વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

બાળકોને બેસવાની સાચી પદ્ધતિ શીખવો

બાળકોને બેસવાની સાચી પદ્ધતિ નહીં શીખવો તો તેઓ બેડોળ બની જશે

આજકાલમાં મહત્વાકાંક્ષી માતાપિતાઓ પોતાનું બાળક મોબાઇલ ફોન, ટેબલેટ, લેપટોપ ફટાફટ ચલાતું હોય તેને ગૌરવ અને ગર્વ ગણે ચે. પોતાનું બાળક નાની ઉંમર છતાં સોશિયલ સાઇટ્સનું (જ) ખેડાણ કરતું હોવાની વાત ગૌરવ લેવા જેવી નથી, ચેતવા જેવી છે. આ કામગીરીમાં સતત અને સખત વ્યસ્ત રહેતું બાળક પોતાના શરીરનું ભવિષ્યમાં ન પૂરાય એવું નુકસાન કરતું હોય છે, એ વાસ્તવિકતા માટે માતાપિતા વિચારતાં જ નથી. આજે આ બધી બાબતોનું જે ચલણ વધ્યું છે, તે જોતાં તેને માટે મોડા ન પડાય એ માટે વિચારવાનો સમય આવી ગયો છે.
આજકાલના વિકસતા યુગમાં નાના બાળકો, યુવાનો તથા યુવતીઓ સતત આઈપેડ, ટેબલેટ તથા મોબાઈલ ફોનમાં ગેમ્સ તથા સોશિયલ નેટવર્કિંગ સાઈટનાં વધારે પડતાં ઉપયોગ કરતી વખતે પોતાના ગરદન તથા કમરનાં પોશ્ચયરના ખૂબ જ બેદરકાર બની જતાં હોય છે.

જે વસ્તુઓ લાંબા સમયે સ્કોલિયોસિરા (કમરના મણકાનું વળી જવું). કાયફોશિસ (ખુંઘ નીકળવી), ટ્રેપેઝાઈટીસ (ગરદનનો દુ:ખાવો) જેવી બિમારીમાં પરિણમે છે. સ્નાયુ અને હાડકાંની આ ઘણી ગંભીર બીમારીઓ છે. ‘ભાર વિનાનું ભણતર’ એવી કહેવત માત્ર નામની જ છે. વાસ્તવમાં આજનું ભણતર ભાર લાદી રહ્યું છે. આજકાલના સમયમાં સ્કૂલ બેગના વધુ પડતા ભારણથી ખભા તથા પીઠના સાંધા અને સ્નાયુ પર વજન આવે છે, તેને લીધે નાનાં બાળકોના પોશ્ચરમાં અસમતુલન આવી જાય છે. જે આગળ ઉપર ઉંમર વધવાની સાથે ગંભીર તકલીફોમાં પરિણમે છે. બાળકની રમવા કૂદવાની ઉંમરમાં તે રોગનો ભોગ બને છે.
નાનાં બાળકોમાં આંખોની નબળાઈ પણ આજે કોઇ નવી વાત નથી. ખોરાક અને લાઇફસ્ટાઇલને કારણે આંખો નબળી હોય એવાં અનેક બાળકો આજે જોવા મળે છે. આંખોની નબળાઇને કારણે શાળામાં તથા ટીવી જોતી વખતે ગરદનની સ્થિતિનું ફોરવર્ડ નેક પોશ્ચર સર્જાય છે. જે આગળ વધીને ટ્રેપેઝાઈટીસ (ગરદનનો દુ:ખાવા) માં પરિણામે છે. આજકાલ નાનાં બાળકો તથા યુવાનોમાં આ રોગનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ટ્રેપેઝાઈટીસ એટલે કે, (ગરદનના દુ:ખાવા)માં ઘણી વખત સ્નાયુમાં ગાંઠો પડી જવી એ ખૂબ જ સામાન્ય બની ગયું છે. વળી એ ખૂબ જ પીડાકારક હોય છે, જે સામાન્ય રીતે બાળકોને પરીક્ષાના સમયમાં જ્યારે સ્ટ્રેસ હોય ત્યારે તે ખૂબ જ તકલીફ આપતું હોય છે. બાળકોને આવી ગરદનના ભાગ (ટ્રેપેઝીયસ)માં દુ:ખાવાની તકલીફ થાય તો તરત જ દિવસમાં બેથી ત્રણવાર ૧૦ મિનિટ બરફનો શેક કરવાથી રાહત થાય છે.
બાળકોને બેસવાની તથા ડોકને સીધી રાખવાની પદ્ધતિ શીખવાડવી ખૂબ જ મહત્વની વાત છે. શાળામાં જતાં બાળકોમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની મણકાની તકલીફો જોવા મળે છે:
વધુ માહિતી માટે સંપર્ક કરો ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

3.08571428571
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top