অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

નારીનો એક નંબરનો દુશ્મન, એની કમરનો દુખાવો

આજકાલ મોટાભાગની ગૃહિણીઓની ફરિયાદ કમરમાં દુ:ખાવા માટેની હોય છે. જીવનશૈલી તથા કામ કરવાની પદ્ધતિ એવા પ્રકારની હોય છે કે કમરનો દુ:ખાવો થયા વિના ન રહે.
આધુનિક સમય અને પ્રાચીન સમયના ગૃહિણીના કામકાજની પદ્ધતિમાં ખૂબ જ ફેરફાર આવ્યા છે. આ ફેરફાર અમુક રીતે ગૃહિણીને ખૂબ જ ગેરફાયદા કર્યા છે અને અમુક પદ્ધતિથી ફાયદાપણ થાય છે.
ગૃહિણીઓને અત્યારના સમયના કમરના દુ:ખાવાની તકલીફો ખૂબ જ વધી રહી છે. મુખ્યત્વે એનાં કારણો પોશ્ચર હોવાથી આવા દુ:ખાવાને પોશ્ચરલ બેકએક કહેવામાં આવે છે. એનું મુખ્યત્વે કારણ રોજિંદી જીવનનું કામકાજ કરવાની અયોગ્ય પદ્ધતિઓ છે. કમરમાંથી વાંકા વળીને વજન ઊંચકવું, પાણી ભરેલી ડોલ ઊંચકવી, તેલના ડબ્બા ઊંચકવા, ગેસના સિલીન્ડર તથા ફર્નિચરને ધક્કો મારવો. આ બધાં કારણો મુખ્યત્વે ગૃહિણીઓને કમરના મણકા વચ્ચે ડિસ્ક હર્નિએશન (Disc Herniation) ગાદીનું લમ્બર, સ્વોન્ડાટાલોલિસ્થેસિસ (Lumber spondylolisthesis) કમરના મણકા ખસી જવા જેવી તકલીફોનું મુખ્ય કારણ છે. તેનાં કારણે મુખ્યત્વે કમરનો દુ:ખાવો તથા પગમાં ખાલી ચડી જવી જેવી તકલીફો સર્જાય છે. આ બધા જેર (straral) ભર્યા કામકાજ કમરને નુકસાન આપે છે.

પોશ્ચરલ બેકએક (Postural Backche) :

સ્ત્રીઓમાં આજકાલ મોટાપા (Obesity)નું બેઠાડુ જીવનનને કારણે પોશ્ચરલ બેક એક ખૂબ જ જોવા મળે છે. ૮૦ ટકા કમરનાદુ:ખાવાની શરૂઆત રોજિંદી જીવન જીવવાની શૈલીઓથી થાય છે. જેમ કે, રસોડામાં લાંબા સમય સુધી ઊભા ઊભા રસોઈનું કામકાજ, ખરાબ પદ્ધતિમાં વજન ઊંચકવું, તેનાથી કમરની આસપાસનાં સ્નાયુ જેવા કે Logissimus Thoracis, Iliocostdis અને Multifidus નબળા પડવાની શરૂઆત થાય છે. તેનાથી પોશ્ચરલ બેક એક (કમરના દુ:ખાવા)ની શરૂઆત થાય છે, જે આગળ જતાં કમરની ગાદી ખસી જવી (Disc Herniation) અથવા કમરના ઘસારા (Lumber spondylosis)માં પરિણામે છે, જે અત્યારે ખૂબ જ સામાન્ય બની રહ્યું છે.
કમરના દુ:ખાવાથી બચવા માટે જીવનશૈલીને સભાનતાપૂર્વક બદલવાની જરૂર હોય છે. કેટલીકવાર કામ કરતી વખતે શરીરને એવા આકાર કે પોઝિશનમાં રાખવું જોઇએ કે મણકાનો કે કમરનો દુ:ખાવો ઊભો ન થાય. આવી કેટલીક ટિપ્સ આ મુજબ છે:

નિવારણ (Prevention) :

રસોડામાં ભારે વજન ઊંચકતી વખતે કમરમાંથી વળવાની જગ્યાએ ઘૂંટણમાંથી બેસી વજન ઊંચકવું. વજનને શરીરની શકાય હોય એટલું નજીક રાખવું.

ઊભા ઊભા લાંબા સમય સુધી રસોડામાં કામ કરતી વખતે નાના પાટલા (Stool) પર પગ રાખવો. વારાફરથી પગને બદલી નાખવો તેનાંથી કમરનું પોર્શ્ચર સીધું રાખી શકાય છે. લાંબા સમય સુધી બેસીને કામ કરતી વખતે કમરની પાછળ ઓશિકું રાખવું.

નિયમિત કમરની કોર (Core stability) કસરતો કરવાથી પોશ્ચરલ બેક એકમાં રાહત મળે છે.

પોશ્ચરલ બેક એકની કસરતો :

સીધા સૂઈને પગની એડી તથા માથાને નીચે દબાવી ૧૦ ગણ્યા સુધી ખેંચી રાખવું. ૧૦ વાર કસરત કરવી.

(Core Stability ere) સીધા સૂઈને પગને ઢીંચણમાંથી વાળી પેટને અંદર ખેંચી પકડી રાખવું, તેની સાથે સાથે વારા ફરથી પગને છાતી તરફ લઈ જવો અને મૂળ સ્થિતિમાં લાવવો, પછી પટન રીલક્સ છોડવું (કસરત પાંચવાર કરવી.) ઉપર જણાવેલી કસરતો દિવસમાં બે વાર કરવી.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/26/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate