હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ફ્રોઝન શોલ્ડર મટાડવાના ઉપાય અને યોગ્ય કસરતો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફ્રોઝન શોલ્ડર મટાડવાના ઉપાય અને યોગ્ય કસરતો

ફ્રોઝન શોલ્ડર મટાડવાનો સરસ ઉપાય એટલે તેની યોગ્ય કસરતો

ફોઝન શોલ્ડરમાં દર્દીઓને ખૂબ જ અસહય દુ:ખાવો થતો હોય છે. તેના વિવિધ તબક્કાપણ આપણે આગળનાં અંકમાં જાણ્યા. દર્દનું મોટું થાણું ગણાતી ફ્રોઝન શોલ્ડરની તકલીફની સૌથી મહત્વની સારવાર એટલે કસરત. જો સાચી અને સારી રીતે કસરત કરવામાં આવે તો ખભાના જકડાયેલા સાંધાને જરૂર ઢીલો કરી શકાય છે. ફ્રોઝન શોલ્ડરથી રોજબરોજ થતી મુશ્કેલીઓથી છુટકારો પણ મેળવી શકાય છે. આજે કસરતો વિશે જાણીશું, જેનાથી ખભાની આસપાસમાં સ્નાયુને સ્ટ્રેચ કરી શકાય છે. આ બધી કસરતો ફ્રોઝન શોલ્ડરના દર્દીએ દિવસમાં એક-બે વાર કરવી જોઅએ. કસરત કર્યા પછી ઘણીવાર સ્ટ્રેચિંગનો દુ:ખાવો થતો હોય છે. પરંતુ આ દુ:ખાવો 30 મિનિટ સુધી રહે, તો તેને નોર્મલ માનવામાં આવે છે. કસરત કર્યા પછી ૧૦ મિનિટ બરફનો શેક કરવાથી સ્નાયુમાં આવેલો સોજો પણ ઓછો થઈ જાય છે અને દુ:ખાવામાં રાહત થઈ જતી હોય છે. જો કસરત કર્યા પછી દુ:ખાવો વધી જાય અને લાંબો સમય સુધી રહે, તો કસરત ઓછી કરવી જોઇએ અને ફિઝિયોથેરાપિસ્ટની સલાહ લેવી જોઇએ. દરેક ફ્રોઝન શોલ્ડરના દુ:ખાવાથી પીડાતા દર્દીએ એ સૌથી પહેલાં હાથ ઉપર કરવાની મુવમેન્ટ પર ધ્યાન આપવું, કારણ કે સૌથી પહેલાં એમાં ફાયદો થતો હોય છે. જ્યારે હાથ પાછળ કરવાની મુવમેન્ટમાં સૌથી છેલ્લે ફાયદો થતો હોય છે.

કસરતો

ફોઝન શોલ્ડરની તકલીફમાં નીચે પ્રમાણેની કસરતો કરવાથી રાહત મેળવી શકાય.

પેન્ડ્યુલમ

જે હાથે દુ:ખાવો ન હોય એ હાથનો ઉપયોગ સપોર્ટ (ટેકા) માટે કરવો અને કમરમાંથી થોડું આગળ ઝૂકવું. પછી તમારા દુ:ખતા હાથને એકદમ ઢીલો છોડી દેવો. ત્યારબાદ હાથને પેન્ડ્યુલમ (લોલક)ની જેમ દુલાવવો. તમારા હાથને આગળ-પાછળ હલાવવો, સાઈડમાં હલાવવો તથા સર્કલ (ગોળ) ફેરવવો. -આ કસરત દરેક દિશામાં ૧૦ વખત કરવી.

ટ્વિસ્ટિંગ આઉટવર્ડ (હાથને બહાર ખેંચવો)

આ કસરત હંમેશા ખુરસીમાં બેસીને કરવી. જેને માટે હાથમાં લાકડી રાખવી જરૂરી છે. હાથમાં લાકડી પકડીને બંને હાથ કોણીમાંથી વાળીને રાખવા. જે હાથમાં દુ:ખાવો ન થતો હોય તેનાથી બીજા હાથ બાજુ લાકડીનો ધક્કો મારવો, જેનાથી તમારા દુ:ખતા હાથના સ્નાયુ તથા કેપ્સ્યુલ સ્ટ્રેચ થાય છે અને ખભાની મુવમેન્ટમાં વધારો થાય છે. આ કસરત દરમિયાન ખાસ ધ્યાન રાખવું કે તમારું શરીર કમરમાંથી વળીને જાય એ મહત્વનું છે. આ કસરત ૧૦ વાર કરવી.

આર્મ ઓવરહેડ (હાથને ઊંચો કરવો)

આ કસરત સુતાં-સૂતાં કરવી. જે હાથમાં દુ:ખાવો હોય તે હાથને સૌ પ્રથમ ઉપર કરવો તથા જે હાથ દુ:ખતો ન હોય તે હાથથી બીજા હાથને ધક્કો મારવો. જ્યાં સુધી થોડા સ્ટ્રેચનો અનુભવ થાય ત્યાં સુધી લઈ જવો. આ કસરત કરતી વખતે શરીર વળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. આ કસરત ૧૦- વાર કરવી.

ટ્વિસ્ટિંગ આઉટવર્ક (હાથને બહાર ખેંચવા)

આ કસરત સુતા સુતા કરવી. બંને હાથને તમારા માથાની પાછળ રાખવા, જેથી તમારી બંને કોણી છત (સિલિંગ) બાજુ આવે. બંને કોણીને બહારની બાજુ ખેંચવી, જેનાથી ખભાના સ્નાયુમાં ખેંચાણનો અનુભવ થશે અને શોલ્ડર (ખભા) ઢીલો પડવાની શરૂઆત થશે. આ કસરત ૧૦ વખત કરવી.

આ બધી કસરત કર્યા પછી ૧૦ મિનિટ બરફનો શેક કરવો અને જો કોઈ વધારે દુ:ખાવો કે તકલીફ થાય તો ડોકટર કે ફિઝિયોથેરાપિસ્ટનો સંર્પક કરવો.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ

આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

2.91666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top