অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફ્રોઝન શોલ્ડરમાં બરફના શેકથી રાહત

બરફનો શેક ફ્રોઝન શોલ્ડરમાં કેવી રીતે રાહત આપી શકે

ફ્રોઝન શોલ્ડરનો દુ:ખાવો ભલભલાને ચીસ પડાવી દે એવો હોય છે. હાથમાં પેન પકડીને ચેકમાં કે રજિસ્ટરમાં સહી ન થઇ શકે કે કોમ્પ્યુટરની કી કે ઘણીવાર તો મોબાઇલનું બટન દબાવી ન શકાય એ હદે ખભો દું:ખતો હોય છે. આ દુ:ખાવામાં રાહત મળે એ માટે ખભા પર શેક કરવામાં આવતો હોય છે. આ શેક બે પ્રકારના હોય છે : ગરમ શેક અને ઠંડો શેક. આમાં ઠંડો શેક વધુ ફાયદા કારક હોય છે. ગરમ શેક થોડો સમય જ થોડી રાહત આપતો હોય છે.
ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાને કારણે ઘણા તો માથાના વાળ પણ ઓળી શકતા હોતા નથી. અસહ્ય દુ:ખાવો થતાં આવી અનેક રોજિંદી ક્રિયાઓ અટકી પડે છે. ઘરકામમાં હાથ કે ખભો ઊંચો કરી શકાતો નથી. હાથને પાછળની તરફ વાળતી વખતે થતા દુ:ખાવાના પ્રાથમિક લક્ષણથી શરૂ થતો ફ્રોઝન શોલ્ડરનો દુ:ખાવો તેના દર્દીને તેનાથી કોઈપણ ભોગે છૂટકારો મેળવવા સતત તરસતો રાખે છે. આથી એ સાદા ઇલાજ રૂપે શેક કરવા તરફ પ્રેરાય છે. પરંતુ આવા દુ:ખાવામાં ગરમ શેકને બદલે ઠંડો શેક વધુ અસરકારક નીવડતો હોય છે. ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાની શરૂઆતમાં જ દિવસમાં બે-ત્રણ વાર જો ૧૦-૧૦ મિનિટ માટે બરફનો શેક કરવામાં આવે તો તે પ્રાથમિક સ્તરેથી જ અટકી જતો હોય છે.
ઘણાને એવો સવાલ થઇ શકે છે કે આવા કોઇપણ દુ:ખાવામાં બરફનો શેક કરવાથી રાહત રહે એનું કારણ શું? સામાન્ય રીતે તો ગરમ શેક કરાતો આવ્યો છે, તો હવે ઠંડા શેકની કેમ તરફેણ કરવામાં આવે છે? સાંધો તો છેવટે જકડાઇ ગયેલો-ફ્રોઝન હોય છે, તેમાં ગરમ શેક કરો કે ઠંડો! શો ફરક પડે? પરંતુ હકીકતમાં બરફને શેક પાછળ વૈજ્ઞાનિક કારણ હોય છે.
જ્યારે પણ દુ:ખાવો થતો હોય કે સોજો આવી ગયેલો હોય ત્યાં ટિસ્યુઝ-માંસપેશીઓમાં લોહીની કોશિકાઓ પહોળી થઇ ગયેલી હોય છે. તેના પર બરફનો શેક કરવાથી આ કોશિકાઓ સંકોચાય છે. વળી બરફના શેકને કારણે દુ:ખાવો બહેરો (નમ્બ) બને છે. સાથે તૂટી રહેલા કોષોને પણ આ શંક બચાવે છે. નવા કોષો બનવામાં તે મદદ કરે છે.પરિણામે બરફના શેકથી કોઇપણ પ્રકારના સોજા કે દુ:ખાવામાં રાહત રહે છે. જ્યારે ખભો જકડાઇ ગયેલો હોય, સોજાયેલો હોય કે સ્ટીફ થઇ ગયેલો હોય ત્યારે એ સ્થિતિમાં બને તો બરફનો શેક કરવો જોઇએ નહીં, કારણ કે તેનાથી સાંધાની સ્ટીફનેસ કે જડતામાં વધારો થતો હોય છે. તેથી જ જો ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવામાં ખભાની આસપાસ સોજો હોય ત્યારે બરફનો શેક કરવાથી સારો ફાયદો થતો હોય છે. ફ્રોઝન શોલ્ડરના દુખાવાના શરૂઆતના ગાળામાં આ શેક જેટલો અસરકારક બની રહે છે, તેટલો એ તેના છેલ્લા તબક્કામાં એટલે કે ફ્રોઝન સ્ટેજમાં રહેતો નથી. એટલે એ વખતે બરફનો શેક કરવો જોઇએ નહીં. તેનાથી સ્ટીફનેસમાં વધારો થતો હોય છે. એટલે જ જ્યારે ખભો દુ:ખવાની શરૂઆત થાય અને રોજિંદા જીવનમાં ખભામાં મુવમેન્ટ સાથે દુ:ખાવો હોય તરત જ બરફનો શેક કરવાની શરૂઆત કરી દેવી જોઇએ. ‘ગરમ શેક કરવો નહીં’ તેનાથી દુ:ખાવો અને તકલીફ વધવાની સંભાવના વધી જાય છે. શરૂઆતના તબક્કામાં બરફનો શેક કુદરતી હીલિંગ પ્રક્રિયામાં ખૂબ જ મદદ કરે છે.
જ્યારે પણ ખભાનો દુ:ખાવો થતો હોય ત્યારે અને સામાન્ય રીતે દુ:ખાવો ન હોય પણ વજન ઊંચકવાથી કે ઝર્ક (ઝટકા)ને કારણે દુ:ખાવો થઇ આવે ત્યારે બરફનો શેક કરવો જોઇએ. જેનાથી ખૂબ ઝડપથી રાહત મળી શકે છે. ઘણી ગૃહિણીઓ રસોડામાં માનો કે ચા બનાવી રહી હોય અને ઉપરની તરફના કબેટમાંથી કપ કે મગ લેવા માટે હાથ ઊંચો (લાંબો) કરે ત્યારે હાથમાં કે ખભામાં એકાએક દુ:ખાવો થતો હોય અથવા હાથ એકાએક જકડાઇ ગયેલો લાગે તો તેવા સંજોગોમાં ગરમ શેક કરવો જોઇએ. તેને કારણે ટિશ્યૂ-માંસપેશીઓ વધારે ઢીલી બને છે અને દુ:ખાવો કે જકડન દૂર થાય છે. આમ ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવામાં બરફનો શેક ન જ કરી શકાય એ માન્યતા ખોટી છે. બરફનો શેક હોય કે ગરમ શેક, પણ એ સાચા સમયે સારી રીતે કરવામાં આવે તો તે ફાયદાકારક રહે છે

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/13/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate