অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટની ભૂમિકા

સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટની ભૂમિકા

સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપીસ્ટ રમતગમત વખતે ખેલાડીઓને થયેલ ઈજામાંથી જલ્દીથી સાજા થવામાં મદદ કરે છે અને તેઓને વિવિધ સમસ્યાઓ નિવારવામાં મદદરૂપ શિક્ષણ અને સંસાધનો પુરાં પાડે છે.

શું સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી એ રુટીન ફિઝિયોથેરાપી કરતાં અલગ છે?

હા, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી એ ફિઝિયોથેરાપીની વિશિષ્ટ શાખા છે જે ખેલાડીઓને થતી ઈજાઓ નિવારવામાં અને તેને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે ખેલાડીઓને રમતમાં શ્રેષ્ઠ દેખાવ કરવાનો હોય છે અને તેના માટે તેઓના શરીરને બહુ શ્રમ પડતો હોય છે. શ્રેષ્ઠ દેખાવ કરવા પડતા શ્રમને લીધે સ્નાયુઓ, સાંધાઓ અને હાંડકાં પર અતિશય સ્ટ્રેસ પડતો હોય છે.

શું સ્પોર્ટ્સ સંબંધી ઈજાઓ નિવારવી શક્ય છે?

હા, આપણે મોટાભાગની સ્પોર્ટ્સ સંબંધી ઈજાઓ નિવારી શકીએ છીએ પરંતુ તેનો આધાર ઈજાઓના પ્રકાર પર ઊપર હોય છે. .

આપણે સ્પોર્ટ્સ સંબંધિત ઈજાઓને બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએઃ

  1. નરમ પેશીઓ સંબંધિત ઈજાઓ : સ્નાયુ, ટેન્ડન, લીગામેન્ટ સંબંધિત ઈજાઓ.
  2. સખત પેશીઓ સંબંધિત ઈજાઓ: હાડકું ખસી જવું, ફ્રેક્ચર થવું.

સ્પોર્ટ્સ સંબંધિત ઈજાઓ નિવારવાના 8 મુખ્ય ઉપાયો.

વોર્મ અપ એક્સરસાઈઝ

વોર્મ અપ કરવાથી શરીર કસરત કરવા માટે કે પ્રવૃત્તિ કરવા માટે તૈયાર થાય છે. તેના કારણે સ્નાયુઓમાં રૂધિરનું ભ્રમણ ઝડપથી થવા લાગે છે, પરિણામે હાર્ટ રેટમાં પણ વધારો થાય છે અને કાર્ડીયોવસ્ક્યુલર અને મસ્ક્યુલર સિસ્ટમ વ્યાયામ માટે તૈયાર થાય છે.

સ્ટ્રેચીંગ

સ્ટ્રેચિંગ 3 પ્રકારના હોય છે. ડાયનેમિક સ્ટ્રેચિંગ, સ્ટેટિક સ્ટ્રેચિંગ અને પી.એન.એફ. એક્સરસાઈઝ કરતી વખતે ડાયનેમિક સ્ટ્રેચિંગ વોર્મ અપ થવું જરૂરી છે. જેથી શરીરના સાંધાઓ હલનચલન માટે અને સ્નાયુઓ મહત્તમ ક્રિયાશીલતા માટે તૈયાર થઈ શકે.સ્ટેટિક સ્ટ્રેચિંગ એ સ્ટ્રેચિંગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે જે શરીરની લવચીક્તામાં વધારો કરે છે.

ટેપિંગ અને બ્રેસીંગ

સ્પોર્ટ્સમાં કાઈન્શીયોટેપીંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. ટેપિંગના કારણે ઈજાગ્રસ્ત સાંધાઓ અથવા સ્નાયુઓને સ્થિરતા પ્રાપ્ત થાય છે તેમજ ઈજા ગંભીર થતી અટકે છે. સાંધાઓમાં ઈજા ન થાય એટલાં માટે બ્રેસીસનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ની કેપ વગેરે.

અનુકૂળ ઈક્વિપમેન્ટ

આપણે જે-તે રમત અનુસાર યોગ્ય ઈક્વિપમેન્ટની પસંદગી કરવી જોઈએ. દોડ જેવી રમત માટે શૂઝની પસંદગી ઘણી મહત્વની બાબત છે. દોડ વખતે શૂઝની યોગ્ય પસંદગી ઈજાની સંભાવના ટાળે છે. આપણે એવા શૂઝની પસંદગી કરવી જોઈએ જે લવચીક હોય. જેથી દોડતી વખતે તે અંગૂઠા પાસે કડક ન રહે પણ સહેલાઈથી વળી શકે.

યોગ્ય સપાટી

આપણે જે-તે રમત માટે યોગ્ય હોય તેવા સ્થાનો એ જ રમવાનું પસંદ કરવું જોઈએ. જો રમતનું સ્થાન યોગ્ય ન હોય, તો આપણને એન્કલ સ્પ્રેઈન કે લીગામેન્ટ સ્ટ્રેઈન જેવી સમસ્યા ઊભી થવાની સંભાવના રહે છે.

કૂલ ડાઉન

કૂલ ડાઉન એકસરસાઈઝ વોર્મઅપ એકસરસાઈઝ જેટલી જ મહત્વની છે. કૂલ ડાઉન એકસરસાઈઝ કરવાથી શરીરમાંથી બિનજરૂરી કચરો (લેક્ટિક એસિડ) બહાર નીકળી જાય છે અને DOMS (ડીલેઈડ ઓનસેટ ઑફ મસલ સોરનેસ) નિવારવામાં મદદ મળે છે. જેના કારણે શરીર આગળના દિવસની કસરત માટે સારી રીતે તૈયાર થઈ શકે છે.

યોગ્ય રીક્વરી

સ્પોર્ટ્સ મસાજ, રમતગમતની પ્રવૃત્તિ પછી આરામ અને પૂરતી ઊંઘ જેવી કાળજી લેવાથી શરીર ચુસ્ત રહે છે અને શરીરને પંહોચતી સામાન્ય ઈજાઓ જેવી કે સ્નાયુઓમાં થતો દુઃખાવો, સ્નાયુઓ ખેંચાવા, સ્નાયુઓમાં તાણ વગેરેમાંથી છૂટકારો મળે છે.

પૌષ્ટિક આહાર

ખેલાડીઓએ નિયમિતપણે સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેતાં રહેવું જોઈએ. કારણ કે જુદી જુદી રમતો અને રમતલક્ષી પ્રવૃત્તિઓ માટે જુદાં જુદાં પ્રકારના પૌષ્ટિક આહારની જરૂર પડે છે.

સ્ત્રોત : ડૉ. હિરેન પટેલ. સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate