હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / પેઇન મેનેજમેન્ટ / આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે

આ 7 બાબતોનું ધ્યાન નહીં રાખો તો ઘૂંટણનો દુખાવો વધશે

ઊઠ-બેસ જેવી જેનાથી ઘૂંટણ પરનું ભારણ વધે એ કસરતો કરવી જોઇએ નહીં

રોજિંદા જીવનના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન-D મળે એનું ધ્યાન રાખવું. સામાન્ય જીવનમાં આપણને જ્યારે ઘૂંટણનો દુ:ખાવો થતો હોય છે ત્યારે તેને કંટ્રોલ કરવો આમ તો સરળ જ હોય છે. તેથી આ દુ:ખાવાથી ગભરાવાની જરૂર હોતી નથી. એના માટે સૌ પ્રથમ આપણે આપણી રોજિંદી જીવન જીવવાની શૈલી પર એકવાર નજર કરીને ચેક કરવું જોઈએ કે કઈ પ્રવૃત્તિથી સાંદાનો દુ:ખાવો વધી રહ્યો છે! ઘૂંટણના સાંધાના દુ:ખાવાથી પીડાતા લોકો જો આ રીતે જો પોતાની જાતે જ સતર્ક રહે તો દર્દ નિવારી શકાય છે. રોજિંદી કોઈપણ ક્રિયા, જેમાં ઘૂંટણ પર વધારે ભારણ આવતું હોય તથા કોઈ હલનચલનથી એ દુ:ખાવો વધતો હોય તો તેમાં બદલાવ કરવાથી દર્દમાં ખૂબ જ રાહત થતી જોવા મળે છે.

તેને માટે નીચે આપેલી સાત બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઇએ. તેને તમારાં રોજિંદા જીવન સાથે સરખાવવી જોઇએ અને જો તેના પર ચોક્કસ રીતે ધ્યાન રાખવામાં આવે તો આ પ્રકારના ઘૂંટણના દુ:ખાવામાં ખૂબ જ સારી રાહત જોવા મળતી હોય છે.

જો તમે રોજિંદા જીવનમાં કોઈપણ પ્રકારની ઘૂંટણની કસરત નથી કરતા હો

સામાન્ય રીતે કસરત માટે લોકોમાં અણગમો કે આળસ પ્રવર્તતો હોય છે. જેમ રોજિંદો ખોરાક આપણા શરીર માટે મહત્વનો છે, એમ જ કસરત એ સાંધાને તંદુરસ્ત રાખવા તથા તેમાં કોઈપણ પ્રકારનો દુ:ખાવો નથાય તેનાં માટે જરૂરી છે. સાંધાને મુવમેન્ટ (મોશન) આપવી ખૂબ જ જરૂરી હોય છે. એટલે કે કોઈપણ સાંધાની રોજિંદી રીતે કસરત કરવામાં આવે તો તેની આસપાસનાં સ્નાયુઓ મજબુત બનતા હોય છે અને રોજિંદા જીવનમાં આપણને ખૂબ જ મદદ કરતા હોય છે અને દુ:ખાવો થતો હોતો નથી, તેથી જેને પણ ઘૂંટણનો દુ:ખાવો હોય તેમણે કોઈપણ આળસ વગર કે ભૂલ્યા વગર નિયમિત કસરત કરવી જોઇએ.

જો તમે વારવાર કોઈપણ પ્રકારની ખોટી કસરત કરો છો

અગર જો તમને ઘૂંટણનો દુ:ખાવો હોય અને ૨૫-૩૦ વખત ઊઠ- બેસ (સ્ક્રોટિંગ)ની કસરત કરો તો આ દુ:ખાવામાં ખૂબ જ વધારો થતો હોય છે. ઘૂંટણની એ બધી જ કસરતો જેવી કે સ્કોટિંગ (ઊઠ-બેસ) લેન્જીસ ઉપરાંત જેનાથી ઘૂંટણ પરનું ભારણ વધે એ કસરતો કરવી જોઇએ નહીં, કારણ કે તેનાથી દુ:ખાવો વધી જવાની સંભાવના ખૂબ જ હોય છે. એથી જ ચોક્કસ રીતે કસરત માટે ફિઝિયોથેરાપિસ્ટની સલાહ અનુસાર જ કરવું જોઇએ.

જો તમે લીલાં શાકભાજી અને ફળો આહારમાં લેતાં નથી.

જે લોકો તેમના રોજિંદા આહારમાં વધારે પડતાં ફળોના ઉપયોગ કરતા હોય છે, તેને ઘૂંટણના દુ:ખાવામાં રાહત રહેતી હોય છે અને રોજિંદા જીવનમાં લીલાં શાકભાજી અને ફળોનાં ઉપયોગ કરવાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે, જેનાથી પણ દુ:ખાવામાં ખૂબ જ સારી રાહત મળતી હોય છે.

જો તમારું વજન વધારે હોય અને તેમાં ઘટાડો ન થતો હોય.

આ એક ખૂબજ મહત્વની બાબત છે. જો કોઈપણ દર્દીનું વજન વધારે હોય અને તેમાં ઘટાડો ન થતો હોય તો પણ ઘૂંટણના દુ:ખાવામાં રાહત મળતી નથી. એથી જ આપણા રોજિંદા જીવનમાં આહારમાં ચરબી જેવાં તત્વોની માત્રા કંટ્રોલ કરવી જોઇએ. ઘણી બધી વખત ઘણાં લોકોને ‘ઘમા પ્રયાસો કરું છું પણ વજન કેમ ઉતરતું નથી/ એવો સવાલ મૂંઝવતો હોય છે, પરંતુ જો તમારું વજન ઉતરે અને તમે શરીરના બધા સ્નાયુઓને મજબુત રાખો તો દુ:ખાવો થવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય છે. સાથે તમારામાં સ્ફૂર્તિ પણ આવી જતી હોય છે. એટલે ઘણીવાર વજન કંટ્રોલ કરીને બધા સ્નાયુને મજબુત કરવા ઉપર વધુ ધ્યાન આપવું જોઇએ.

તમે જો રોગ/ દુ:ખાવા પર પૂરતું ધ્યાન ન આપતા હો.

ઘણી બધી વાર ઘૂંટણના દુ:ખાવાવાળા દર્દીઓ એવું માનતા હોય છે કે કસરત કરવાથી અને જીવનશૈલી બદલવાથી દુ:ખાવામાં રાહત થાય છે. પરંતુ તેઓ રોજિંદા જીવનમાં એનો પૂરતો પ્રયોગ કરતા નથી. એથી જ તમારે સમાજમાં એનો પૂરતો પ્રયોગ કરતા નથી. એથી જ તમારે તમારા જેવા ઘૂંટણનો દુ:ખાવો હોય તેવા લોકોને મળીને નવા-નવા પડકારો (ચેલેન્જ) નક્કી કરવા જોઇએ અને રોજિંદા જીવનમાં થતી ભૂલોને સમજીને અટકાવવી જોઇએ તથા વધારે સારી કસરતો તેમની સાથે મળીને કરવી જોઇએ. જેનાથી એક ખૂબ જ સારું મોટિવેશન (પ્રેરણા) મળે તેવું વાતાવરણ ઊભું થતું હોય છે. જેમ લાફિંગ કલબ, વોકિંગ કલબ (ગુપ) હોય છે, તેવી જ રીતે કસરતો માટે પણ ગ્રુપ બનાવવું જોઇએ.

૨૦૧૫માં થયેલા એક સ્ટડી પ્રમાણે ઊંઘની તકલીફો, તણાવ અને ડિપ્રેશનને ઘૂંટણના દુ:ખાવા જોડે સીધો સંબંધ હોય છે. તેથી જ જો તમને આ પ્રકારની તકલીફ હોય, સાથે ઘૂંટણનો દુ:ખાવો હોય અને સારવાર લેવા છતાં રાહત ન થતી હોય અથવા દુ:ખાવો સતત રહેતો હોય તો સૌ પ્રથમ આ પ્રકારના તણાવ, ઊંઘની તકલીફ કે ડિપ્રેશનની સારવાર કરાવવી જોઇએ.

જો તમારા શરીરમાં વિટામીન-Dની ઉણપ હોય

૪પ વર્ષની વયના ૭૬૯ લોકો પર થયેલા સર્વ/સ્ટડીમાં એ જાણવા મળ્યું કે ઘૂંટણ અને થાપાનો દુ:ખાવો વિટામીન-Dની ઉણપ હોઈ શકે છે. એટલે ૪૫ વર્ષની વય પછી વિટામિન-D ની તપાસ કરાવવી જોઇએ. જો તેમાં ઉણપ જણાય તો વિટામીન-Dના સપ્લિમેન્ટ લેવાથી ઘૂંટણના દુ:ખાવામાં રાહત થતી જોવા મળે છે. રોજિંદા જીવનના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામીન-D મળે એનું ધ્યાન રાખવું જોઇએ.

વધુ માહિતી માટે સંપર્ક કરો

ડો. દીપેન પટેલ (આલયમ)  પેઇન મેનેજમેન્ટ
આલાયમ રીહેબ સેન્ટર બીજા માળે,
સુભમ સર્જન ફ્લેટ્સ,
યશ એકવાની પાસે
વિજય ક્રોસ રોડ
નવરંગપુરા
અમદાવાદ, ગુજરાત  ૩૮૦૦૦૯
ફોન: 076240 11041
ઇ-મેઈલ:info@aalayamrehab.com 
અમારી વેબસાઈટ : www.aalayamrehab.com
Whats App 7624011041

3.02857142857
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top