অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પૂંઠનું હઠીલું દર્દ

કારમાં કે કઠણ જગ્યા પર બેસવામાં સાચવજો, પૂંઠનું દર્દ હઠીલું છે

સમાજમાં ઘણાં બધાં લોકો અત્યારે આ પ્રકારનાં દુ:ખાવાની પીડાય છે. તથા લોકોને આ તકલીફની સારવાર પણ સારી રીતે મળતી હોતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે પૂંછડીનું હાડકું (કોકિસક) એ આપણા મણકાની નીચે આવેલો ભાગ છે અને તે ખૂબ અંદરની બાજુ આવેલું હોય છે. તેથી ત્યાં કોઇ પણ રીતે પહોંચી અને તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને તે દર્દીને રોજબરોજની ક્રિયામાં ખૂબ જ દુ:ખાવો કરે છે. એટલે જ ખુરશી પર બેસવું, ગાડી(કાર)માં બેસવામાં તથા કઠણ સરફેસ (ભાગ) પર બેસવામાં પણ ખૂબ જ તકલીફ આપતું હોય છે.
પૂંછડીનું હાડકું (કોકિસક) એ મણકાની સૌથી નીચે આવેલો ભાગ છે તેને ‘ટેઇલ બોન’ પણ કહેવામાં આવે છે. આ ભાગમાં ૩ થી ૫ મણકા જોડવાથી એક હાડકાની રચના થયેલી હોય છે. જેને પૂંછડીનું હાડકું કહેવામાં આવે છે તથા તેની આજુબાજુ ગલુટીયલ (ગુદા) ના સ્નાયુ આવેલા હોય છેે.

પૂંછડીનાં હાડકાનાં દુ:ખાવો થવાનાં મુખ્ય કારણો:

મુખ્યત્વે આ દુ:ખાવો પડી જવાથી, સરકી જવાથી અથવા પૂછંડીના ભાગને કોઇ રીતે ઝાટકો લાગવાની થતો હોય છે. દર્દીઓ મુખ્યત્વે સીડીમાંથી, બાથરૂમમાં કે બરફમાં પડી જવાથી પણ આ દુ:ખાવાની શરૂઆત થતી હોય છે. કેટલાક લોકો તો વધારે પડતું ખોટી રીતે બેસવાથી તથા વારવાર ઇજા થવાથી પણ આ તકલીફ થતી જોવા મળે છે. તેનાથી તેની આજુબાજુના સ્નાયુ તથા લિગામેન્ટમાં સોજો આવી જતો હોય છે.
પૂંછડીના હાડકાનો દુ:ખાવો સ્ત્રીઓમાં પ્રસૂતિ પછી પણ જોવા મળે છે. કારણ કે પ્રસૂતિ વખતે પૂંછડીના હાડકા પર વધુ દબાણ આવવાથી તેની આસપાસ સોજો આવી જતો હોય છે.

નિદાન :

મુખ્યત્વે આ પ્રકારનો દુ:ખાવો રેકટલ ભાગની તપાસ કરવાથી નક્કી કરવામાં આવતો હોય છે. તેની સાથે X-Ray અને MRI પરથી પણ વધુ માહિતી મળી શકતી હોય છે. ઘણી બઘી વખત પૂંછડીના હાડકાનું ફ્રેકચર એવું જોવા મળતું હોય છે પરંતુ સાચી માહિતી એ છે કે તેમાં પૂંછડીનું હાડકું આગળ પાછળ થયેલું હોય છે અથવા તો તે નોર્મલ જ હોય છે. પૂંછડીના હાડકાનો દુ:ખાવો (કોકિસકોડાયનિયા) ના મુખ્ય બે પ્રકાર છે

  • ઇજા (ટ્રોમા)
  • ઇજા-વગર (નોન-ટ્રોમેટ્રીક)

ઘણીબધી વખત આ રોગનું કોઇ કારણ જોવા મળતું નથી.

આ દુ:ખાવો ઘણી બધી વખત સાઇકલિંગ તથા સ્કેટબોડિંગથી પણ થાય છે. તથા ઘણી બધી વાર આ દુ:ખાવો સાથે પણ જોડાયેલો જોવા મળતો હોય છે.

એક સ્ટડી પ્રમાણે 200 કમરના દર્દીઓને ચેક કરવામાં આવ્યા ત્યારે લગભગ 2.7% લોકોને પૂંછડીનો દુ:ખાવો જોવા મળ્યો. આ પ્રકારનો દુ:ખાવો પુરુષો કરતાં સ્ત્રીઓમાં પાંચગણો વધારે જોવા મળે છે તથા ૪૦ વર્ષની ઉંમરની આજુબાજુ વધુ જોવા મળતો હોય છે. પૂંછડીનો દુ:ખાવો બેસવાથી વધી જતો હોય છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે બેસવાથી પૂંછડીના ભાગમાં દબાણ વધી જતું હોય છે તથા કબજિયાતથી પણ આ દુ:ખાવો વધી જતો હોય છે

સારવાર:

સામાન્ય રીતે આ દુ:ખાવો બેસવાના કારણે વધી જતો હોય છે. તેથી ડોનટ પિલો(તકિયો), અથવા રબરની ટ્યુબ વાપરવામાં આવે તો પૂંછડીનો ભાગ જમીન અથવા કોઇ પ્રકારની સરફેસ સાથે અડકતો નથી. તેનાથી પૂંછડીના ભાગને આરામ મળે છે અને તેની આસપાસનો સોજો ઓછો થાય છે. આ પ્રકાર નીટયુબ અને પિલો(તકિયો) વચ્ચેથી કાણા(હોલ) વળો હોય છે. મુખ્યત્વે ઓફિસમાં, ગાડીમાં તથા સખત ભાગ પર બેસવું હોય ત્યારે તેનો ઉપયોગ કરવો જોઇએ.

ઘણા દર્દીઓને કબજિયાતના કારણે પણ આ પ્રકારનો દુ:ખાવો થતો હોય છે. તેથી જો ખોરાકમાં રેસાવાળો ખોરાક લેવામાં આવે તથા સ્ટુલ સોફટનર લેવામાં આવેતો રાહત મળી શકે છે.

એન્ટિઇન્ફલામેટરી, NSAIDS દવાઓ નામની પદ્ધતિથી પૂંછડીના હાડકાના દુ:ખાવામાં ખૂબ જ સારી રાહત મળતી હોય છે. આ ટેકનોલોજી શરીરમાં નેચરલ હીલિંગની પદ્ધતિ ઝડપથી કરે છે. તેનાથી આસપાસના સ્નાયુમાં આવેલા સોજો તથાં તેનો કોષો નવા બની જતા હોય છે. અને દુ:ખાવામાં કાયમી રાહત મળતી હોય છે.

એકર્પટની સલાહ : (શું કરવું)

  • બોડીની પોઝીશનિંગ અને તેનું અલાઇમેન્ટ (પોશ્ર્ચર) ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ખરાબ પોશ્ર્ચરથી દુ:ખાવો વધવાની શકયતાં હોય છે.
  • કોઇ એક જગ્યાએ સતત 30 મિનિટથી વધુ બેસવાનું ટાળવું.
  • ગાડીમાં સીટને 90 ના ખૂણે રાખવી. રીડલાઇનર સીટ અને સ્પીડ બ્રેકરના કારણે ઘણા લોકોને આ દુ:ખાવો થતો હોય એવું જોવા મળે છે તેનું કારણ એ છે કે જયારે બ્રેક મારવામાં આવે ત્યારે પૂંછડીના ભાગમાં જર્ક (ઝટકો) લાગે છે તેનાથી પણ સોજો આવી જતો હોય છે
  • પૂંછડીનાં હાડકાંની આજુબાજુમાં આવેલા સ્નાયુ જેવા કે એડકટર મેગ્નસ, વારી ફોર્મીસ નું સાચી રીતે સ્ટ્રેચિંગ અને સ્ટ્રેચીગ અને સ્ટ્રેગયનીગ (મજબુતાઇ) ની કસરતે કરવી.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate