વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કમરનો દુઃખાવો- બેક પેઈન

કમરનો દુઃખાવો- બેક પેઈન વિશેની માહિતી આપવામાં આવી છે

kamar


આ વિડીઓમાં કમર દર્દ અંગેની વિગતો અંગેની વિગતો આપવામાં આવી છે

એક સંશોધન અને સર્વે અનુસાર કમરનો દુઃખાવો અત્યંત સામાન્ય અને આશરે 90% લોકોને પોતાના જીવનકાળમાં કયારેક અને કયારેક ફરિયાદ છે. ઓચિંતો થતો કમરનો દુઃખાવો પાંચથી પંદર દિવસ રહે અને થોડો આરામ, થોડી પેઈનકિલર કે મસલ રિલેકસન્ટ દવાઓથી મટી જતો હોય છે. આવો દુઃખાવો સામાન્ય રીતે વાંકા વાળીને વજન ઉપાડવાથી કે ખરાબ રીતે ઉઠવા - બેસવા, સુવાના લીધે થતો હોય છે.

લાંબા સમયનો અને આશરે દરરોજ થતો કમરનો દુઃખાવો એક અલગ કેટેગરીમાં આવે છે. અને ઓચિંતા અને થોડા સમય માટેના કમરના દુઃખાવા કરતા અલગ અભિગમ માંગી લે છે. આજના કમ્પ્યુટર યુગ તથા ટ્રાફિકના માહોલમાં આવ લાંબા સમયના કમરના દુઃખાવા પણ ખુબજ સામાન્ય થતા જાય છે. આવા દુઃખાવા પાછળનું કારણ મુખ્ય રીતે કમરના સ્નાયુઓની નબળાઈ તથા થાક તેમજ બેસવા - ઉઠવા તથા કામ કરવાની ખરાબ આદત હોય છે.

બેઠાડુ જીવન, વધારે વજન, વાંકા -વાંકા વાળીને કામ કરવાની પદ્ધતિ, ટેક વગર લાંબો સમય એક જ રીતે બેસી કામ કરવું વગેરે મુખ્ય કારણ છે. ઇન્ફોરમેશન ટેક્નોલોજીના જમાનામા જ્યાં કોમ્પ્યુટરનો ઉપયોગ સર્વે સામાન્ય થઈ ગયા છે. ત્યારે લાંબા સમય સુધી ટેકા વગર બેસી રહેવું. એ કમરના દુઃખાવાને આમંત્રણ આપવા જેવું છે. આવી પરિસ્થિતિમાં હાઈ બેક ની ચેર (ખુરશી) વાપરવી, સમયાન્તરે બ્રેક લઈ કમરના સ્નાયુઓની કસરતો કરવી, ટેકો દઈને બેસવું, સ્પિલીટ વાયરલેસ કીબોર્ડનો ઉપયોગ કરવો, મોનિટર સ્ક્રીન લેવલ ઉપર રાખવી,આવી નાની નાની પણ દરરોજની બાબતોનું ધ્યાન રાખી ફેરફાર કરવાથી કમરના દુઃખાવામાં ઘણી બધી રાહત થતી હોય છે. ગૃહિણીઓને પણ સામાન્ય રીતે વાંકા - વાંકા કામ કરવાની જ આદત હોય છે. ઘરમાં સાસુ કે જેઠાણીને આમ વાંકા - વાંકા કચરા - પોતા, વાસણ - કપડાં ધોવાના કામ કરતા જોઈ, તેમને કમરના દુઃખાવા ન થતા હોય તો આપણને પણ આમ કામ કરવાથી કમરના દુઃખાવા શું કામ થાય ? આવું વિચારી, ખરાબ પદ્ધતિથી કામ કરવાનું ચાલુ રાખે છે અને એને કમરના દુઃખાવાથી પીડાય છે. અને એવું માની બેસે છે. કે આવા કાયમી દુઃખાવા ન માટે પણ આવી હાઉસ વાઈફ કે ગૃહિણીઓ પણ કમરના દુઃખાવાથી મુક્તિ મેળવી શકે છે. જો તેઓ પોતાની કામ કરવાની પદ્ધતિઓમાં ફેરફાર કરી શકે અને કમરના સ્નાયુઓને મજબૂત કરવાની કસરતો નિયમિત કરે તો ચોક્કસ કમરના દુઃખાવામાં રાહત રહે છે. તેઓઅને ફફ્ત કામ કરવાની રીત-ભાતમાં ફેરફાર કરવાની જરૂર હોય છે. વાંકા - વાંકા વળીને કામ કરવાની રીતસુધારવાની જરૂર હોય છે. કચરા-પોતા કરવા માટે લાકડીવાળું જાડું પોતાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરતી વખતે જમીન પાર વાંકા વળીને કામ કરવાની જરૂર ન રહે. કપડાં - વાસણ સાફ કરવા માટે નાના પાટલાને બદલે ઉંચુ સ્ટુલ કે ટેબલ તથા સામે ઉંચો બીજો પાટલો કે પથ્થર ઉપર કપડાં - વાસણ કરવા, કમર ટટ્ટાર રાખી કામ કરવાથી કમરના દુઃખાવામાં રાહત રહે છે. સળંગ કામ કરવા કરતાં થોડા સમયાન્તરે આરામ લેતાં રહેવું જોઈએ। કમરના સ્નાયુઓ મજબૂત કરવાની કસરતોથી પણ દુખાવામાં ફેર ચોક્કસ પડશે.

ટુ - વહીલર / બાઈક પાર લાંબી મુસાફરી કરવી પડતી હોય, આજુ-બાજુના ગામ , શહેરમાં રોજ અપ -ડાઉન કરતાં નોકરિયાતો લોકોમાં પણ કમરના દુઃખાવો સર્વ સામાન્ય રીતે જોવા મળે છે. આવા લોકોએ આવી મુસાફરી જો શક્ય હોય તો અઠવાડીયામાં એક-બે વખત માટે સીમિત રાખવી જોઈએ. બાઈક ઉપર અપ -ડાઉન કરવું તે તમારી કમર માટે અનુકૂળ ન હોય તો તેનો આગ્રહ ન રાખવો જોઈએ.

આવા કામ કરવાની પદ્ધતિમાં કરવામાં આવતાં ફેરફારોને 'અર્ગોનોમિક' ચેન્જીસ કહે છે. સ્વસ્થ અને દુઃખાવા રહિત કમર માટે આવા 'અર્ગોનોમિક' ફેરફાર ખુબજ મહત્વના છે અને કોઈ પણ દવાઓ કરતાં વધારે અસરકારક સાબિત થતાં હોય છે. કમરના સ્નાયુઓને મજબૂત કરતી કસરતો પણ કોઈપણ દવાઓ કરતા વધારે ઉપયોગી સાબિત થતી હોય છે.સૂર્યનમસ્કાર પણ કમરના સ્વાથ્ય માટે ખુબ ઉપયોગી રહે છે. નિયમિત સૂર્યનમસ્કાર કરવાથી ઘણી બધી તકલીફોમાં રાહત રહે છે. કમરના દુઃખાવા માટે પણ સૂર્યનમસ્કાર ખુબ રાહત પ્રદાન કરે છે. આ ઉપરાંત સારા ફિઝિયોથેરાપીસ્ટ પાસેથી કમરના સ્નાયુઓની કસરતો શીખીને નિયમિત રીતે રોજિંદી દિન ચર્યામાં સામેલ કરી, કમરના દુઃખાવામાંથી મુક્તિ મેળવી શકાય છે.

સ્થૂળતા અને પેટ ના ભાગે ચરબી પણ કમરના દુઃખાવાને નિમંત્રણ છે. હેલ્થી લાઈફ સ્ટાઇલ, ખોરાક સારો, વજન વધવા ન દેવું, યોગ અને એરોબિક્સ કરવા.

આ ઉપરાંત અમુક કિસ્સાઓમાં મણકાની વધુ ચાલ 'સ્પાઈનલ ઇનસ્ટેબિલિટી' પણ દુખાવાનું કારણ હોય છે. આવા કિસ્સાઓમાં અમુક ખાસ એક્સ-રે, સિટી સ્કેનથી નિદાન કરાવી, યોગ્ય ડોક્ટરની સલાહ લઈને ઓપેરેશનથી કેટલો ફાયદો થઈ શકે તેમ છે. તે જાણી યોગ્ય નિર્ણય લેવો જોઈએ. મોટી ઉંમરે ગાદી ઘસાવાના કારણે, મણકાના ઘસારાને લીધે કે કરોડરજ્જુ વાંકી વળી જવાને કારણે અથવા મણકા પોચા હોવાના કારણે ઘણી વખત દબાઈ જવાના કારણે કમરનો દુઃખાવો થઈ શકે.

રેફરન્સ :ડૉ મિત્તલ દવે. ઓર્થોપેડિક સર્જન.

3.03225806452
Jabbarsinh Dec 28, 2018 09:21 PM

કમર મા દુખાવો થાયછે

તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top