરક આવ્યો નહીં અને આ રિપોર્ટને અમેરિકન મેડિકલ એસોસિએશનની જર્નલમાં પ્રકાશિત પણ કરવામાં આવ્યો.

આ સ્ટડીમાં રેન્ડમલી ૪૦૦ દર્દીઓ કે જે મને ઘૂંટણનો આરર્થાઈટિસ હતો. તેમને દર મહિને ૫૦,૦૦૦ IU વિટામીનD એક ગ્રૂપને ત્યાં બીજા ગ્રૂપને પ્લેસીઓ દવા આપવામાં આવી હતી. બે વર્ષ પછી થયેલા ફોલોઅપ પછી પણ આ દર્દીઓમાં હું જેમને વિટામીન D આપવામાં આવ્યું તેના દુ:ખાવામાં કોઈ જ પ્રકારનો ફરક થયો નહોતો. એની સાથે તેના બોન-મેરોમાં કે શીનના હાડકાની મજબૂતાઈમાં પણ કોઈ જ પ્રકારનો સુધારો જણાયો હતો નહી એનો મતલબ એ નથી કે વિટામીન D એ હાડકાંની તંદુરસ્તીમાં કોઈ જ પ્રકારનો ભાગ ભજવનું નથી. વિટામીન D એ દરેક લોકો માટે મહત્વનું તો છે જ, પરંતુ એનું મુખ્ય કામ હાડકાંમાં અંદરથી મજબુતાઈ બનાવવાનું છે, નહીં, કે ઘૂંટણનાં નીચે હાડકાંમાં થતા ઘસારાને અટકાવવાનું કે દુ:ખાવો મટાડવાનું એથી જ વિટામીન D લેવાથી ઘુંટણનો ઘસારો કે દુ:ખાવો ઓછો નથી. પરંતુ હાડકાંની મજબૂતાઈમાં વધારો થાય છે. એથી જ જો તમારો ગોલ એ હાડકાની મજબૂતાઈ જાળવવાનો હોય, તો વિટામીન D સપ્લિમેન્ટ તરીકે લેવાથી એમાં ખૂબ જ સારો ફાયદો થતો હોય છે. પરંતુ તેનાથી દુ:ખાવો મટવો કે વા (ઓસ્ટીઓ આરર્થાઈટીસ)માં કોઈ સુધારો આવશે એ માન્યતા તદ્દન ખોટી છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

 

3.05882352941
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top