অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ફિઝિયોથેરાપી: જીવનના તમામ તબક્કે ઉપયોગી સારવાર પદ્ધતિ

ફિઝિયોથેરાપી: જીવનના તમામ તબક્કે ઉપયોગી સારવાર પદ્ધતિ

ફિઝિયોથેરાપી જીવનને ટ્રેક પર કેવી રીતે લાવે છે એ જાણતા પહેલા ફિઝિયોથેરાપી એટલે શું ? તે જાણીએ.

ફિઝિયોથેરાપી એ મેડિકલ સાયન્સની એક એવી શાખા છે જે હંમેશા નવા અવિરત ખ્યાલ સાથે અનેક પ્રકારના રોગોમાં દવાની આડ અસર વગર પોતાની એક આગવી વિશેષતા સાથે અસરકારક અને પરિણામલક્ષી સારવાર આપે છે.

ફિઝિયોથેરાપીને લઈને લોકોમાં જાગૃતતા હોવી જોઈએ એટલી નથી, જેના કારણે ક્યાં રોગમાં કઈ શારીરિક તકલીફમાં ફિઝિયોથેરાપી જરૂરી છે. તેનાથી લોકો અજાણ હોય છે. તો પહેલા આપણે જોઈએ કે આપણી જિંદગીના ટ્રેકને અસર કરતી શારીરિક અને માનસિક તકલીફો થાય છે, જેમાં ફિઝિયોથેરાપી કેવી રીતે મદદરૂપ થાય છે.

આજના આર્ટિકલને અનુલક્ષીને જો આપણે જિંદગીના ટ્રેકની વાત કરતા હોઈએ તો આપણે સૌ જાણીએ છે "પહેલું સુખ તે જાતે નર્યા " જે દર્શાવે છે કે જો સ્વાસ્થય સારું હશે તો આપણે કઈ પણ મેળવી શકીએ છીએ. અને સ્વાસ્થયને એક સીધી દિશામાં ચલાવવા માટે ઘણા બધા અવયવો જેમ કે સ્નાયુઓ, કંકાલ (હાડકા) અને અંગતંત્ર જેના વડે શરીરની રચના થાય છે. તેને સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે. જયારે પણ આ પ્રકારની કોઈ પણ પેશીમાં તકલીફ ઉદ્ભવે છે ત્યારે સ્વાથ્યની ગાડી તેના ટ્રેક પરથી નીચે આવી જાય છે. જેમાં ફીઝીયોથેરાપી આ દરેક અવયવોને કાર્યરત રાખવામાં અગ્રેસર પરિણામ આપવામાં સક્ષમ છે. જે કોઈપણ પ્રકારની ખામીને ઉદ્ભવતી અટકાવે છે અને થયેલી ખામીને ફરીથી ટેકારૂપ સારવાર આપીને એનું 100 ટકા પરિણામ આપે છે.

આજકાલની તણાવયુક્ત અને તંગ જીવનશૈલી, પ્રદુષિત હવા, પોષણયુક્ત ખોરાકની ઉણપ, બેઠાળુ જીવનશૈલી અને વધતી જતી ઉંમર, આ બધા પરિબળો શરીરના અવયવો પર અસર કરે છે.

જેમ મનુષ્યને જીવવા માટે ખોરાક જરૂરી છે. એમ જ માનવશરીરનાં અવયવો : સ્નાયુઓ, સાંધા મજબૂત અને હલનચલન કરતા રાખવા માટે ચોક્કસ પ્રકારની ફિઝિયોથેરાપી અને કસરત જરૂરી છે.

સ્નાયુઓને અને સાંધાને લગતી સમસ્યાઓ ઘણા કારણોથી થાય છે. જેમાં ફિઝિયોથેરાપી એક અગત્યનો રોલ ભજવે છે. .

ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ડીજનરેટિવ ચેન્જીસ હોર્મોન્સ ઈમ્બેલેન્સ વગેરે શારીરિક તકલીફ જોવા મળે છે.

  • (O A Knee) (ઘૂંટણનો ઘસારો).
  • (Cervical Spondylosis) (ગરદનના મણકાનો ઘસારો).
  • (Frozen Shoulder) (ખભાના સાંધાનું જકળાઈ જવું).
  • (Fibromyalgia) (હોર્મોન્સના ઈમ્બેલેન્સના કારણે સ્નાયુઓ પર થતી અસર જેમાં સ્નાયુઓ સખત થઈ જાય છે.).

આવી શારીરિક તકલીફમાં વ્યક્તિની કામ કરવાની ઝડપ અને કાર્ય કરવાની શક્તિ ઓછી થઈ જાય છે. અને પહેલાની જેમ કાર્યશીલ નથી રહી શકાતું તો તેના માટે ફિઝિયોથેરાપીની નીચે મુજબની સારવારથી વ્યક્તિ ફરીથી પહેલાની જેમ જ સ્વસ્થ બની શકે છે.

સ્નાયુઓ અને સાંધાને દુઃખાવાને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારની ઇલેક્ટ્રિક મોડાલીટી, Manual Technique નો ઉપયોગ કરવામાં આવે છે.

Resisted Exercises: દરેક વ્યક્તિના સ્નાયુઓની સ્વસ્થતતા મુજબ Resistance આપીને કસરત કરાવામાં આવે છે. જેનાથી સ્નાયુઓની તાકાત વધે છે. જેમાં Manual Resistance અને વિવિધ સાધનો જેમ કે Resistance Band Resistance tube, loop વગેરેનો ઉપયોગ કરીને કસરત કરાવામાં આવે છે.

Weight Exercises: આમાં વ્યક્તિને વજન બાંધીને અથવા વજન ઉંચકીને અમુક ચોક્કસ રીતે અને ચોક્કસ પ્રકારની કસરતો સાંધા અને સ્નાયુઓને તાકાત વધારવા માટે કરાવામાં આવે છે.

Hydrotherapy નો પણ સ્નાયુઓને અને સાંધાને મજબૂત રાખવામાં ઉપયોગ કરવામાં આવે છે.

મગજ અને ચેતાતંતુઓને લગતી સમસ્યામાં ફીઝીયોથેરાપીની મદદથી વ્યક્તિ પહેલાની જેમ કાર્ય કરી શકે છે. .

આપણે જાણીએ છીએ કે મગજ કે ચેતાતંતુઓમાં કોઈ પણ નુકશાન થાય તો તે સ્નાયુઓને અસર કરે છે જેમાં કોઈપણ પેથોલોજી જેમ કે .

  • સ્ટ્રોક (મગજમાં બરાબર લોહી ના પહોંચવું).
  • મગજ માં ગાંઠ (બ્રેઇન ટ્યૂમર).
  • પાર્કિન્સન .
  • મલ્ટીપલ સ્ક્લેરોસિસ .
  • GBS (ગુલિઆન બેરી સિન્ડ્રોમ).
  • Spinal Corel Injury.

આમાં ફિઝિયોથેરાપીમાં વિવિધ ટેકનિક્સનો ઉપયોગ કરીને સારવાર આપવામાં આવે છે.

જેમાં સ્નાયુઓને પહેલાની જેમ કાર્ય કરતાં કરવા માટે Electrical muscle Stimulation, Co-ordination Exercises, Balance Training, Stretching, Strengthening exs, Brain mapping Technique, Constraint Induced Movement Therapy, Mirror Therapy વગેરે સારવાર આપવામાં આવે છે.

અમુક કિસ્સાઓમાં આવા રોગના લીધે થયેલી ખામીને પૂર્ણરૂપે સ્વસ્થ નથી કરી શકાતી , તો તેમાં ચોક્કસ રીતની ફીઝીયોથેરાપી Exercises જેમ કે ADL Training એટલે કે રોજીંદા કાર્યો જાતે કોઈની મદદ વગર કરી શકાય તેવી રીતની તાલીમ આપવામાં આવે છે.

આ રીતે આવા દર્દી પોતાની જીંદગી ફરી પહેલાની જેમ જીવી શકે છે.

અમુક શારીરિક સમસ્યાઓ જે મહિલાઓમાં પ્રેગનન્સી પછી જોવા મળે છે. જેમ કે Diastasis Rect (જેમાં પેટના સ્નાયુઓ વચ્ચે જગ્યા વધી જાય છે ) જેના લીધે કમરના દુઃખાવાની તકલીફ પણ રહેતી હોય છે. અને Pelvic floor ના સ્નાયુઓ પણ નબળા થઈ જાય છે.

વૃદ્ધ લોકોમાં અને પ્રેગનન્સી પછી મહિલાઓમાં જોવા મળતી બીજી એક સામાન્ય સમસ્યા Urinary Incontinence ની છે.

જેમાં યુરીનને રોકી શકવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. યુરીનને રોકી શકતા સ્નાયુઓ નબળા થઈ જાય છે અને આના લીધે કોઈપણ સ્ટ્રેનિયસ એક્ટિવિટી જેમ કે વજન ઉપાડવું, છીંક ખાવી, હસવું કે જેમાં પેટની અંદરનું દબાણ વધે છે, ત્યારે યુરીન બહાર નીકળી જાય છે અને રોકી શકાતું નથી. આવી સમસ્યામાં વ્યક્તિનું જીવન પહેલા જેવું નથી રહી શકતું અને આ સમસ્યા અને અવરોધરૂપ બની જાય છે.

આવામાં Pelvic Floor સ્નાયુઓને મજબૂત કરવા માટે ચોક્કસ પ્રકારની ફીઝીયોથેરાપી સારવાર આપવામાં આવે છે જેમ કે Kegel Exercises, Tanzberger Exercises etc.

આ કસરત નિયમિત રીતે સાચી રીતે કરવાથી Pelvic Floor ના સ્નાયુઓ મજબૂત થાય છે. અને મહિલાઓને આ સમસ્યામાંથી નિવારણ મળે છે.

બાળકોમાં અમુક જન્મથી જોવા મળતા રોગો જેવા કે જિનેટિક ખામીને લીધે થતા રોગોમાં પણ ફીઝીયોથેરાપી મદદરૂપ થાય છે અને જીવનને વધતા - ઓછા અંશે સરળ બનાવે છે.

  • DM (Deluyed Milestone)
  • CP (Cerebral Pulsy)
  • Autism – Hyperactive Disorder etc.

આ ઉપરાંત, સામાન્ય લોકો સિવાય ખેલાડીઓ માટે પણ ફીઝીયોથેરાપી એક મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.

ખેલાડીઓને જયારે કોઈ પણ શારીરિક ઈજા થાય ત્યારે ફિઝિયોથેરાપી તે ઇજાને દૂર કરી અને સ્વસ્થ થવામાં મદદ કરી તેમની જીંદગીને ટ્રેક પર તો લાવે જે છે, પરંતુ એ ઈજા પછી પણ ફરી પહેલાની જેમ જ સક્ષમ રીતે રમવા માટે રિહેબિલિટેશન એટલે કે સ્નાયુઓ અને સાંધાને સક્ષમ રીતે રમી શકાય એવા મજબૂત બનાવામાં પણ અગત્યનો રોલ ભજવે છે.

ACL Injury:- ઘૂંટણના લિગામેન્ટની ઇજા જે ખેલાડીઓમાં અને cricket ના ખેલાડીઓમાં ખાસ જોવા મળે છે.

જેમાં ઇજા કયા પ્રકારની અને ક્યા ગ્રેડ (લેવલ) ની ઈંજરી છે.એ મુજબ સર્જરીનો નિર્ણય કરવામાં આવે છે. અને સર્જરી પછી 6.12 મહિના સુધી Physiotherapy ની મદદથી ખેલાડીને ફરી રમતમાં કોઈપણ જાતની શારીરિક તકલીફ સિવાય અને પેહલા જેટલી જ સારી રીતે રમી શકે તેના માટે સક્ષમ બનાવવામાં આવે છે.

જેમાં Agility training, proprioception training, Balance Training અને Strengthening Exercises નો સામાવેશ થાય છે.

આમ, આ રીતે સ્પોર્ટ્સમાં ફિઝિયોથેરાપી ખેલાડીની કારકિર્દીના ટ્રેકને પણ ફરી પાટા પર લાવવામાં ઉપયોગી સાબિત થાય છે.

આમ, ઘણી બધી પોસ્ટ સર્જીકલ કંડિશનમાં ફિઝિયોથેરાપી એક સ્ટ્રોંગ મેનેજમેન્ટ સાબિત થાય છે, જેમ કે, CABG (બાયપાસ સર્જરી) જેમાં સર્જરી પછી Chest Physiotherapy નો મહત્વનો રોલ છે.

ઘણા રોગોમાં મેડિકલ સર્જીકલ અને ફિઝિયોથેરાપીના કમ્બાઇન્ડ મેનેજમેન્ટથી ઘણું સારું પરિણામ મેળવી શકાય છે.

બીજી એક સામાન્ય સમસ્યા જે આજકાલ જોવા મળે છે. એ છે Obesity (સ્થૂળતા) જે શરીરને ઘણી બધી રીતે નુકસાન પહોંચાડે છે.

જેના લીધે સાંધા, હૃદય, લોહીના દબાણ પાર અને બીજી ઘણી રીતે શરીરમાં નુકસાન કરે છે.

તો Obesity ના થાય તેના માટે પહેલેથી જ જાગૃત થઈને નિયમિત કસરત અને પોષણયુક્ત આહાર લેવો જોઈએ.

Obesity મા ફિઝિયોથેરાપીસ્ટ અને ડાયટિશિયનની સલાહ મુજબ જો કસરત અને આહારનું ધ્યાન રાખવામાં આવે તો Obesity ને દૂર કરી શકાય છે.

આ રીતે ફિઝિયોથેરાપી Obesity માં મહત્વનો રોલ ભજવે છે અને ફિઝિયોથેરાપીની મદદથી તેમના જીવનને ફરી ટ્રેક પાર લાવી શકાય છે.

આ આર્ટિકલ મારફતે હું એક Personal Advice Ergonomics વિશે પણ આપીશ જેમકે આપણે જણીએ છીએ કે જીવનની ગાડીને ટ્રેક પર રાખવા સ્વસ્થ રેહવું જરૂરી છે. તો અપણે તેને ટ્રેક પરથી ખસતા રોકવા માટેના પ્રયત્નો ચોક્કસ રીતે કરી શકીએ છીએ જેમાં Ergonomics અને Posture નો મહત્વનો રોલ છે.

આજકાલ ઘણી સાંધા અને સ્નાયુઓને લગતી સમસ્યાઓનું મૂળ કારણ બરાબર Ergonomics Follow ના કરવાથી અથવા Posture ના રાખવાથી થાય છે.

Ergonomics એટલે શરીરને નૂકશાન ના થાય છે. કોઈ સ્નાયુ અને સાંધા પાર વધારે Stress ના આવે એ રીતે કામ કરવાની એક ચોક્કસ પદ્ધતિ જેમાં Posture નું પણ મહત્વ છે કે કોઈ પણ કામ કરતી વખતે Posture બરાબરના રાખવાના કારણે પણ ઘણી સમસ્યા થાય છે.

ખાસ કરીને Computer Workers, Mobile users ને બરાબર Ergonomics અને Posture વિશે ધ્યાન આપવું જોઈએ.

આજકાલ લોકો Mobile નો સતત નીચું જોઈને Mobile use કરે છે. આ રીતે Mobile નો ઉપયોગ કરવાથી તે Atlantio Occipital joint પર 25 kg જેટલો ભાર આપે છે. જે લાંબા સમયે ગરદનના મણકાને નુકસાન પહોંચાડે છે.

School Children માં પણ School Bag વધારે વજનવાળી ના હોવી જોઈએ. વધારે પડતા વજનવાળા બેગના લીધે બાળકોનું Posture બરાબર રહેતું નથી અને તેમના સાંધા અને સ્નાયુઓમાં સમસ્યા ઉદ્દભવે છે.

આમ, Posture અને Ergonomics પર જો બરાબર ધ્યાન આપવામાં આવે અને જાગ્રતતા કેળવવામાં આવે તો ઘણી શારીરિક સમસ્યાઓને આપડો અટકાવી શકીએ છે.

Prevention is always better than cure, જે આપણે જાણીએ છીએ તેમ જો દરેક વ્યક્તિ નિયમિત યોગ્ય કસરત કરે અને પોષણયુક્ત આહાર લે તો સ્વસ્થ રહી શકે છે.

આજકાલની સ્ટ્રેસફુલ જીવનશૈલીમાં ડિપ્રેશનથી બચવા અને માનસિક રીતે સ્વસ્થ રહેવામાં પણ Exercise જરૂરી છે.

Aerobic Exercise શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ ઓછું કરે છે અને Endorphin નામના કેમિકલને Protuce કરે છે.જેનાથી સ્ટ્રેશ ઓછો થાય છે. અને Mood ને સારો રાખવામાં મદદ કરે છે

આ બધું જાણવા છતાં પણ જ્યાં સુધી પોતે આપણે જાગૃત ના થઈએ કે જાગૃતતા નહીં લાવીએ ત્યાં સુધી કોઈ પણ સારવાર પદ્ધતિ ઉપયોગી નથી.

આમ, દવા વગર જીવનને ટ્રેક પર રાખવા માટે ફિઝિયોથેરાપી ઉપર જણાવ્યા પ્રમાણે મદદરૂપ થાય છે.

સ્ત્રોત:ડૉ હીરલ ભટ્ટ, ફિઝિયોથેરાપિસ્ટ.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate