હોમ પેજ / આરોગ્ય / રોગો અને વિકૃતિઓ / હાડકા સંબંધિત / આર્થરાઈટીસ (સંધીવા) / મશીનની જેમ શરીરને પણ ઘસારો લાગે જે આર્થરાઈટીસનું કારણ બને છે
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

મશીનની જેમ શરીરને પણ ઘસારો લાગે જે આર્થરાઈટીસનું કારણ બને છે

મશીનની જેમ શરીરને પણ ઘસારો લાગે જે આર્થરાઈટીસનું કારણ બને છે

આર્થરાઈટીસના લક્ષણોમાં સાંધાનો દુખાવો, સોજો, પગ ઘૂંટણમાંથી બહારની બાજુ અને અંદરની બાજુ વળી જવા, સીડી ચઢવા-ઊતરવામાં તકલીફ, પગની લંબાઈ ઓછી થઈ જવી તથા કમરમાં દુખાવો જેવા હોય છે

માણસનું શરીર એક ખૂબ જ જટીલ મશીન છે જે જન્મથી મૃત્યુ સુધી અવિરત રીતે કામ કરતું જ રહે છે. આપણે જાણીએ છીએ તેમ કોઈપણ મશીનને વપરાશ પ્રમાણે ઘસારો લાગે જ છે. આ ઘસારો એટલે ઓસ્ટીઓઆર્થરાઈટીસ આપણા શરીરના દરેક નાના-મોટા જોઈન્ટ્સ (સાંધા)માં પણ લાગે છે જેના લીધે સાંધાના બંધારણમાં ફેરફાર થાય છે. ઘૂંટણનો સાંધો (ઉપર થાપાનું લાંબુ હાડકું અને નીચેનું હાડકું)ના જોડાણથી બને છે. આ બન્ને હાડકા વચ્ચે એક નરમ કાર્ટીલેજ હોય છે જે બે હાડકા વચ્ચેનું ઘર્ષણ ટાળે છે.

મિત્રો આ તો થઈ નોર્મલ સાંધા વિશેની સમજણ હવે જ્યારે ઉંમરની સાથે કે ઓસ્ટીઓઆર્થરાઈટીસ, રૂમેટોઈડ આર્થરાઈટીસના કારણે આ ગાદી ઘસાઈ જાય ત્યારે ઘૂંટણના, સાંધાના હાડકા એકબીજા સાથે ઘસાય છે જે અતિશય દર્દ અને ઘૂંટણના સોજાનું કારણ બને છે.

આર્થરાઈટીસના લક્ષણોમાં મુખ્યત્વે સાંધાનો દુખાવો, સોજો, પગ ઘૂંટણમાંથી બહારની બાજુ અને અંદરની બાજુ વળી જવા, સીડી ચઢવા-ઊતરવામાં તકલીફ, પગની લંબાઈ ઓછી થઈ જવી તથા કમરમાં દુખાવો જેવા હોય છે.

આર્થરાઈટીસની સારવાર મુખ્યત્વે બે રીતે થાય છે નોનસર્જીકલ અને સર્જીકલ. નોન સર્જીકલ ટ્રીટમેન્ટમાં વજન સંયમિત રાખવું, ફિઝીયોથેરાપી (કસરત), તબીબની સલાહ અનુસાર ગરમ-ઠંડાનો શેક, જીવનશૈલીમાં ફેરફાર તથા દુખાવાની ગોળીઓ છે.

સર્જીકલ ટ્રીટમેન્ટની ત્યારે જરૂર પડે છે જ્યારે આ બીમારી એક લેવલથી વધી જાય છે ત્યારે અસહ્ય દર્દ, સાંધા અને પગમાં ખોડ આવે છે. આ બીમારીના છેલ્લા ઉપાય તરીકે સાંધો બદલવાની શસ્ત્રક્રિયા કરવી પડે છે. હવે સમય બદલાઈ ગયો છે. આપણી પાસે વિજ્ઞાનની કૃપાથી ખૂબજ સારી ટેક્નોલોજી ઉપલબ્ધ છે અને સારામાં સારા સાંધા પણ. ઉપરાંત આ કૃત્રિમ સાંધા બેસાડવા માટે જરૂરી એવા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન જે ખૂબ જ બહોળુ અને જરૂરી જ્ઞાન ધરાવે છે તે પણ હવે ઉપલબ્ધ છે. આ સર્જરી થોડી ખર્ચાળ જરૂર છે પણ તે તમારી જીવનશૈલી પુર્વવત બનાવી દેવા સક્ષમ છે.

સારા ડોક્ટરની સાથે જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમ હોવી જરૂરી છે જે દર્દીને ઓપરેશન પહેલા તથા પછી અપાતી સારવાર દરમ્યાન સાચવે છે. મોટી હોસ્પિટલ્સમાં દરેક સ્પેશિયાલિટીના તબીબો ઉપલબ્ધ હોય છે જે જરૂર પડ્યે દર્દીની મદદ માટે આવી જાય છે. કોઈપણ ઓપરેશનમાં ઈન્ફેક્શનનો ભય પણ હોય છે જો સારી જગ્યાએ ઓપરેશન કરાવવામાં આવે કે જ્યાં ઓપરેશન થિટેટર્સને રૂલ્સ પ્રમાણે કિટાણુંમુક્ત કરાતા હોય ત્યાં કોઈપણ ચેપ લાગવાની શક્યતા નહીંવત થઈ જાય છે.

લેખક ડો સૌરવ ગોયલ, જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન.

3.11764705882
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top