હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો કોમન છે
વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો કોમન છે

ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો થવો આજકાલ કોમન થઇ ગયું છે

ખુરશીમાં બેસતાં કે ઊભા થતાં કમરમાં દુખાવો થવો આજકાલ કોમન થઇ ગયું છે
જે લોકો લાંબા પગલાં ભરીને ચાલતા હોય છે, તે લોકોને SIJOINT નો દુ:ખાવો થવાના ચાન્સ વધી જતા હોય છે. આદર્શ એ છે કે નાના અને માપસરનાં ડગલાં ભરીને ચાલવું

આજકાલની વ્યસ્ત વ્યવસાયી જિંદગીમાં અનેક લોકોને ખુરશીમાં બેસતી વખતે કે ખુરશીમાંથી ઊભા થતી વખતે કમરમાં સણકો આવતો હોય એવો દુ:ખાવો થતો હોય છે. ઘણાને રાત્રે ઉંઘમાં પડખું ફરતી વખતે પણ એકદમ કમરમાં દુ:ખાવો થતો હોય છે. સવારે જાગતાં કમર જકડાઇ ગઇ હોય એવો અનુભવ થતો હોય છે. આજકાલની લાઇફસ્ટાઇલને અનુલક્ષીને આવા દુ:ખાવા કોમન થઇ ગયા છે. ઘણી વાર તો એવું જોવા મળે છે કે લોકોને કમરનાં દુ:ખાવાની તકલીફ તો હોય છે પરંતુ એમને ઉપરોક્ત બે સમયે જ તેનો અહેસાસ થતો હોય છે. આવો દુ:ખાવો નહીં ગણકારવાથી આગળ જતાં તકલીફ થતી હોય છે. સ્ત્રીઓમાં આ પ્રકારના દુ:ખાવાનું વધુ પ્રમાણ જણાય છે.

પ્રકારના દુ:ખાવાનું મુખ્ય કારણ સેકરો ઇલ્યાક જોઇન્ટ (SIJOINT) હોય છે. પ્રસૂતિ (ડીલીવરી) પછી ઘણી બધી સ્ત્રીઓમાં આ પ્રકારનો SIJOINT નો દુ:ખાવો જોવા મળે છે અને તેને કમરનો દુ:ખાવો માનવામાં આવે છે. આ એક પ્રકારની ગેરમાન્યતા છે. આજે આપણે SIJOINT તથા તેમાં થતા દુ:ખાવા અને તેની સારવાર વિશે ચર્ચા કરીશું.

સેકરો ઇલ્યાક જોઇન્ટ (SIJOINT)

 • SIJOINT- સેકરોઇલ્યાક જોઇન્ટ એ કમરના નીચેનાં ભાગમાં આવેલો સાંધો છે. તે કમરના મણકાની નીચેના ભાગમાં આવેલા સેકરસ અને ઇલીયન નામનાં હાડકાંને બાંધીને રાખે છે તથા તે સેકરોઇલ્યાજ લિગામેન્ટથી બંધાયેલાં હોય છો. આ સાંધાનું મુખ્ય કામ આપણા કમર તથા ઉપરના ભાગના વજનને જ્યારે આપણે ટ્રાન્સફર કરવાનું હોય છે.
 • SIJOINT નો દુ:ખાવો ખૂબ જ જુદા પ્રકારનો હોય છે. તેમાં ઘણીવાર અંદર તીવ્ર અને પ્રકારનું દર્દ થતું હોય છે. આ દુ:ખાવો ઘણી બધી વાર થાપાના ભાગ, સાથળ તથા કમરના ઉપરના ભાગમાં પણ પ્રસરતો જોવા મળે છે
 • SIJOINT દુ:ખાવાની લાક્ષણિકતા એ હોય છે કે સવારે જાગતી વખતે તેનો દુ:ખાવો અનુભવાય છે. જેમ દિવસ આગળ વધતો જાય તેમ તેમ એ દુ:ખાવો ઓછો થતો જતો હોય છે. સાંજ સુધીમાં ઘણી રાહત અનુભવાય છે.

એક અભ્યાસના તારણ પ્રમાણે 15-30% લોકોને SIJOINT નો દુ:ખાવો જોવા મળતો હોય છે.

SIJOINT દુ:ખાવો થવાનાં કારણો

 • SIJOINTની આજુબાજુના લિગામેન્ટમાં સોજો આવવાથી આ દુ:ખાવો થવાની શરૂઆત થતી હોય છે. આ સોજો આવવાનાં ઘણાં કારણો હોય છે. મુખ્યત્વે રમતગમતમાં અથવા વાગવા-પડવાના કારણે આવું થતું હોય છે. ઘણીવાર આ દુ:ખાવો જોગિંગ કરવાથી પણ થતો હોય છે.
 • દરેક વ્યક્તિની જુદી જુદી લાક્ષણિકતાઓમાં તેની ચાલવાની પદ્ધતિની વિવિધતા પણ એક મુખ્ય ભિન્નતારૂપ હોય છે. દરેક વ્યક્તિની ચાલવાની પદ્ધ્તિ પણ અલગ હોય છે. જે લોકો લાંબા પગલાં ભરીને ચાલતા હોય છે, તે લોકોને SIJOINT નો દુ:ખાવો થવાના ચાન્સ વધી જતા હોય છે. આદર્શ એ છે કે નાના અને માપસરનાં ડગલાં ભરીને ચાલવું. મોટાં ડગલાં ભરવાથી શરીરને જર્ક વધુ આવે છે અને કમર પર ભાર વધતો રહે છે.
 • SIJOINTની આસપાસની લિગામેન્ટ નબળા પડતાં હોવાથી પણ આ દુ:ખાવાની શરૂઆત થતી હોય છે મણકાના વા (એન્ડાયલોઝીંગ સ્પોન્ડાયલાઇટીસ) માં SIJOINT નો દુ:ખાવો સતત અને ખૂબ જ જોવા મળતો હોય છે આ પ્રકારના આર્થાઇટીસની શરૂઆત જ SIJOINTથી થતી હોય છે.પ્રસૂતિ –પ્રેગનસ્સીમાં પણ SIJOINT નો દુ:ખાવો થતો હોય છે. આ સમય દરમિયાન શરીરમાં ચોક્કસ પ્રકારમાં હોર્મોન્સ સક્રિય થતા હોય છે, જે આ સાંધાને ઢીલો કરે છે અને તેનાથી દુ:ખાવો ઉત્પન્ન થાય છે.

કેવી રીતે રાહત મેળવવી?

 • જ્યારે આ દુ:ખાવાની શરૂઆત થાય ત્યારે સૌ પ્રથમ આરામ કરવો. દિવસમાં ત્રણ વાર એ સાથે ૧૦ મિનિટ સુધી બરફનો શેક કરવો. સાથે નીચેની સારવાર પણ દુ:ખાવો મટાડવામાં મદદ કરી શકે છે

ફિઝીકલ થેરાપી

 • અલ્ટ્રા સાઉન્ડ થેરાપી
 • લેસર થેરાપી
 • કસરત કમરની આસપાસનાં સ્નાયુને મજબૂત કરવાની ચોક્કસ પ્રકારની કસરત કરવાથી આ સ્નાયુમાં મજબુતાઇ આવે છે.
 • સ્ટ્રેચિંગ- ચોક્કસ પ્રકારનું કમર થાય ત્યારે સ્નાયુનાં સ્ટ્રેચિંગ કરવાથી પણ આ દુ:ખાવામાં રાહત મળે છે

મસાજ થેરાપી

આ પ્રકારની સારવારથી પણ દુ:ખાવામાં રાહત મેળવી શકાય. આ બધા ઉપરાંત રોજબરોજની જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવાની જરૂર રહે છે. - ૩૦ મિનિટ થી વધુ એક જગ્યાએ બેસવાનું ટાળો નિયમિત કસરતો કરવી.

 • વાંકા વળીને વજન ઊંચકવાનું ટાળવું
 • ચાલતી વખતે લાંબાં પગલાં ભરવાનું ટાળવું

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ) પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com
2.94117647059
સ્ટાર પર રોલ-ઓવર કરો અને પછી ક્લિક કરી રેટ કરો
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top