હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ઘૂંટણ દુખે તો ગરમ શેક ન કરવો, સીડી ચડવા-ઉતરવાની રીત બદલો
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ઘૂંટણ દુખે તો ગરમ શેક ન કરવો, સીડી ચડવા-ઉતરવાની રીત બદલો

ગરમ શેક કરવાથી માત્ર થોડા સમય માટે રાહત મળે છે. ઘણી વારનો દુ:ખાવો વધી પણ જાય છે. માત્ર અને માત્ર બરફનો શેક જ ફાયદો કરે છે દિવસમાં ત્રણ વાર ૧૦થી૧૫ મિનિટ બરફનો શેક કરવો

ગરમ શેક કરવાથી માત્ર થોડા સમય માટે રાહત મળે છે. ઘણી વારનો દુ:ખાવો વધી પણ જાય છે. માત્ર અને માત્ર બરફનો શેક જ ફાયદો કરે છે દિવસમાં ત્રણ વાર ૧૦થી૧૫ મિનિટ બરફનો શેક કરવો ઘૂંટણના દુ:ખાવાનો આપણે ત્યાં એટલો મોટો હાઉ ઊભો થઇ ગયેલો છે કે થોડો ઘણો દુ:ખાવો પણ થાય કે લોકો ગભરાઇ જાય છે. ઓપરેશન કરાવ્યે જ છૂટકો છે એવું માનાવા લાગે છે. ઓપરેશન માટે વિચારતું તેમનું મન ઘૂંટણનો દુ:ખાવો મટાડવાના કે તેને નિયંત્રિત કરવાના વિવિધ ઇલાજ જે મેડિકલ સાયન્સમાં દર્શાવાયેલા છે, તેની દિશામાં વિચારતું જ નથી. ગયા અંકમાં આવા કેટલાક ઇલાજ વિષે આપમે જોયું. આજે એ દિશામાં વધુ આગળ જોએ.

દુ:ખાવામાં ગરમ શેક કરવાનું ટાળવું

આપણે ત્યાં એવી સામાન્ય માન્યતા છે કે ઘૂંટણ (કે બીજો કોઇ સ્નાયુ કે સાંધો) દુ:ખે એટલે ગરમ પાણીનો કોથળીનો શેક કરવો. પરંતુ સાચી રીતે ઘુંટણનો વા એટલે કે ઓસ્ટીઓ આર્થાઈટીસમાં બે ઘુંટણની વચ્ચે આવેલા સ્ટ્રકચરમાં (બંધારણ)માં સોજો આવી જાય છે. જેનાથી તેની રોજબરોજની ક્રિયાઓ વખતે દુ:ખાવો થતો હોય છે. સોજામાં ગરમ શેક કરવાથી કોઈપણ પ્રકારનો ફાયદો થતો નથી. માત્ર થોડા સમય માટે રાહત મળે છે. ઘણી વાર તો દુ:ખાવો વધી પણ જતો હોય છે. સોજામાં માત્ર અને માત્ર બરફનો શેક જ ફાયદો કરે છે અને તેનાથી સોજાને મૂળમાંથી કાઢી શકાય છે. એટલે જ ઘુંટણના દુ:ખાવામાં દિવસમાં ત્રણ વાર ૧૦થી૧૫ મિનિટ બરફનો શેક કરવો જોઇએ.

સીડી ચડવા-ઉતરવાની રીત બદલી નાખવી

કોઈપણ માણસને સૌથી પ્રથમ ઘુંટણમાં થતા દુ:ખાવા કે ઓસ્ટીઓઆર્થાઈટીસની જાણ સીડી ચડવાની કે ઊતરવાની પ્રક્રિયા વખતે થતી હોય છે. આ પ્રક્રિયામાં ઘૂંટણ આખા શરીરનું ૧૦૦% વજન લે છે. જેથી જો તેમાં સોજો હોય તો તરત જ દુ:ખાવો થાય છે. જેથી સીડી ચડવા-ઉતરવાની પદ્ધતિ બદલી નાખવાથી ઘુંટણમાં આવતા સોજા પરનું ભારણ ઘટે અને દુ:ખાવો ઓછો થઈ જતો હોય છે. મેડિકલસાયન્સમાં એક કહેવત છે કે સારા માણસો સ્વર્ગ (ઉપર) જાય અને ખરાબ નર્કમાં. હવે આપણે આને સીડી ચડવા-ઉતરવાની પ્રક્રિયા સાથે જોડાણ કરીએ તો સૌથી પહેલાં જો પગમાં ઓછો દુ:ખાવો હોય એ સારો પણ કહેવાય. એટલે સીડી ચડતી વખતે હંમેશા સારા પગનો ઉપયોગ કરવો જોઇએ અને સીડી ઊતરતી વખતે ખરાબ પગનો ઉપયોગ કરવો જોઇએ. આવું કરવાથી સીડી ચડતી અને ઊતરવી વખતે ઘૂંટણ પરનું ભારણ ઓછું થઈ જશે અને દુ:ખાવામાં રાહત થતી હોય છે. આ પ્રક્રિયા પણ સરળ થઈ જતી હોય છે.

આ ઉપરાંત બીજી એક બાબતનો ખાસ ખ્યાલ રાખવો કે દુ:ખાવો વધી જાય એ પહેલા માત્ર એક ડોકટર નહીં પરંતુ અલગ-અલગ ડોકટરનો કન્સલ્ટ કરવો. ઘૂંટણ દુ:ખે અથવા તેની શરૂઆત થાય એટલે માત્ર એક પ્રકારના ડોક્ટર નહીં પરંતુ અલગ-અલગ ડોક્ટરો જેવા કે ઓર્થાપેડિક, ફિઝિયોથેરાપિસ્ટ, ઓર્થાટીસ્ટી પોડીયાટ્રીસ્ટ અને ડાયેટિશિયનનો કન્સલ્ટ કરવો. ઓર્થોપેડીક સર્જન દુ:ખાવાની શરૂઆતમાં એન્ટી ઇન્ફલામેટરી દવાથી દુ:ખાવામાં ઓછો કરવાની પ્રક્રિયામાં મદદ કરી શકે છે. પરંતુ રોગને મૂળમાંથી કાઢવા માટે ફિજિયોથેરાપિસ્ટ સ્નાયુને મજબુત કસરતો શીખવાડીને ઘુંટણના દુ:ખાવાને ઓછો કરવામાં મદદ કરવાની કરી શકે છે. પરંતુ ઘણી બઘી વાર ખોટા ફૂટવેર શુઝ, ચંપલ પણ ઘુંટણમાં દુ:ખાવો કરે છે. સાથે સાથે ફલેટ ફીટ અથવા પગની ઘુંટીની ખરાબ સ્થિતિને કારણે સાચી ચાલવાની પદ્ધતિમાં ફેરફાર આવે છે. જેનાથી ઘુંટણમાં ભારણ પડે છે અને તેમાં દુ:ખાવો થતો હોય છે.

ઓર્થોટીસ્ટી પોડીયાટ્રીસ્ટ સાચા અને સારા ફુટવેરથી ઘુંટણમાં આવતું ભારણ ઓછું કરવામાં મદદ કરે છે. ડાયેટિશિયન શરીરનું વજન ઓછું કરવામાં મદદ કરે છે જેનાથી નેચરલી જ ઘૂંટણ પર આવતું ભારણ- વજન આછું થઈ જતું હોય છે અને દુ:ખાવામાં રાહત થાય છે. એટલે જ જો આવી રીતે બધા જ ડોકટરોની સાથે કોઓર્ડિનેટિંગ સારવાર કરવામાં આવે તો ઘુંટણમાં થતો દુ:ખાવો ચોક્કસ મટાડી શકાય છે અને ઓરિજિનલ સાંધાને બચાવી શકાય છે. ઉપરાંત ઘુંટણની કાર્યક્ષમતામાં પણ વધારો કરી શકાય છે.

ઘૂંટણમાં થતા દુ:ખાવા માટે પહેલેથી જ જો સાચી રીતે કાળજી રાખવામાં આવે તો તેનાથી બચી શકાય અથવા તે મટાડી પણ શકાય છે. ઘૂંટણએ આપણા શરીરનો એક એવો સાંધો છે, જે ઊઠવું, બેસવું, ચાલવું, સીડીઓ ચડવી વગેરે જેવી પ્રવૃત્તિઓ વખતે વજન લેતો હોય છે. એટલે જ ઉંમર વધતાં ઘૂંટણની આજુબાજુના સ્નાયુઓ નબળા પડતા હોય છે અને સાંધા પરનું ભારણ વધે છે. બે સાંધાઓની વચ્ચે આવેલો કનેક્ટિવ ટીસ્યુ જેવા કે મેનિસ્કસ, લિગામેન્ટમાં દબાણ, તણાવ અને સોજો આવે છે. જેમાંથી દુ:ખાવો થવાની શરૂઆત થાય છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041
2.88888888889
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top