অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાંચ ભૂલોને લીધે વધુ ખરાબ કમરનો દુખાવા

પાંચ ભૂલોને લીધે વધુ ખરાબ કમરનો દુખાવા

આપણી લાઇફસ્ટાઇલ અને રહેણી-કરણી ઘણીવાર કમર અને હાડકાંને લગતાં દર્દોને સામેથી બોલાવતી હોય છે. એ જ રીતે પણે ઘણીવાર અજાણતાં એવી ભૂલો કરી બેસતા હોઇએ છીએ જેને કારણે આપણા દર્દમાં વધારો થાય છે. કમરના દુ:ખાવામાં સામાન્ય રીતે નીચે મુજબની પાંચ ભૂલો થતી જોવા મળે છે. જ્યારે સૌ પ્રથમ વાર કમરનો દુ:ખાવો થાય ત્યારે સામાન્ય રીતે નીચેના પ્રશ્નો મૂંઝવતા હોય છે:

ભૂલ-૧. કમરના દુ:ખાવાની લાંબા સમય સુધી અવગણના કરવી.

સામાન્ય રીતે કોઇપણ માણસને સૌ પ્રથમ વાર કમરનો દુ:ખાવો થાય એટલે થોડો ટાઈમ રાહ જોઇએ, થોડા સમયમાં દુ:ખાવો મટી જશે. પરંતુ થોડા ટાઈમ રાહ જોયા પછી દુ:ખાવામાં રાહત ન થાય તો દર્દીએ તરત જ ડોક્ટરનો કન્સલ્ટ કરવો જોઇએ. ખાસ કરીને ગૃહિણીઓ કમરના દુ:ખાવામાં ડોકટર પાસે જવાનું ટાળતી હોય છે. ઘરગથ્થુ ઈલાજ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ જો કમરનો આ દુ:ખાવો સાત દિવસથી વધારે રહેતો તરત જ તમે ફિઝીકલ થેરાપિસ્ટનો સંપર્ક કરો. દુ:ખાવાનું મૂળ જાણી તેની સારવાર ચાલુ કરવી તથા ચોક્કસ પ્રકારની કસરતો કરવી. લાંબા સમય સુધીની અવગણના ઘણીવાર દર્દીઓને ખૂબજ મોટી મુશ્કેલીમાં મૂકે છે.

  • કેટલા દિવસમાં આ દુ:ખાવો મટી જશે?
  • તેને માટે કોઇ ડોક્ટરનો સંપર્ક કરવો કે નહીં ?
  • આ દુ:ખાવો સંપૂર્ણપણે મૂળમાંથી મટી જશે ખરો?
  • ઓપરેશનની જરૂર પડશે ખરી? કમરના ન દુ:ખાવાનું કારણ શું હશે?

આ બધા પ્રશ્ર્નો દરેક વખતે દર્દીઓને મૂંઝવે છે. વળી તેના જવાબો દરેક દર્દીઓ માટે અલગઅલગ હોય છે. ઘણી બધી વખત આપણા મનમાં કમરના દુ:ખાવા અંગે ગેરમાન્યતાઓ પણ હોય છે. તેથી તદ્ન સામાન્ય ભૂલો થતી જોવા મળે છે. તેનાથી આ દુ:ખાવો વધી જાય છે. વધુ તકલીફો ભોગવવી પડે છે.

ભૂલ:૨- ફેમિલી ડોકટરની પાસે લાંબો સમય સારવાર લેવી.

ઘણી બધી વાર દર્દીઓ તેમના ફેમિલી ડોકટર પાસે કમરના દુ:ખાવા માટે સારવાર લેતા હોય ત્યારે તેઓ સામાન્ય રીતે દુ:ખાવાની દવા (પેઇનકિલર) લેતા હોય છે. દર્દીને દવા લે ત્યાં સુધી જ સારું લાગે. દવા બંધ કરાયા બાદ તરત જ દુ:ખાવો શરૂ થઇ જતો હોય છે. ફેમિલી ડોક્ટરને કમરના મણકાની તકલીફો તથા તેના દુ:ખાવા વિશે ઊંડાણમાં જાણકારી હોતી નથી. તેથી જો થોડા ટાઈમમાં તેમની સારવારથી ફાયદો ન જણાય તો મણકાના દુ:ખાવાના ચોક્કસ જાણકાર ડોક્ટરનો સંપર્ક કરવો. જે તમને દુ:ખાવાના મૂળભૂત કારણ સુધી પહોંચાડવામાં તથા મટાડવામાં ખૂબ જ સારી મદદ કરશે.

ભૂલ:૩- કમરના દુ:ખાવા માટે ઓપરેશન કરાવવાનો ઉતાવળિયો નિર્ણય લેવો.

સામાન્ય રીતે આજકાલ લોકો કમરના દુ:ખાવા માટે કોઇપણ પ્રકારની રાહ જોયા સિવાય સીધા સ્પાઇન સર્જનનો કન્સલ્ટ કરતા હોય છે અને તેઓ તેમને સર્જરી (ઓપરેશન) કરાવવાની સલાહ આપતા હોય છે કમરના મણકા, તેમાં રહેલો સ્પાઇનલ કોર્ડ, તેમાંથી નીકળતી નસો ખૂબ જ સેન્સિટિવ હોય છે. તેથી સર્જરી ઘણી બધી વાર ખૂબ જ ઉતાવળો નિર્ણય સાબિત થતો હોય છે. સર્જરી પછી દર્દીને ૧૦૦% રાહત મળતી હોય એવું કમરની પણ ખૂબ જ ઓછું બનતું હોય છે. તેથી જ સ્પાઇન સર્જનને કન્સલ્ટ કરતાં પહેલાં દુ:ખાવો તથા કમરનો રોગ સર્જરી વગર મટાડવા દર્દીઓએ રાહ જોવી જોઇએ. તથા કમરની નોન-સર્જિકલ સારવાર માટે થોડો સમય આપવો જોઇએ. કમરની ગાદી દબાઇ જવી, નસ દબાવી, મણકા ખસી જવા જેવી કમરની તકલીફો માટે કમરનાં સ્નાયુની સાચી અને સારી કસરતો ત્રણથી ચાર મહિના માટે કરવી જોઇએ, જેનાથી મોટા ભાગના દર્દીઓને ખૂબ જ સારું પરિણામ મળતું હોય છે. કાયમી ધોરણે સર્જરી બચી જતી હોય છે.

ભૂલ:૪- લાંબાં સમય સુધી નિષ્ક્રિય (સુસ્ત) રહેવું.

જો તમને અચાનક કમરનો દુ:ખાવો થાય અને તમે થોડા દિવસ આરામ કરો તથા કમરના પટ્ટાનો ઉપયોગ કરો, એમાં કંઇ ખોટું નથી, પરંતુ ઘણી બધી વાર લોકો તદન નિષ્ક્રિય બની જતા હોય છે. જેને કારણે કમરમાં મણકાની આજુબાજુના સ્નાયુઓ ખૂબ જ કઠણ (સ્ટીફ) થઇ જતા હોય છે. કોર અને એબ્ડોમિનલ સ્નાયુ જેટલા નબળા અને કઠણ થઇ જાય, એટલો કમરનો દુ:ખાવો વધતો જોવા મળે છે. તેથી થોડા સમય પછી ફિજિકલ થેરાપિસ્ટ પાસે જઇ. ચોક્કસ કમરની કસરતો શીખી તેને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવવો એ જ હિતકારક હોય છે.

ભૂલ:૫- માત્ર X-Ray, MRI & CT-Scan પર વિશ્વાસ કરીને સારવાર કરવી.

એક વાત મેડિકલસાયન્સમાં માનવામાં આવે છે ક્યારે પણ દર્દીના X-Ray, MRI, CT-Scan ની સારવાર ન કરાય, દર્દીના દર્દની સારવાર કરાય. એટલે જ આજે સમાજમાં મોટાભાગના લોકો કમરના દર્દોમાંથી રાહત મેળવી શકતા નથી, કારણ કે તેમના માત્ર રિપોર્ટની સારવાર થતી હોય છે. મૂળ દર્દીની નહીં. X-Ray, MRI, CT-Scan માત્ર એક પ્રકારના ફોટા છે. તેમાં મણકા દેખાય છે, તેમાં થતો દુ:ખાવો નહીં. દર્દી દુ:ખાવાથી હેરાન થતાં હોય છે. ઘણી બધીવાર રિપોર્ટમાં મણકામાં સામાન્ય તકલીફ જણાતી હોય, જ્યારે દર્દીને અસહ્ય દુ:ખાવો થતો હોય છે અને ઘણીવાર રિપોર્ટમાં ગાદી ખૂબ જ દબાઇને બહાર આવેલી દેખાતી હોય, પણ વાસ્તવમાં દર્દીને ખૂબ જ ઓછો દુ:ખાવો થતો હોય છે. એટલેજ X-Ray, MRI કે CT-Scan પર ખૂબ જ વિશ્વાસ રાખવો નહીં. તમારા ડોક્ટર તમને ચેક કરીને, દુ:ખાવાની તીવ્રતા જોઇને તમારો મૂળ રોગ નક્કી કરશે તથા તેની સાચી અને સારી સારવાર કરવામાં તમને મદદ કરશે. એટલે જ દર્દીની હિસ્ટરી અને ફિઝિકલ તપાસ એ રોગનું નિદાન કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રોગનું જેટલું સારું નિદાન થાય એટલીજ સારી એ રોગની સારવાર થઇ શકે છે. જેટલી સારી રોગની સારવાર થાય, એટલું જ એ રોગ મટવાની તકો (ચાન્સ) વધી જાય છે. જો રોગ જડમૂળમાંથી મટાડવામાં આવે તો એ ફરીથી થવાની સંભાવનાં નહીંવત થઇ જતી હોય છે.કમરનો દુ:ખાવો એ દરેક દર્દી માટે અલગ-અલગ હોય છે દર્દી પોતાના રોગને જેટલો સારી રીતે સમજી શકે છે, એટલી એની મટવાની તકો (ચાન્સ) વધી જતી હોય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/13/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate