હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / બિનપરંપરાગત પદ્ધતિઓ વડે પણ ઘૂંટણનો દુખાવો કાબૂમાં આવી શકે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બિનપરંપરાગત પદ્ધતિઓ વડે પણ ઘૂંટણનો દુખાવો કાબૂમાં આવી શકે

એક્યુપંક્ચર પદ્ધતિ, સપ્લીમેન્ટ થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સાઇડ ઇફેક્ટ્સ કે પીડા વિનાની પદ્ધતિઓ તરીકે આજકાલ વ્યાપક બનતી જાય છે

એક્યુપંક્ચર પદ્ધતિ, સપ્લીમેન્ટ થેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સાઇડ ઇફેક્ટ્સ કે પીડા વિનાની પદ્ધતિઓ તરીકે આજકાલ વ્યાપક બનતી જાય છે
ઉંમર વધતાં ઘૂંટણનો દુ:ખાવો થતો હોય છે. તેનો ઉપાય ઓપરેશન વિના પણ કરી શકાય છે. જીવનપદ્ધતિમાં બદલાવ, કસરતો જેવા ઉપચારોથી ઘૂંટણના દુ:ખાવામાં રાહત મેળવી શકાય છે. આજે આ દિશામાં થોડા વધુ આગળ જઇને કેટલીક બિનપરંપરાગત ઉપચાર પદ્ધતિઓ વિષે જોઇશું.
એક્યુપંક્ચર પદ્ધતિ આપણે ત્યાં ઘણી લોકપ્રિય બનેલી છે. તે થોડી દર્દનાક જરૂર હોય છે, પણ ઘૂંટણના દુ:ખાવા જેવાં દર્દથી કાયમી છૂટકારો મળતો હોય તો લોકો તેને પણ અપનાવવા તૈયાર થતા હોય છે. એક્યુપંક્ચર પદ્ધતિથી ઘણાં બધાં લોકોને ઘૂંટણના દુ:ખાવામાં સારી રાહત મળતી હોય છે. એક્યુપંક્ચરની સાથે મોકસીબ્યુશ્યન પણ કરવામાં આવે છે. મોકસીબ્યુશન પધ્ધતિ એ ઓરલી (મોઢાં દ્વારા) લેવામાં આવતી દવાઓ જેટલી જ અસરકારક માનવામાં આવે છે. ઘુંટણના દુ:ખાવા માટેની તે ચાઈઝની મેડિકલ સારવાર પદ્ધતિ છે. આ પ્રકારની સારવારમાં એક્યુપ્રેશર, એક્યુપંક્ચર અને મોકસીબ્યુશ્યનનો સમાવેશ થતો હોય છે. આપણી સોસાયટીમાં અત્યારે ઘુંટણનાં દુ:ખાવાનો જવાબ સર્જરી (ઓપરેશન) થઈ ગયો છે. પરંતુ ખરીવાત એછે કે બધાં જ લોકોને ઘુટણ દુખતા હોય તેણે ઓપરેશન કરાવવાની જરૂરહોતી નથી. ઓપરેશન વગરની સારવારને કન્સવોટિવ સારવાર કહેવાય છે જેનાથી પણ દુ:ખાવને ખૂહજ સારી રીતે મટાડી શકાય છે.

સપ્લીમેન્ટ થેરાપી:

આ થેરાપી પણ એક અસરકારક બિનપરંપરાગત સારવાર પદ્ધતિ છે. ઘણાં બધાં સપ્લીમેન્ટથી સાબિત થયું છે કે એ દુ:ખાવો સોજા ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. ઘર ઘરેલુ સપ્લીમેન્ટમાં કરકયુમીન (મુખ્યત્વે હળદરમાંથી મળે છે) વીલોવ બાર્ડ અને આદુ એ ઘૂંટણના દુ:ખાવામાં ખૂબ જ ફાયદો કરાવે છે. મેરીલેન્ડ યુનિવર્સિટી (અમેરિકા)માં તે સાબિત થયેલું છે ગ્લુકોઝ અમાઈન અને ક્રોન્ડેટીન નામની કન્ટેન્ટ (તત્વ)ની દવા જો લેવામાં આવે તો તેનાથી પણ ઘૂંટણની ગાદીની ઓઈલીંગ (લુબ્રીકેશન) માં સારી એવી મદદ થતી હોય છે. વળી તેનાથી સાંધાની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે.

ઓક્યુપેશનલ થેરાપી:

આ થેરાપી અન્ય કરતાં અલગ છે. આપણા રોજિંદા જીવનની પદ્ધતિમાં કેટલાક ફેરફારો કરવાથી ઘૂંટણ પર આવતો ભાર-તણાવ ઓછો કરી શકાય છે અન તેના દ્વારા દુ:ખાવામાં રાહત રહે છે. આમાં કોઇ દવાઓ કરવાની હોતી નથી તેમજ ઘૂંટણ પર બહારની રીતે કોઇ પાટાપિંડી કરવાની તેમજ મલમ કે ટ્યુબ લગાવવાની હોતી નથી. પરિણામે ઘણા લોકો તેને પસંદ કરતા હોય છે. જીવનશૈલીને થોડી બદલીને રાહત પામવાનો હેતુ તેમાં હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.96078431373
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top