অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પગની એડીનો દુખાવો ન ચાલી શકાય, ન ઊભા રહી શકાય

સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડી પણ આજકાલ પણને પરેશાન કરવામાં પાછળ નથી. સાંધા, સ્નાયુ અને કમરના દુ:ખાવા જે રીતે આજકાલ ઘણા બધા લોકોને થતા હોય છે એ રીતે પગની એડીનો દુ:ખાવો પણ પીડાદાયક હોય છે. થોડું ચાલો કે વધુ સમય ઊભા રહો એમાં એડી દુ:ખવા આવે છે. આ દુ:ખાવો એટલે અસહ્ય હોય છે કે ઊભા રહી શકાતું નથી કે વધુ ચાલી પણ શકાતું નથી. સાંધા, સ્નાયુ અને કમરની જેમ પગની એડીનો દુ:ખાવો પણ જીવનશૈલી પર આધારિત છે. તમે કેવા પ્રકારનાં જૂતાં-ચપ્પલ-બૂટ પહેરવા તેમજ ચાલવા અને ઊભા રહેવાની પદ્ધતિ પણ તેમાં એક કારણરૂપ છે. ખાસ કરીને ઊંચી એડીવાળા સેન્ડલ, ચપ્પલ પહેરનારી યુવતીઓ અને મહિલાઓને એડીની તકલીફ વહેલી-મોડી થયા વિના રહેતી નથી.
એડીના દુ:ખાવાને મેડિકલ ટર્મિનોલોજીમાં Retso calcaneal Bursitis કહે છે. તેમાં એડીનાં હાડકાંની પાછળની તરફ મુખ્યત્વે સોજો પણ આવી જાય છે.

દુ:ખાવાનાં ચિહ્નો :

  • એડીમાં મુખ્યત્વે થતો દુ:ખાવો ચાલતા, દોડતા અથવા અડવાથી પણ દુ:ખાવો થાય છે.
  • પગના આંગળાઓ ઉપર ઉભા રહેવાથી દુ:ખાવો વધી જવાની શક્યતા હોય છે.

એડીના દુ:ખાવાનાં કારણો :

બર્સા (કોથળી)નું મુખ્ય કામ ટેન્ડન તથા સ્નાયુમાં ગાદી તથા ચીકણાશ આપવાનું હોય છે. જેનાથી તેમની વચ્ચે ઘર્ષણ ઓછું થાય છે. શરીરનાં મોટાં સાંધાઓની આજુબાજુમાં બર્સા આવેલી હોય છે. જે પગની એડી- ઘૂંટણને આજુબાજુમાં પણ હોય છે. રીટરો કેલ્કેનીયલ બર્સા ઘૂંટીની પાછળની બાજુમાં મુખ્યત્વે એકીલીસ ટેન્ડન અને પીડીના સ્નાયુ (Cult)ની નીચે હોય છે.

તકેદારી :

કસરત કરતી વખતે નીચેની સરફેસ પ્રોપર ફોમની રાખવી. ઉપરાંત એડી- ઘૂંટણની આજુબાજુના સ્નાયુને પૂરતાં પ્રમાણમાં મજબૂત રાખવા.

ઉપાય-ટ્રીટમેન્ટ :

  • દિવસમાં ત્રણ વખત ૧૦ મિનિટ બરફ લગાડવો.
  • દોડવું – કૂદવું તથા ચાલવા જેવી પ્રવૃત્તિઓ ઓછી કરવી.
  • કસ્ટમાઈઝ ઈનસોલ ફૂટવેરમાં રાખવાથી, તેના પરનું વજન તથા સોજો ઘટાડી શકાય છે.
  • ફ્રિઝીકલ થેરાપીના Ultrasound મદદરૂપ બની શકે છે.
  • કાઈનેસ્થિલોજિકલ Tappaing આજના યુગમાં અત્ય આધુનિક કોલ્ડ લેસર તથા નેનો ટેકનોલોજીની સારવાર તથા ફોટો થેરાપી કરવાથી વધારે ચોક્કસ પ્રમાણમાં વધુ ઝડપથી સારવાર થઈ શકે છે.

એડીના દુ:ખાવાથી છૂટકારો મેળવવા આટલું કરો:

  • વજનનું નિયંત્રણ કરવું.
  • નિયમિત કસરત કરવી.
  • બંને પગ પર સરખું વજન આપીને ચાલવું., સારા ગુણવત્તાવાળા બૂટ – ચંપલ પહેરવાં.
  • ઘૂંટણના સાંધાના વધારે પડતા ઉપયોગથી બર્સામાં ઈજા, બળતરા તથા સોજો આવી જાય છે. જે રોગને રીટરો કેલ્કેનિયલ બર્સાઈટીસ કહેવામાં આવે છે. એડીની તકલીફનું મુખ્યત્વે કારણ વધારે પડતું ચાલવું, દોડવું તથા કૂદવું હોઈ શકે છે. ઊંચી હિલનાં જૂતાં પહેરવાથી આ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અથવા જીમમાં ખૂબ જ ઝડપથી વર્કઆઉટ કરવાથી પણ આ તકલીફ થાય છે.
  • પ્રોપર ફૂટવેર (Shoes)નો ઉપયોગ કરવો. જે બર્સા પરનું ભારણ ઓછું કરે છે.
  • કસરત કરતાં પહેલાં, એકીલીસ ટેન્ડનનું સ્ટ્રેચિંગ કરવું.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/26/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate