હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / મહિલાઓને વધુ હેરાન કરતો ઘૂંટણની પાછળના ભાગનો દુખાવો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મહિલાઓને વધુ હેરાન કરતો ઘૂંટણની પાછળના ભાગનો દુખાવો

મુખ્યત્વે ૪થી ૭ વર્ષનાં બાળકો તથા ૩૫થી ૭૦ વર્ષના લોકોમાં પણ આ તકલીફ થતી હોય છે.

ઘણાનાં ઘૂંટણના સાંધાની પાછળ સોજો આવેલો દેખાતો હોય છે. આ પણ એક પ્રકારની સાંધાની તકલીફ છે. મેડિકલ ટર્મિનોલોજીમાં તેને બેકર સીટ કહે છે. સામાન્ય રીતે આ તકલીફ ગૃહિણીઓમાં વધારે જોવા મળતી હોય છે.
સાંધાના આરર્થાઈટીસ (વા), ઘૂંટણના લિગામેન્ટ તથા મેનિસ્કસમાં ઈજા થાય ત્યારે આ રોગ ખૂબ જ સામાન્ય રીતે થતો જોવા મળે છે.
આ રોગમાં ઘૂંટણના સાંધાની પાછળ સોજો આવી જતો હોય છે અને તેમાં સાયનો વીયલ ફલ્યુઈડ (પ્રવાહી) ભરાઈ જતું હોય છે આ પ્રવાહીનું મુખ્ય કામ સાંધામાં લુબ્રિકેશન કરવાનું હોય છે આ રોગ મુખ્યત્વે ઘૂંટણના સાંધાના આરર્થાઈટીસ (વા) સાથે જોવા મળતો હોય છે. આ રોગમાં ઘૂંટણમાં મુખ્યત્વે દુ:ખાવો સોજો અને સ્નાયુમાં જડતાનો આવ્યાનો અનુભવ થતો હોય છે. ઘૂંટણના સાંધાને પકડીને રાખતું જે આવરણ હોય છે, તેને જોઈન્ટ કેપ્સ્યુલ કહેવામાં આવે છે અને તેની આસપાસ સાઈનો વીયમ આવેલું હોય છે. તેમાં જે પ્રવાહી હોય તેને સાઈનોવીયસ ફલ્યુઇઝ કહેવામાં આવે છે અને તેનું મુખ્ય કામ સાંધાને ઢીલાશ પૂરું પાડવાનું હોય છે.
બેકર સીસ્ટમાં મુખ્યત્વે ઘૂંટણની પાછળના ભાગમાં આવેલી બર્સમાં સોજો આવી જતો હોય છે અને તેમાં સાઈનોવીયલ ફલ્યુઈઝ (પ્રવાહી) ભરાઈ જતું હોય છે. આ રોગનું નામ ર્ડા. બકેરના નામ પરથી પડ્યું છે. તેણે સૌ પ્રથમ ૧૮૭૭માં આ રોગ વિશે જાણકારી આપી હતી. આ રોગનો પોગલિટિયસ સીસ્ટ પણ કહેવામાં આવે છે સામાન્ય રીતે આ સીસ્ટની સાઈઝ (કદ) નાનાથી મોટું હોઈ શકે છે ક્યારેક જ આ બંને પગમાં એક સાથે જોવા મળતું હોય છે.
તેનાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે.

પ્રાઈમરી બેકર સીસ્ટ

આ પ્રકારની સીસ્ટ મુખ્યત્વે ઘૂંટણની પાછળ જોવા મળતી હોય છે. મોટા ભાગે તે ઘૂંટણની પાછળ જોવા મળતી હોય છે. મોટાભાગે તે નાની ઉંમરના લોકો તથા બાળકોમાં જોવા મળે છે. આમાં મુખ્યત્વે સાઈનોવીયલ ફલ્યુઈડ (પ્રવાહી) ઘૂંટણના સાંધામાંથી બર્સામાં જતું જોવામળે છે અને આ રોગનું નિર્માણ થતું જોવા મળે છે.

સેકન્ડરી બેકર સીસ્ટ

આ પ્રકારની સીસ્ટ સામાન્ય રીતે ઘૂંટણની અન્ય તકલીફો જેવી કે આરર્થાઈટીસ (વા) મેનિસ્કસ ટીયર એટલે કે સામાન્ય રીતે ઘૂંટણમાં થતી તકલીફોને લીધે ઘૂંટણમાં સાઈનોવીયલ ફલ્યુઈડ (પ્રવાહી) નું પ્રમાણ વધી જતું હોય છે. તેથી સાંધાની કોસ્યુલમાં દબાણ આવતાં બેકર સીસ્ટનું નિર્માણ થતું હોય છે. તેથી આ સીસ્ટને સેકન્ટરી બેકર સીસ્ટ કહેવામાં આવે છે.

  • આ રોગ મુખ્યત્વે ૪થી ૭ વર્ષનાં બાળકો તથા ૩૫થી ૭૦ વર્ષના લોકોમાં પણ થતો હોય છે. સાંધાના આરર્થાઈટીસ (વા), ઘૂંટણના લિગામેન્ટ તથા મેનિસ્કસમાં ઈજા થાય ત્યારે આ રોગ ખૂબ જ સામાન્ય રીતે થતો જોવા મળે છે.
  • બેકર સીસ્ટમાં ઘૂંટણની પાછળની ભાગમાં સોજો જોવા મળતો હોય છે. તેનો કારણે મુખ્યત્વે એ ભાગમાં દુખાવો રહેતો હોય છે જો આ સીસ્ટ મોટા પ્રમાણમાં હોયતો દર્દીને ઘૂંટણ વાળવામાં તથા સીધા કરવામાં પણ ખૂબ જ તકલીફ પડતી હોય છે અને જ્યારે દર્દી ઊભો થાય ત્યારે ઘૂંટણની પાછળ ખૂબ જ કઠણતા-જકડાઇનો અનુભવ થતો હોય છે. ઘણી વખત તેનાથી ઘૂંટણનાં કલીક તથા લોક થવાના સેન્સસેશનનો પણ અનુભવ દર્દીને થતો હોય છે.
  • આ રોગનું નિદાન મુખ્યત્વે ડોકટરનો દબાણ (પાલ્પેશન) દ્વારા તથા સોનોગ્રાફી થી થઈ શકતું હોય છે ઘણી વાર MRI થી પણ આ રોગનું નીદાન થતું હોય છે.

સારવાર

આ રોગની સારવારમાં મહત્વની બાબત એ છે કે રોગ થવાનું મુખ્ય કારણ જાણી એની સારવાર કરવામાં આવે તો બેકર સીસ્ટનો દુ:ખાવો પણ ઓછો થઈ જતો હોય છે.

  • આ સીસ્ટ પર બરફનો શેક દિવસમાં બેથી ત્રણ વખત ૧૦-૨૦ મિનિટ સુધી કરવો જોઇએ જેનાથીતે સોજો ઓછો થતો હોય છે.
  • સાથે સાથે ઘૂંટણનાં સાંધાની આસપાસનાં સ્નાયુ જેવા કે કોડરીસેપ્સ, હેમસ્ટ્રીગ તથા કાફની મજબુતાઈ તથા સ્ટ્રેચિંગની કસરતોથી પણ ખૂબ જ રાહત મળે છે.
  • અલ્ટ્રાસાઉન્ડ થેરાપી
  • ફિઝિકલ થેરાપીસ્ટ દ્વારા સારી રીતે એ ભાગ પર મસાજ કરવાથી પણ સોજો ઓછો થઈ જતો હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.94117647059
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top