વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ફ્રોઝન શોલ્ડર

ફ્રોઝન શોલ્ડર વિશેની માહિતી આપવામાં આવી છે

ફ્રોઝન શોલ્ડર કોઇ ઇલાજ કરાયા વિના જ મટી જાય ખરો?

મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી આને મેશ (ગુંચળાયેલો) રોગ માનવામાં આવતો હતો. પરંતુ આજના સમયમાં અત્યાધુનિક સારવારને કારણે આ રોગ ઓછા સમયગાળામાં ખૂબ સ્કીલફૂલી (આવડતથી) ચોક્કસપણે મટાડી શકાય છે

ખભો એકાએક જકડાઇ જવાની તકલીફ આજકાલ ઘણી સામાન્ય છે. આ રોગ થાય ત્યારે ખભાની કેપ્સ્યુલમાં કોન્ટ્રેકચર (એટલે કે માંસપેશીનું સંકોચાઈ જવું) બનતું હોય છે અને આ કેપ્સ્યુલ કડક (ટાઈટ) થઈ જતી હોય છે. તેની શરૂઆત થાય ત્યારે ખભાની આસપાસમાં ટીસ્યુ સંકોચાઈ જાય છે અને સમય સાથે તે જકડાઈ જાય છે. તેથી જ તેને ફ્રોઝન શોલ્ડર કહેવામાં આવે છે. 

ફ્રોઝ્ન શોલ્ડર  પેરિઆરર્થાઈટીસ અને એડહેસિવ કેપ્સ્યુલાઈટિસ નામ પાછળ ૧૫૦ વર્ષ સુધીનો ઈતિહાસ રચાયેલો છે. એટલે કે આ રોગ ઘણો જૂનો છે. પરંતુ આજના સમયમાં પણ લોકોમાં આ રોગ વિશે સાચી જાણકારીનો અભાવ જોવા મળે છે અને આ રાગેનું નિદાન સાચું ન થતું હોવાથી સારવાર પણ ઘણી વાર ચોક્કસ થઈ શકતી નથી. સૌ પ્રથમ ૧૮૭૨માં સિમોન- એમ્યુનલ ડુપ્લય નામના ડોક્ટરે તેમજ અમેરિકાના ડો. એમોરી કોડમાને ૧૯૩૪માં તેમની બુકમાં આ રોગને ડો. કોડમાને ‘ફ્રોઝન શોલ્ડર’ નામ આપ્યું. ૧૯૪૫માં ડો. જુલિયસ નેવીએસેર આ રોગને ‘એડહસિવ કેપ્સ્યુલાઈટિસ’ નામ આપ્યું. તેમણે એ પણ જણાવ્યું કે શોલ્ડર (ખભા)ની કેપ્સ્યુલ એ એડહેસિવ (ચીકાશવાળી) કનેક્ટિવ ટીસ્યુ હોય છે, જે આ રોગમાં ચોંટી જતી હોય છે, જેથી આ રોગને ‘એડેહેસિવ કેપ્સ્યુલાઈટિસ’ પણ કહેવામાં આવે છે

ફ્રોઝન શોલ્ડરની તકલીફનું નિદાન અઘરું નથી. તેને માટે કોઈપણ પ્રકારના X-Ray કે MRIની જરૂર હોતી નથી, કારણ કે કેપ્સ્યુલમાં થયેલું ટાઈટનિંગ કે એડહેશન તેમાં જોવા મળતું નથી, પરંતુ જો કોઈપણ દર્દીને ખભામાં દુ:ખાવો થાય અને રોજબરોજની ક્રિયામાં તકલીફ થવી એ જ તેનું નિદાન છે. તેની ચકાસણી કરવા માટે હાથને પાછળની બાજુ લઇ જવામાં આવે છે. તેમાં તકલીફ પડે કે દુ:ખાવો થાય, તો ફ્રોઝન શોલ્ડર હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવે છે.

  • ફ્રોઝન શોલ્ડર મુખ્યત્વે ત્રણ તબક્કામાં થતો હોય છે. પ્રત્યેક તબક્કો ત્રણ મહિનાનો હોય છે.
  • સ્ટેજ-૧ : ફ્રિઝીંગ- આ તબક્કો પહેલા ત્રણ મહિનાનો હોય છે, જેમાં ખભામાં ખૂબ જ દુ:ખાવો થાય છે. ખભાની મુવમેન્ટમાં પણ ઘટાડો થતો હોય છે. આ તબક્કામાં દુ:ખાવો અસહ્ય હોય છે.
  • સ્ટેજ-૨ : ફ્રોઝન- આ તબક્કામાં ખભાની મુવમેન્ટ ખૂબ જ જકડાઈ જતી હોય છે. આ તબક્કામાં દુ:ખાવો ઓછો થઈ જતો હોય છે. રોજબરોજની ક્રિયામાં તકલીફ ખૂબ જ વધી જતી હોય છે.
  • સ્ટેજ -૩: થ્રોઇંગ: ખૂબ ઓછા લોકોને આ તકલીફ જોવા મળે છે, જેમાં ખભાની મુવમેન્ટ સમય સાથે એબનોર્મલ થતી હોય છે.
  • સામાન્ય રીતે ફ્રોઝન શોલ્ડરમાં સૌથી પહેલાં ઉપર હાથ કરવાની મુવમેન્ટ અને હાથ પાછળ કરવાની મુવમેન્ટ ઓછી થઈ જતી હોય છે.
  • રાત્રે ઊંઘવામાં જે ખભામાં દુ:ખાવો હોય એ તરફના પડખા પર વજન લેવામાં આવે તો અસહ્ય દુ:ખાવો થતો હોય છે.

ઘણી વખત દર્દીઓને ખભાની આસપાસ બળતરા પણ થતી હોય છે. ઘણી બઘી ક્રિયામાં હાથમાં તણખા લાગતાં હોય એવો દુ:ખાવો પણ થતો જોવો મળે છે.

ઘણા લોકો એવું માનતા હોય છે કે ફ્રોઝન શોલ્ડરમાં કોઈપણ પ્રકારની સારવાર ન કરવામાં આવે તો એની જાતે જ એક-બે વર્ષમાં એ મટી જતો હોય છે જેને ‘નેચરલ હિસ્ટ્રી’ થિયરી કહેવામાં આવે છે, પરંતુ મેડિકલ સાયન્સ તેને સપોર્ટ કરતું નથી. એટલે આવી રીતે રોગ મટશે એવી આશા રાખી શકાય નહીં. એટલે જ ફ્રોઝન શોલ્ડર એની જાતે જ મટી જશે એવું માનવું ભૂલ ભરેલું છે. બહુ જ ઓછા લોકો ફ્રોઝન શોલ્ડર માટેની સાચી જાણકારી ધરાવતા હોય છે, કારણ કે મેડિકલ સાયન્સમાં અત્યાર સુધી આને મેશ (ગુંચળાયેલો) રોગ માનવામાં આવતો હતો. પરંતુ આજના સમયમાં અત્યાધુનિક સારવારને કારણે આ રોગ ઓછા સમયગાળામાં ખૂબ સ્કીલફૂલી (આવડતથી ) ચોક્કસપણે મટાડી શકાય છે અને ત્યાર બાદ ફરીવાર થવાની સંભાવના પણ નહીંવત રહે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

લેખક : ડો. દીપેન પટેલ (આલયમ)પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041
3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top