હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ફિઝિયોથેરાપી / ઉંમર અને અકસ્માત સંબંધિત સારવાર માટે ફાયદાકારક ફિઝિયોથેરાપી
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઉંમર અને અકસ્માત સંબંધિત સારવાર માટે ફાયદાકારક ફિઝિયોથેરાપી

ઉંમર અને અકસ્માત સંબંધિત સારવાર માટે ફાયદાકારક ફિઝિયોથેરાપી

જેમણે ક્યારેય ફિઝિયોથેરપિસ્ટની મુલાકાત લીધી નથી એવા લોકોનો સામાન્ય કે મૂળભૂત પ્રશ્ર છેઃ ફિઝિયોથેરાપી એટલે શું?” ફિઝિયોથેરાપીમાં પુનર્ગઠન, ઇજાનું નિવારણ અને સ્વાસ્થ્યમાં સુધારો/ફિટનેસમાં વધારો સંકળાયેલો છે. ફિઝિયોથેરાપી લોકોને એવી સ્થિતિમાં મદદરૂપ થાય છે, જેમાં ઉંમરમાં વધારો, ઇજા કે રોગની અસરને કારણે તેમનાં શરીરનું હલનચલન અને અંગોની કામગીરી નબળી પડી ગઈ હોય છે. ઉપચારની આ પદ્ધતિમાં સારવાર અને/અથવા સ્ટ્રોક, બેક પેઇન, હૃદય સંબંધિત વિકારો, અસ્થમા અને જીવનશૈલીની સ્થિતિ જેવી અનેક શારીરિક સ્થિતિમાં નોન-સર્જિકલ પદ્ધતિઓનો ઉપયોગ સામેલ છે. ફિઝિયોથેરાપીએ લાંબી સફર કાપી છે અને એમાં હાલ થયેલી પ્રગતિ સંશોધન આધારિત કામગીરીને આભારી છે.

તાજેતરમાં પ્રકાશિત થયેલા ફાર્માયન રિપોર્ટ “ઇન્ડિયા ફિઝિયોથેરાપી ઇક્વિપમેન્ટ માર્કેટ ઓપોર્ચ્યુનિટીઝ, 2010-2020” મુજબ, ભારતમાં ફિઝિયોથેરાપીનાં ઉપકરણોનું બજાર વર્ષ 2015થી વર્ષ 2020 દરમિયાન 12 ટકાનાં સીએજીઆર (વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે) પર વધશે એવી ધારણા છે, જે માટે કાર્ડિયોવાસ્ક્યુલર અને ન્યૂરોલોજિકલ રોગોમાં પ્રવર્તમાન વધારો, વૃદ્ધ લોકોની સંખ્યામાં વધારો અને ઘરે ફિઝિયોથેરાપી માટેની માગમાં વધારો મુખ્યત્વે જવાબદાર પરિબળો છે. ઉપરાંત હલનચલનમાં વધારો અને શરીરનાં અસરગ્રસ્ત ભાગોને મજબૂત કરવા જેવા ઉપચાપર લાભો વિશે જાગૃતિ વધવાથી ભારતમાં ફિઝિયોથેરાપી ઉપકરણ માટેની માગમાં નોંધપાત્ર વધારો થયો છે.

ફિઝિયોથેરપિસ્ટો નીચે માટે ફિઝિયોથેરાપી સેવા પ્રદાન કરવામાં કુશળ છે.

  • ઇજા અને વિકલાંગતાનું નિવારણ કરવું.
  • સચોટ અને ગંભીર રોગોનું વ્યવસ્થાપન કરવું.
  • શારીરિક કામગીરી મહત્તમ સુધારવી અને જાળવવી.
  • ઇજા અને રોગ કે વિકલાંગતાની અસરોની સારવાર .
  • વારંવાર ઇજાનું નિવારણ કરવા દર્દીઓને જાગૃત કરવા.

શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ફિઝિયોથેરાપીની અસર

ઉંમર સાથે સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદઃ જેમ જેમ આપણી ઉંમર વધે છે, તેમ તેમ આપણાં શરીરમાં ઓસ્ટિઓપોરોસિસ કે આર્થ્રારાઇટિસ વિકસી શકે છે, જે જોઇન્ટ રિપ્લેસેમેન્ટ તરફ દોરી શકે છે. ફિઝિયોથેરાપીનાં નિષ્ણાતો દર્દીઓને જોઇન્ટ રિપ્લેસમેન્ટમાંથી સાજાં થવા અને આર્થરાઇટિસ કે ઓસ્ટિયોપોરોટિક સ્થિતિને સંભાળવામાં મદદરૂપ થાય છે.

ન્યૂરોલોજિકલ વિકારોને નિયંત્રણમાં જાળવવીઃ ઉંમર વધવાની સાથે શરીર ઘણી વાર પાર્કિન્સન્સ ડિસીઝ, અતિશય થાક, ડિમેન્શિયા, લકવો વગેરે જેવી ન્યૂરોલોજિકલ સમસ્યાઓથી પીડાય છે. આ પ્રકારનાં કિસ્સાઓમાં ફિઝિયોથેરાપી આવી વિવિધ સમસ્યાઓને દૂર રાખવામાં અતિ અસરકારક માધ્યમ છે. વળી ફિઝિયોથેરાપી સમસ્યાની સારવાર કરવા ન્યૂરોમસ્ક્યુલર અને મસ્ક્યુલોસ્કેલેટેલ અભિગમ અપનાવે છે એટલે ન્યૂરોલોજિકલ સમસ્યાઓમાં વધારે નુકસાન અટકાવે છે. શરીરને અસર થઈ હોય એવા અંગ માટે લાંબો સમય નિયમિતપણે ફિઝિયોથેરાપી કસરતો કરવાથી શરીરની હલનચલન પરત ફરી શકે છે.

સર્જરી દરમિયાન અને પછીઃ ફિઝિયોથેરાપી સર્જરીને ટાળવામાં મદદરૂપ થાય છે તથા ઓપરેશન પૂર્વે અને પછી એમ બંને સ્થિતિમાં જરૂરી પણ છે. જો સર્જરીની જરૂર પડશે તો પણ, એનાથી સર્જરી પૂર્વે ફિઝિયોથેરાપીમાંથી લાભ થશે. ઓપરેશન અગાઉ ફિઝિયોથેરાપી સર્જરી પછી જટિલતાઓ વિકસવાનાં જોખમનું મૂલ્યાંકન કરવામાં મદદ મળી શકે છે અને સર્જરી પછી ઝડપી સુધારો કરવામાં મદદ મળશે. કાર્ડિયાક અને ચેસ્ટ સર્જરીઓ થઈ હોય એવા દર્દીઓને તેમનાં ઇજા થયેલા અંગને સપોર્ટ કરવાની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવી એ શીખવવામાં આવશે.

પ્રસૂતિ અગાઉ અને પ્રસૂતિ પછીઃ ગર્ભાવસ્થા દરમિયાન અને ગર્ભાવસ્થા પછી મહિલાઓનાં શરીર પર વધારે ધ્યાન આપવાની જરૂર હોય છે. અંતઃસ્ત્રાવોનાં સ્તરોમાં ઝડપી પરિવર્તનથી સાંધા નરમ પણ પડી શકે છે, જે પીઠને સપોર્ટ આપશે અને તેમનાં ખેંચાણ માટે જવાબદાર બની શકે છે. જેમ જેમ શરીરમાં બાળકનો વિકાસ થાય છે, તેમ તેમ પેડુ અને એને પેટનાં સ્નાયુઓ પણ ખેંચાણ અનુભવે છે. ફિઝિયોથેરપિસ્ટ તમામ સાચી ટેકનિક શીખવશે અને કેજેલ કસરતો, ખેંચાણની કસરતો વગેરે જેવી તમામ પ્રકારની કસરતો પણ શીખવશે.

શરીરમાં કાર્ડિયો પલ્મોનરી સમસ્યાઓમાં ઉત્કૃષ્ટ રાહતદાયકઃ શ્વાસોશ્વાસની સમસ્યાઓ, ફેંફસા અને હૃદયની સમસ્યાઓની સારવાર અસર પામેલા અંગની સાથે શરીરની સંપૂર્ણ સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરતાં ફિઝિયોથેરાપીનાં સત્રો મારફતે થઈ શકશે. સ્વાસ્થ્ય સાથે સંબંધિત લાંબા ગાળાની સમસ્યાઓની સારવાર માટે ફિઝિયોથેરાપી શ્રેષ્ઠ સારવાર છે. પ્રોફેશનલ ફિઝિયોથેરપિસ્ટનાં માર્ગદર્શન હેઠળ કસરત કરવાથી ઝડપથી રાહત મેળવવામાં મદદ મળી શકે છે અને એકવાર તમને સંપૂર્ણ તાલીમ મળી જાય પછી તમે ઘરે પણ આ પ્રેક્ટિસ કરી શકો છો.

સંવેદનાત્મક અને માનસિક સંતુલન પુનઃસ્થાપિત કરવામાં મદદ કરવી, જે સંપૂર્ણ સારવાર માટે મહત્ત્વપૂર્ણ છેઃ ફિઝિયોથેરપિસ્ટ ચિંતા અને હતાશાથી લઈને નિરાશા સુધીની સંવેદનાત્મક ચડઊતર જેવી સમસ્યાઓનું સમાધાન કેવી રીતે કરવું એની સારવાર કરવાની ચોક્કસ જાણકારી ધરાવશે. ફિઝિયોથેરાપી તમારો વિશ્વાસ સંપાદિત કરશે અને તમારી સાથે કામ કરીને તમારાં શરીરને રાહત આપશે અને દુઃખાવામાંથી તમને મુક્ત કરશે. પોતાનાં દર્દીમાં આશા જન્માવવી અને ઉત્સાહ જગાવવાની ફિઝિયોથેરપિસ્ટની આ ભૂમિકા કસરત કરવા કરતાં વધારે મહત્ત્વપૂર્ણ બની જાય છે.  ફિઝિયોથેરપિસ્ટો દર્દીની ઇજા કે સમસ્યાની પ્રકૃતિને આધારે વિવિધ પ્રકારની ટેકનિકો અજમાવે છે. ફિઝિયોથેરાપીની સૌથી સામાન્ય ટેકનિકો નીચે મુજબ છેઃ

મેન્યુઅલ હલનચલનઃ સાંધા અને નરમ પેશીનાં હલનચલનથી શરીરમાં પ્રવાહીનું સર્ક્યુલેશન સુધારવામાં મદદ મળે છે, વહેવામાં મદદ કરે છે તથા સંકોચાયેલા સ્નાયુઓ કે કડક થઈ ગયેલા સ્નાયુઓને હળવા કરે છે.

ઇલેક્ટ્રિકલ નર્વ સ્ટિમ્યુલેશનઃ નાનાં વીજ પ્રવાહો અસરગ્રસ્ત અંગોને આપવામાં આવે છે, જેથી મગજમાં દુઃખાવાનાં સંકેતને બ્લોક કરવામાં મદદ મળે છે.

એક્યુપંક્ચરઃ સોય ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે અને દુઃખાવાને હળવો કરે છે, સ્નાયુઓ છૂટાં કરે છે, રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે અને શરીરનાં વિવિધ અંગોની કામગીરીનું નિયમન કરે છે.

ડિમોન્સ્ટ્રેશનઃ દર્દીઓને ઉચિત હલનચલનની પેટર્ન શીખવવાથી તેમની રીતે રાહત મેળવવામાં મદદ મળે છે.

કાર્યકારી પરીક્ષણઃ પોતાની શારીરિક ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવા દર્દીનું પરીક્ષણ કરવું.

ડિવાઇઝની જોગવાઈઃ પ્રીસ્ક્રિપ્શન, ફેબ્રિકેશન અને સહાયક, સ્વીકાર્ય, સપોર્ટિવ અને સુરક્ષાત્મક ઉપકરણોની ઉપયોગિતા.

ઉપચારની આ પદ્ધતિ હલનચલનનાં વિજ્ઞાન પર કામ કરે છે. આ ઉપરાંત પદ્ધતિ લોકોને તેમની શારીરિક ક્ષમતા વધારવા અને કોઈ પણ પ્રકારનાં દુઃખાવાથી રોગમાંથી બહાર આવવામાં મદદ કરે છે. આ તમામ વયનાં લોકો માટે અનુકૂળ છે, કારણ કે આ દર્દીઓને તેમની બિમારીમાંથી સાજાં થવા પ્રેરિત કરે છે અને તેમને સારવાર પછી સ્વતંત્રતા જાળવવામાં મદદ કરે છે.

સ્ત્રોત : ડૉ સુરજપ્રતાપ સિંઘ ક્ષત્રિય. ફિઝિયોથેરાપિસ્ટ.
4.66666666667
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top